ASTIK THE WARRIOR - 7 in Gujarati Mythological Stories by Dakshesh Inamdar books and stories PDF | આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-7

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-7

"આસ્તિક"
માઁ જરાતકારું સાહિત્ય
એક ઇચ્છાધારી લડવૈયો
અધ્યાય-7
જરાત્કારુ ભગવને નાગલોકોનાં હર્ષોલ્લાસ અને સત્કારથી આનંદીત થઇને ભવિષ્યવાણી કરી દીધી કે રાજકુમારી જરત્કારુની કુખે ખૂબજ પ્રતાપી તેજોમય દીકરો જન્મ લેશે જે વિધવાન, શક્તિશાળી, બહાદુર અને પ્રતાપી હશે જે દરેક શાસ્ત્રોનો જાણકાર થશે અને પોતાની બુધ્ધિશક્તિ ત્થા અગમશક્તિથી નાગકુળનો બચાવ કરશે.
સમગ્ર નાગકુળ અને બધાંજ નાગ ખૂબજ આનંદીત થયાં. રાજકુમારી જરાત્કારુ પોતાને ભાગ્યશાળી સમજી રહ્યાં. એમણે ભગવાન જરાત્કારુ સામે પ્રેમભરી નજરે જોઇને કહ્યું પ્રભુ તમને પામીને હું બધુંજ પામી ગઇ મારે કંઇજ બીજુ નથી જોઇતું બસ તમનેજ સમર્પિત છું અને રહીશ આપની આજ્ઞામાં રહીશ આપની સેવા કરીશ.
ભગવાન જરાત્કારુ ખૂબજ ખુશ થયાં પછી મંચ ઉપરથી એમણે બધાનું અભિવાદન કર્યા પછી બધાની રજા લઇને મહેલમાં પ્રયાણ કર્યું.
ભગવન જરાત્કારુએ કહ્યું દેવી આપણાં મંગળફેરા થઇ ગયાં હવે બધી વિધી વિધાન વ્યવહાર સંપૂર્ણ થઇ ગયાં છે હવે અહીં આપણું રોકાવું ઉચિત નથી આપણે અહીંથી જંગલ તરફ પ્રયાણ કરીએ અને આપણે એક ઉત્તમ આશ્રમની રચના કરીએ ત્યાં રહીશું અને આપણાં ગૃહસ્થાશ્રમ જીવીશું.
રાજકુમારી જરાત્કારુએ કહ્યું "આપનું કથન ઉચિત છે હું હમણાજ ભાઇ વાસુકીને વાત કરું છું એમ કહીને એ વાસુકીનાગને બોલાવ્યાં વાસુકી નાગ ભગવાન પાસે આવ્યાં.
જરાત્કારુ દેવે કહ્યું "વાસુકી હવે અમારું અહીં કર્મ પુરુ થયું છે અહીંથી હવે અમને વિશેષ આગવો અને ગંગા તટે એક ઉત્તમ પવિત્ર ભૂમિ ઉપર અમારો આશ્રમ બનાવીને હવેથી ત્યાં રહીશું.
વાસુકી નાગે કહ્યું ભગવન થોડાં વધુ દિવસ આપની સેવા કરવાનો અવસર આપો. આપ કહેશો ત્યાં નાગલોકો તમારાં માટે ઉત્તમ આશ્રમ બનાવી દેશે ત્યાં સુધી આપ અહીં રહો પછી હૃદય પર પત્થર રાખીને બહેનની વિદાય કરીશું.
જરાત્કારુ ભગવને કહ્યું તો તને ભાગીરથી નદીનાં કિનારે ઉત્તર દિશામાં ખૂબ પવિત્ર ભૂમિ છે જ્યાં વટવૃક્ષ તથા અન્ય ફળાઉ વૃક્ષોનું વન છે ત્યાં આશ્રમ નિર્માણ શરૂ કરો. અમે ત્યાં નિવાસ કરીશું.
વાસુકી નાગે કહ્યું જેવી આપની આજ્ઞા આપના જણાવ્યા પ્રમાણે એજ પવિત્ર ભૂમિ પર આશ્રમ નિર્માણ થશે ત્થા અન્ય સુવિધાઓ ઉભી કરાશે.
જરાત્કારુ મહર્ષિએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું હું મારી દિવ્યદ્રષ્ટિથી એ સ્થળ ભૂમિ જોઇ રહ્યો છું નાગ લોકોને સત્વરે ત્યાં મોકલો તમારા માર્ગદર્શનથી સુંદર આશ્રમનું નિર્માણ કરો. નિર્માણ કાર્ય પુરુ થયા બાદ અમે બંન્ને જરાત્કારુ દંપત્તી ત્યાં ભૂમિપૂજન-વાસ્તુપૂજન અને ઇશ્વરનાં સાનિધ્યમાં અમારાં કુળદેવી દેવતાંને પ્રસન્ન કરવા હવનયજ્ઞ કરીશું.
વાસુકી નાગે તુરંતજ આદેશ માથે ચઢાવીને કાર્ય ચાલુ કરાવી દેવા વચન આપ્યું અને કહ્યું ભગવન આશ્રમની રચના થાય ત્યાં સુધી આપ બંન્ને પર્વતમાળાઓમાં વિચરણ કરવા જઇ શકો છો આનંદ લઇ શકો છો હું આપના માટે પાવનહંસ ઉડતાં વાહનની વ્યવસ્થા કરું છું આપ ગમે તેવી ઊંચી પર્વતમાળા માં વિહાર કરી આનંદ કરી શકશો એક સુંદર પવનહંસનું નિર્માણ કરેલું છે જે સોનાથી મઢેલીને હીરા ઝવેરાત જડેલાં છે ખૂબ આરામદાયક વાહન છે આપની સાથે બધીજ સુખ સગવડની ચીજો સાથે રાખવામાં આવશે નાગસેવકો તો છે જ આપની સેવામાં તો આપ કહો ત્યારે ગમનની તૈયારી કરીએ.
જરાત્કારુ બેલડી ખૂબ ખુશ થઇ ગઇ ગુરુ જરાત્કારુએ તુરંતજ વ્યવસ્થા કરવા કહ્યું અને ખૂબ આનંદીત થઇ આશીર્વાદ આપતાં કહ્યું "તમે ખૂંબ સુંદર ઉપાય બતાવ્યો છે વિહાર કરવા માટે અમે આજેજ એમાં નીકળવા માંગીએ છીએ.
વાસુકી નાગે સેવકોને પવનહંસની તૈયારી કરવા કીધું અને શ્રેષ્ઠ નાગ સેવકોને સાથે રહેવા કહયું. અને પોતે આશ્રમની તૈયારી કરવા નીકળી ગયાં.
જરાત્કારુ બેલડી બધી તૈયારીઓ પૂર્ણ કરીને આનંદીત થતાં પવનહંસમાં સ્વૈર વિહાર કરવા નીકળી ગયાં. ઉડતા પવનહંસથી એમણે પર્વતની હારમાળાઓ જોવા મન બનાવ્યું તેઓ ઉપર આકાશની ઊંચાઇ માપતાં વિહાર કરી રહ્યાં હતાં. તેઓ ગંગા નદીનાં પ્રવાહ થી ઉપર ઉડી રહેલા ધીમે ધીમે હિમાલય પર્વતમાળા તરફ આગળ વધી રહ્યાં.
ઉપરથી પૃથ્વી પરનો નજારો એટલે સુંદર દેખાઇ રહેલો કે બોલી ઉઠ્યાં અહીંજ સ્વર્ગ છે આનાંથી વધારે શું સુંદર હોઇ શકે કેટલાય કલાક વિહાર કર્યા પછી ભગવન જરાત્કારુએ નાગ સેવકોને કહ્યું ઉપર પર્વત પર જે સમથળ ભૂમિ છે ત્યાં ઉતારો તૈયાર કરો. પવનહંસ હિમાલય પર્વતમાળાનાં ઊંચા પર્વત ઉપરની સમથળ ભૂમિ પર ઉતરાણ કર્યુ અને સેવકોએ તુરંતજ સાથે લાવેલ સામગ્રીથી સુંદર તંબુનું નિર્માણ કર્યું. અને ગાદી વિગેરે બિછાવીને ભગવનને કહ્યું આપ આરામ કરો ત્યાં સુધી આપનાં માટે વાનગીઓ બનાવીને લાવીએ છીએ અને અહીંનાં સુંદર વનમાંથી ફળફળાદી લઇ આવીએ છીએ.
જરાત્કારુ બેલડી બાંધેલા કાપડનાં તંબૂમાં આરામ કરવા બેઠાં જરાત્કારુ રાજકુંવરીએ કહ્યું ભગવાન આપ આરામ કરો હું ભોજનની વ્યવસ્થા કરુ છું અને સેવકો સાથે મળીને ભગવનને ભોજન અને ફળફળાદી પીરસ્યાં.
ભગવાન જરાત્કારુએ કહ્યું દેવી તમે પણ સાથેજ મારીજ થાળીમાં ભોજન કરો હવે તો આજ આપણું સાથ સાથનુ ભોજન છે અને રહેશે એમ કહીને ભોજનમાંથી મીઠી વાનગી લઇને રાજકુમારીને ખવરાવી રાજકુમારીએ ભગવનને ખવરાવ્યું બંન્ને જણાં ખૂબ આનંદીત થઇને જમી રહ્યાં.
રાજકુમારીએ કહ્યું ભગવન ભાઇએ આ પવનહંસની વ્યવસ્થા કરીને ઉત્તમ કાર્ય કર્યુ છે આપણે ઘણી બધી જગ્યાએ વિહાર કરીશું અને આનંદ કરીશું.
ભગવને પ્રસન્ન થઇને કહ્યું જરૂરથી બધેજ ફરીશું. અલગ અલગ પર્વત માળાઓ ફરીને પછી આશ્રમે જઇશું. પછી ભોજનનું પૂર્ણ કરીને બંને બેલડી આરામ ફરમાવ્યો.
ભગવન જરાત્કારુએ ભૂમિ પર પાથરેલી ગાદી પર લંબાવ્યું અને રાજકુમારીએ એમનાં પગ પોતાનાં ખોળામાં લઇ લીધાં અને હળવે હળવે દાબીને સેવા કરવા લાગ્યાં.
ભગવન જરાત્કારુ ખૂબજ પ્રસન્ન થયાં અને પછી તેઓ રાજકુમારીને પ્રેમ કરવા માટે બેઠાં થઇને બોલ્યાં પ્રિયે તમે આજે ખૂબજ સુંદર દેખાવ છો અને મારી સેવા કરી રહ્યાં છો. હું ખૂબજ પ્રસન્ન છું તમે મને કામબાણથી વિધી નાંખ્યો છે એમ કહીને રાજકુમારી જરાત્કારુને પ્રેમ કરવા લાગ્યાં.
બંન્ને જણાં પ્રણયક્રીડા કરી રહ્યાં. ક્યાંય સુધી પ્રેમ કરીને તેઓ સંતૃપ્ત થઇ એકમેકમાં વીંટળાઇને સૂઇ ગયાં. આજે રાજકુમારી ખૂબજ ખુશ અને સંતોષી હતાં.
વહેલી પરોઢે જરાત્કારુ ભગવન ઉઠીને ભગવનનામ લેવા લાગ્યા સવારની પ્રાર્થના-નિયમ કર્યા અને વહેતાં ઝરણાંએ સ્નાનાદી પરવારીને સૂર્યનારાયણને અર્ધ્ય આપ્યો.
રાજકુમારી પણ ઉઠીને ભગવનનાં સ્નાનાદી પરવારીને જરાત્કારુ દેવને પગે લાગ્યાં અને બોલ્યાં મારાં તો તમેજ ભગવન છો તમારાથી હવે હું પૂર્ણ બની છું તમારાં અપાર પ્રેમે મને ખૂબ સંતોષ આપ્યો છે હું બસ તમારી પાછળ જ પાગલ છું તમે મને કહી તમારાથી દૂર ના કરતાં હું સદાય તમારાં ચરણોમાં રહેવા માંગુ છું.
ભગવને કહ્યું "દેવી તમે મારાં હૃદયમાં વિરાજમાન સામ્રાગયી છો તમને કેવી રીતે દૂર કરી શકું આપણાં બંન્નેનાં મિલન પછી આપણે પૂર્ણ થયાં છીએ પહેલાં આપણે એકબીજા વિના અધૂરા હતાં. તમારાં માટે મને અપાર પ્રેમ ઉભરાય છે તમારી સાથે પ્રણયબંધનમાં એવો બંધાયો છું કે તમારાં વિનાનું જીવન હું કલ્પીજ નથી શકતો.
રાજકુમારી જરાત્કારુ ખૂબ ખુશ થયાં. ભગવને કહ્યું ચાલો બીજી ઘણી પર્વતમાળાઓ જોવાની છે એ પહેલા ભગવન શીવજીનાં દર્શન કૈલાસે થઇને કરીએ અને બંન્ને જણાં કૈલાસ જવા માટે વિહાર કરવા લાગ્યાં.
કૈલાસ પહોચતા પહેલાં અનેક દૈવી સ્થાનકો અને પવિત્ર નદી તળાવ ભૂમિનાં દર્શન કરતાં હતાં 2 દિવસ સુધી વિહાર કર્યા પછી ભગવન શિવનાં ચરણોમાં કૈલાસ ધામ પહોચ્યાં.
જરાત્કારુ બેલડીએ ભગવાન શિવનાં ચરણોમાં માથાં નમાવ્યાં અને ભગવાનનાં આશિષ સીધાં ભગવાન શિવે આશીર્વાદ આપતાં કહ્યું ખૂબ વિચરો ખૂબ આનંદ કરો અને તમારાં થકી અવતરનાર પુત્ર દ્વારા નાગકુળનો બચાવ કરો અમારાં આશિષ સદાય તમારી સાથે છે.
શિવજીની પ્રસાદી લઇને તેઓ હવે આગળ બીજી પર્વતમાળાઓ તરફ વિચરણ કરવાની તૈયારી કરી. કૈલાસને જોઇને બંન્ને એટલાં આનંદીત થયાં કે આવી પુણ્યભૂમિ ક્યાં હોઇ શકે ? પછી માનસરોવરમાં સ્નાનાદી કરી પવિત્ર થઇને પવનહંસ દ્વારા આગળ વિચરણ માટે નીકળી ગયાં.
વધુ આવતા અંકે ----- પ્રકરણ-8