બીજા દિવસથી જ, એમની સહેલી કુંતલ, જે એક પીઢ કાઉન્સેલર છે એમની પાસે એમણે ન્યારા ને લઇ જવા માંડી. દશ એક દિવસ ના sessions પછી ન્યારા અગિયાર મી રાતે વચ્ચે ઉઠ્યા વગર નિરાંત થી સુઈ શકી. જે ઘટના બની ગઈ એને તો હવે નહિ બદલી શકાય પણ એને વિશ્વ સાથે રહેવાનું છે અને એ એનો વર્તમાન અને ભવિષ્ય છે. એને જેટલું દુઃખ પોતાના શીલ સાથે થયેલ અપમાન નું છે એટલું જ દુઃખ એ વાત નું છે કે એનું અને વિશ્વ્ નું જીવન આ ઘટના એ બદલી નાખ્યું. કેટલો પ્રેમ હતો બન્ને વચ્ચે અને હવે એક બીજા સાથે વાત કરવાનું પણ ટાળે છે. પણ શું તેમનો પ્રેમ હજી જીવીત છે ? શું હજી એ લોકો એક બીજા ને સન્માન આપે છે , એક બીજા ની સાથે જીવવા માંગે છે? શું વિશ્વ્ એને હજી પોતાની પત્ની તરીકે નું માન અને પ્રેમ આપી શકશે?
આ sessions માં થયેલ વાત તો counselor ડિકલેર ના કરી શકે પણ ઉર્મિલા બહેન ના પૂછવાથી એમ ને કહ્યું કે હું વિશ્વ નું પણ counselling કરવા માંગુ છું. એટલે ઉર્મિલા બહેન સમજી ગયા કે ન્યારા ફક્ત પોતાના શીલ ભંગ ની વેદના થી નહિ પણ પોતાના પતિ ના પ્રેમ ને ખોવાની વાત ને લઈને પણ પરેશાન છે. વળી ન્યારા જયારે જયારે ઊંઘ માં થી ઉઠીને બેઠી થઇ જતી ત્યારે ઉર્મિલા બેન એને આશ્વાસન આપતા, એનો ખભો પંપાળતા અને એને કાળજી પૂર્વક સુવડાવતા. જયારે જયારે આમ થતું ત્યારે ત્યારે થોડી વાર પછી એમણે વિશ્વ્ નો પડછાયો દેખાતો , એમને એમ લાગતું કે વિશ્વ પાણી લેવા ઉઠતો હશે પણ ૩/૪ દિવસ ધ્યાન થી જોતા સમજાયું કે કદાચ વિશ્વ પણ એ ઘટના થી બહાર નથી આવ્યો. એ પણ હજી ત્યાં જ અટકી ગયો છે અને રાત્રે એ પણ ઉઠી જાય છે.
વિશ્વ ના counselling સેશન પછી એટલું સમજાયું કે ન્યારા અને વિશ્વ્ એકબીજા ને ખુબ પ્રેમ કરે છે અને બંને આ પરિસ્થિ માં પોતપોતાનો વાંક જોઈ રહ્યા છે. અથવા કહો કે પોતાની ખામી જોઈ રહ્યા છે. વિશ્વ્ ને દુઃખ છે કે એ ન્યારા ને બચાવી ના શક્યો જયારે ન્યારા આટલી ભણેલી હોવા છતાં એમ વિચારે છે કે એ હવે વિશ્વ્ માટે લાયક નથી રહી,એના કોઈ વાંક ગુના વિના. વિશ્વ્ હવે એને સ્વીકારી નહિ શકે. પણ હકીકત એ હતી કે ના વિશ્વ ન્યારા માટે એવું વિચારતો હતો,ના ન્યારા વિશ્વ્ ને પોતાને ના બચાવી શકવા માટે જવાબદાર ગણતી હતી.
બંને એક બીજાની સખત ચિંતા કરતા હોવા છત્તા, એક અણસમજ ના લીધે એકબીજા થી દૂર થઇ રહ્યા હતા. ન્યારા અને વિશ્વ આ ઘટના માં સંજોગો ને લીધે એક બીજા પરથી વિશ્વાસ ખોઈ બેઠા હતા. એમને પોતાના પ્રેમ પર થી ભરોસો ઉઠી જાય એ હદ સુધી આ ઘટના એ એમને અલગ કરી દીધા હતા. એક દિવસ પછી બંને એ જોબ પણ શરૂ કરી. પંદર દિવસ એમ ને વર્ક ફોર્મ હોમ કામ કર્યા પછી હવે એમ ને ઓફિસ જવાનું પણ શરૂ કરી દીધું હતું. હવે sessions પણ પુરા થઇ ગયા હતા. ઊંઘ તો આવી જતી હવે પણ હજી પણ ઉર્મિલા બહેન અને ન્યારા એક રૂમ માં સુતા અને વિશ્વ અલગ રૂમ માં સૂતો. બંને હજી પણ એક બીજા સાથે વાત કરવાનું ટાળતા . હા, એક બીજા ની કેર કરતા એક બીજા ની નજર ચોરાઈને જોઈ પણ લેતા પણ ક્યાંક કંઈક એમને ખટકતું હતું. નજીક આવવા માટે રોકતું હતું.
પહેલા જોબ પર પહોંચવા માટે થતો સમય એમ નો " અમારો સમય " હતો. બંને રોમેન્ટિક નંબર્સ સાંભળતા ઓફિસ માટે આવન જાવન કરતા,પણ હવે ભાગ્યે જ કોઈ બોલતું. બંને ઓફિસમાં પણ એકલા એકલા રહેતા.કોઈ ની સાથે હળતા મળતા નહિ. વીકેન્ડ પર થતા મૂવી અને લોન્ગ ડ્રાઈવ તો હવે સપના જ થઇ ને રહી ગયા હતા. અરે કોઈક વાર વિશ્વ્ ને મોડું થાય તો ન્યારા એકલા ટેક્સી માં પણ ન જતી અને દસ- દસ મિનિટ ફોન કરીને ઘરે જવા માટે કહેતી. એને ૮ વાગ્યા સુધી ઘરે ના પહોંચાય તો એટલી બધી બીક લાગતી કે ગાડી ના હોર્ન થી પણ બી જતી.
થોડા દિવસ બંને ની વર્તણુક અને એક બીજા માટે ની ચિંતા છતાં એકબીજા સાથે ના અબોલા જોઈને ઉર્મિલા બેન ને સમજાઈ ગયું કે આ બંને ની વાતચીત કરવી જરૂરી છે. એમ ને ન્યારા ની મમ્મી ની મદદ લેવાનું નક્કી કર્યું. એમણે ન્યારા ના મમ્મી વર્ષા બેન ને ફોન કર્યો અને ન્યારા વિશ્વ્ ના ઘરે બોલાવ્યા.
વધુ આવતા અંકે..............