The Author Kamlesh Follow Current Read અમર પ્રેમ - ૩૨ By Kamlesh Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books ભીતરમન - 58 અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો.... ખજાનો - 86 " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા... ફરે તે ફરફરે - 41 "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર... ભાગવત રહસ્ય - 119 ભાગવત રહસ્ય-૧૧૯ વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો... પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Kamlesh in Gujarati Love Stories Total Episodes : 40 Share અમર પ્રેમ - ૩૨ (9) 1.1k 3.4k મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે પૂજન,અજય અને જેની તેની બથઁડે પાટીઁ માટે રેસટોરનટમા જાય છે જયાં અજયને ચક્કર અને આંખે અંધારા આવવાથી પૂજન તેને ઓફિસમા રજા રાખી ડોકટરને બતાવી આવવાની સલાહ આપે છે.અજય અને સ્વરાના વિડિયો કોલ દરમિયાન જેની તેને હગ કરી તેના ગાલે કિશ કરે છે જે સ્વરા જોઇ જાય છે.ધીરેધીરે અજયના વિડિયો કોલ બંધ થઇ ફક્ત કોલથી અને તે પણ અનિયમિત અને લાંબા સમયગાળાના થતા જાય છે તેથી સ્વરાને શંકા જતા તે પૂજનને ફોન કરી પૂછપરછ કરે છે....... હવે આગળ વાંચો...... અજય અને સ્વરા તેમની રુટીન લાઇફમા બીઝી હોવાથી દરરોજ ફોન કરવાનો ક્રમઁ ધીરેધીરે ઘટતો જાય છે તેમાં પણ જ્યારથી જેની વાળી ઘટના બન્યા પછી સ્વરાનુ મન પણ ખાટુ થઇ ગયું હોવાથી તે પણ અજય સાથે વાત કરવા માટે ખચકાતી થઇ જાય છે.તેની અપેક્ષા એવી હોય છે કે જો અજયના મનમાં કોઇ ખોટું કરતો હોવાની લાગણી ના હોય તો તે પહેલાની જેમ મારી સાથે રોજ કેમ ફેાન નથી કરતો ? માન્યું કે તે કામમાં બીઝી હોય તો કમ સે કમ મેસેજ કરીને પણ કોમ્યુનિકેશન જાળવી શકે છે ! આ કારણથી તે પણ અજય સાથે વાત કરવાનું ટાળતી હતી. ધીમેધીમે અજયના સમાચાર આવતા ઓછા થતા જાય છે અને હવે ભાગ્યે જ ફોન આવતા હતા તેથી સ્વરા દુ:ખી રહેતી હતી તેને સમજ પડતી નથી કે આવા સંજોગોમાં શું કરવું ? કોનો સંપર્ક કરવાથી અજય વિષે સાચી માહિતી મલી શકે ? એક વિચાર તેના મગજમાં આવે છે કે પૂજન,અજયનો ખાસ મિત્ર છે તો તેને વિશ્વાસમાં લઇને તેની માહિતી મેળવી શકાય ! આમ વિચારી અજય જ્યારે ઓફિસમા હોય છે ત્યારે પૂજનને ફોન કરી અજય વિષે પૂછે છે કે પૂજન તુ અજયનો ખાસ મિત્ર છે અને તને તારા મિત્ર તથા મારા સમ આપી પૂછું છું કે હમણાથી અજય મારી સાથે ફોનથી વાત નથી કરતો તો સાચી હકિકત શું છે? જે કાંઇ તુ જાણતો હોય તે કાંઇ પણ છુપાવ્યા વગર અજયને ખબર ના પડે તેવી રીતે મને જણાવવા મહેરબાની કરીશ ? મને હવે અજયની વરતુણક બાબત શંકા અને મારા ભવિષ્ય માટે ચિંતા થાય છે.મને તેં તારી બહેન માની છે તો તારી બહેનના ભાવી માટે પણ તારે મને સાચી બિનાની જાણ કરવી જોઇએ? પૂજન સ્વરાને અજય બાબત તપાસ કરી આવતા રવિવારે ફોન કરી માહિતી આપશે તેમ જણાવી ફોન મુકે છે. પૂજન સ્વરાની લાગણી અને તેની ચિંતા ઓછી કરવા માટે તેને કહે છે કે, સ્વરા,અજય હવે જેની સાથે પ્રેમ કરતો થઇ ગયો છે,તેઓ બન્ને દર વિકએનડમા ફરવા જાય છે.જેની પણ હવે મને પ્રેમ કરતી નથી પરંતુ હવે તે અજયને પ્રેમ કરતી થઇ ગઇ છે.અજયનો સુંદર દેખાવ તેમજ હાઇટ બોડીથી આકર્ષાઇ તે હવે મારા કરતા અજયને વધારે પસંદ કરે છે.હું પણ અજયથી નારાજ રહુ છું.તેને મારી કાંઇ પડી નથી.મને હવે થાય છે કે મેં અજયને મારી સાથે રહેવાની સગવડ કરી આપી ને ભુલ કરી છે! મેં મારી જાતે મારા પગ ઉપર કુહાડો માર્યો છે! જેની સાથે મારુ કેનેડાનુ પી.આર કાર્ડ જલદી મળે તે માટે તેની સાથે સંબધ બાંધ્યો હતો પરંતુ તે સ્વપ્ન પણ અજયે જેની સાથે પ્રેમ કરીને છીનવી લીધું છે.હવે અમે બધા આ વરસનો એગરીમેંટ પુરો થાય પછી છુટા પડવાનો નિર્ણય લીધો છે.સ્વરા,પૂજનને જેની અને અજય જ્યારે બહાર ફરવા જાય ત્યારે છુપી રીતે તેમનેા પીછો કરી તેમનો વિડિયો ઊતારી મને મારા મોબાઇલમા ફોરવડઁ કરી શકાય તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરે છે.પૂજન તેને હવેના રવિવારે જ્યારે તેઓ બન્ને બહાર ફરવા જશે ત્યારે તેમની પાછળ જઇ તેમનો વિડિયો ઊતારી તને ફોરવડઁ કરીશ તેવી ખાતરી આપે છે.......... વધુ માટે વાંચો પ્રકરણ-૩૩ ‹ Previous Chapterઅમર પ્રેમ -૩૧ › Next Chapter અમર પ્રેમ - ૩૩ Download Our App