Premkahaani sun 2100 ni - 3 in Gujarati Love Stories by Jainish Dudhat JD books and stories PDF | પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 3

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 3

શિવિકાની વાત માનીને વૈભવ પેહલા બ્રેકફાસ્ટ કરવા માટે માની જાય છે. એક તરફ વૈભવ પોતાનો બ્રેકફાસ્ટ કરતો હતો અને બીજી તરફ શિવિકા વૈભવના રીપોર્ટને જૂના રીપોર્ટ સાથે સરખાવી રહી હતી અને આ બધી પ્રોસેસ વૈભવને દેખાય એટલા માટે શિવિકાએ એક હોલોગ્રાફિક સ્ક્રીન (હોલિવુડના મુવી IRON MAN માં ટોની સ્ટાર્ક યુઝ કરે તેવી) ડાઇનિંગ ટેબલ પર ચાલુ કરી. વૈભવની નજર જેવી ટેબલ પર પ્રકાશિત થતી સ્ક્રીન પર પડી, તરત જ તે બોલી ઉઠ્યો. "Good job My everything. તારી બ્રેકફાસ્ટ કરવાની વાત માની એટલે મારું કામ કરતા કરતા મને બતાવી પણ રહી છે." "Thank you Mr. વૈભવ. Girlfriend છું એટલે તમારી વાત માનીશ પણ અને મારી મરજી ચલાવીશ પણ 😜🤣" વૈભવે ઉમેરેલા નવા ફિચર્સને કારણે શિવિકા હંમેશા મસ્તી ભર્યા જવાબો જ આપતી હતી.


શિવિકાના અતિ જટિલ intelligence સિસ્ટમને પ્રોગ્રામ કરતી વખતે ઘણી વખત એવું પણ બન્યું હતું કે જેવા નવા ઉમેરેલા ફિચર્સ સફળતા પૂર્વક કામ કરે તેની સાથે જ તે ફિચર્સને વૈભવ દ્વારા તરત disable કરી દેવામાં આવતું. જેથી શિવિકા એક સામાન્ય પ્રોગ્રામ કરીને બનાવેલા રોબોટની જેમ જ વૈભવના કમાન્ડ્સને અનુસરતી. હજારો પ્રોગ્રામ અને લાખો ફિચર્સનું સફળ ટેસ્ટિંગ કર્યા બાદ વૈભવે શિવિકાને લાગણીઓ સમજી શકે, તેને અનુરૂપ વિચારો કરી શકે અને યોગ્ય નિર્ણય લઈ શકે તે માટેનો એક પ્રોગ્રામ બનાવ્યો. જેને નામ આપ્યું "લાગણી". પોતાના અંતર્મુખી સ્વભાવને લીધે વૈભવને અન્ય વ્યક્તિઓનો સાથ ગમતો જ નહીં, તેથી તેણે શિવિકાને એવી બનાવી જે હંમેશા તેની સાથે એક મનુષ્ય રહે તેવી રીતે જ રહે અને વર્તન કરે. "લાગણી" પ્રોગ્રામ નાખ્યા બાદ તો શિવિકાનું નવું વર્ઝન એટલું જોરદાર રિસ્પોન્સ આપતું હતું કે વૈભવે તેને પરમનેન્ટ આ રીતે જ રાખવાનું મન બનાવી લીધું.


જેમ જેમ "લાગણી" ના બધા જ ફિચર્સ ઉપયોગ થતા ગયા તેમ તેમ શિવિકાનુ પરફોર્મન્સ પણ સુધરતું ગયું. શિવિકા વધુ ફાસ્ટ બની, મનુષ્યોની લાગણીઓને વધુ ચોકસાઈ પૂર્વક સમજતી ગઈ અને છેલ્લે તે પ્રમાણે જરૂરી નિર્ણયો અને રિસ્પોન્સ આપતા પણ તેને આવડી ગયું. ટૂંકમાં કહીએ તો વૈભવને પોતાના માટે જેની જરૂર હતી, શિવિકા તેવી બનવામાં પૂરેપૂરી ખરી ઉતરી હતી. હવે તો શિવિકા પોતે જ પ્રોગ્રામ "લાગણી" ને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે સામેથી જ વૈભવને અપ્રોચ કરતી અને કઈક નવા આઈડિયા પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરતી. તેનાં જ ભાગ રૂપે વૈભવ થોડા થોડા સમયે શિવિકાને અલગ અલગ રોલ ભજવવા માટે કહેતો. ક્યારેક શિવિકા નાના બાળકના રૂપમાં હોય, ક્યારેક સ્કુલમાં અભ્યાસ કરતી બાળાના રૂપમાં તો ક્યારેક કોલેજની કન્યા.


છેલ્લે વૈભવે તેને પર્સનલ સેક્રેટરીનો રોલ આપ્યો, જેના ફળ સ્વરૂપે "Robo-war" નું સંપૂર્ણ સંચાલન શિવિકા ખુબ જ સરસ રીતે સંભાળી શકી. શિવિકાના નવા વર્ઝનથી વૈભવ ખુબ જ ખુશ હતો અને તેણે શિવિકાના ટેસ્ટિંગ માટે બનાવેલ કાર્યક્રમ "Robo-war" ને એક ગેમના સ્વરૂપમાં ફેરવવાનો નિર્ણય લીધો. પરિણામ સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પોતાની અસાધારણ બુધ્ધિ માટે જાણીતો વૈભવ 22 મી સદીના "સુપર હ્યુમન" તરીકે પ્રખ્યાત બની ગયો. શિવિકાને હજી ઊંચા લેવલ સુધી લઈ જવાનો વિચાર પણ વૈભવ કરી ચુક્યો હતો અને તે તરફ઼ ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. આગળના લેવલ ઉપર જવા માટે વૈભવે "Robo-war" ને પગથિયું બનાવવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ ગઈ કાલની ગેમમાં જે બન્યુ તેનાથી વૈભવના શિવિકાને આગળ લઈ જવાના વિચારને અવળી અસર થઈ શકે છે.

≤======================================≥

"Mr. વૈભવ, "Robo-war" ગેમના જૂના ડેટાનુ એનાલીસિસ કરતી વખતે મને એવું જાણવા મળ્યું છે કે દરેક ગેમ બાદ બીજી ગેમનું લેવલ તમે વધુને વધુ હાર્ડ બનાવતા ગયા. દરેક ગેમ બાદ આવનાર ગેમ વધારે મુશ્કેલ અને જીવના જોખમથી ભરેલ બનતી ગઈ છે. છતાં તમારી ક્ષમતામાં સહેજ પણ ફેર પડ્યો નથી. પણ મને એ નથી સમજાતું કે તમારે રોબોટની સાથે સ્પર્ધા કરવાની જરૂર કેમ પડી ? એમાંય એવી સ્પર્ધા કે જેમાં રોબોટને કોઈપણ પ્રકારના નિયમોના પાલનની જરૂર નથી ? કેમ તમે તમારી લાઈફને જોખમમાં મૂકો છો ?" વૈભવ ડાઇનિંગ ટેબલ પર સ્ક્રીન જોઈને વિચારોમાં ખોવાયેલ હતો ત્યારે શિવિકાએ તેનુ ધ્યાન ભંગ કરતા આ સવાલ પૂછ્યા.


"My everything, આ બધુ હુ તને શાંતિથી સમજાવીશ. મને પેહલા ગઈ કાલની ગેમના ડેટા અને મેડીકલ રીપોર્ટ બતાવ. મારા માટે તે અત્યારે વધારે મહત્વનું છે. પછી હુ તને આખી દાસ્તાં સંભળાવીશ." ગઈ કાલની ગેમને લઈને વૈભવ વધારે પડતો જ સિરિયસ બની ગયો હતો એટલે તેણે શિવિકાને અત્યારે તેના જવાબો આપવાની ના પાડી. બીજી તરફ શિવિકા માટે પણ આ ઘટના પ્રથમ વાર બની હતી. અત્યાર સુધી ક્યારેય એવું બન્યુ નહોતું કે વૈભવે તેના પ્રશ્નોનો જવાબ ન આપ્યો હોય. પણ શિવિકા ખુબ સ્માર્ટ હતી, તેણે વૈભવની પરિસ્થિતિને બરાબર પારખી લીધી અને અત્યારે વૈભવ જેમ કહે તેમ જ કરવાનું નક્કી કર્યું. "Here it is. આ રહ્યાં તમારા ડેટા અને રીપોર્ટ Mr. વૈભવ. આગળના કામ માટે શિવિકા is waiting for your orders." એક આજ્ઞાકારી રોબોટની જેમ શિવિકાએ વૈભવના ઓર્ડર મુજબ રિસ્પોન્સ આપ્યો.


શિવિકાને આવો જવાબ આપવો વૈભવને પણ ના ગમ્યો, પણ અત્યારે તેનું મગજ ગઈ કાલની Robo-war ગેમના મેટરમાં અટવાયું હતું. આ વસ્તુ શિવિકાને સમજાવવા માટે વૈભવ એક આઈડિયા અમલમાં મૂક્યો. "My everything, Activate the Role switching feature, right now." "Role switching feature activation command initiated Mr. વૈભવ. Please wait for a moment." વૈભવે આપેલ આદેશને શિવિકાએ અમલમાં મુકતા કહ્યું. "Role switching feature is online Mr. વૈભવ." વૈભવે આપેલ કમાંડ પૂરો થયો તેની જાણકારી શિવિકાએ આપી.


"Good job My everything. હવે ગઈ કાલની ગેમના મારા હરીફ રોબોટની A to Z ઇન્ફોર્મેશન કલેક્ટ કર. આ રોબોટમાં કંઇક તો અલગ હતું જ. I need a every single information about that robot and it's manufacturer. Find me as quick as possible." ગઈ કાલની Robo-war ગેમમાં વૈભવના હરીફ રોબોટને લીધે આ બધુ થઈ રહ્યું હતું. શિવિકાના possessive girlfriend વાળા મોડમાં આ કામ શક્ય ન હોવાથી વૈભવે તેને Role switching feature માં જવા માટે ઓર્ડર આપ્યો.


શિવિકાની intelligence સિસ્ટમ અલગ અલગ પ્રકારના રોલ ભજવી શકવા માટે સક્ષમ હતી. એટલે વૈભવે બધા જ રોલનો એક સાથે ઉપયોગ કરી શકાય તે માટે "Role switching feature" બનાવ્યું હતું. આ feature ને એક્ટિવ કરવાથી શિવિકા સામે વાળી વ્યક્તિ જે રીતે વાત કરતી હોય તે મોડમાં ઓટોમેટિક switch થઈ શકતી હતી. અત્યારે જે સ્થિતિમાં વૈભવ અટવાયો હતો તેનું એક જ સોલ્યુશન તેને દેખાઈ રહ્યુ હતું. શિવિકાને Role switch મોડમાં મૂકીને તમામ ડેટાનું બારીક નિરીક્ષણ. આ તમામ બાબતો પર વૈભવ વિચાર કરતો હતો ત્યાં સુધીમાં શિવિકાએ સોંપેલું કામ પૂર્ણ કરી નાખ્યું અને તેના પરિણામો વૈભવની સામે હોલોગ્રાફિક સ્ક્રીન પર દર્શાવી દીધા.


"Mr. વૈભવ, તમે જે ડેટા માંગ્યા તે રેડી છે." "Let's see what you find My everything." અને વૈભવ ડેટા ચેક કરવા લાગ્યો. Robo-war ગેમના નિયમો અનુસાર જે ડેટા જરૂરી હતા તે સિવાય પણ ઘણું બધું શોધી કાઢ્યું હતું શિવિકાએ. વૈભવ એક એક કરીને તમામ વિગતો ચેક કરતો ગયો, પરંતુ અફસોસ એ જે શોધી રહ્યો હતો તે મળ્યું નહી. તેણે બધી વિગતોને ઘણી વખત તપાસી જોઈ પણ કોઈ પરિણામ મળ્યું નહી. છેવટે કંટાળીને તેણે બંને હાથને બહારથી અંદરની તરફ લાવીને તાળી પાડી, એટલે હોલોગ્રાફિક સ્ક્રીન બંધ થઈ ગઈ. "How is this possible ? આવો રોબોટ કોઈ બનાવી શકે તેમ નથી." આખરે વૈભવની ચિંતાનુ કારણ તેના શબ્દોમાં આવી જ ગયું. આખરે શું છે વૈભવની ચિંતા ? જોઈએ આવતા ભાગમાં,