last look in Gujarati Adventure Stories by Falguni Shah books and stories PDF | છેલ્લી નજર

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

છેલ્લી નજર

જગન છેલ્લા કેટલાય દિવસોથી અકળાયેલો ફરતો .નાસીપાસ લાગતો ને હતાશામાં ઘેરાયેલો લાગતો હતો. કોઈ ને ના કહેવાય કે ના સહેવાય એવી દુવિધામાં એણે લગભગ એક મહિનો પસાર કર્યો.
આખીયે દુનિયામાં એ પોતાની જાતને નિ:સહાય જોઈ રહ્યો હતો.જીવવાની કોઈ જ કારી ફાવતી નથી, જ્યારે પોતાનો સમય સારો ન હોય ત્યારે એ વાત એને છેલ્લા છ મહિનામાં સમજાઈ ગઈ હતી.
એકવાર જીવન તમને જાકારો આપે ને પછી કોઈ તમને આવકારો નથી આપતું. આવા કેટલાય અનુભવી વિચારો થી ત્રસ્ત થઈ ગયો હતો જગન.

ઘણીયે કોશિશ ને મનોમંથન કર્યા પછી પણ એ પોતાની જાતને સંભાળી ના શક્યો.અસંખ્ય પ્રયત્નો પછી પણ એ એના મનનાં વિચાર યુદ્ધ ને ખાળી ના શક્યો. ને મોત એ જ કલ્યાણ નો સંકલ્પ કરીને નર્મદા કેનાલનાં કિનારે ગાડી પાર્ક કરી ને ઉભો રહ્યો.

ત્યાં ફરી પાછું એ જ મનમાં વિચારોનું ધમાસાણ શરૂ થયું.
અણગમતી છોડી દીધેલી નોકરી, મનગમતો શરૂ કરેલો ધંધો, એનાં માટે વ્યાજે લીધેલા રૂપિયાની લોન, એની પઠાણી ઉઘરાણી , મા-બાપ ની લાંબી બિમારીનાં ખર્ચા , છોકરાઓને ભણાવવાની ગજા બહારની ફીનું બજેટ , કોરોના ની કારમી થપાટ , એકલા પર ધરનો બધો બોજો , નિષ્ફળ ભૂતકાળ , નિરાશ વર્તમાન અને અંધકાર ભવિષ્યનાં વિચારો એ એનો પીછો ના છોડ્યો તે ના જ છોડ્યો.

બસ એણે આત્મહત્યા કરવા માટે મનને મક્કમ કરી લીધું ને ધસમસતી કેનાલમાં કૂદી પડવામાં જ એને જીવનની સાર્થકતા લાગી.
એણે મુઠ્ઠી વાળીને આંખો બંધ કરી ને પોતાની જાતને મારવા માટે ‌ઈશ્વર પાસે માફી માંગી. ને કૂદકો મારવા આખાયે શરીરનું ગુરૂત્વાકર્ષણ કેનાલ તરફ ધકેલવા માટે આકરો થયો ત્યાં જ એના હૃદયે અટકીને આદેશ આપ્યો કે ," લાવને મરતાં પહેલાં છેલ્લી વાર એક નજર ભરીને મારા પરિવારને જોઈ તો લ‌ઉં"..!!
એટલે એણે તરતજ એનાં વોલેટમાં રાખેલો સપરિવાર નો ફોટો આંસુ ભીની આંખે એકીટસે જોઈ રહ્યો.
કેટલો સુંદર હતો એ ફોટો..!! ઘરનાં બધાં એને કેટલો બધો પ્રેમ કરતા હતાં..!!ને એ પણ બધાને અત્યંત ચાહતો હતો..!!

એની મમ્મી નો તો ઈ જીવ છે. ને નાની દિકરી મિની તો એનાં વિના ઉંઘતી જ નહીં. ને પથારીવશ પપ્પા તો ભગવાન નાં માણસ. પ્રેમાળ પત્ની નમિતા . બધાં જ એક જ સેકન્ડ માં નજર સમક્ષ આવી ગયા.

ને ત્યાં જ એનાં અંતર આત્મા એ પોકાર કર્યો કે, "ઓ કાયર , તું તો પડીને મરી જ‌ઈશ ને આ તકલીફની જિંદગીમાં થી ઉગરી જ‌ઈશ. પણ, તારે ભરોસે જીવનારા આ નિર્દોષ જીવોનું થશે.? પછી એમનું કોણ? એમનો આધાર કોણ? એ લોકોને
સહારો કોણ આપશે.? આ સ્વાર્થી દુનિયામાં એ બધાને કોણ સાચવશે?
અરે, અહીં પડીને મરવા કરતાં જા, પાછો જા.ને મરદ માણસ બની ને જિંદગીને વ્હાલી કર. , એની તકલીફો સાથે બાથ ભીડીને તકદીર માં ફેરવી નાખ.
સુખદુઃખ તો વાદળાં જેવા છે , આવતાં- જતાં રહે. એમ કાંઈ પડતાં થોડાંક ને મૂકવા અહીં આવતું રહેવાય..!! ને ધાર કે જો તારે વધારે જીવવાનું નસીબે લખાયું જ છે તો આ પડતું મૂક્યા પછી એય તું નહીં મરે ને જીદંગી આખી એ કાળી ટીલી માથે લઈ ને ફરીશ ને તો વધારે ભૂંડો લાગીશ. મરદ તરીકે જન્મ્યો છે તો હવે મરદ બનીને જીવી જાણ જા.

એનાં કરતાં મરવાનું માંડી વાળીને નવેસરથી સુખી જીવનનો એકડો માંડવાની તું શરૂઆત કર જા."
ને તરતજ જગને આત્મહત્યાનો ક્ષુલ્લક વિચાર એજ કેનાલમાં ફેંકી ને પ્રબળ જીજીવિષા સાથે લ‌ઈને ઘર તરફ જવા હરખભેર કાર હંકારી મૂકી..!!
-ફાલ્ગુની શાહ ©