પરંતુ અહિં ursula વારંવાર તેનો હાથ પકડી ને તેને પાર્ટીઓમાં લઈ જતી હતી જ્યાં મિલી તેના ભરપેટ વખાણ સાંભળતાં પણ થાકતી નહોતિ. આ દૌરાન માં મિલી એટલી બધી એન્ગેજ થઈ ગઈ હતી કે સને તેને બે થી ત્રણ વાર કેટ સિમ્બોલની સફળતાના અભિનંદન વાળા મેસેજ મોકલ્યા હતા પરંતુ મિલી અતિ વ્યસ્તતાને કારણે સન ને રીપ્લાય પણ નહોતી આપી શકી.અને સન તેને એઝ ઑલ્વેસ like સમજતો રહ્યો. સન વધારે માનસિક રીતે દૂર થવા લાગ્યો અને જે કંઇ અસર બચી હતી તે સન ના અહંકાર અને તેના પ્રયત્ન એ પૂરી કરી દીધી.આનુ પણ એક જ પરિણામ આવ્યું મીલી વધારે ને વધારે જાગૃત થવા લાગી. સન ની પ્રત્યેક નફરત વખતે મિલીની વેદના મા વધારો થતો.અને અલ્ટ્રા ગ્લેમર ની દુનિયામાં પણ મિલી બે-ત્રણ સેકન્ડ માટે મૌન થઈ જતી હતી.અને સમજી શકતી હતી કે, I am losing something.
આ બાજુ સન જાણે છે કે હું ગલ્ફ માં જે પાંચ દિવસ વિતાવવાનો છું તે મારી વૃદ્ધાવસ્થાના બીજા ૫૦,૫૦ દિવસ મને આનંદથી પસાર કરાવી આપવા માટે પર્યાપ્ત બની રહેશે.એ પાંચ દિવસ એટલા ભવ્યાતિભવ્ય હશે.
સન હવે સાચા મિનીગ માં સ્વીકારી રહ્યો છે કે જીવનમાં ક્યારેક રુટિન્સ અને કેજ્યુઅલ થી ડાઇવર થવું જરૂરી હોય છે.એ વિના આપણા જ કર્તવ્યો અને આપણા જ કામો આપણને બોજારૂપ લાગતા હોય છે. સન હવે પુરી દિલચશ્પી થી પ્લેનેટ ગ્રીન સાથે કામ કરવા માગે છે.અને અફકોર્સ વિથ ડેડીકેશન ટુ.
સન જાણે છે કે સ્ટંટમેન અને કોમેડિયનો નો યુગ લગભગ સમાપ્ત થઈ ગયો છે. હવે મેઈન પર્સન પણ કોમેડી કરીને બોક્સ ઓફિસ ફાડી નાખે છે અને મેઈન કેરેક્ટર સ્ટંટ કરીને બોક્સ ઓફિસ ફાડી નાખે છે. બધું વન મેન શો અથવા all-in-one જેવું થઈ ગયું છે.અને તેમાં તેના આ 70ના દશકની ના હીરો વાળો ઈગો અને હઠાગ્રહ એ ક્યાં સુધી ચાલે તે સન બરાબર સમજી શકતો હતો. પરંતુ સન નહોતો જાણતો તો બસ એક જ વાત કે બહુ જ ઓછા લોકો હોય છે જેમને ril અને રિયલ લાઇફમાં બંનેમાં હિરો બનવાનો મોકો મળતો હોય છે.અને હીરો પણ એવો તે જે ૩૦ વર્ષ જૂના બધા જ કન્ફ્યુઝનો ને એક જ ઝાટકામાં દૂર કરી શકે. અને સન આવી જ અજાણતા ના હાવભાવ અને વાતાવરણમાં ફર્યા કરતો હતો,એ ખરેખર જ અજાણ હતો કે તે રિયલ હીરો બનવા જઈ રહ્યો છે.
આ બાજુ પ્લેનેટ ગ્રીન વાળા એડમિનિસ્ટ્રેટિવ માંધાતાઓ સન ને ચેસ ટ્રેપ ઉપર પોઝીટીવલી વજીરે આઝમ કાઈન્ડ માં ડ્રો કરવા લાગયા છે.એ લોકો purely પ્રોફેશનલ છે એટલે તેમની રીતે જ વિચારવાના પરંતુ એક ઈમોશનલ માણસને સન ની આવી કથની સંભળાવીએ તો એ એક જ સેકન્ડમાં જવાબ આપી દે કે આમાં તો સન હીરો બની જશે.સન ક્યારેય પણ તેના બંને દીકરાઓને સામે ચાલીને ફોન નથી કરતો, બસ તેમને જ પિતાની યાદ આવી જાય તો તેઓ સામે ચાલીને જ સન ને ફોન કરી દેતા.આના થી વધારે સન અને તેના પુત્રો વચ્ચે એક્સપેક્ટેશન જેવું કશું જ ન હતું.
અને એટલે પણ સન મિલી ને થોડીક ધિક્કારે, તેમાં ખોટું પણ કશું નથી.અને આજ સ્થિતિ મિલી ની પણ છે.એ શરૂથી જ સન ને પસંદ કરતી હતી, પરંતુ એના women orientation ના ઈગો એ એક જ જિદ્દ આપી કે બસ, એક જ વાર પાંચ ફૂટની છલાંગ મારીને મને દેખાડી દે , હું તને વરી જઈશ. પરંતુ સને આ વાત ઉપર ક્યારેય લક્ષ્ય જ નહોતું આપ્યું.એટલે મિલી પણ સન ને તેટલો જ ધિકકારતી હતી.અને તેમા ને તેમાં જ બંને એ તેમના રંગ બી રંગી 30 વર્ષ હોમી નાખ્યા.અને મિલી જાગી તો પણ ત્યારે જાગી કે જ્યારે હવે સન તેને ભૂલી રહયો છે.