"આસ્તિક"
માઁ જરાતકારું સાહિત્ય
એક ઇચ્છાધારી લડવૈયા
અધ્યાય-8
માઁ જરાત્કારુ અને ભગવન જરાત્કારુ પવનહંસથી બધી પર્વત માળાઓ વિહાર કરીને જોઇ રહેલાં પૃથ્વી પર રચેતી સૃષ્ટિને જોઇને આનંદ વ્યક્ત કરી રહેલાં. ઊંચી ઊંચી પર્વતમાળા, બરફ આચ્છાદીત શિખરો સૂર્યનાં પ્રકાશને કારણે સોનવર્ણા દેખાઇ રહેલાં. કેટલીય જાતની વનસ્પતિ ફળફળાદીથી લચકતા વૃક્ષોથી ભરપુર વન, જંગલ, કેટલીય જાતનાં વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળચર ત્થા ઉડતાં ચાલતાં પક્ષીઓ... રંગબેરંગી પતંગીયા અને ફૂલોથી ભરેલાં વૃક્ષો, ક્ષૃપ અને ફેલાયેલી સૃષ્ટી એવી નયનરમ્ય દેખાઇ રહી હતી જ્યાં જુઓ ત્યાં ઇશ્વરની સાક્ષી હતી બધે સર્વવ્યાપ ઇશ્વર જુદા જુદા રૂપમાં દર્શન આપી રહેલો.
માઁ જરાત્કારુએ કહ્યું "ભગવન આપની કૃપાથી હવે રાજકુમારીમાંથી હું હવે માઁ બનીશ એવાં અહેસાસ છે મને આપનાં પ્રેમ અને સાંનિધ્યએ મને કંઇક અનોખી લાગણી આપી છે મને આખી સૃષ્ટિ જાણે સ્વર્ગ ભાસી રહી છે. મારાં અંતરમનમાં ખૂબ આનંદ છવાયો છે.
ભગવન જરાત્કારુએ કહ્યું "દેવી આજ તો તમારું લક્ષ્ય છે તમે એટલા સુંદર અને પવિત્ર છો કે હવે તમારાં વિના એક પળ મને પણ નથી ગમતું ક્યારેય નહીં ગમે. પવનહંસમાં માઁ જરાત્કારુ ભગવન જરાત્કારુનાં ખોળામાં માથું મૂકી હૂંફ અનુભવી રહ્યાં છે અને ચારો દિશાઓમાં નજર કરીને સ્વૈરવિહારનો આનંદ લૂંટી રહ્યાં છે.
ધીમે ધીમે પવનહંસ ઉત્તર દિશાથી આગળ વધીને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહેલાં જુદી જુદી પર્વતમાળાઓ જોઇ રહેલાં અરવલ્લીની પર્વતમાળાઓ પસાર થઇ રહી હતી દરેક ઘરતીનાં પોતાનાં પ્રબળ ગુણ અનુભવ અને પરચાં હતાં ક્યાંક સફેદ, લાલ, ભૂખરી, કાળી, કેસરી રંગની ભૂમિ હતી દરેકની જુદી જુદી કથા અને શૌર્ય ધરબાયેલાં છે.
ભગવન જરાત્કારુએ કહ્યું "પ્રિયે જુઓ હવે આ પર્વતમાળા કંઇક અનોખી છે શૈહાદરી પર્વતમાળા અહીં તમારાં નાગકુળનું સ્થાનક હોય એવો ભાવ આવે છે અહીં બધાં નાગયોનીનાં જીવો શ્રેમકુશળ છે અહીં આ પર્વતમાળામાં કેવી કેવી જડીબુટ્ટીઓ છે અને જીવંત ધરતી છે અને માઁ જરાત્કારુની અમીદ્રષ્ટિ બધાં વિસ્તારો પર ફરી રહી હતી. કેવાં સુંદર ડુંગર, પર્વત, નદી, નાળા, ઝરણાં ધોધ અને ભોળાં માયાળું માનવો વસી રહેલાં ગાઢ જંગલામાં અનેક પ્રાણીઓની વસ્તી હતી ખૂબ પવિત્ર વિસ્તાર જણાઇ રહેલો ત્યાં માં માયાનું મંદિર એનં પરચાં બંન્ને જરાત્કારુ બેલડી રસપૂર્વક જોઇ રહ્યાં હતાં અને આશીર્વાદ આપી રહેલાં એમની અમી નજર આંબા ચીકુનાં વનને જોઇ રહી હતી આશિષ આપી રહી હતી.
પવનહંસ ધીમે ધીમે આગળ વધી રહેલો અને ભગવન જરાત્કારુએ સહિયાદ્રી પવર્તમાળામાં એક સુંદર પર્વતની સમથળ જગ્યાએ રોકાવાની ઈચ્છા કરી અને માઁ જરાત્કારુ ખૂબ આનંદીત થયાં આપનાં આહવા વનની જગ્યાએ જ્યાં પુષ્કળ વનસ્પતિ પવિત્ર વસેલી છે અનેક પ્રકારનાં વાંસનાં જંગલો, સાગ, સાદડ, ચંદન, સીસમ, આંબા, ચીકુ., નેતર, આંબલી, કમરખ, જાંબુ, જામફળ, આવાં અનેક વૃક્ષોથી ભરેલું વન હતું.
નાગ સેવકોએ જરાત્કારુ બેલડીની ઇચ્છાથી વનમાંથી ફળો લાવી આપ્યા સુંદર વાંસમાંથી ગૂંથેલી નાની નાની ટોપલીઓ ફળો ભરી બધાં. ત્યાંની દમણ ગંગા જેવી નદીઓનાં શીતળ જળ મીઠાં પીધાં. આખો વિસ્તાર પરશુરામ ભગવાનથી સુરક્ષિત હતો.
આવનાર ભવિષ્યમાં કેવા કેવા પુણ્યશાળી જીવો અહીં આવશે રહેશે રાજ કરશે. એવો આભાસ થઇ રહેલો. જરાત્કારુબેલડી એક આખો દિવસ અને રાત્રી અહીં રોકાયા અને વિચરણ કર્યું.
માઁ એ કહ્યું ભગવન આ પુણ્યભૂમિ કંઇક અનોખી છે મને તો અહીં મારું પિયર અને સાસરું બંન્ને હોય એવો ભાવ જાગે છે મને વિશેષ પ્રેમ ઉભરાઇ રહ્યો છે. આપણે અહીં થોડાં વધું રોકાણ કરીએ...
ભગવન જરાત્કારુએ કહ્યું "પ્રિયે તમે મારાં મનની વાત કીધી મને પણ અહીં આ ભૂમિ ખૂબ ગમી છે અને મારાં પૂર્વજ પણ આ ભૂમિ પર રહ્યાં છે તપ કર્યા છે એવું સમજાઇ રહ્યું છે. તમારું વચન સાર્થક છે આપણે અહીં થોડું રોકાણ જરૂર કરીએ.
જરાત્કારુ બેલડીએ નાગ સેવકોને સૂચના આપી અને અહીં રોકાણ કરવા મન બનાવી લીધું. બંન્ને જણાંને આ ભૂમિ પોતાની લાગી રહી હતી અહીં તેઓ ઇશ્વર ધ્યાન સવાર બપોર સાંજ પ્રભુ સ્મરણ અને નિત્ય નિયમ કરવા લાગ્યાં. ભગવન જરાત્કારુએ સમાધી લગાવીને ઇશ્વર સ્મરણ કરવા લાગ્યાં. માઁ જરાત્કારુ પણ નાગસેવિકાઓ સાથે વનવિચરણ કરવા લાગ્યાં. અનેક નાગયોનીનાં જીવોને જોયાં અને બધાને આશિર્વાદ આપીને અભયવચન આપ્યુ તમે આ વિસ્તારમાં ખૂબજ સુરક્ષિત છો ખૂબ હરોફરો ફૂલો ફળો મારાં આશિષ છે.
નાગ સેવિકાઓ બંન્ને જરાત્કારુ બેલડીની સેવામાં મીઠી મીઠી કેરીઓ લાવી આપતી ચીકુ, જામફળ, બોર, જેવાં મીઠાં ફળો ધરતાં, ભગવાન જરાત્કારુએ કહ્યું પ્રિયે અહીં હિમાલય જેવું એકાંત અને પવિત્ર વાતાવરણ છે મને આ ભૂમિ આ વિસ્તાર ખૂબ પસંદ આવ્યો છે.
ભગવાને ત્રિકાળજ્ઞાનથી ભવિષ્યવાણી ઉચ્ચારી "પ્રિયે આ ભૂમિ કળીયુગમાં પણ પવિત્ર રહેશે અને અહીં તમારું ખૂબજ પ્રસિદ્ધ થનાર મંદિર બનશે એવું સ્થાનક બનશે કે જ્યાં જે કોઇ મનોરથ લઇને આવશે એ પૂરા થશે. તમારી કૃપા મળતી રહેશે વળી વન્ય ત્થા નાગકુળનાં જીવો અહીં ભયમુક્ત અને સુરક્ષિત રહેશે.
માઁ જરાત્કારુ ખૂબ ખુશ થયાં અને બોલ્યાં પ્રભુ તમે બોલ્યાં છો તો જરૂર થશે મને વિશ્વાસ છે આ વનમાં પર્વતમાળાઓમાં એવી પ્રબળ પરચાં બતાવતી પવિત્ર ભૂમિ પર એનું આયોજન થશે. મારાં સદાય આશીર્વાદ છે અને રહેશે.
સૈહાદરીની પર્વતમાળામાં ખૂબ આનંદ કર્યો બંન્ને જરાત્કારુ બેલડીએ અહી, પ્રણય કર્યા ભગવન પ્રાર્થના તપ-સમાધિ અને સાથે સાથે અમાપ પ્રેમ કર્યો માઁ જરાત્કારુ ખૂબજ ખુશ હતાં એમની સંતૃપ્તિ બતાવતી હતી કે તેઓ જાણે સ્વર્ગનાં સુખની અનુભૂતિ કરી રહેલાં.
ભગવન જરાત્કારુએ કહ્યું "દેવી અહીં તમારી કોખમાં જીવ પરોવાઇ ગયો છે અને એનો મને આનંદ છે તમારો અનુભવ શું કહે છે ? માઁ એ શરમાતાં કહ્યું ભગવાન આપની વાત સાચી છે મારી કાયામાં ખૂબ પવિત્ર જીવે પ્રવેશ કર્યો છે અને મને એનો આનંદ છે. પ્રભુ તમારી કૃપા અને પ્રેમ મને આજે આવો સુંદર પ્રેમાળ અને પવિત્ર અનુભવ કરાવ્યો છે હું ખૂબજ ખુશ છું.
ભગવન જરાત્કારુએ કહ્યું "આજ ભૂમિ પર આ નિમિત લખાયું હતું હવે આપણે તમારાં નૈનીહાલ નાગલોક તરફ પાછા ફરીએ ? ત્યાં પણ આશ્રમની બધી તૈયારીઓ થઇ ચૂકી હશે ત્યાં પણ તમારી માતા-પિતાને તથા ભાઇઓને આ આનંદનાં સમાચાર આપીએ.
ત્યાં પહોચ્યાં પછી બધી ધાર્મિક વિધી પણ પૂર્ણ કરી શકાય અને પછી આપણાં આશ્રમે પ્રસ્થાન કરી શકાય. માઁ જરાત્કારુ ખૂબ આનંદથી ભગવન તરફ જોઇ રહ્યાં પછી ભગવને જરાત્કારુની બાહોમાં પરોવાઇને એમની છાતી પર માથું મૂકીને કહ્યું ભગવન તમારો પ્રેમ હવે મારી કુખમાં ઉછરશે તમારું બીજ મારામાં રોપાઇ ગયુ છે મને એનો ખૂબજ આનંદ છે. પ્રભુ તમે મારાં અને આખા નાગકુળ પર ઉપકાર કર્યો છે.
આજે હું ખૂબજ આનંદીત અને સંતુષ્ટ છું બસ આપનાં ચરણોમાં આપની સેવા કરવી એજ મારો ધર્મ અને જીવવાનો હેતુ બની ગયો છે.
પ્રભુ તમારો પ્રેમ તમારી કાળજીએ મને બધુજ આપી દીધું છે હું તમારાં પ્રેમથી ધન્ય બની છું પ્રભુ આ સ્વૈરવિહારનાં સમય દરમ્યાન હું કેટલો બધો તમારો પ્રેમ પામી છું તમારું સાંનિધ્ય ભોગવ્યું છે મને એનો ખૂબ જ આનંદ છે હું ખૂબ ખૂબ ખુશ છું.
ભગવન જરાત્કારુએ કહ્યું દેવી તમે ખુશ અને આનંદમાં રહો એજ મારું લક્ષ્ય. હવે તો બે જીવનાં થયાં હવે તમારે વિશેષ આનંદમાં અને ભગવત સમરણમાં રહેવું મારો સાથ અને મારો પ્રેમ સદાય રહેશેજ.
આમ પ્રણયગોષ્ટી કરતાં કરતાં તેઓ આ ભૂમિને વિશેષ આનંદ લઇ રહેલાં અને કોખમાં પ્રવેશ કરનાર જીવ માટે ભૂમિને યશ આપી આશીર્વાદ આપી રહ્યાં.
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----8