શું 5 ઇંચ નો કે 5..10 હજારનો મોબાઈલ ફોન દિકરા દિકરીના સગપણ તોડાવી શકે? 5.. 15 તોલા ના ઘરેણાં કે હલકો ભારે ડ્રેસ- સાડી કે શુભ પ્રસંગ માં કરવામાં આવતો નાનો મોટો નાણાંકીય વ્યવહાર કે પછી શુલ્ક વસ્તુઓની લેવડ દેવડ જો દિકરી -દિકરા ના સગપણ તોડાવી શકે તો પછી એવા દરેક કુટુંબો એ મનોમંથન કરવું રહ્યું, અપેક્ષા અને માંગણીઓ નો કોઈ જ અંત નથી, જીવન અમૂલ્ય છે અને તેની સાથે સગપણ સગાઈ પણ અમૂલ્ય છે,દિકરા દિકરી નું જીવન મોબાઇલ, લેવડ દેવડ કે જુદી જુદી પહેરામણી ના હિસાબમાં અટવાઈ ધૂળ ધાણી થઈ રહ્યું છે,માંગણીઓ પાછળ લોભ લાલચ ના મુળિયા ઘર કરી ગયા હોય છે,આવી માંગણીઓ કરવી એના કરતા રોડ ઉપર ઊભા રહી માંગવું હિતાવહ છે, 5000 ના ડ્રેસ નું કહ્યું હતું અને તમે 2000 નો ડ્રેસ લાવ્યા, સોનું 15 તોલા નું કહ્યું હતું અને તમે 10 તોલા લાવ્યા, ભારે સાડી લેવી જોઈએ તમારે, તમે અમારા ઘર સામું તો જુઓ?,અમારા ઘરમાં રાજકુંવર કે રાજકુંવરી ની જેમ ઉછેરેલા છે, અરે મારા ભાઈ બન્ને બાળકોને સંસ્કારો નું ભાથું ઠાંસી ઠાંસીને ભરી આપો કે બાકીની તમામ ચીજવસ્તુઓ નકામી લાગે,બને બાળકો ખુશ ખુશાલ જીવન જીવતા હશે તે જ મોટી સંપતિ છે અને તે દરેક કુટુંબ માટે કુબેર નો ભંડાર પણ છે, વાત ઘણી નાની છે પરંતુ જીદ જકકીપણા ને લીધે કેટલાય કુટુંબો બરબાદ થઈ રહ્યા છે, મોટા ભાગના કુટુંબો માં "વ્યવહાર" ની લેણદેણ ને કારણે સંબંધો બગડતા જોવામાં આવે છે,સબંધો માં તિરાડ પડતી જોવામાં આવે છે અને સબંધો ની તાજગી ઉષ્મા ગુમાવીએ છીએ, ૧૦૦ રૂપિયા ના વ્યવહાર માટે લાખ રૂપિયાનો સબંધ બગાડી ને એવો ખોટ નો ધંધો શા માટે કરવો,કોઈ પણ વ્યક્તિ નું વ્યવહાર ને આધારે મૂલ્યાંકન કરવું તે શ્રેષ્ઠ માણસનું લક્ષણ નથી,વર્ષો જૂની ચાંદલાની યાદી વાળી નોટને આગામી હોળી માં છૂટી કરી બંધનમાંથી મુક્ત થઈ હળવા થઇએ,લગ્નમાં થતા પાહ.. પાટ.. ટકો ના વ્યવહાર માં તો લાખ રૂપિયા ના સબંધ ની હોળી કરી દેવામાં આવે છે, કોણે શું આપ્યું.?. કોણે શું લીધું.? આવી બધી ભાંજગડ માં માથું માર માર કરીને માથાનો દુખાવો વધારી ચોક્કસ બીપી,ડાયાબિટીસ ને આમંત્રણ આપીએ છીએ,સારું આરોગ્ય અમૂલ્ય છે તેને ૧૦૦ રૂપિયા ના વ્યવહાર માટે જોખમમાં ના મૂકીએ,માણસની કિમંત કે મુલવણી વ્યવહારથી ના કરીએ કારણ કે વ્યવહાર એ દૂષણ છે જે તમારા મૂલ્યવાન સંબંધો ને ઉધઈ ની જેમ ભરખી જશે,સામાજિક ઉત્થાન ના ભાગરૂપે આ વ્યવહાર ના ભોરિંગ ને તિલાંજલિ આપીને તેની પકડમાંથી મુક્ત થઇએ,આપણા મગજને પણ ઘણા વધારે અગત્યના કામો માટે મુક્ત રાખીએ એ એટલું જ જરૂરી છે,
દિકરા દિકરી ઑના સગાઈ સગપણ એટલા મૂલ્યવાન છે કે જેને ગોલ્ડ અને મિલકત થી તોલી ના શકાય,ઘણી વખત દિકરા દિકરી ના સગપણ માં "રૂપિયાવાળા" શબ્દ વારંવાર સાંભળવા મળતો હોય છે,જેના ઘરમાં સારામાં સારા પુસ્તકો નો ભંડાર હોય, જે જ્ઞાન થી પોતાની બુધ્ધિને સ્થિર રાખી શકતો હોય તે પણ "રૂપિયાવાળો" જ છે, એક સામાન્ય મજૂર જોડે રૂપિયા નથી હોતા છતાં તે શ્રેષ્ઠ શરીર આરોગ્ય નો માલિક હોય છે, પોતાની લાડકી દિકરી માટે સંપૂર્ણ વ્યસનમુક્ત છોકરાની પસંદગી નો નિર્ણય અચૂક યોગ્ય અને સાચો ઠરશે તે નિર્વિવાદ સત્ય છે, કારણ કે વ્યસનમુક્ત છોકરો તન મનથી સ્વચ્છ અને પોતાની લાઇફ પ્રત્યે સંપૂર્ણ પ્રમાણિક હોવાથી એની પ્રતિભા વ્યક્તિત્વ પ્રભાવશાળી હશે તેમાં બે મત નથી,
નાના મોટા રૂપિયા ના વ્યવહાર માટે બે બાળકોના જીવનને દાવ પર લગાવીએ તે કેટલે અંશે યોગ્ય છે?? વ્યવહાર નો એક મોટો ભાગ "ઝબલા" સ્વરૂપે પણ છે, ઝભલું લેવું જ પડે..નહિ લઈએ તો તેમને ખરાબ લાગશે અથવા સબંધ તૂટી જશે વગેરે વગેરે..ઉત્સાહ ઉમંગ થી તેમના વ્હાલા બાળક માટે ઝબલાની ભેટ જરૂર થી આપો..પરંતુ અમે તો ૧૦૦૦ રૂપિયાનું મોંઘુ ઝભલું લીધું હતું તો પણ તેમના તરફથી હજુ સુધી ઝભલું આવ્યું નથી અને આ દોઢ ફૂટનું ઝભલું કેટલાય સંબંધોની હોળી કરી નાખે છે,આનંદથી જેને જે લેવું હોય તે લઈ ને.. આપીને છૂટી જાવ, પછી યાદ નહિ રાખવાનું કે તેમનો વ્યવહાર આવ્યો કે નહિ??, આ નાનકડું દોઢ ફૂટનું ઝભલું ૬ ફૂટના માણસ ને ઢીલો પાડી હતો ન હતો કરી નાખે છે, ઉપરાંત આ દોઢ ફૂટનું ઝભલું મેંણા ટોણા ,કટુવચનો અને કંઇ કેટલાય અશુભ વાક્યો નું નિમિત્ત બની કેટલાય કુટુંબો માં ઝેર ઘોળી દે છે, ૫ ઇંચનો મોબાઈલ અને દોઢ ફૂટનું ઝભલું ૫૦ વર્ષ જૂના લગણીસભર સબંધો નો અંત લાવી દે છે,સમજવું એ રહ્યું કે ૫૦ વર્ષ ના ગાઢ સબંધો મહત્વના છે કે ઝભલું અને મોબાઇલ?? સાચે જ મનોમંથન કરવું રહ્યું એ "નિર્વિવાદ સત્ય" છે