મારું ઘર...?
શીયાળાનો સમય હતો. સૂરજે ઢળવાની શરૂઆત સાથે ઠંડીએ પણ જોર પાડવાનું શરૂ કર્યું હતુ. આજ સાત ડિગ્રીએ પારો આવી ગયો હતો. સાંજના છ વાગ્યાનો સમય થયો એટલે હેમા અને હર્ષ બહાર આવી ફળિયામાં રાખેલા હિંચકે બેઠા, હિંચકે પવન આવતો હતો અને ઠંડી પણ ઘણી હતી.
ને વાત શરૂ કરી હેમા કઈ વિચાર કરતા બોલી,
"આ ઠંડી કયારે ઓછી થાસે થોડી ચીંતાની લકીર કપાલ પર
આવી ગઈ. હમણા લોકડાઉન પુરુ થયું પણ કામ ધંધા કયારે ચાલુ થાસે બધે હજુ મંદીનો માહોલ છે. હવે આ કરોના મહામારીએ તો હદ કરી છે."
' હા..! ' એની વાતમાં સૂર પુરાવતા હર્ષ બોલ્યા," આ વરસ હવે કેવુ જશે કોને ખબર બહુ તકલીફ પડશે ધંધામાં..."
વાત આગળ વધારતાં કહ્યું,
"હુ..! હંમેશા વિચાર તો હોવ છું ઘણાને તો કેટલું સારું હોય સરકારી નોકરી પેન્શન આવતું હોય તો માં-બાપની થોડી ચીંતા તો ઓછી..."
ત્યા વચ્ચે હેમા કઈ વિચાર્યા વગર જ બોલી,
"આપડે તો દાદાને સરકારી નોકરી જ હતીને, પણ એમને પેન્શન લેવાના બદલે બધાં પૈસા એકસાથે ઉપાડી ઉડાડી દીધા, હવે ખાલી થઈને બેસી ગ્યા,"
આટલુ સંભલ તા તો હર્ષનો ગુસ્સો જાણે આસમાન પર પોહચીં ગયો. અને તરત જ હેમા ઉપર ચિલ્લાવતો બોલી પડયો,
"તારી સાથે વાત કરવાનો કઈ ફાયદો જ નથી..."
હેમા એ ફરી વળતો જવાબ આપતા કહ્યું,
" શું ખોટુ કહ્યું એમાં મેં..! હું જસ્ટ વાત કરું છું...!"
હર્ષ પણ ઉણા ઉતરે એમ નહતા,એ ફરી તાડુક્યા,
" હા...! પણ તારે બધા વાતમાં એ લોકોને લાવવાની જરૂર શું છે..?"
"અરે..! તમે જે વાત કરી તે માટે મને જે લાગ્યુ એ મેં વાત કરી. કેમ મારે ન બોલાય કંઈ ...? કેમ હું પરિવારની સભ્ય નથી...? "
હેમાએ સફાઈ આપતા હળવાશ થી વાતાવરણ ઠારવા કોશિશ કરી. પરંતુ હર્ષના મગજમાં કદાચ એ વાત વધારે અસર કરી ગઈ હતી,એનુ કારણ કદાચ ધંધાનું ટેન્શન પણ હતું. પરિસ્થિતી બહુ ખરાબ હોય મહામારીના કારણે ઉઘરાણી ક્યાંયથી આવતી નહોતી. ફેક્ટરીમાં કામ કરતાં મજુરોના પગાર વ્યાજે પૈસા લાવી ચુકવવા પડતાં હતા. ફેક્ટરીનું ભાડુ, લાઈટ બીલ, કાચા માલના બીલ ચડી ગયા હતા.આ બધું ટેન્શન ફરતું હતું મગજંમા એમા હેમાએ કરેલી વાતથી બળતાંમા ઘી હોમયુ.
થોડી વારની શાંતિ પછી હેમા બોલી મને ખબર છે તમે ટેન્શનમાં છો, પરંતુ મારી વાત પણ ખોટી તો નથી.
આ વાત પર ઉશ્કેરાઈને હર્ષ બોલ્યા,
" હા.. તો ...!તારા બાપે કર્યું છેને ઘણુ ભેગું,-કે તારી માં અને ભાઈ જલસા કરે છે."
" હા...! હું પણ એમ જ કહું છું મારા બાપને સરકારી નોકરી ન હોતી તી પણ એને પોતાનો વિચાર કર્યો એને દિકરાને પણ સાથ આપ્યો," હેમાને પણ હવે ગુસ્સો આવી ગયો.
" તું કહેવાશુ માંગે છે..? મારા બાપે કંઈ નથી કર્યુ ..? તને ન ફાવતું હોય તો જતી રહે તારા બાપના ઘરે....!
હર્ષ જોર થી તાડૂકીને બોલ્યા.
આ શબ્દ સાંભળતા જાણે હેમાના પગ નીચેની જમીન સરકી ગઈ. એ એકદમ પોતાની જાતને નિસહાય અનુભવતી બોલી,
" બાપનુ ઘર...! લગ્નના 27 વરસ પછી તમે ક્યોછો હું મારા બાપના ઘરે જતી રહું..!"
" હા..! મેં કર્યુ છે એ હું એકલો ભોગવીશ."
હેમાનો અવાજ ધ્રુજવા લાગ્યો, ધરુજતા અવાજે જ બોલી
" 27વરસથી તમારા હર સુખ-દુ:ખને પોતાના માની એક એક પળ તમારી સાથે રહી,મારી ઈચ્છા અનિચ્છાની પરવા કર્યા વગર તેમ જે કહ્યું માન મર્યાદા સાથે લાગણી થી નિભાવ્યું અને તમે બોલતા પહેલા એકવાર પણ વિચાર કર્યો..? "
આ વાત જાણે સૂરજને પણ ન ગમી હોય એમ જલદી ઢળી ગયો અંધારુ છવાઈ ગયું, અંદર થી અવાજ આવ્યો મમ્મી જમવાનું શું બનાવ્યુ છે..?
હેમા જાણે કંઈજ ન બન્યુ હોય એમ પોતાનો ભારે થઈ ગયેલો અવાજ ખાળતી બોલી જાવ જ છું બેટા રસોડામાં શું જમવું છે..? તારે તું કહે એ બનાવી આપું...!"
અને રદય ઉપર જાણે પથ્થર મુકવાની કોશીષ કરતી કામમાં વ્યસ્ત થવા લાગી, પણ હજુ દિલમાં અને દીમાગમાં હર્ષના શબ્દો જાણે ચીસો પાડી પાડીને ગૂંજતા હતા.. "
"તો જતી રે તારા બાપ ના ઘરે, તો જતી રે તારા બાપના ઘરે...!"
રસોઈ થઈ ગઈ . પોતે નોર્મલ હોવાનો દેખાવ કરતી આંખના પાણી ને રોકવાની કોશિશ કરતી હર્ષને એની ડાયાબીટીસની દવા આપી જે રોજ એમને જમતા પહેલા લેવાની હોય. હેમાને ખબર હતી એ કયારેય જાતે નથી લેતા દવા, હેમા યાદ કરી ન આપે તો એ ભૂલી જ ગયાં હોય.
થાળી પીરસી જમવા બેઠા ત્રણેય, જમીને દીકરી ઉપર ભણવા જતી રહી. હર્ષ એ ટીવી શરૂ કર્યુ.
હેમા બાકી રહેલા કામે વળગી, કામ કરતાં કરતાં જાણે
મનમાં વિચારનું વાવાઝોડુ ચાલુ થઈ ગયું.
પરણેલી સ્ત્રીનું ઘર કયું ? માં-બાપે પારકી થાપણ કહીં
વળાવી દીધી, આખી જિંદગી પતિના ઘરને પોતાનું માની
પોતાની લાગણી વરસાવતી રહી, આજ 27 વરસ થઈ ગયા
ત્યારે ખબર પડી હજુ આ ઘર પણ મારું નથી કયારે પણ અહીં થી ધક્કો માળી શકે છે..?
ઘડીભર તો એટલો ગુસ્સો આવ્યો કે બધું આમ જ મુકી નીકળી જાઉં. પણ કયાંક જાવ બાપને સ્વર્ગસિધાવ્યાને 20વરસ થઈ ગયા, મા અને ભાઈ સાથે પતિના માન સન્માન માટે એ ઘર તો હેમા માટે કાયમ માટે બંધ થઈ ગયું હતુ.
જેની માટે પિયર વાટ બંધ કરી એ આજે ત્યા જતી રહેવા કહે છે.
શું કરવું..? કયાં જાવ...?
આજ એવું લાગ્યું હેમાને જાણે એના 27વરસ પાણી ગયા,
પોતાની ઈચ્છા પોતાની સ્વતંત્રતાનું બલીદાન જાણે ઘટનાથી
વાવાઝોડામાં વીલીન થઈ ગયું....
શું..! ખરખેર પરણેલી સ્ત્રીનુ કોઈ ઘર નથી હોતું....? એને કોઈ ઈચ્છા કરવી ગુનો છે...? એનુ કામ સીર્ફ એટલું જ ઘર સંભાળો..?છોકરા સંભાળો....????
એની લાગણીની આટલી જ કીંમત....?
લાગણીની કોઈ કીંમત નથી હોતી, પણ એ લાગણી બદલે લાગણી ઈચ્છવાનો હક તો હર વ્યકતીને હોય છે,અથવા હોવો જોઈએ. વિચારોના વમળોમાં ખોવાયેલી હેમાને કયારે નિંદ્રા આવી ગઈ એની ખબર જ ન રહી.
શ્રી કૃષ્ણ શરણું મમ્: નુ એલાર્મ સાથે હેતલની આંખો ખુલ્લી નવો સુરજ, નવી સવાર, નવી મુસ્કાન હોઠો પર લઈ
રોજની જેમ પ્રાત: કાળના કામમાં લાગી ગઈ.
રાતના બધાં વિચારો જાણે રાતના અંધારામાં જ વીલીન થઈ ગયા......
🙏 જય શ્રીકૃષ્ણ 🙏
✍ડોલી મોદી ' ઊર્જા '