The gift of love in Gujarati Love Stories by The Stranger girl....Apexa...... books and stories PDF | પ્રેમની સોગાત

Featured Books
Categories
Share

પ્રેમની સોગાત

આપણને આપણા જીવનમાં સરપ્રાઈઝ એટલે કે ભેટ ખુબ જ ગમતી હોય છે.તેમ વિયા ને પણ સરપ્રાઈઝ ખુબ જ ગમતી હતી.વિયા એક સુશીલ અને સુંદર છોકરી હતી.
એકવાર માં જોતા તે બધાને ગમી જાય.વિયા એક બેન્ક
માં જોબ કરતી હતી.મેનેજર ની પોસ્ટ પર હતી.તેના ઘરમાં પણ કોઈ કમી ન હતી.પાણી માગે તો દૂધ હાજર થતુ.....ઘરમા પણ 3-4 નોકરો....રાજેશભાઈ ને જોશનાબેન ની એક ની એક લાડકી હતી અને રાજેશ ભાઈ ની પણ ઈરછા હતી કે મારી દિકરી ને તેને પ્રેમ કરે એવો છોકરો મારે જોઈએ છે ના કી તેના કામો ને....વિયાને હમેશાં ભાઈની ખોટ સાલતી અને ચિંતા પણ રહેતી કે હું સાસરે જઈશ પછી મારા મોમ-ડેડ નો સહારો કોણ બનશે....તેથી હું મેરેજ નહીં કરું.......

વિયા હમેશાં ચાહતી હતી કે તેની લાઈફ માં જે પણ આવે
તે મારા મોમ-ડેડ ને તેના મોમ-ડેડ ની જેમ જ સાચવે...
અને તેટલું જ માન આપે.....અને એવું નહીં થાય તો હું મેરેજ નહીં કરું......

આમ ને આમ દિવસો પસાર થતા ગયા અને વિયા એક દિવસ અનાથઆશ્રમ પર ગઈ હતી બાળકો માટે કપડા ને નાસ્તો લઈને.....વિયા ગાડીમાંથી ઉતરે છે અને ત્યા જ બધા બાળકો વિયા ને જોઈને ખુશ થય ગયા અને તેને દીદી કરવા લાગ્યા......પછી વિયા બધા બાળકો સાથે ખિલખિલાટ કરતી હતી ને બધાને ચોકલેટ, નાસ્તો આપ્યો....પછી વિયા
ત્યાથી હાથ વોશ કરવા માટે જતી હતી ત્યા અનાથઆશ્રમ
ના બગીચામાંથી પસાર થયને....પણ ત્યા કોઈ હેન્ડસમ પાણી છાંટતો હતો વૃક્ષો ને...તેનું નામ જિમિત હતું.....અને તેના હાથમાંથી પાઈપ છટકી જતા બધું જ પાણી વિયા ના મોઢા પર પડયુ અને તે નવાઈ ગઈ.......જિમિત ને આ જોઈને એક સાઈડ હસવું આવતું હતું અને બીજી સાઈડ
વિયા ના મોઢા પર ગુસ્સો હતો........

વોટ ઈઝ ધીસ ઓ મિસ્ટર......

સોરી....બટ મારો કોઈ વાંક નથી.....ભુલથી થય ગયું.....

નો....ઈટસ યોર મિસ્ટેક......

ના...ઓકે.....

ભુલ કરીને બહેશ કરે છે પણ સોરી નથી કહેવું....

હું શું કામ સોરી કહું....મારી કોઈ ભુલ નથી.....

પછી ત્યા એક છોકરી આવી અને તે વિયા ને આમ જોઈને
તેને એક દુપટો આપ્યો........પછી વિયા બોલી.....

શીખ આ બાળકો પાસેથી....હેલ્પ કરે છે મારી.....

તો હું પણ કરત...પણ તું તો બોલવાનો જ મોકો નથી આપતી.....

હા...હા...જોયું મે.....

પછી તે નાની ગલૅ આ બંનેવ ની ફાઈટ જોઈને હસતી હતી અને પછી વિયા બોલી.....

તું શું કામ હસે છે....જા અંદર....

પછી જિમિત પણ વિયાને જોઈને હસતો હતો અને પછી વિયા તેના વાળ કોરા કરતી હતી અને જિમિત તેને જોતો જ રહી ગયો....ત્યા વિયા ની નજર જિમિત પર પડી ને બોલ્યો......

શું જોવે છે આમ તાડી તાડીને....કોઈ ગલૅ નથી જોઈ કે શું......

શું કહ્યુ તે....હું તને જોતો હતો...જા...જા....તારા કરતા પણ સારી ગલૅ આ દુનિયામાં છે......

પછી બંનેવ ત્યાથી છુટા પડયા અને પછી એક દિવસ વિયા
કાર લઈને જોબ પર જતી હતી ત્યા જિમિત ની બાઈક સાથે ટકરાઈ....જિમિત ફેશ પર રુમાલ અને ગોગલ્સ ચડાવેલા હતા તેથી વિયા તેને ઓળખી ન શકી...વિયા આજે યલો કલરની આખી સ્લીવ ની કુર્તા માં મસ્ત લાગતી હતી અને જિમિત તેને જોતો જ રહી ગયો પછી વિયા કારની બહાર આવીને બોલી.....

ગાડી ચલાવતા ન આવડે તો ન ચલાવો....કોઈનું મારવા છે કે શું......

ઓ મેડમ....જાતે કરીને શોખ નથી થતો મને.....

પછી વિયા પણ જિમિત નો અવાજ ઓળખી ગઈ અને
જિમિત પણ.....પછી વિયા બોલી.....

તું અહીં....મારી સાથે જ ટકારાવાનુ તને મન થયું હતું....

હા...તો...રોડ પર પણ તો કોઈ પણ ચાલી શકે......શોખ નથી તારી સાથે ટકારાવાનો.....

પછી બંનેવ ફાઈટ કરીને ત્યાથી નીકળ્યા. બે દિવસ પછી જિમિત વિયા જે બેકમા જોબ કરતી હતી ત્યા આવ્યો
જિમિત ને કંઈ કામ હોવાથી અને આ બાજું જિમિત દરવાજા માંથી એન્ટર થયને અંદર આવતો હતો અને આ બાજું વિયા પણ ધણી બધી ફાઈલ લઈને તેના કેબિનમાં જતી હતી અને વિયા જિમિત સાથે ટકારાવાથીબધી જ ફાઈલ પડી ગઈ અને બોલી....

કેવા માણસો છે ચાલતા પણ નથી આવડતું......

આ સાંભળીને જિમિત વિયા ને ઓળખી ગયો ને બોલ્યો....

મને શોખ નથી તારી સાથે ટકારાવાનો.....

ઓહ...તું....મારો પીછો કરે છે કે શું......

આવ્ ભમ્રમા ના જીવ......અને આ બેન્ક છે તો માણસ ને કામ હોય તો આવે અહીં......

આજુબાજુ બધા આ બંનેવ ની ફાઈટ જોઈને હસતા હતા
વિયા તેના સ્ટાફ સામે ત્રાંસી નજરે જોવા લાગી એટલે બધા કામમા બીઝી થય ગયા પછી જિમિત બોલ્યો.....

આઈ એમ સોરી....મને નથી ખબર કે આપણે આમ વારંવાર કેમ ટકરાય છે શાયદ કિસ્મત કંઈક કરવાની હશે.....

કંઈ નથી કરવાની ઓકે.....મિસ....

મિસ.જિમિત.....

ઓકે...જે પણ હોય હું કોઈ કિસ્મત માં બીલીવ નથી કરતી સો પ્લીઝ દુર રહો.....

હું તો દુર છું પણ આપણે વારંવાર ટકરાઈએ છીએ તેનું કંઈક તો કારણ હશે.....

વિયા મેડમ...તમારો ફોન ચાલું છે....એક ત્યાનો એમ્પલોય
બોલ્યો.....

વિયા ત્યાથી ચાલી ગઈ અને જિમિત તેને જોતો હતો....પછી મનમાં વિચારતો હતો.....

તો વિયા નામ છે તેનું.....ખબર નહીં આ તકરાર પણ કેમ વારંવાર થાય છે.....

આ બાજું વિયા પણ સાંજે તેની રુમની બાલ્કની માં ઉભી હોય છે અને તેને જિમિત સાથે થયેલી વાતો યાદ આવી જાય છે......

શું જિમિત કહયું તે સાચું હતું....આમ વારંવાર તકરાર અમારી....એ પણ જયારે મળીએ ત્યારે.....ખેર...જે પણ
હોય...જે થશે તે જોયું જશે.....

આમ ને આમ દિવસો વીતતા ગયા અને ફરી એકવાર વિયા
અનાથઆશ્રમ માં ગઈ અને જોયું તો બાળકો સાથે જિમિત પણ ત્યા જ હતો.આજે ફરી એકવાર જિમિત ને વિયા ની
મુલાકાત થય ગઈ અને વિયા જિમિત ને જોતી હતી.

તેને લાગ્યુ કે જિમિત એક સારો છોકરો છે હું એમ જ ફાઈટ કરતી હતી....ત્યા એક નિરવ નામના બોય ની નજર વિયા પર પડતા તે બોલ્યો.....

દીદી...તમે કયારે આવ્યા....

તમે બધા તમારા આ ભાઈ સાથે રમતા હતા ત્યારે....

પછી જિમિત બોલ્યો.....

શું વાત છે આજે તો....દરીયાનું ઉછળતા મોજા આજે શાંત.....કોઈ ફાઈટ નહીં.....

તને મજા આવતી લાગે છે મારી સાથે ફાઈટ કરવાની....

તું ચાલું કરે છે હું નહીં....

રીયલી....

યસ...વિયા....

ઓકે...આજે હું ફાઈટ કરવાના મુડમાં નથી....

પછી બધા બાળકો ને વિયા નાસ્તો આપતી હતી અને પછી
જિમિત પણ તેની હેલ્પ કરી અને બંનેવે પણ બાળકો સાથે નાસ્તો કર્યો......

મસ્ત બનાવ્યું છે બધું.....આવુ ટેસ્ટી તો મે કયારેય ખાધુ નથી....એન્ડ આ તારા મોમે બનાવ્યું હશે.....તને તો આવડતું નહીં હોય આ બધું.....

કેમ...એક જોબ કરતી છોકરી ને શું કામ ન આવડે...

ના...એવું નથી...પણ તને જોઈને લાગતું નથી....

સારું...અને તારો ભમ્ર ઉતારવા માટે કહીં દવ કે આ બધું મે જ બનાવ્યું છે.....

ઓહ...રીયલી....

હા...મિસ.જિમિત....

ચાલો...કંઈક તો સારું આવડે છે ફાઈટ કરતા સિવાય....

શું કહ્યુ તે....

તે સાંભળ્યુ તે....હમેશાં નાક પર જ ગુસ્સો રહે.....

પછી વિયા તેની સામે મોઢું બગાડીને જતી રહી ને જિમિત હસતો હતો પછી થોડો ટાઈમ બાળકો સાથે રહીને તે ઘરે જતા હતા ત્યા જિમિત બોલ્યો.....

ઈફ યુ ડોન્ટ માઈડ....એક કોફી મારી સાથે.....

હું વિચારીશ.....

ઓકે....આ મોબાઇલ નંબર મારો...જો ઈરછા હોય તો મેસેજ કરજે.....

પછી વિયા જિમિત વિશે વિચારતી હતી અને 2-3 દિવસ
પછી વિયા જિમિત સાથે કોફી પર ગઈ.આજે વિયા બ્લુ કલરનું ટોપ ને બ્લેક જીન્સ,લાઈટ લિપસ્ટિક,લાઈનર, ને
ઓપન હેર.....હીરોઈન લાગતી હતી....

જિમિત પણ આજે કોઈ હીરોથી કમ ન લાગતો હતો અને
તે વિયા ને જોતો જ રહીં ગયો.જિમિત ને એવું લાગતું હતું કે તેનો ચાંદ આજે ખીલ્યો હતો....પછી બંનેવ કોફી ઓડૅર કરી અને પછી જિમિત વાતોનો સિલસિલો ચાલું કર્યો....

થેકસ.....મારી સાથે કોફી પર આવવાં માટે.......

નો થેકસ...એન્ડ સોરી....

શું વાત છે સોરી અને તું.....એન્ડ કેમ સોરી....

એટલે કે મે તારી સાથે ઓલવેઝ ફાઈટ કરી.....

ઈટસ ઓકે....એ બધું તો ચાલ્યા કરે....આપણે બંનેવ ફાઈટ કરતા હતા..તાળી એક હાથે ન વાગે......

હા.....એ તો છે વિયા.....

પછી વિયા અને જિમિત વચ્ચે ધણી બધી વાતો થય હતી અને વિયાને ખબર પડે છે કે જિમિત એક અનાથ છોકરો હતો અને તે જ અનાથાશ્રમમાં માટો થયને એક કાબિલ
મોટો બિઝનેસ મેન બન્યો હતો.પછી ધીરે ધીરે બંનેવ વચ્ચે
ફેન્ડશિપ થી લઈને પ્રેમનો સિલસિલો પણ થય ગયો અને
જિમિત ને ખબર હતી કે વિયા ને તેના પેરેન્ટ્સ ની ખુબ જ ચિંતા હતી અને જિમિત પણ તેના પેરેન્ટ્સ ની રીસ્પેકટ કરતો હતો.જિમિત વિયા ના પેરેન્ટ્સ ને કયારેય મળ્યો ન હતો પણ તેને ફોટોસ માં જોયા હતા.....વિયા ને પણ ખબર હતી કે જિમિત તેના પેરેન્ટ્સ ને પોતાના પેરેન્ટ્સ ની જેમ
જ સાચવશે.....

આ બાજું વિયા નો બથૅડે આવતો હતો અને રાજેશભાઈ એ પુછયું કે.....

વિયા...તારે શું ગીફટ જોઈએ છે તારી બથૅડે માં....

ડેડ...ગીફટ તો મારે જોઈએ છે પણ આ વખતે કંઈક અલગ

મતલબ...વિયા....એવું તો શું જોઈએ છે તારે.....

કોઈનો સાથ...પ્રેમની સોંગાત જોઈએ છે.....

તો મારી દિકરી ની લાઈફમાં કોઈ રાજકુમાર આવી ગયો છે
એવું ને.....

હા...ડેડ...પણ તમે હા પાડશો તો જ.....

ઓકે વિયા...હું મળી લઈશ તેને...અને મને ઠીક લાગશે તો
આ સોગાત તારા જન્મદિવસ પર આપીશ....

ઓકે....ડેડ.....

પછી વિયા જિમિત ને આ બધી વાત કોલ પર કહી અને વિયા બોલી.....

તો રેડી થય જા...તારા ઈન લોસ ને મળવા.....

બીજા દિવસે રાજેશભાઈ જિમિત ને મળવા માટે તેની ઓફીસ પર ગયા અને તેને જિમિત સાથે વાતો કરી અને
તેને જિમિત એક સારો છોકરો લાગ્યો.આ બાજું વિયા પણ
જિમિત માટે ગોડને પ્રેય કરતી હતી અને પછી સાંજે વિયા રાજેશ ભાઈ ને જિમિત વિશે પુછયું પણ રાજેશભાઈ એ કોઈ આન્સર ન આપ્યો અને ત્યાથી જતા રહ્યા.આ બાજું વિયા ને લાગ્યુ કે શાયદ ડેડ ને જિમિત પસંદ નથી આવ્યો
હવે શું થશે.....મારા અને જિમિત ના મેરેજ......

આ બાજું વિયા એ જિમિત ને કોલ કર્યો પણ જિમિત કોલ રીસીવ ન કર્યો અને બીજા દિવસે વિયા ની બથૅડે પાર્ટી હતી
અને વિયા ના ચહેરા પર ખુશીની લહેર ન હતી.અને જિમિત
પણ આજ સવારનો કોલ રીસીવ ન કર્યો હતો ન બર્થડે વિશ કર્યો હતો.....શું થયું છે આ જિમિત ને...મેસેજ નો પણ રીપલાય નથી આપતો.....અને તે પાર્ટી માં આવશે કે નહીં...

આજે વિયા બ્લેક કલરના આઉટફીટમા રેડી થય હતી.બધા મહેમાન આવી ગયા હતા અને પણ જિમિત ન આવ્યો હતો
અને આ બાજું વિયા ની નજર દરવાજા પર જ હતી અને
રાજેશ ભાઈ પણ સમજી ગયા હતા કે વિયા જિમિત નો વેઈટ કરતી હતી ત્યા જ બ્લેક કલરના આઉટફીટમા જિમિત આવ્યો ને વિયા ની નજર પડતા જ તેના ચહેરા પર
મુસ્કાન આવી ગઈ અને પછી વિયા જિમિત ને જોઈને દોડી ને હગ કર્યુ......

પછી રાજેશભાઈ બોલ્યા....તને તારું ગીફટ મે આપી દીધું
વિયા....તારા પ્રેમની સોગાત.....તને હમેશાં જિમિત ખુશ
રાખશે......

હા....ડેડ...પણ તમારા જેટલી નહીં....

ના...વિયા...મારાથી પણ વધારે...તને મારી યાદ નહીં આવવા દે.....

યાદ કરવાની તારે જરુર નહીં પડે વિયા......એ આપણી સાથે જ રહેશે...આ તારી સોગાત છે તારી બર્થડે ની....મારા પેરેન્ટ્સ તો આ દુનિયામાં નથી એટલે હવે જ તમે મારા પેરેન્ટ્સ.....અને આ વિયા ની સોગાત મારા તરફથી....તેની ઈરછા મને ખબર જ હતી કે તેને તમારી ખુબ જ ચિંતા હતી અને હોવી પણ જોઈએ......હું પણ તમને એટલા જ રાખીશ જેટલી વિયા તમને રાખશે.....

આ સાંભળીને રાજેશભાઈ ના આંખમા આંસુ આવી ગયા
અને કહ્યુ કે.....

ગોડ બ્લેસ યુ....અને મારી વિયા ને આમ જ જીંદગીભર પ્રેમ કરજે....

હા...ડેડ...વિયા મારી જીંદગી છે જીંદગી ને જ છોડી દઈશ તો જીવીશ કોની સાથે....

આઈ લવ યુ વિયા....

આઈ લવ યુ ટુ જિમિત........


.....Apexa.....✍✍💞💞💞