પિકનિક ની મોજ માણવા અને કુદરત ના ખોળે રમવા.. આજે શહેર થી દુર નદી કિનારે ફરવા આવેલા એક પરિવાર ને એક તે ડર સ્તાવી રહ્યો છે કે તે પરીવાર ના લોકો આજ પણ આ વાત ને ભૂલી શક્તા નથી...
રવિવાર ના દિવસે આખો પરિવાર શહેર થી દુર નદી માં ફરવા માટે ગયો હતો વર્ષો પછી આ ગામડાં ની સફર દાદા-દાદી, મમ્મી-પપ્પા અને બાળકો બધા પોતાના ફોટા મોબાઈલ માં લેતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા નદી ના પટ પર બાળકો ને પણ રમવાનીએ મોજ પડી ગઈ અને બાજુ માં સરસ મજા ની નદી ના કાંઠે આવેલ રિસોર્ટ પર રહેવાની સગવડ પણ થઈ ગઈ હતી.
બીજે દિવસે સાંજે બાળકો નદી ના પટ માં એડવેનચર ની ગેમો રમી રહ્યા હતા પણ ટીમ માં તો ત્રણજ જણા તેઓ ની નજર નદી માં રમતા ત્રણ બાળકો પર પડી તેઓ ત્યાં માટી નો ઘર બનાવી ઘર ઘર રમી રહ્યા હતા. તેઓ ને સાથે રમવાનું આમંત્રણ આપતા આ બાળકો રમવા જોડાઈ જતાં ઘર બનાવવા મદદ કરવાનું કહેતા તેઓ રમવા લાગે છે.
સાંજે રમ્યા બાદ બધા રિસોર્ટ પર જવા રવાના થયા કાલે ફરી મળશું અને તમારી માટે નાસ્તો અને ચોકલેટ લાવીશું નો પ્રોમિસ કરી બાળકો છુટા પડે છે.કાલે તમારો ઘર બનાવશું એમ કહી ત્યાં થી છુટા પડતા એક બીજા ને બાય કહે છે.
બાળકો રાજુ,લતા અને પ્રીત એ દાદા ,દાદી અને મમ્મી- પપ્પા ને મુનિર,રજા અને રોશની ની વાતો કરે છે.કાલે અમે પાછા એમની જોડે રમવા જશું...
મમ્મી પપ્પા સામે જોતા બોલી કાલે તો વહેલી સવાર માં આપણે પાછા જવાનું છે. માતાજી ના દર્શન કરી રાત્રે આપણે ઘરે પહોંચી જશું ...
બાળકો અરે...!!! તો અમે એ મિત્રો નું ઘર કેમ બનવશું
પપ્પા..ફરી આવશું ત્યારે બનાવી આપજે...
રાત્રે બધા આરામ કરી વહેલી સવાર માં કાર માં એ નદી પટથી નજીક ના રસ્તે બારે નીકળવાનું વિચારી પપ્પા ગાડી ત્યાંથી લઈ ને જતા હોય છે સવાર ના સાત વાગ્યા હશે ત્યાંજ બાળકો ની નજર એ બાળકો પર પડે છે. માટી થી તેઓ ઘર બનવતા હોય છે.પણ ગાડી તો પુરપાટ ત્યાંથી જતી રહે છે...
અને રાત્રે બધા ઘરે પહોંચે છે..
રાત્રે રાજુ ને એ બાળકો રડતા દેખાય બચાવ બચાવ ના આવાજો આવે છે.રાજુ ના શ્વાસ ફૂલી જાય છે. ..ડરતા ડરતા તેને તાવ આવે છે.ત્યાં જ લતા અને પ્રીત ની પણ એવીજ હાલત ત્રણે બાળકો ને હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવતાં
ડોકટરે બાળકો કંઈ નથી ગભરાઈ ગયા હોય તેમ વાતો કરે છે...
દાદા ને બાળકો ની વાત સમજાતી નથી એકજ કલાક માં આટલી ગાઢ મિત્રતા કેમ થઈ એ બાળકો થી ત્રણે બાળકો ના નામ ડાયરી માં લખી ને દાદા રિસોર્ટ પર ફોન કરી એ બાળકો ને અહીં લઈ અવવવાનું વિચારે છે..
દાદા તરત મોબાઈલ દ્વારા રિસોર્ટ પર ફોન લગાવે છે
ત્યાં નો વોચ મેન ફોન ઉપાડે છૅ. ખબર અંતર પૂછતાં દાદા છોકરા ઓ ના નામ આપતા કહે છે.તમે ઓળખો છો. વોચમેન ના પાડે છે..
દાદા મુંજાય છે..
રાજુ ની સાથે બાળકો ની તબિયત વધુ ખરાબ થવા માંડે છે.
દાદા ઘરે ચર્ચા કરી અને એ રિસોર્ટ પર પાછા જાય છે.
ત્યાં ગામ ના લોકો ને મળે છે. અને મુનિર, રજા અને રોશની ની તપાસ કરે છે.ગામના લોકો ની વાત સાંભળી ને દાદા સ્તબ્ધ થઈ જાય છે....
હિંમત કરી ને દાદા એ બાળકો ના ઘરે જાય છે.અને એ બાળકો ના મા-બાપ દાદાને બધી વાત વિસ્તાર પુર્વક કરે છે.
મા-બાપ રડતાં રડતાં બોલ્યા એ ઘર ઘર રમતા હતા ત્યાંજ એ માટી નો ભાગ ઉપર થી પડ્યો અને મારા ફૂલ જેવા સંતાનો નો શ્વાસ રોકાઈ ગયો ત્રણ દિવસે મળ્યા , રડતા રડતા દાદા ને એ જગ્યા પર લઇ જાય છે. દાદા એ જગ્યા પર જઈ બાળકો માટે લાવેલ નાસ્તો અને ચોકલેટો ત્યાં મૂકે છે...પરત ફરતા ની સાથેજ એ માટી નો ટીંબો ધડામ ભેર પડે છે.અને નાસ્તો બધો એ ત્યાં માટી માં દટાઈ જાય છે..
બાળક ના માતા પિતા દાદા સાથે શહેર માં આવે છે રાજુ,લતા અને પ્રીત માટે માટી ના ગામડાં ના રમકડાં આપે છે.અને મુનિર,રજા અને રોશની ની વાતો કરે છે. ફરી ગામે અવવાનું કહે છે. ધીમે ધીમે બાળકો ની તબિયત સુધરવા માંડે છે...
આજે પણ એ જગ્યા પર એ બાળકો ના માતા પિતા સવાર સાંજ જમવાનું અને નાસ્તો મુકવા જાય છે.અને પોતાના સંતાનો ને યાદ કરે છે..
આજ પણ દાદા ને પણ આ વાત નું વિચાર આવે તો પણ રડવા માંડે છે......