નાના એવા ગામમાં સામન્ય કુટુંબ ની છોકરી રહેતી હોય છે. માતા - પિતા ની એક જ દીકરી અને એક ભાઈ. ના કોઈ પરીવારમાં અન્ય સભ્યો મા બાપ અને બે સંતાન એમ ચાર જણા નુ નાનુ એવુ સુખી કુટુંબ છે. દીકરી સ્વભાવે એકદમ સરલ. આંખો માં એક અનોખું તેજ જીવન માં કૈક કરવાનુ , ચહેરો ઘઉવર્ણ ધરાવનાર પણ હસમુખી છોકરી એટલે ગોપી . નામ જેવા એ ના ગુણો હતા. માતા - પિતા ને પોતાની દીકરી પેર ખુબ જે ગર્વ હતો કેમકે ગોપી હંમેશાં ભણવા માં આગળ હતી.
ગોપી એ એનુ સ્નાતક અહીં એના બાજુના શહેર માં જ પુરુ કર્યું હતુ. હવે એને આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હતી. પણ માતા - પિતા એને દૂર જવાની પરવાનગી નહોતા આપતા. ગોપી ખુબ જ મહેનત કરે છે મનાવવા માટે અને છેલ્લે ગોપી ના મા બાપ માની જાય છે એને બિજા શહેર માં ભણવાની રજા આપે છે.
એ પછી ગોપી બધી માહિતી ભેગી કરી, ક્યા રહેવુ એ બધુ જાણી લે છે. અને ગોપી જવા માટે તૈયાર થાય છે એના માતા - પિતા અને ભાઈ ગોપી ને મુકવા માટે સ્ટેશન પર આવે છે. ગોપી ને ત્યા પોતાનુ ધ્યાન રાખવાની અને સંભાળીને ચાલવાની બધી શિખામણ આપે છે. એવા કયા મા બાપ હોય જે પોતાના સંતાનની ચિંતા ના હોય? અને ઉપરથી છોકરી એટલે ચિંતા તો થાય જ ને, માટે ગોપી ને બધુ સમજાવે છે. ગોપી એ પણ બધુ ધ્યાન થી સાંભળ્યું અને ગાડી ઉપડવાનો સમય થઇ ગયો અને ગોપી બધા ને આવજો કહિને પોતાની જગ્યા પર બેસી ગઇ.
આ બાજુ ગોપી ના મા-બાપ પણ ઘરે આવી ગોપી વિશે વિચારવા લાગ્યા, ક્યારે ગોપી પહોંચશે અને ફોન કરશે. ગોપી ટ્રેન માં બેસી બારી માથી કુદરતનો નઝારો જોતી જાય છે અને પોતાની ડાયરી માં એક કવિતા લખે છે,
" સોળ કળાએ ખીલી છે કુદરત
આંખો ને મળે છે ચમકતી ધરપત..
કલરવ કરતા પક્ષીઓનો મધુર નાદ
કાન ને આપે છે અનેરી રંગત...
રુપ રૂપ ના અંબાર સમી
આ હરિયાળી ચાદર પહેરેલ વૃક્ષો..
જાણે કે ધરતી બની છે
આજ શણગાર સજેલી દુલ્હન.."
અને બસ ટ્રેન પણ ચાલતી જાય છે...
ગોપી ને કવિતા લખતા લખતા જ નીંદર આવી જાય છે અને તેને સપના માં એના સપના નુ શહેર દેખાય છે. જે હજુ સુધી જોયુ પણ નથી. એ મસ્ત મસ્ત શહેરની ખુશનુમા આબોહવા ત્યાની નયનરમ્ય બધી વસાહતો, ઉંચી ઉંચી બિલ્ડીંગો એ બધુ એને દેખાય છે. એને પોતાની કોલેજ અને ત્યાંનુ વાતાવરણ, ત્યાંનુ પુસ્તકાલય , આધુનિક સાધનોનો ઉપયોગ, શાંત ચીતે ભણતા કોલેજીયનો, કોલેજ ની કેન્ટિનમાં બેસી નાસ્તાની મોજ માણતા છોકરાઓ અને છોકરીઓ, એક-બીજાની મસ્તી કરવી, ચિડવવુ એ મસ્ત મસ્ત બધુ એની નજરની સામે એ દ્રશ્ય દેખાય છે. આહહા કેવુ સુંદર છે.!! અચાનક ટ્રેન એક સ્ટેશન પર ઉભી રહે છે અને ગોપીની આંખ ખુલી જાય છે અને વિચારે છે આ તો સપનુ હતુ પણ કેટલુ મસ્ત અને કેવુ સરસ હતુ.!! બસ આવુ જ ત્યાં જલ્દી જોવા મળશે..
ગોપી ટ્રેન પરથી નીચે ઉતરીને પાણી લેવા જાય છે. પાણીની બોટલ લઇને આવતી હોય છે, ત્યારે એક નાનું બાળક ભીખ માંગતુ હોય છે. ગોપીને એના પર દયા આવે છે અને તે એ બાળક ને થોડુ ખાવાનુ લઈ આપે છે. તો ત્યાં રહેલા અમૂક લોકો એને ના પાડે છે કે, આ તો એમનુ રોજનુ છે એમના માં-બાપ એમની પાસેથી ભીખ માંગવાનુ કામ કરાવે છે. તો ગોપી કહે, શું ખબર કોઈને સાચે પણ મદદની જરુર હોય ? તો શું એમની સહાયતા નહીં કરવાની ? જો માણસ જ માણસને મદદ નહીં કરે, તો આ દુનિયામાં વિશ્વાસ જ નહીં કરે કોઈ એકબિજા પર. આપણે મનુષ્ય છીએ અને એકબીજાની સહાય કરવી એ આપણી ફરજ છે. ભગવાને દરેક ને સરખા જ બનાવ્યા છે અને સહાય કરવી એ આપણી ફરજ છે. અને બધા ચુપ થઇ જાય છે. અને ત્યાં ભીડમાંથી એક મોટી ઉમરની વ્યક્તિ ગોપી માટે તાળીઓ પાડે છે અને ત્યાં સૌ કોઈ તાળીઓથી અભિવાદન કરે છે.
-હેતલ ગોર