Coincidence - 7 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | દો ઈતફાક - 7

Featured Books
Categories
Share

દો ઈતફાક - 7


🔹️7🔹️
દો ઈતફાક
Siddzz💙


માયરા એ જોયું તો હજુ યુગ ટાઈપીંગ જ કરતો હતો. એટલે પછી એને જ મેસેજ કર્યો,

"ઓય મિસ્ટર ફટ્ટુ મેસેજ ટાઈપ કરે છે તો મોકલતો કેમ નથી "

માયરા નો મેસેજ જોઈ ને યુગ એટલો ખુશ થઈ ગયો હતો કે એને શું બોલવું એ પણ ખબર ના પડી.


"ઓહ હેલ્લો હજી કંઇ રાજકુમારી નાં સપનાં માં ખોવાયેલો છે " યુગ એ મેસેજ નો જવાબ નાં આપતા માયરા એ કહ્યું.

" હાઈ ક્યાં હતી તું? હું ક્યાર નો તારી રાહ જોતો હતો. " યુગ એ મેસેજ કર્યો.

"પપ્પા ને કામ હતું તો એમને મદદ કરતી હતી. પણ તું એવો તો ક્યો મેસેજ મોકલતો હતો કે અડધા કલાક થી ટાઇપિંગ કરવું પડે"

" મેસેજ કર્યો પણ પછી ભૂસી નાખ્યો હતો. તને મેસેજ કરવો કે નઈ એના માટે થોડું વિચારતો હતો. "

"ઓહ અચ્છા તો તમે શું વિચાર્યું?"

"શેના માટે " યુગ ને સમજ માં નાં આવતા પૂછ્યું.

" મેસેજ કરવો કે નઈ. જેના માટે તું અડધા કલાક થી વિચારતો હતો. "

"કંઇ નઈ વિચાર આવ્યો. "

" ઓકે "

"હા "

" ભણવાનું કેવું ચાલે ?" પેલી વાર માયરા એ આ સવાલ કર્યો હતો.

" એ તો ચાલ્યા કરે "

" ઓકે "

"શું કરવાની આ વેલેન્ટાઈન પર " યુગ એ પૂછ્યું.

"ક્યારે છે " માયરા ને તો ખબર જ ના હોય એમ પૂછ્યું.

"બે ત્રણ દિવસ પછી "

" તો મારે શું. ખાવાનું અને સૂઈ જવાનું. "

"તો કેમ પૂછ્યું ક્યારે છે " યુગ એ પૂછ્યું.

"કેમ એમજ નાં પૂછાય "

" હા પણ કોઈ હોય તો "

"વૉટ "

" તારો વેલેન્ટાઈન " યુગ બોલ્યો.

" હા હા... હું છું ને મારો વેલેન્ટાઈન "

" ઓહ તો રોઝ કોને આપવાની "

" મને. મિસ માયરા પરમાર ને "

"પોતાને કેમ " યુગ એ પૂછ્યું.

" હું મને જ બીજા કરતા વધારે લવ કરું છું એટલે. " માયરા એ જવાબ આપ્યો.

"ઓહ અચ્છા "

" તારે તો બોવ બધી હસે ને વેલેન્ટાઈન "

" હા "

" સરસ ગુડ નાઈટ "

" કેમ આટલું જલ્દી " યુગ એ પૂછ્યું.

" કાલે સવાર નું ટ્યુશન છે એટલે "

" તો મારે પણ છે જ " યુગ એ કહ્યું.

" હા તો સૂઈ જા તું બી. અગિયાર વાગી ગયા છે. "

"હા ગુડ નાઈટ બાય "

"ફરી મળીશું " માયરા એ આટલુું કહી ને સૂઈ ગઈ.



બીજે દિવસે સવારે માયરા ટ્યુશન જઈ ને આવી. પછી રસોઈ બનાઇ અને પછી અનાથ આશ્રમ માં ગઈ. એ જ્યારે બે કે તેથી વધારે કલાક ત્યાં હોય ત્યારે એને એવું લાગતું આ એની લાઈફ નાં સૌથી મહત્વ નાં કલાક છે. એ નાના નાના છોકરા ને મળી ને એમની સાથે મસ્તી કરી ને બોવ ખુશ થતી. અમુક વાર તો એમની સાથે નવી નવી રમત પણ રમતી તો કોઈ વાર એ નાના બાળકો માટે કંઇક ઘરે થી બનાવી ને લઇ જતી.

ચાલીસ પચાસ બાળકો હતા એમાં અમુક તો રવિવાર નો રાહ જોતા કે ક્યારે માયરા આવે. થોડા મોટા બાળકો હતા એ તો માયરા ને દીદી કહેતા. પણ માયરા નાં પાડતી એમને દીદી નઈ કહેવાનું. દરેક તહેવાર માયરા એમની સાથે જ ઉજવતી. અને એનો બર્થડે પણ.


વિરાજ ભાઈ પણ માયરા ને કોઈ દિવસ અનાથ આશ્રમ માં જવાની નાં નઈ પાડતા. કેમકે માયરા સાથે આખો દિવસ તો એ કામ ને લીધે રહી નોતો શકતા. અને માયરા ત્યાં જાય ત્યારે ખુશ હોય એટલે પણ નાં નઈ કહી શકતા. માયરા એક જ વિરાજ ભાઈ પાસે હતી. છોકરો છોકરી જે સમજો એ બસ એક જ. વિરાજ ભાઈ નાં પત્ની એટલે કે માયરા નાં મમ્મી જ્યારે માયરા નાની હતી ત્યારે જ એને મૂકી ને જતા રહ્યા હતા.


ત્રણ દિવસ પછી,



" આજે કેમ આનું મોઢું ચડેલું છે ?" અજય ભાઈ એ સ્મિતા બેન ને પૂછ્યું.

" પૂછો તમારા લાડલા ને. " સ્મિતા બેન બોલ્યા.

" હસે કોઈ છોકરી નું ચક્કર. એમ પણ કાલે વેલેન્ટાઈન ડે ગયો ને તો કોઈ ને નાં પાડી હસે. " અજય ભાઈ બોલ્યા.

" શું તમે પણ આમ બોલો છો ?" સ્મિતા બેન થોડું શરમાઈ ને બોલ્યા.

" ઉભી રે તું પૂછું તારા લાડલા ને " અને પછી અજય ભાઈ એ બૂમ પાડી, " યુગ.... યુગ... "

" બોલો " યુગ આવ્યો.

" આ તારી મમ્મી પૂછે છે આ તારું મોઢું ચડેલું કેમ છે ?" અજય ભાઈ બોલ્યા.

" અજય મે ક્યારે આવું કીધું. " પછી યુગ ની સામે જોઈ ને , " આ જોવો કેટલો ખુશ છે મારો દીકરો "

"હા હું ખુશ જ છું. મમ્મી પપ્પા " કહી ને યુગ જતો હતો ત્યારે અજય ભાઈ બોલ્યા,

"યુગ કાલે વેલેન્ટાઈન ડે હતો "

" તો " યુગ નાં રીએકશન કંઇ અલગ હતા.

" તો કેટલી એ પ્રપોઝ કર્યું ? અને તે કેટલી ને કર્યું. " અજય ભાઈ એ પૂછ્યું.

"પપ્પા શું મસ્તી કરો છો અત્યાર માં તમે " યુગ થોડું અકળાઈ ને બોલ્યો.

" બોલ ને ચલ. બોલીશ ને તો પછી આપડે બહાર જમવા જઈશું કાલે હોટેલ માં. " અજય ભાઈ બોલ્યા.

" હા " સ્મિતા બેન બોલ્યા.

" એક મિનિટ. તમે કાલે એટલે બહાર લઈ જશો કેમકે મમ્મી ની બર્થડે છે. જો નાં લઇ જાવ તો મમ્મી ને મનાવવા પડે ને " યુગ મસ્કા મારતો હોય એમ બોલ્યો.

"એ તો મને યાદ જ નથી કાલે બર્થડે છે સ્મિતા ની એ " અજય ભાઈ બોલ્યા.


યુગ સ્મિતા બેન નાં ગળા માં હાથ નાખી ને બોલ્યો, " મમ્મી તમારો અજય બોવ સ્માર્ટ થઈ ગયો છે એવું નઈ લાગતું "

"હા લાગે તો મને પણ છે " સ્મિતા બેન બોલ્યા.

" એક તો કેક લાવી ફ્રિઝર માં મૂકી છે અને કહે છે કાલે સ્મિતા નો બર્થડે છે એ તો મને યાદ નથી " યુગ બોલ્યો.

" યુગ.... " અજય ભાઈ થોડું જોર માં બોલ્યા.

" શું થયું પપ્પા. તમને શું લાગે છે મને ખબર નઈ પડે એમ" યુગ બોલ્યો.

"મમ્મી તને ખબર આજે પાણી તારી જોડે માંગ્યું અને આપ્યું પપ્પા એ. એટલે મને શંકા થઇ કંઇક તો છે ફ્રીજ માં. પણ મારા પપ્પા ફિજ ખોલવા જ નઈ દેતા હતા ને. પણ હું પણ એમનો છોકરો છો. ફોન વાગે છે એમ કરી ને એમને રૂમ માં મોકલ્યા અને જોઈ લીધું ફ્રિજ માં " યુગ કોલર ઉચો કરતા બોલ્યો.

"જા જા તું આવી મોટી કોલર ઉચો કરવા વાળી. હમણાં તો મોઢું ચડેલું હતું. " અજય ભાઈ બોલ્યા.


બીજે દિવસે રાતે યુગ અને એના મમ્મી પપ્પા પંજાબી જમવા ગયા. ઓર્ડર આપી ને જમવાનું આવે એની રાહ જોતા હતા. યુગ સ્નેપચેટ માં એના કુતરા નાં ફિલ્ટર માં સેલ્ફી પડતો હતો. અજય ભાઈ ક્યારના એ જોતાં યુગ નાં નાટક.

" પેલી સુરત વાળી ને મોકલવા માટે પાડે છે " અજય ભાઈ બોલ્યા.

" કોણ સુરત વાળી " યુગ નું ધ્યાન હજી ફોટા પાડવા માં જ હતું.

" જેને તારું નામ પણ નઈ પૂછ્યું હતું " હસતા હસતા અજય ભાઈ બોલ્યા.

"પપ્પા પત્યું તમારું " યુગ થોડો ચિડાઈ ને બોલ્યો.

" અજય કેમ છોકરા ને હેરાન કરો છો" સ્મિતા બેન બોલ્યા.

" કેટલી ખુશી થઇ છે મને એ વાત ની ખબર છે. કહી પણ નાં શકું એટલી ખુશી છે એ વાત ની " અજય ભાઈ બોલ્યા.

"પપ્પા એમાં ખુશ જવા જેવી વાત ક્યાં હતી " યુગ એ પૂછ્યું.

" તારા ક્લાસિસ અને સ્કૂલ ટ્યુશન ની અમુક છોકરીઓ તારી આગળ પાછળ ફરે છે. કેટલી એ તો પ્રપોઝ પણ કર્યું હસે અને આને નામ પણ નાં પૂછ્યું. " હજી અજય ભાઈ હસી રહ્યા હતા.

"નામ તો જવાદો પપ્પા મે એને હજી જોઈ જ નથી. " યુગ બોલ્યો.

" કેમ ભાઈ વોટ્સ અપ પર ડિપી નથી મુક્યું " અજય ભાઈ એ પૂછ્યું.

" મુક્યું છે ને પણ એનું નઈ અનન્યા પાંડે નું " યુગ બોલ્યો.

" આ કંઇ અનન્યા " સ્મિતા બેન ને ખબર નઈ હતી એટલે પૂછ્યું.

" સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માં છે ને પેલી એક દમ પાતળી. છેલ્લે ટાઇગર શ્રોફ જોડે હોય છે એ વાળી " અજય ભાઈ બોલ્યા.

"જો મમ્મી કેટલું ધ્યાન રાખે પપ્પા. " યુગ બોલ્યો.

" તે ટીવી માં ચાલુ કર્યું હતું મૂવી અને આપડે બધા એ જોયું હતું. " અજય ભાઈ બોલ્યા.

" તો બરાબર. મને એમ કે તમે તમારી ગર્લફ્રેન્ડ જોડે ગયા હશો" યુગ એ અજય ભાઈ ને કહ્યું.

" તારા જેવા ક્યાં નસીબ મારા. આ એક જ મળી છે જે છે એ " સ્મિતા બેન ની સામે જોઈ ને અજય ભાઈ બોલ્યા.

સ્મિતા બેન થોડા સરમાઈ ગયા એટલે યુગ બોલ્યો,
" જો પપ્પા તમે એવું કીધું હોય ને કે હું થીએટર માં જોવા ગયો હોત તો ઘરે જઈ ને મસ્ત ઘૂલાઈ થાય તમારી "

ત્યાં વેટર જવાનું લઇ ને આવ્યો એટલે અજય ભાઈ બોલ્યા,
"હવે ખાઈ લે શાંતિ થી "

જમતા હતા ત્યારે સ્મિતા બેન એ કીધું,
"યુગ પેલી ને પણ ક્રીમ વાળી સબ્જી બોવ ભાવે છે " યુગ ને ખબર ના પડી કોણ પેલી એ.

એટલે એને પૂછ્યું "કોને "

" હા કોને "અજય ભાઈ બોલ્યા.

"માયરા ને " સ્મિતા બેન બોલ્યા.

"યુગ રિશ્તો ફાઇનલ થઈ ગયો અને તે મને કીધું પણ નઈ." અજય ભાઈ યુગ ને હેરાન કરવાના મૂડ માં હતા.

"બસ પપ્પા આ વધી ગયું. અને મમ્મી માયરા ને ભાવે છે તો હું શું કરું " યુગ થોડું વધારે અકળાઈ ને બોલ્યો.

"કહું છું ખાલી તું એની સાથે બહાર જાય તો ઓર્ડર આપવામાં ખબર પડે ને એટલે " સ્મિતા બેન બોલ્યા.

" હા કામ લાગશે યુગ " અજય ભાઈ હસતા હસતા બોલ્યા.

" મમ્મી એ સુરત રહે છે " યુગ બોલ્યો.

" તો " અજય ભાઈ બોલ્યા.

" હું અહીંયા આણંદ અને એ સુરત. ક્યાં થી એક સાથે જમવા જવાના. " યુગ બોલ્યો.

" બેટા આમ તો સુરત દૂર નથી " સ્મિતા બેન જમતા જમતા બોલ્યા.

"સાડા ત્રણ ચાર કલાક થાય ટ્રેન માં " અજય ભાઈ બોલ્યા.

યુગ ને હવે આગળ આ વાત નાં ચાલે તો સારું એમ વિચારતો હતો. એટલે ફટાફટ એને જમી લીધું.

ઘરે આવી ને થોડી વાર ટીવી જોઈ ને યુગ ઉપર જતો હતો ત્યારે અજય ભાઈ બોલ્યા,
"બેટા સૂઈ જજે બોવ વાત નાં કરતો "

" હા અને એને હેરાન નાં કરતો તું " સ્મિતા બેન બોલ્યા.

"હા બીજું કઈ કહેવું છે " યુગ એ પૂછ્યું.

" નાં " સ્મિતા બેન અને અજય ભાઈ એક સાથે બોલ્યાં.



યુગ નું ઘર એકદમ ફ્રી માઈન્ડ વાળું હતું. એટલે એમના ઘર માં આવી મસ્તી મઝાક ચાલતી રહેતી.

યુગ આજે સૂતા સૂતા વિચાર તો હતો
માયરા ને જોઈ નથી તો પણ વાત કરવાનું મન કેમ થાય છે?
કેમ એના મેસેજ ની રાહ જોવ છું હું?
કેમ એની સાતે વાત કરી ને મસ્ત સ્માઈલ આવી જાય છે?
માયરા કોઈ દિવસ મને મળશે કે પછી આ અમારી મુલાકાત ઓનલાઇન જ રહેશે?

યુગ કોઈ દિવસ નઈ અને આજે એની જાત સાથે વાત કરતો હતો. અને પછી સૂઈ ગયો.



શું યુગ ને એના સવાલ નાં જવાબ મળશે?

માયરા અને યુગ ક્યારે મળશે ?