The test of love in Gujarati Love Stories by Jay Pandya books and stories PDF | કસોટી પ્રેમની

Featured Books
Categories
Share

કસોટી પ્રેમની

કસોટી પ્રેમની

અંકિત નદી કિનારે ઉભો હતો. તે ખુબ સુંદર છે. અને પાછળથી એક અવાજ આવે છે. બચાવ બચાવ અને અંકિત પાછળ ફરીને જુએ છે તો એક બાળક ત્યા નદીમાં તણાતું હતું. અને તે જોઈને. અંકિત તરત પાણીમાં કુદે છે. અને પેલા બાળકને ડૂબતો બચાવી લે છે. અને તે બહાર આવે છે. ત્યારે તે બાળકના પેરેન્ટ્સ અંકિતના વખાણ કરે છે. અને કહે છે. વાહ થૅન્ક્સ તમે અમારા બાળકને બચાવી લીધો. અને ત્યાં થોડા માણસો આવીને અંકિતને કહે છે કે તું તો બહુ બહાદુર છે. સરસ તે એમના બાળકને બચાવી લીધો. અને અચાનક એક મોટો અવાજ પાછળથી આવે છે કે સાંભળો ' આ માણસે કોઈ મોટા કામ કરીને મીણ મારી નાખ્યું નથી. સૌને સાચી હકીકત શુ છે તે હું જણાવું છું. આ બાળકને આણે કઈ બચાવ્યો નથી. ખરેખર તો આ બાળક ડૂબતો ન હતો. પણ છીછરા પાણીમાં તેનો પગ ફસાઈ ગયો હતો. અને નીકળતો ન હતો. અને આ માણસે તેને તેડીને બહાર કાઢી આપ્યો. તેમાં નવું શુ છે? મારી વાત સાચી લાગતી ન હોય તો પૂછો આ ચાઈલ્ડને. ' અને બાળકના પેરેન્ટ્સ પૂછે છે ત્યારે બાળક કહે છે કે આ દીદી સાચું કહે છે. પછી અંકિતને બધા જ ઉભેલા લોકો મહેણાં મારે છે કે આ તો કઈ બોલતો પણ નથી. અને વગર મહેનતના વખાણ સાંભળે છે. ચાલો અહીંથી. અને પછી બધા ચાલ્યા જાય છે. પછી સાક્ષી પોતાની ફ્રેન્ડ સાથે ઊભીને ત્યાં હસ્તી હોય છે. તે જોઈ અંકિત ચિડાવા લાગે છે. અને તેની પાસે જાય છે.

અંકિત - શુ મળી ગયું તને આ બધું કરીને?

સાક્ષી - ખુબ મજા આવી ગઈ.

અંકિત - ખોટું શુ કામ બોલી કે મેં કાંઈ જ નથી કર્યું?

સાક્ષી - તારા વખાણ મારે સાંભળવા ન હતા એટલે.પછી સાક્ષી પોતાની ફ્રેન્ડ સાથે અંકિતની મજાક કરતી કરતી નીકળી જાય છે.

અંકિત - આ છોકરીને જોયા પછી મને એવુ લાગ્યું કે જાણે હું તેને વર્ષોથી જાણુ છું. અને મને તેના પર જરાય ગુસ્સો ન આવ્યો. આવુ કેમ? અને પછી તો અંકિતના મગજમાં સાક્ષી દોડવા લાગે છે. અને તેના વિચારોમાં અંકિત ખોવાઈ જાય છે. તે મનમાં વિચારે છે કે બીજી વખત મારે સાક્ષીને મળવું છે. અને બીજા દિવસે અંકિત બજારમાં વસ્તુ લેવા નીકળે છે. અને તે અચાનક એક છોકરી સાથે ભટકાય છે. અને પાછળ ફરીને જુએ છે તો તે છોકરી બીજી કોઈ નહિ પણ સાક્ષી છે. અને બંને એકબીજા સામું જોઈ રહે છે. થોડી વાર પછી.

અંકિત - હાય.

સાક્ષી - હાય.

અંકિત - હાવ આર યુ?

સાક્ષી - ફાઈન એન્ડ યુ?

અંકિત - ફાઈન.

સાક્ષી - તે દિવસ માટે આઈ એમ રીઅલી સોરી.

અંકિત - ઇટ્સ ઓકે ચાલ્યા કરે એમાં શુ થઈ ગયું?

સાક્ષી- તને જરાય ખોટું લાગ્યું નથી?

અંકિત- ના તેમાં ખોટું શુ લગાડવું.

સાક્ષી - થૅન્ક્સ. તો આજથી આપણે ફ્રેન્ડ્સ.

અંકિત - હા પાકું
.
અને પછી તો બંને પાકા ફ્રેન્ડ બની જાય છે. અને વારંવાર મુલાકાત શરૂ થાય છે. અને બંને વચ્ચે જાણે એક અલગ પ્રકારનું કનેકશન બંધાઈ ગયું. અંકિત અને સાક્ષી બંને એકબીજાના વિચારોમાં ખોવાઈ જાય છે. આ બધું શુ બની રહ્યું છે તેમને સમજાતું નથી. પછી બંને વિચારે છે કે મનની વાત આજે કહી દેવી છે. બંને પહેલા મેસેજ અને પછી ફોનથી વાતચીત કરી મળવાનું નક્કી કરે છે. અને એકબીજાને આતુરતાથી મળે છે.

અંકિત - મારે કંઈક કહેવું છે.

સાક્ષી- મારે પણ કંઈક કહેવું છે.

અંકિત - ચાલ લેડિઝ ફર્સ્ટ.

સાક્ષી - ના પહેલા તું કહી દેં.

અને બંને વચ્ચે થોડી વાર ધડ થઈ જાય છે. પછી બંને શાંત થાય છે.

અંકિત - સાક્ષી હું તને પ્રેમ કરું છું.

સાક્ષી - હું પણ તને ખુબ પ્રેમ કરું છું.

અંકિત સાક્ષીને તેડી લે છે. પછી બંને ખુબ જોરથી હસવા લાગે છે. પછી બંને પોતાના પરિવાર સાથે બધી વાત કરે છે. અંકિત ચોપરા ઇન્ડસ્ટ્રીઅલનો M. D. છે. જયારે સાક્ષી શાહ ઈન્ડસ્ટીઅલમાં જવેલરી ડિઝાઇનર છે. બંને પૈસે ટકે સુખીઅને સમૃદ્ધિવાન છે. પછી બંનેની ફેમિલી બધી બાબત માટે પરવાનગી આપે છે. અને બ્રામ્હણને બોલાવીને સારું લગ્ન મુહર્ત જોવડાવવામાં આવે છે. અને લગ્નની તારીખ નક્કી થાય છે. અને બંને કોર્ટ મેરેજ સાવ સાદગીથી કરે છે. બંનેનું ગ્રહસ્થ જીવન શરૂ થાય છે. સૌ સુખી સંપન્ન રીતે રહે છે. pan કહેવાય છે ને કે સુખમાં ગ્રહણ ઝડપથી લાગે છે. અચાનક અંકિત પર તેના ફ્રેન્ડ સંજયનો ફોન આવે છે.

અંકિત - હાય સંજય હાવ આર યુ બહુ સમય પછી યાદ કર્યો. અને તું મેરેજમાં કેમ ન આવ્યો?

સંજય - સોરી યાર બીઝી શેડ્યૂલના કારણે સમય ન મળ્યો પણ હું જયારે ત્યાં આવીશ ત્યારે તારા ઘરે તને અને ભાભીને મળવા આવીશ ચોક્કસ.

અંકિત - ઇટ્સ ઓકે બોલ બીજું શુ ચાલે?

સંજય - હમણાં બીજી તો શાંતિ છે પણ નવરાશ મળતી નથી.

અંકિત - સાચી વાત છે ભઈ. બધાની લાઈફ બીઝી શેડ્યૂલવાળી છે.

સંજય - હવે મારાં ભાભીનું નામ તો કે ભઈ તેમનો ફોટો બતાવ.

અંકિત - બેગમાંથી ફોટો કાઢી સંજયને બતાવે છે. અને સંજય તે ફોટો જોઈ આશ્ચર્ય પામે છે.

સંજય - આ અંકિતના વાઈફ છે. અંકિત આમને સારી રીતે જાણતો હશે ખરો કે નહિ? તેના મનમાં અનેક પ્રશ્ન ઉદભવવા લાગે છે.

અંકિત - સંજય, સંજય, સંજય એમ ત્રણ વાર બોલે છે.

સંજય - હા ભઈ બોલ

અંકિત - ક્યાં ખોવાઈ ગયો ભઈ?

સંજય - કઈ નહિ ભાઈ એક સવાલ પૂછું તને તો તું ખોટું તો નહિ લગાડીશ?

અંકિત - ખોટું શુ લગાડવું બોલને ભાઈ.

સંજય - તું ભાભી વિશે બધું જ જાણે છે?

અંકિત - હા કેમ?
સંજય - નહિ બસ એમ જ પૂછતો હતો. તો તો પછી ભાભીના ફાઇનાન્શ્યલ પ્રોબ્લેમ વિશે તને ખબર હશે કે તેમની કંપની કેટલી ફડચામાં ગઈ હતી. અને માંડ માંડ બચી છે.

અંકિત - હા એમ માત્ર વાત છુપાવી દેવા કહેછે.

સંજય - ઓકે બાય.

અંકિત - બાય

પછી અંકિત આખો દિવસ વિચારો કરવા લાગે છે કે સાક્ષીએ આજ સુધી મને કેમ કઈ કહ્યું નહિ હોય? તે સાંજે ઘરે આવીને જમી લીધા પછી અંકિત અને સાક્ષી બેડ રૂમમાં આવે છે. બંને બેડ પર બેસે છે. અને પછી અંકિતને ચિંતામાં જોઈ સાક્ષી કહે છે શુ થયું અંકિત?

અંકિત - એ મારે તને પૂછવું જોઈએ.

સાક્ષી - હું કઈ સમજી નહિ.

અંકિત - સાક્ષીના હાથમા હાથ મૂકીને પૂછે છે કે સાક્ષી તારા પપ્પાની કંપની ફડચામાં ગઈ હતી. તેને મોટુ નુકસાન થયું હતું.

સાક્ષી - આશ્ચર્ય સાથે કહે છે. આમ તમને કોણે કહ્યું?

અંકિત - તે કેમ મને કઈ ન કહ્યું આ સાચું છે ને.

સાક્ષી - રડવા લાગે છે અને હા એમ કહે છે.

અને અંકિત તેને ખીજાવવા લાગે છે અને રાડો પાડે છે. મનફાવે તેમ બોલે છે. અને બંને વચ્ચે ધડ થવા લાગે છે. અને બંને એકબીજા સાથે બોલવાનું બંધ કરે છે. અને તે પોતાના પિયર જઈ તેના પિતાને બધી વાત કરે છે. અને તેના પિતા અંકિતને બોલાવે છે. અને બધી વાત કહે છે કે નાની વાત હતી. તેને એટલી મોટી ન કરશો. અને અંકિત
બધું સમજી જાય છે. અને તેને પોતાની ભૂલ રીહલાઈઝ થાય છે. તે સાક્ષી અને તેની ફેમિલીની માફી માંગે છે. અને સાક્ષીને ઘરે લઈને આવે છે. અને તેને બાજુમાં બેસાડી તેની માફી વારંવાર માંગે છે. અને બધા સુખેથી ફરીથી રહેવા લાગે છે.

આમ અંકિત અને સાક્ષી તેમની પ્રેમની કસોટીમાં સફળ થાય છે. અને તેમનુ જીવન ફરી ઉજાસવાળું બને છે. અને અંકિત કહે છે કે હવે પછી તારી પર હું ક્યારેય પણ અવિશ્વાસ નહિ મુકીશ. ત્યાર બાદ બંને પ્રેમ અને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર જીવન વિતાવવા લાગે છે. અને તકલીફો દૂર કરવા માટે ઈશ્વરનો વારંવાર ઉપકાર માને છે. અને નમન કરે છે. અને બંને એકબીજાના મીઠાં રસાળ પ્રેમમાં ખોવાઈ જાય છે. બંને એક બીજાને જોયા કરે છે. અને એકબીજામાં ખોવાઈ જાય છે. અને જાણે બધું સૌંદર્ય તેમનામાં સમાય જાય છે. અને પ્રકૃતિ પોતાની નિર્મલ આ બધું દ્રશ્ય પોતાની ક્ષણિક ચક્ષુ દ્વારા નિહાળે છે.

લેખન - જય પંડયા