Dark Matter and Dark Energy in Gujarati Science by નીલકંઠ books and stories PDF | ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી

Featured Books
Categories
Share

ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી

સૌ પ્રથમ જીવનની શરૂઆત સમુદ્રમાં થઈ હતી! "ટિકટાલિક" એ સૌ પ્રથમ પ્રાણી હતું જે સમુદ્રમાંથી જમીન ઉપર આવ્યું અને ત્યારબાદ ડાયનોસોર્સ, નાના જીવ-જંતુઓ અસ્તિત્વમાં આવ્યા! પરંતુ એક સમય એવો આવ્યો કે એક મોટા ઉલ્કાપિંડની પૃથ્વી સાથે ટક્કર થઈ અને ડાયનોસોર્સથી લઈ નાના જીવ-જંતુઓનો પણ નાશ થયો.
હવે વિચારો કે જો એ સમયે તે ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ના ટકરાયો હોત તો શું આજે આપણું અસ્તિત્વ આ પૃથ્વી ઉપર હોત?! અત્યારે પણ પૃથ્વી ઉપર ડાયનોસોર્સનું અસ્તિત્વ હોત!
આ જાણે કે આપણા માટે કુદરતે એક સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી!
આ ઉલ્કાપિંડની ટક્કર બાદ પૃથ્વી ઉપર જાણે એક બદલાવ આવી ગયો! પૃથ્વી ઉપર ચિમ્પાઝી, ગોરીલા અને ઓરંગઉટાન્ગ જેવા સસ્તન પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા! અને ત્યારબાદ સૌ પ્રથમ માનવ "હોમો હેબિલિસ" અસ્તિત્વમાં આવ્યા કે જેઓ વિચારી શકતા હતાં! અને ત્યારબાદ માનવોની કેટલીય પ્રજાતિઓ અસ્તિત્વમાં આવી અને અંતે આપણે એટલે કે "હોમો સેપિઅન્સ સેપિઅન્સ" અસ્તિત્વમાં આવ્યા! હવે આ હોમો હેબિલિસથી લઈ હોમો સેપિઅન્સ સેપિઅન્સ ધ્વારા પૈડું અને આગથી લઈ ડાર્ક મેટર, ડાર્ક એનર્જી અને બ્લેક હોલની શોધ કરવામાં આવી!

હવે વાત કરીએ તો સૌ પ્રથમ નિકોલસ કોપર્નિકસે તેમનો વિચાર રજૂ કર્યો હતો કે પૃથ્વી એ બ્રહ્માંડનું કેન્દ્ર નથી અને પૃથ્વીની આસપાસ સૂર્ય પરિભ્રમણ નથી કરતો પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે! ત્યારે તેમને ગ્રંથોમાં લખેલી વાતો અને ભગવાનના અપમાન બદલ કેદ કરવામાં આવ્યા હતાં અને તેમના ઉપર અને તેમના લખેલા પુસ્તકો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો! ત્યારબાદ જિઓર્ડાનો બ્રુનોએ પણ નિકોલસ કોપર્નિકસનું સમર્થન કર્યું હતું અને તેમને જીવતાં જ સળગાવી દેવાની સજા આપવામાં આવી હતી. ગેલિલિઓ ગેલેલી કે જેઓએ ટેલિસ્કોપની શોધ કરી હતી અને તેમની આ શોધને કારણે જ આપણે અન્ય ગ્રહો અને તારાઓનો અભ્યાસ કરી શકીએ છીએ! ગેલિલિઓ ગેલેલીએ પણ કહ્યું હતું કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી!
આ દરેક વ્યક્તિઓનો ગુનો એટલો જ હતો કે
તેઓએ ગ્રંથોમાં લખેલી વાતોને આસાનીથી માની લેવાને બદલે પોતાની આંખોથી એ વસ્તુને જોવી હતી અને સમજવી હતી!
ત્યારબાદ ઘણાં વૈજ્ઞાનિકોએ આ વિચારને સમર્થન આપ્યું અને અંતે દરેક વ્યક્તિ માનતા થયા કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે! અને ત્યારબાદ અત્યાર સુધી ઘણી શોધો થઈ અને આગળ પણ થતી રહશે! આપણે દરેક વ્યક્તિ હાલ શરૂઆતના તબક્કામાં છીએ આ વિશાળ બ્રહ્માંડમાં હજું ઘણું બધું શોધવાનું બાકી છે અને રિસર્ચ કરવી એ તો આપણા સ્વભાવમાં છે! આ વિશાળ બ્રહ્માંડ ઘણાંય રહસ્યોથી ભરેલું છે. અને આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ તે બ્રહ્માંડને જાણવાનો અને તેના રહસ્યોને ઉકેલવાનો આપણને અધિકાર છે!

હવે આપણે વાત કરીએ ડાર્ક મેટરની, તો ડાર્ક મેટરની શોધ ફ્રિટ્ઝ ઝ્વીકીએ ૧૯૩૩માં કરી હતી! ફ્રિટ્ઝ ઝ્વીકી જર્મન ભૌતિકશાસ્ત્રી (Physicist) હતાં. તેઓ જ્યારે ટેલિસ્કોપ ધ્વારા કોમા કલસ્ટરનો અભ્યાસ કરી રહ્યા હતાં ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો! (Coma Cluster) અહીં કલસ્ટરના બે પ્રકાર છે એક તારાઓનો મોટો સમૂહ અને અન્ય ગેલેક્સીસનો મોટો સમૂહ ! અહીં કોમા કલસ્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ગેલેક્સીસનો એક મોટો સમૂહ છે જેમાં ૧૦૦૦ ગેલેક્સીસ આવેલી છે! આ કલસ્ટરમાં દરેક ગેલેક્સીસસ આ કલસ્ટરની મધ્યમમાં આવેલી બે વિશાળ ગેલેક્સીસની આસપાસ પરિભ્રમણ કરે છે!

ફ્રિટ્ઝ ઝ્વીકીએ જોયું કે કોમા કલસ્ટરમાં તે કલસ્ટરના કેન્દ્રની નજીકની ગેલેક્સીસ ખૂબ જ ઝડપથી પરિભ્રમણ કરી રહી હતી પરંતુ આ કેન્દ્રથી ઘણી દૂર આવેલી ગેલેક્સીસ ખૂબ જ ઝડપથી પરિભ્રમણ કરી રહી હતી! જો આ તે કેન્દ્રથી દૂર આવેલી કોઈ ગેલેક્સી આ રીતે ખૂબ જ ઝડપથી પરિભ્રમણ કરતી હોય તો એક સમય એવો આવે કે તે આ કેન્દ્રથી ઘણી જ દૂર જતી રહે અને તે કલસ્ટરથી જુદી પડી જાય!
હવે આપણે એક ઉદાહરણ લઈ સમજીએ તો ધારો કે આપણે એક રાઇડમાં બેઠા છીએ આ રાઇડ જો તેની નિર્ધારિત ગતિથી જ ચાલી રહી હોય તો આપણને કશું થતું નથી પરંતુ જો આ રાઇડ તેની નિર્ધારિત ગતિથી પણ વધુ ઝડપે ચાલતી હોય તો આપણે ક્યાંય ફેકાઈ જઈએ એટલે કે ઉછળીને ઘણા દૂર પડીએ પરંતુ જો આપણે એ રાઇડમાં રહેલો બેલ્ટ બાંધી રાખ્યો હોય તો આપણને કશું થાય નહીં!
તો હવે આ બેલ્ટનું કામ અહીં ડાર્ક મેટર કરે છે! ફ્રિટ્ઝ ઝ્વીકીએ ત્યારબાદ શોધ્યું કે કોઈ એવી વસ્તુ છે જે આ ગેલેક્સીસને તેના કેન્દ્રમાં આવેલી ગેલેક્સીસ સાથે જોડી રાખે છે અને તેમને નામ આપ્યું "ડાર્ક મેટર". (ગુજરાતીમાં કહીએ તો કાળો પદાર્થ!)
આપણી આસપાસ રહેલ દરેક પદાર્થને નોર્મલ મેટર તરીકે ઓળખવામાં આવે છે! આ નોર્મલ મેટર એ પરમાણુનો બનેલ છે. આ નોર્મલ મેટરમાં આપણાથી લઈ તારાઓનો સમાવેશ થાય છે!
ફ્રિટ્ઝ ઝ્વીકીએ નોંધ્યું કે કોમા કલસ્ટરના કેન્દ્રમાં રહેલી ગેલેક્સીસની ગ્રેવિટિ એટલી પણ સ્ટ્રોંગ નથી કે તે આ કેન્દ્રથી દૂર આવેલી ગેલેક્સીસને પોતાની સાથે જકડી રાખે અને ગ્રેવિટિ એ સૌથી નબળું બળ છે! તેથી તેમને અનુમાન લગાવ્યું કે આ ગેલેક્સીસ કેન્દ્ર સાથે જકડાયેલી છે તેના માટે જવાબદાર ડાર્ક મેટરની ગ્રેવિટિ છે! તેથી જ આપણે ડાર્ક મેટરને જોઈ શકતાં નથી પરંતુ તેની ગ્રેવિટીને આપણે માપી શકીએ છીએ! ડાર્ક મેટર એ દરેક બ્રહ્માંડમાં દરેક જગ્યાએ આવેલો છે! આપણી ગેલેક્સીમાં પણ ગેલેક્સીના કેન્દ્રથી દૂર રહેલાં તારાઓને કેન્દ્ર સાથે જકડી રાખવાનું કામ આ ડાર્ક મેટર કરે છે કારણ કે આપણી ગેલેક્સીની મધ્યમાં આવેલ બ્લેક હોલની ગ્રેવિટિ પણ એટલી સ્ટ્રોંગ નથી!

ફ્રિટ્ઝ ઝ્વીકી એ શોધ્યું કે આપણાં બ્રહ્માંડમાં રહેલી દરેક ગેલેક્સીસ ૫% ભાગમાં જ આવેલી છે અને બ્રહ્માંડમાંથી આવતો પ્રકાશ બ્રહ્માંડના ૫% ભાગમાંથી આવે છે બાકીના ૯૫% ભાગમાં આ ડાર્ક મેટર આવેલો છે! શરૂઆતમાં તેમની વાતને સમર્થન મળ્યું નહોતું પરંતુ ત્યારબાદ ઘણાં વૈજ્ઞાનિકોએ આ ટોપિક પર રિસર્ચ કરી અને ૧૯૬૦માં કેટલાંક રિસર્ચર્સ ધ્વારા ડાર્ક મેટર હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું હતું!
જેમ પાર્ટિકલ્સ મળીને એક એટમ બનાવે છે અને એટમ્સ મળીને તારાઓ, ગ્રહો અને ગેલેક્સીસ બનાવે છે તેમ, હોઈ શકે કે ડાર્ક મેટર પણ કેટલાંક પાર્ટિકલ્સથી બનેલો હોય કારણ કે તે એક પદાર્થ છે અને દરેક પદાર્થ એ પરમાણુઓનો બનેલો છે અને દરેક પરમાણુંઓ પાર્ટિકલ્સના બનેલા છે! ડાર્ક મેટર ધ્વારા કેટલીય ગેલેક્સીસ, ગ્રહો અને તારાઓ બન્યા હોય આમ કહીએ તો એક આખું અન્ય બ્રહ્માંડ આ ડાર્ક મેટરનું બનેલું હોઈ શકે છે એ શક્યતા નકારી ન શકાય! અત્યારે તમે આ વાંચતાં હશો ત્યારે પણ ડાર્ક મેટરના પાર્ટિકલ્સ તમારા શરીરમાંથી પસાર થઈ રહ્યા હશે! પરંતુ હજું પણ આપણે શરૂઆતી તબક્કામાં છીએ હજું ઘણુંય સંશોધન કરવાનું બાકી છે!

ડાર્ક એનર્જીને સામાન્ય રીતે એન્ટી ગ્રેવિટિ પણ કહેવામાં આવે છે! આ ડાર્ક એનર્જી એ ગ્રેવિટિની વિરુદ્ધમાં કામ કરે છે! ડાર્ક એનર્જી પણ ડાર્ક મેટરની જેમ જ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે! પ્રકાશની ઝડપ જેટલી ઝડપથી આપણું બ્રહ્માંડ ફેલાઈ રહ્યું છે! ક્યારેક આપણી ગેલેક્સીની નજીક આવેલ કોઈ ગેલેક્સી દૂર જઈ રહી છે તો આની પાછળનું કારણ પણ ડાર્ક એનર્જી છે! ડાર્ક એનર્જી એ ગ્રેવિટિની વિરુદ્ધ કામ કરે છે તેથી તે દરેક ગેલેક્સીસને અન્ય ગેલેક્સીસથી દૂર ધકેલી રહી છે! આજથી ૧૩.૮ અબજ વર્ષો પહેલાં બિગ બેંગ ધ્વારા આપણું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું! બિગ બેંગ બાદ અત્યાર સુધી આપણું બ્રહ્માંડ ૯૬ અબજ પ્રકાશ વર્ષ દૂર સુધી ફેલાઈ ચુક્યું છે! અને હજું પણ સતત ફેલાઈ રહ્યું છે! અને આની પાછળનું કારણ પણ ડાર્ક એનર્જી છે!

આપણે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી વિશે હજું પણ કંઈ જ જાણી શકયા નથી! આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે આવો કોઈ પદાર્થ અને આવી કોઈ એનર્જી બ્રહ્માંડમાં છે પરંતુ હજું પણ એમાં ઘણું સંશોધન કરવાનું બાકી છે!