રાશીના ફોન માં રિંગ ઉપર રિંગ જતી હતી. રાશી ફોનની દિશામાં દોડી.ફોન હાથમાં લઈને જોયું તો તનિષ્કનો ફોન હતો.
"હેલો" બોલતાની સાથે જ ફોનમાં ફાયરિંગ ચાલુ થઈ ગયું.
"ક્યાં જાય છે તું? જ્યારે ફોન કરું ત્યારે ફોન વ્યસ્ત જ હોય અથવા રિંગ વાગતી હોય.ફોન ફેંકી દે ગટર માં."
રાશી ચૂપચાપ સાંભળતી હતી.
તનિષ્કની વાત સાંભળીને રડી પડી રાશિ અને માત્ર એટલું જ બોલી 'તનિષ્ક, સાંભળતો ખરો.બહારથી થોડી વસ્તુઓ લેતો આવને પ્લીઝ, હું ભૂલી ગઇ છું."પણ સામેની બાજુથી ફોન કપાઈ ગયો હતો.
રાશી એ રૂટિન ચાલુ કર્યું. રાત ના સાડા આઠ થઈ ગયા હતા.
આજે ઓફિસમાં કામ પણ વધારે હતું અને એમાં માર્કેટિંગની જોબ એટલે આજે રોજ કરતા વધારે થાકી ગઈતી.
રિયાન ટી.વી.જોતો હતો...સવારનો સ્કૂલથી આવી નાની ને ઘરે જતો, રાત્રે રાશી આવે ત્યારે જ ઘરે આવતો.એને ભણાવવાનું પણ બાકી હતું.
રાશીને યાદ આવ્યું કે કાલે સવારે ટિફિન નું શાક નથી અને ઓફિસે પણ વહેલા જવાનું છે..શુ કરશે??હજુ લગભગ સૂતાં તો ત્રણ કલાક થઈ જશે...કામ બધું બાકી હતું.પણ આજે હિંમતે જવાબ આપી દીધો હતો અને તાવ પણ આવ્યો હતો.
શરીર આરામ માંગતું હતું પણ કોને કહેવાનું??
પેહલી વાર આજે જીવન માં એકલતા લાગતી હતી.અત્યાર સુધી રોકી રાખેલી લાગણીઓના બંધ તૂટી ગયા હતા.મંદિર પાસે બેસી ધ્રુસકે અને ધ્રુસકે રડી પડી.માંડ એ સ્વસ્થ થઇ હતી ત્યાં તનિષ્કના ફોનથી ફરીથી રડી પડી..
પરંતુ સ્વસ્થ થયા વગર છૂટકો નહોતો.રૂટિન કામ પતાવીને ડ્રોઈંગરૂમમાં આવી.જમવાનું તનિષ્ક અને રિયાન માટે જ બનાવવાનું હતું.તાવને કારણે પોતાને કોઈ સ્વાદ જ આવતો નહોતો.તેથી પોતાના માટે આદુ વાળી ચા બનાવવાનું નક્કી કર્યું.ચા બનાવીને ઉભી થઇ ત્યાંજ ડોરબેલ વાગી.રિયાને દરવાજો ખોલ્યો.
તનિષ્ક આવી ગયો હતો...તેને જોઈને રાશી બીજી બાજુ જોઈ ગઈ.આટલા વર્ષોમાં પેહલી વાર તનિષ્ક ને ઓફિસથી આવી ગયો હોવા છતાં રાશીએ એને આવકારો ના આપ્યો.જાણે એને ગુસ્સો હતો તનિષ્કના વર્તન ઉપર.એણે રસોડામાં જઈને પોતાની ચા ગરમ કરવા મૂકી.
તનિષ્ક રિયાનના હાથમાં બેગ આપી અને તેમાંથી ટિફિન સાફ કરવા સીંકમાં મુકવા ઇશારો કર્યો..આ બાજુ બદમાશ એવો રિયાન પણ આંખોથી તનિષ્કને ઈશારો કરીને કાનમાં રાશિની ખરાબ તબિયતના સમાચાર આપ્યા.
રાશિ પોતાની ચા પીતી હતી એની નજર મોબાઈલ ઉપર હતી પણ કાન તનિષ્ક અને રિયાનની વાત પર હતા. તનિષ્ક ધીરેથી રાશીની નજીક આવ્યો અને તેને વળગીને બોલ્યો,
"Mom...Happy birthday".
રાશિ પણ દીકરા સામું જોઈને એને વળગી પડી.તનિષ્ક અને રિયાન રાશીને હાથ પકડી ને બહાર લાવ્યા.
સવારથી રોકીને રાખેલા આંસૂ finelly બહાર આવી ગયા.આટલા વર્ષોથી એકલહાથે ખેડેલા પ્રવાસથી હવે એ થાકી હતી.એક સિંગલ મધર તરીકે રહીને દીકરાઓને એણે મોટા કર્યા હતા.આર્થિક અને શારીરિક બંને જવાબદારી હેઠળ એના અરમાનો ક્યાંક દબાઈ ગયા હતા.ના છૂટકે પણ કેટલાય કિલોમીટર દૂર જોબ માટે જવું પડતું હતું.
રાશી તનિષ્કના ખભા પર માથું મૂકી બેસી ગઈ.
"રિયાન, mummy ને પાણી આપ. બસ મોમ આજ ના દિવસે તો ખુશ રહે.ચાલ બહાર જવાનું છે.મામા બોલાવે છે."કહીને હસતા હસતા રાશિના માથા પર હાથ ફેરવવા માંડ્યો.
રિયાન પાણી લાયો.અને રાશિને વળગી ગયો.થોડી જ વારમાં બંને દીકરા સાથે મમ્મીને ઘરે જવા નીકળી.દરવાજો ખોલતા જ "આવી ગઈ બેટા.તારી જ રાહ જોઈએ છીએ" પપ્પાના મોઢેથી સાંભળતા જ જાણે બધો થાક ઉતરી ગયો.
ભાઈ,બંને દીકરા અને માં બાપની હાજરીમાં કેક કાપ્યા બાદ રાશિ પોતાની મમ્મીની બાજુમાં બેઠી.
"મમ્મી, બહુ થાક લાગ્યો છે આજે."
"બેટા, બેય દીકરા સામું જો , હજુ તો એમને ડાળપાંખડે વળગાડવાના છે.નિશિત જે જવાબદારી મૂકીને ભાગ્યો છે તે તારે જ પુરી કરવાની છે.તું પણ પીછેહઠ કરીશ તો આ બંને કોના સહારે જીવતા રહેશે.થાકી જવાથી પાર નહીં આવે બેટા" કહીને માં એ કેકનો ટુકડો રાશિના મોઢામાં મુક્યો.
જમી ને ઉભા થયા બાદ ત્રણેય પોતાને ઘરે આવ્યા.બંને દીકરાઓએ વધારાનું કામ પતાવી દીધું.ત્તનિષ્ક રાશિને બેડરૂમમાં તાવની દવા આપી ગયો અને બોલ્યો" મોમ, કાલે ઓફિસે ના જતી, આરામ કરી લે.મારુ ટિફિન પણ ના બનાવતી.હું બહાર lunch કરી લઇશ. તું સુઈ જા."
તોફાની રિયાન પણ એક આંટો મારી ગયો અને "ગુડ નાઈટ મમ્મી" કહીને આદત મુજબ એનું નાક ખેંચીને જતો રહ્યો
રાશીએ દવા લીધી..અને મોબાઈલમાં સોંગ ચાલુ કર્યા.
સોંગ હતું.."મેરી દુનિયા હૈ તુજમે કહીં
તેરે બિન મેં ક્યાં કુછ ભી નહીં".
તનિષ્ક અને રિયાન બંને બહારના ડ્રોઈંગરૂમમાં ગેમ રમતા હતા..એકબીજા સાથે મસ્તી કરતા હતા પણ રાશિને ખલેલ ના પહોંચે એ રીતે.....પોતપોતાની દુનિયામાં ખુશ હતા..
રાશી બોલી પડી "stay blessed my world".