CANIS the dog - 7 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 7

Featured Books
Categories
Share

CANIS the dog - 7

લ્યુકેમિયા ની સાતમી પેઢી એ જાપાનીસો ની અંદર લ્યુકેમિયા ના જિનેટિકલ એસ્ટાબ્લિશમેન્ટ દેખાવા લાગ્યા છે. જેમનુ હવે એક્સચેન્જ ઓર ટ્રાન્સપ્લાન્ટેશન પોસિબલ બની શકે છે. અર્થાત ,જે વસ્તુ અત્યાર સુધી મહેસ એક રોગ માત્ર હતી તે જ વસ્તુ હવે જિનેટિકલ establishment બની ગઈ છે.

દોસ્તો, સંસ્કૃત ભાષા અનુસાર શાખા જાતિ (શાખા મૃગ) એટલેેે કે ઝાડ ની શાખાઓ ઉપર રહે છે તે. અર્થાત જેમના હેબિટેટ્સ ટ્રીસ એન્ડ ઓલ છેે. પરંતુ શાખા જાતિ નો બીજો અર્થ એ પણ છે કે નવી જાતિ. અર્થાત માનવ માનવ ને ઉત્પન કરે તેનેે માનવ નો વંશ કહેવાય છે. અને વાનર પણ વાનર ને ઉત્પન્ન કરે તો તેને પણ વાનરનો વંશ જ કહેવાય છે. પરંતુુ જ્યારે માનવ તેના શુક્ર દ્વારા વાાનર કે અન્યને ઉત્પન્ન કરે છેેેેે ત્યારે તેને વંશ નહીં બલ્કેે શાખા કહેવામાં આવે છે. અર્થાત શાખા જાતિ. અર્થાત અડધો માનવ અને અડધો વાનર. અર્થાત શાખા માનવ.અથવા શાખા વાનર.

શ્ર્વાના(શવાના) ફોરેસ્ટ ફરી એકવાર એરસ્ટ્રીપ પરથી દેખાઈ રહ્યું છે .જેમાં કેટલાક nocturnal monkeys નો ટ્રી વોકિંગ સાઉન્ડ સાફ સાફ સંભળાઈ રહ્યો છે. કેટલાક વાનરો ને માટે દિવસ-રાત બધું બરાબર જ છે.અને રીતસર રાત્રિના ઘેરા અંધકારમાં પણ ઝાડની ડાળિયો ને લટકી લટકી ને બીજા ઝાડ પર પહોંચી રહ્યા છે.અને તેમના અનુગામી વાનરો નહીં ચાહીને પણ જાગી રહ્યા છે.
આ બાજુ જંગલમાં કેટલીક જંગલી ભેસો તેમના મજબૂત ફ્લેટ ટીથ વડે ઘાસચારો ચાવી રહી છે.અને પ્રકૃતિ જાણે કે માત્ર તેમના ફ્લેટ ટીથ જ દેખાડી રહી છે.
અને થોડી જ વારમાં બીજી બાજુ એક વુલ્ફે રીતસર કયામત ની બાંગ ફૂંકી. તેની બાંગ પૂરી થતા જ બીજા ચાર વુલ્ફો એ પણ આ જ અનુસરણ કર્યું.અને તેમનું અનુસરણ પુરૂ થતા જ લગભગ પા ભાગના જંગલમાં વરુઓ ના ઘોર રુદનો સંભળાવા લાગ્યા.
Weeping prediction પૂરું થતાંની સાથે જ ડેલ્ટા પોસ્ટ નો એક ઓફિસર સફાળે જાગી જાય છે અને વિચારમાં પડે છે કે આવું તો આ પહેલા અહીં જંગલમાં ક્યારેય નથી બન્યું.
વુલ્ફ ના ધાર દાર કટર ટીથ દેખાઈ રહ્યા છે અને પછી તરત જ ઝાડની ડાળીઓ પર વાનરોના પણ કટર ટીથ દેખાય છે.
અને પેલી બાજુ પુમા (લોંગ કેટ) ની છાતી માં પણ તેના જ નિર્ધારિત કરેલા જંગલના વિધાનો ભંગ થવાના જાણે કે ધ્રાસ્કાઓ પડી રહ્યા છે.

આ બાજુ ઈંગ્લેન્ડ ના માન્ચેસ્ટર times ના ન્યૂઝ પેપર ની અંદર ફ્રન્ટ પેજ પર મેચ્યોર ugly ડોગ્સ ના ફોટો છપાઈ જાય છે.અને હાઇબ્રીડ માંધાતા ઓ ના પગનીચે જાણે કે ભૂકંપો શરૂ થઈ જાય છે.
જિનેટિક અને હાઈબ્રિડ કોર્પોરેટ હાઉસીસ ની અંદર રીતસર પગ નીચેથી ધરતી સરકી જાય છે, અને ટેમ્પરરી બહુ જ સિદ્ધાંતોની ઊંચી ઊંચી વાતો કરીને ઈન્ડાયરેક્ટલી બીજાઓ ઉપર એલિગેશન્સ છોડે છે.

થોડા જ દિવસોમાં એજ લોંગ વેન ની અંદર ડ્રાઇવર અને તેનો સાથી રસ્સિ થી બંધાયેલા દેખાઈ રહયા છે.અને તરત જ ખબર પડે છે કે વેન માઉન્ટેન બાયપાસ ના કિનારા પર ઉભી છે.
ડ્રાઇવર અને તેનો સાથી મોહ માં રૂમાલ ભરવેલી હાલતમાં જ બૂમો પાડી રહ્યા છે.અને અચાનક જ વેન પહાડ ઉપરથી નીચે ગગડતી દેખાય છે. થોડી જ વારમાં એક ભયાનક વિસ્ફોટ,અને ખેલ ખતમ.


હાઇબ્રીડ અને જિનેટિક એસોસિએશન નો એક મીડીએટર ફર્ગ્યુસન ને ફોન કરી ને જાણ કરે છે કે તમે આ ન્યુઝ ને ફેક ન્યુઝ ગણાવીને તમારી એપોલોજી નોટ ન્યુઝ પેપરમાં ડિક્લેર કરો.અમે તમને માલામાલ કરી દઈશુ.
આર્નોલ્ડ ક્વાર્ટર ડોર ને સહેજ ધક્કો મારે છે અને ફરગુસન ફોન મૂકે છે.
ફર્ગ્યુસન આર્નોલ્ડ ને કહે છે આ લોકોની હિંમત તો જો એર્ની મને માલામાલ કરવા માંગે છે.
આર્નોલ્ડ પૃછ્છા માં જોતો જોતો ચેર ગ્રહણ કરે છે અને ફરગુસન કહે છે કે જિનેટિક અને હાઈબ્રિડ એસોસિએશનનો એક મીડીએટર મને આ ન્યૂઝ પાછા લેવાનું કહી રહ્યો હતો,અને ઉપરથી એમ કે આ ન્યૂઝ ખોટા છે તેવી એપોલોજી નોટ પણ છાપો.
આર્નોલ્ડ હજુ પણ ફરગુસન ને પૃછ્છા થી જ જોયે રાખે છે, કે તો શું વિચાર કર્યો છે તમે!
ફર્ગ્યુસન કહે છે એર્ની ,તું શું માને છે આ વાત કોઈ તીર નીકળી જવાથી કમ છે.?
આર્નોલ્ડ તેની મહેનત વ્યર્થ નથી કઈ તેવા નિરાંતના અડધા હાવભાવ માં પાછો આવે છે અને કહે છે એ લોકોએ તમને ફોન બહુ મોડો કર્યો છે i think so.
ફર્ગ્યુસને કહ્યું એ લોકોએ મને તારા નીકળતા પહેલા કહ્યું હોત તો પણ મારો જવાબ ના જ હોતે you got?
નાઉ ચેન્જ યોર એક્સપ્રેશન. મને હેઝીટેટ ના કર.