Pratiksha - 6 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રતિક્ષા - 6

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રતિક્ષા - 6

પ્રતિક્ષા. ૬

આજે શિલ્પાબેન માટે કંઇક અલગ જ દિવસ ઉગ્યો રસોડામાં અવાજ સાંભળી સફાળા ઉભા થઈ ગયા ત્યાં તો ચિંતનભાઈ એ તેને રોકી.
ચિંતનભાઈ:-"અરે બિલાડી નથી આવી શિલ્પા તારી ' નાની મીની' મોટી થઈ ગઈ છે.

શિલ્પાબેન:-"હેં, કઈ સમજાય તેમ બોલોને?"

ચિંતનભાઈ:-"અનેરી છે રસોડામાં."

શિલ્પાબેન:-"કેમ અત્યારમાં? તેને જવું છે ક્યાંય?

ચિંતનભાઈ:-"ના તારા આરામ માટે, તું કાલે વહેલી સુઈ ગઈ હતી અને અનેરી મોડી આવી, તારુ પૂછતી હતી.

શિલ્પાબેન:-"તમે શું કહ્યું?"

ચિંતનભાઈ:-"કંઈ નહીં ખાલી કહ્યું કે રિપોર્ટ કરાવવાના છે".

શિલ્પાબેન:-"ઓહો તમે પણ હદ કરો છો એ બિચારી કોલેજ જશે કે ઘરને સંભાળશે?"

ચિંતનભાઈ:-"શિલ્પા અનેરી હવે મોટી થઈ ગઈ છે તે પહેલા ધોરણમાં ભણતી નથી."

શિલ્પાબેન:-"તેના બાળકો પણ ભલે પહેલા ધોરણમાં ભણવા માંડે મારા માટે તો તે નાનકડી' અનુ 'જ રહેશે."

ચિંતનભાઈ:-"બસ બસ હવે હું સમજી ગયો".

શિલ્પાબેન:-"ચાલો હું જાઉં અનેરીને મોડું થશે."(ચિંતનભાઈ આવેલા વિચારોને ઝડપથી ખંખેરી ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા).

શિલ્પાબેન:-"અરે મારી દીકરી કંઈ નથી થયું મને."

અનેરી:-"કઈ ન થાય એટલે જ કાળજી રાખવાની, મમ્મી મોટાભાગનું કામ થઈ ગયું હવે ફક્ત પૂજા જ બાકી છે હો."

શિલ્પાબેન:-" આવી વહાલી દીકરી હોય પછી ઈશ્વરની પણ જરૂર ન પડે".

અનેરી :-"મારા અને પપ્પા માટે તો તું જ ઈશ્વર છો."

શિલ્પાબેન :-"બસ હવે કંઈ થવાનું નથી અને થાય તો પણ શું?"
(અનેરી આંખમાં પાણી આવી ગયા.)

અનેરી :-"આજે બોલી ગઈ મમ્મી હવે કોઈ દિવસ ન બોલતી મારા માટે તું શું છે તને ખબર નથી."
(શિલ્પાબેન પણ અનેરી વાત સાંભળી ઢીલા થઈ ગયા).

શિલ્પાબેન :-"અરે હું તો મજાક કરું છું મારે તો હજુ તારા બાળકો પણ મોટા કરવાના છે અને ઈશ્વરને પણ ખબર છે કે અનેરીની મમ્મી સિવાય આ કોઈ ના કરી શકે".

અનેરી :-"હા, મમ્મી".
(અનેરી જેવી રીતે શાળા એથી આવીને મમ્મી ને વહાલી થતી તેમ અત્યારે ભેટી પડી અને નાની અનેરી બની ગઈ અને શિલ્પાબેન પણ જાણે નાની અનેરી ને વહાલી કરવા લાગ્યા. અનેરી તો કોલેજ ગઈ પણ શિલ્પા બેન નું મન કામમાં નહોતું લાગતું.)

ચિંતનભાઈ :-"ચાલ તૈયાર થઈ જા આપણે રિપોર્ટ કરાવતા આવીએ."

શિલ્પાબેન;-"હું શું કહું છું, આજે આપણે રિપોર્ટ ન કરાવીએ તો? હવે હું ધ્યાન રાખીશ અને આરામ કરીશ બસ. આપણો ઈશ્વર આપણું ધ્યાન નહીં રાખે?

ચિંતનભાઈ :-"ઈશ્વર પર શ્રદ્ધા છે તો ડર શાનો?.

શિલ્પાબેન :-"ખબર નહિ પણ મને આજે નથી ગમતું અનેરીની તેની ચિંતા થાય છે."

ચિંતનભાઈ :-"કોક દિવસ મારી પણ ચિંતા કરી લે શિલ્પા."

શિલ્પાબેન :-"એક વાત કહું?"

ચિંતનભાઈ :-"બોલ."

શિલ્પાબેન :-"અનેરી ને કોઈ દિવસ ઓછું નહીં આવવા દેતા હો."

ચિંતનભાઈ :-"શિલ્પા હવે આવી વાતો ન કરો નહીંતર તને ખબર છે હું મારી જાતને સંભાળી નહીં શકું."
ચિંતનભાઈ ની આંખોમાં ડર જોઈ શિલ્પાબેને વાત ફેરવી નાખી.

શિલ્પાબેન :-"હવે મોડું નથી થતું? ચાલો જઈએ."

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

અનેરી એ જ વિચારમાં સીડી ચડતી હતી ત્યાં તો કવિતા મેમ સાથે અથડાતી અથડાતી રહી ગઈ..

કવિતા મેમ :-"ક્યાં ધ્યાન છે?"

અનેરી:-"સોરી મેમ."

કવિતા મેમ :-"બધુ બરાબર?"

અનેરી:- "ઇટ્સ ઓકે મેમ."

કવિતા મેમ નો ફર્સ્ટ લેક્ચર પણ આજે તો અનેરીના મગજમાં મમ્મી જ હતી.કવિતાએ પણ આ જોયું, અને વર્ગ પૂરો થતાં અનેરીની સાથે વાત કરવાનું નક્કી કર્યું.મનોવિજ્ઞાન ભણાવતી હોવું અને જીવતા મનોજગતને સ્થિર ન કરી શકું તો શું અર્થ, એમ વિચારી અનેરી ને બોલાવી.

કવિતા મેમ :-"શું નામ છે તારું?."

અનેરી :-"અનેરી' મેમ".

કવિતા મેમ :-"અરે વાહ નામ પણ તારી જેમ અનેરું."

અનેરી ના મુખ પર સ્મિત આવી ગયું એક ક્ષણ માટે પપ્પા યાદ આવી ગયા.

અનેરી:-" આ કોલેજ નવી છે મેં એટલે બધું નવું નવું લાગે છે."

કવિતા મેમ:-"તો ઠીક, પણ કંઈ જુનુ છૂટી નથી જતું ને?"
(હસવા લાગે છે)

અનેરી :-(હસતા હસતા)" ના મેમ એવું કાંઈ નથી".

કવિતા મેમ:-"તો વાંધો નહીં પણ હા, મારા માટે તો આ શહેર પણ નવું છે હો."

અનેરી:-"પણ હવે તમે મને નવા નથી લાગતા હો. તમારી સાથે વાત કરીને મજા આવી.

કવિતા મેમ :-"મારે તારી થોડી મદદ જોઈએ છે, મારે એક મકાન પણ ભાડે જોઈએ છે અને થોડી ખરીદી પણ કરવાની છે.

અનેરી :-"શ્યોર મેમ.હું તપાસ કરી દઈશ મકાનની."

કવિતા મેમ:-"થેન્ક્સ".

અનેરી :-"મોસ્ટ વેલ્કમ મેમ."

(ઘરે જતી વખતે કવનને કોલ કર્યો.)

અનેરી :-"હેલ્લો".

કવન :-"અરે આજે તો શું કહેવાય,, કેમ છે?.

અનેરી :-"કોલેજ નવી છે ને એટલે, તારા સિવાય વાતો કોની સાથે કરું?. આજે મન નથી લાગતું."

કવન:-" તારા સેડ સોંગ સાંભળને?"

અનેરી:-"આજે નથી સાંભળવા. તું શું કરતો હતો?"

કવન :-"ઓફિસમાં".

અનેરી:-"અરે હું તો ભૂલી જ ગઈ તું કામ કર આપણે સાંજે વાત કરીએ."

કવન :-"આવજે ધ્યાન રાખજે. "

અનેરી:-"એ હા."

(અને અનેરી એ વિચારોને ઝડપથી બીજી દિશામાં વાળવા મનમાં ગીત ગણગણવાનું શરૂ કર્યું.)

क्या खोया क्या पाया जग में
मिलते और बिछड़ते मग में
मुझे किसी से नहीं शिक़ायत
यद्द्पि छला गया पग पग में
एक दृष्टि बीती पर डालें
यादों की पोटली टटोलें
अपने ही मन से कुछ बोलें.....

(श्री अटल बिहारी बाजपेई)

(ક્રમશ)