"અરે યાર... એવું નહિ કહેવા માંગતી!" સુજાતા પાસે હવે કહેવા માટે કઈ ખાસ હતું જ નહિ!
"ઓ મેડમ! આટલું સાફ સાફ કહીને પણ કહે છે કે આવું કહેવા નહિ માંગતી! તો જે કહેવા માંગે છે એ બોલ ને!" ધવલે એ સહેજ થતા કહ્યું.
"જો યાર... ફ્રેન્કલી કહું તો શું ત્યાં તારી કોઈ જીએફ છે?!" સુજાતા એ પૂછી જ લીધું કે જેની માટે આટલો બધો ડ્રામા કરતી હતી! એના દિલમાં ડર પણ હતો અને બેચેની પણ હતી.
"પ્યાર લાઇફમાં એક વાર જ થાય... એક જ વ્યક્તિ સાથે!" ધવલ જાણે કે કોઈ એક વાત તરફ ઈશારો કરી રહ્યો હતો અને સુજાતા ને એ વાત જાણવા ભારોભાર કહી રહ્યો હતો.
"શું મતલબ?!" સુજાતા એ પૂછ્યું.
"બાય ધ વે, સવાલ તો મારે પણ તને પૂછવો જોઈએ ને કે તુએ તો અહીં કોઈ બીએફ નહિ બનાવી લીધો ને?!" ધવલે એવી અદાથી કહ્યું જાણે કે એને શક જ નહિ પણ પૂરેપૂરું યકીન જ હોય કે એનો સો ટકા કોઈ બીએફ છે જ! ખુદ જાણે કે એ સવાલ એના પર એ મૂકીને ખુદનાં સવાલથી દૂર થઈ રહ્યો હતો.
"જો યાર... મારો કોઈ જ બીએફ નહિ!" એને એવી રીતે કરગરતા કહ્યું જાણે કે એને ભરોસો હતો કે એની વાત ધવલ માને જ નહિ!
"તને કેમ એવું લાગે છે કે હું ત્યાં જઈને બદલાય ગયો છું?!" ધવલે ધારદાર નજર કરતા પૂછ્યું.
"અરે બાબા..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ ધવલે કહ્યું - "જો એ તને પણ ખબર છે અને મને પણ કે ત્યાં ભલે હું તારાથી દૂર હતો પણ તેમ છત્તા હું તને રોજ કોલ કરતો હતો! આપને કલાકો વાતો કરતા જ હતા! ત્યાં થી પણ મારી દરેક ખુશીમાં અને તારા દરેક ગમમાં હું તો હતો જ!" ધવલ કહી રહ્યો હતો.
"જો હું તારી ઉપર કોઈ પણ આરોપ નહિ મૂકતી!" સુજાતા રડી રહી હતી. ગમે તે હોય પણ ધવલ એને આમ રડતા તો ના જ જોઈ શકે ને!
"જો તું યાર પ્લીઝ! રડીશ નહિ!" ધવલે એને ચૂપ થવા કહ્યું પણ ખુદ પણ રડી રહ્યો હતો! સમય જાણે કે એમની વચ્ચે એક અલગ જ દુશ્મન ભાસી રહ્યો હતો.
સમયની સાથે ઘણાં ઘા રૂઝાઈ જતાં હોય છે, પણ અમુક ઘા તો જાણે કે સમય ખુદ જ બનાવી આપતો હોય છે ને?! હા જ તો વળી, યોગ્ય સમય પર ના થઈ શકતી વાત જ તો આગળ જઈને કોઈ મોટા ઝઘડાનું કારણ પણ તો બની જાય છે ને?! સમય હંમેશાં ખુશ કરે એવું જરૂરી નહિ, સમય અમુકવાર પરીક્ષા પણ લેતો હોય છે. પ્યારની દોરી તો જનમો જનમ સુધી અકબંધ જ રહેતી હોય છે, પણ બસ અમુકવાર એના પર વીતેલાં સમયની ધૂળ જામી જતી હોય છે.
અમુક સબંધો પણ જુના થયા પછી વધારે ગાઢ અને દૂર ગયાં પછી વધારે જ નિકટનાં થઈ જતાં હોય છે. દુરી હંમેશાં દુઃખનું કારણ જ હોય એવું જરૂરી નહિ. અમુકવાર દૂરી જ દૂર ગયેલાં સંબંધોને પાસે લઈ આવે છે.
વધુ આવતા અંકે
આવનાર એપિસોડસમાં જોશો: "તને તો તારી ગીતા યાદ આવે છે... હે ને?!" એને એવી રીતે કહ્યું જાણે કે એના પોતાના પતિ સાથે કોઈ બીજી છોકરીને ના જોઈ ગઈ હોય!
"જો અમારી બંનેની વચ્ચે કઈ જ નહિ! ઓકેકે!" ધવલે એને સમજાવવા ચાહ્યું.
"હા... એ તો ખબર ને મને! એને કેવું તને બધા વચ્ચે કહેલું કે આઇ લવ યુ!" સુજાતા ના ગુસ્સામાં હવે લાગણીની ભીનાશ પણ આવી ગઈ હતી.
"જો એને મને કહેલું આઇ લવ યુ! મે થોડું એને આઇ લવ યુ કહેલું!?!" ધવલે એને યાદ દેવડાવ્યું.