પ્રતિક્ષા ભાગ 4
ચિંતનભાઈ નું નાનકડું સ્વર્ગ એટલે એમના સપનાઓનું ઘર જેમાં હંમેશા શિલ્પાબેન ના મીઠા ટહુકા ને અનેરિનાં સોનેરી સપનાનો નું સંગીત વાગતું......તો સાથે સાથે
ચિંતનભાઈ નું ગમતું ગીત રેડિયો માં આવી રહ્યું હતું.
तू प्यार का सागर है
तेरी इक बूँद के प्यासे हम
लौटा जो दिया तुमने
चले जायेंगे जहां से हम
तू प्यार का सागर.....
ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન માં વાગતાં સીમા ફિલ્મના ગીત અને અનેરી ના એલાર્મ વચ્ચે રસ્તો કરી શિલ્પાબેન નો અવાજ અનેરીનેં ઉઠાડવામાં સફળ થઈ ગયો.
શિલ્પાબેન:-. "અનેરી... અનેરી.. ઉઠ બેટા સૂરજ પણ રાહ જોઈ રહ્યો છે બારીએ".
અનેરી: "લે સવાર સવારમાં છોકરો પણ જોવા આવી ગયો".
શિલ્પાબેન:. "અરે સૂરજ છોકરો નહિ સૂર્યનારાયણ ભગવાન."!
અનેરી:-. "તો ઠીક(હસતાં હસતાં) તારું ભલુંપૂછવું."
શિલ્પાબેન:-. "મને તો લાગે છે કે તમે તારા માટે કરિયાવર માં સૌપ્રથમ એલાર્મ લઈ દેવો પડશે."
અનેરી:-. "મમ્મી સવારમાં આવી વાતો કરી મારી મજા ન બગાડ."
શિલ્પાબેન:-. "એવું નથી અનેરી હું તો ફક્ત તને એટલે ટોક ટોક કરું, કેમકે મારી લાડલી એકપણ બાબતમાં બીજાં કરતાં ઉણી ન ઉતરવી જોઈએ."
અનેરી:-. "સારું સારું હવે મારી વિદાયને યાદ કરી અત્યારે રડવા ન માંડતી પાછી".
શિલ્પાબેન:-. "બહુ સારૂ અત્યારના મને પણ કેવી વાતોમાં ચડાવી દીધી."
અનેરી:-. "મારે પણ મોડું થાય છે શિલ્પાબેન જલ્દી ચા બનાવી આપો ને."
શિલ્પાબેન (રસોડામાં ચા બનાવતા બનાવતાં) ખાલી કદમાં જ વધી ગઈ છે.હે ભગવાન ! મારી અનેરી માટે સમજુ છોકરો મળી જાય એટલે મારે શાંતિ."
ચિંતનભાઈ;- "અરે પાછું કઈ નવું સાંભળતી આવી?
શિલ્પાબેન:-" તમને એક વાત કહું?.'
ચિંતનભાઈ:-" ના પાડું તો નહિ બોલ?"
શિલ્પાબેન:- "શું તમે પણ."
(કવન હાથમાં મીઠાઈ લઈ ઘરમાં પ્રવેશે છે.)
કવન:-. "શું થયું અંકલ?"
ચિંતનભાઈ:-. "અરે થાય શું?, સવાર સવારમાં બીજું શું હોય? આ શિલ્પા શિખામણ ના પાઠ દેતી ઉઠાડવા જાય અને નવી ચિંતા નવા પ્રશ્નો લઈને નીચે આવે છે.
શિલ્પાબેન:- "ક્યારે આવ્યો બેટા? આ મીઠાઈ શેની?"
કવન:-. "આંટી ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયો અને આજે સાંજે જવાનું છે."
ચિંતનભાઈ:- "ધન્યવાદ કવન, ખુબ સરસ."
શિલ્પાબેન:- "કવન તો છે જ હોશિયાર."
અનેરી(સીડી ઉતરતા ઉતરતા):- "થેંક ગોડ ટોપિક તો ચેન્જ થઈ ગયો."
(બધા મીઠું મોઢું કરે છે)
અનેરી:- "કવન અહીં સુધી ધક્કો ખાધો જ છે તે કામ કરીશ? મને કોલેજ સુધી મુકી જઈશ?"
કવન:-". એક શરતે?"
અનેરી:-. "શું?"
કવન:-. "રસ્તામાં મોઢું બિલકુલ બંધ રાખવાનું,"
અનેરી:-. "લે વળી, હું ક્યાં કંઈ વધારાનું બોલું છું?
કવન:-. "ચાલ હવે જલ્દી કર તારી જેમ હું ફ્રી નથી મારે પણ જવાની તૈયારી કરવી છે.
(બંને જાય છે.)
ચિંતનભાઈ:- હવે બોલ શું કહેતી હતી તું?"
શિલ્પાબેન:- "આ કવન તમને કેવો લાગે?"
ચિંતનભાઈ:- "કેમ? સારો છોકરો છે.
શિલ્પાબેન:-"અનેરી માટે કેવો છે?"
ચિંતનભાઈ:-"મને પણ થોડા દિવસ પહેલા આ વિચાર આવ્યો હતો એટલે જ મેં તેને પૂછ્યું હતુ પણ અનેરી ને તો તું ઓળખે છે ક્યાં એ મનની વાત પણ કરે છે. તેને સામેથી જ મને કહ્યું છે કે પપ્પા મારે બે વર્ષનો સમય જોઈએ છે, ભલે તે ભણવાનું પૂરું કરી લે,પછી કઈ વિચારીએ."
શિલ્પાબેન:- "જેવી તમારી ઈચ્છા આમ છતાં આપણે પન્ના બહેન પાસે કવનને નોકરી મળ્યાનો આનંદ તો વ્યક્ત કરી આવીએ."?
ચિંતનભાઈ:- "હા એ પાકું."
કવન અનેરી ને કોલેજના ગેટ પાસે ઉતારી ને નિકળવા જાય છે ત્યાં તો અનેરી તેને રોકીને કહે છે.
અનેરી:-"એ મિસ્ટર મારી કોલેજ નથી જોવી?"
કવન;- જોવી નથી ,વાંચવું છે તારા સંસ્મરણો રૂપી ડાયરીમાં તારા શબ્દોમાં લખજે બધું.
અનેરી:- "હા"
કવન:- "ચાલ બાય."
અનેરી:-. " બાય"
કવન:- take care of yourself 😃
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
(ક્રમશ)