બીજે દિવસે સવારે સુલતાન તેમનું સુલતાન પણુ ભૂલી જાય છે અને સન ને ફોન કરી ને પૂછી લે છે કે તૈયાર થઈ ગયા, મિસ્ટર સન?
સન કહે છે બસ મારા કક્ષ ની બહાર જ નીકળું છું.અને બંને મિત્રો પોત પોતાના કક્ષની બહાર એક સાથે નીકળે છે.
ગેસ્ટ ગાર્ડ સન ને હાથનો ઇશારો કરીને કહે છે આ બાજુ સર, એટલે સન તે દિશા માંં ચાલવા લાગે છે.અને પાંચ મિનિટના વોકિંગ distance પછી સુલતાન સન ને સામે આવી ને કહે છે ,ગુડ મોર્નિંગ મી સન.
સન પણ તેના સ્ટુડિયોમાં જ લટાર મારતો હોય તેમ કેઝયુઅલ સ્ટાઇલમાં ચાલતા ચાલતા સુલતાન ને કહેે છે સેમ ટુ યુ મિસ્ટર સુલતાન.
સુલતાન સન ની બાજુમાં ચાલતા ચાલતા તેને પૂછેેે છે રાત કેવી રહી મિસ્ટર સન?
સન પણ સુલતાન ની સામેે જોયા વગર ટટ્ટાર ચાલેે બીજી જ સેકન્ડ જવાબ આપી દે છે , મિત્રને ત્યાં જેવી વીતે તેવી!!
સુલતાન ભાવવિભોર થાય છે.
અને બંને મિત્રો ગેસ્ટ સ્પેશિયલ ડાઇનિંગ ટેબલ પર પહોંચે છે.
કેમકે એ ટેબલ ગેસ્ટ સ્પેશિયલ ટેબલ હતું એટલે તેમાં મહેમાનને મુખ્ય ખુરશી (Central chair) આપવામાં આવતી હતી અને મેઝબાન ગૌણ ગણાતા હતા. એટલે સુલતાન લોન્ગ પેરેલલ વાળી કોર્નર ચેર પર બેઠા છે અને સન સિંગલ પેરેલલ વાળી સુલતાન ની બાજુની ચેરમાં બેઠો છે.
સુલતાને આખા ટેબલ પર નજર નાખી અને ૧ સીલી મિસ્ટેક જોઇને તેમના મગજનો પારો છટકે છે. તેઓ જુએ છે કે ટેબલ પર બીજી બધી જ ચેરની સામે ડીશીસ મૂકેલી છે બસ, તેમના ટેબલ પર જ ડીશ નથી મૂકી.
સુલતાન ગુસ્સા થી ભરેલી લાલ આંખ થી ટેબલ ગાર્ડ ની સામું જુએ રાખે છે.
ટેબલ ગાર્ડ સુલતાન ની પાસે જઈને નિર્ભય થઈને કહે છે આ જગ્યા મીસટર સન ની આપેલી પ્રેઝન્ટ મુકવા માટે ટેમ્પરરી ખાલી રાખી હતી જે હું હમણાં જ મંગાવું છું. ટેબલ ગાર્ડે તાલી પાડી અને ગોલ્ડન ટ્રે ની અંદર સન નો ઉપહાર સંપૂર્ણ સન્માન સાથે સુલતાન ની સામે મૂકવામાં આવે છે.અને તેનું અનાવરણ કરવામાં આવે છે.ટેબલ ગાર્ડ હવે સુલતાન ના હાવભાવ વાંચવામાં વ્યસ્ત થઈ ગયો છે. આમ તો તેને આવા ઉપહાર ના નિમિત્ત બનવા બદલ લાલચ પણ આપ ઉત્પન્ન થવી જોઈએ કે સુલતાન ભેટ જોઈને મને ઈનામ જરૂરથી આપશે. પરંતુ તેને લાલચ ના થઈ કારણ કે તેણે તેની બુદ્ધિને 786 ની ખિદમતમાં લગાવી દીધી હતી.
સુલતાને ઈસ્લામિક ટ્રેડિશન વાળુ નક્શીકામ અને તેની અંદર ભરવામાં આવેલી આઇવરી ને જોઈને સુબ્હાન અલ્લાહ સાથે જ્વેલરી બોક્સ પર તેના બંને હાથ ફેરવ્યાં.
સુલતાને ઇમોશન્સ સાથે બોક્સ ખોલ્યું અને બોક્સના ડોર ની ઇનર સાઈડ પર કશુક તેમને ઉર્દુ માં લખેલું વંચાયું. તેમણે બોક્સ ને હાથમાં લીધું અને ઉર્દુમાં બોલવા લાગ્યા. 12 કુરાન in front of me is equal to one હજ. સુલતાન આ વાક્યની નીચે વાઈટ ગોલ્ડથી લખેલું આમીન બોલવા જાય તે પહેલાં જ તેમની આંખમાંથી અશ્રુ એક બિંદુ સરી ચૂક્યું હતું.અને તેઓ બોલ્યા ,આમીન.
સુલતાને બોક્સ ને ટેબલ પર મુક્યું અને તેમની આંખ લુછતા લુછતા બોલ્યા મીસ્ટર સન આ પેપરમાં શું છે!!
સને પણ સુલતાન ને તેમની ભાવનાઓને માન આપવા વાળા હાવભાવથી કહયું તમે જાતે જ ખોલીને જોઈ લો.
સુલતાને પેપર ખોલીને વાંચવાનું ચાલુ કર્યું અને તેમણે ત્રણ શબ્દો વાંચ્યા. નૂરે જેહાદ ,હઝરતી નમાઝ અને ઇબાદત એ ત્રણ શબ્દો વાંચતા વાંચતા જ સુલતાન ના અંતઃકરણમાં એક અનોખી વેદના એ જન્મ લીધો.કે જે યોજના એમને ત્યારે થતી હતી ત્યારે તેઓ નમાજ પઢતા હતા.