અત્યારે શિયાળા ની ઋતુ ચાલે છે અને ઠંડી નો માર પણ એટલો છે કે મસમોટુ દેખાતું સફેદ રીંછ પણ સંકોડાય ને સસલા માફક ગુફા માં રેવું પસંદ કરે છે .શિયાળા ની સવાર ની વાત કરું તો હમણાં બને છે કઈક એવું કે સદીઓ થી બાંધિં ને રાખેલી મારી એ વહેલા ઉઠવાની નીતિ હવે બદલાય ગઈ એમ લાગે છે .ખુદ સવારે સાત વાગે ઊઠીને દોસ્તો ને મફત માં વેલા ઉઠવાની સલાહ આપવાની મઝા કઈક અલગ સ્વાદ લાવે છે .બીજા બધા ને છુટા છેડા આપીને મે હમણાં ગોદડા સાથે પાક્કી દોસ્તી કરી લીધી છે ટુંક સમય માટે. માંડ માંડ આર્ધનિદ્ર માં હુંફ લેતા હોઈએ ત્યાજ નિર્જીવ દેખાતા એલાર્મ માં પણ જેમ જીવ આવી જતો હોય ને એ બક બક કરવા લાગે .બે - ચાર વખત આડાં અવળા હાથ હવા માં ફેરવ્યા બાદ એની ચાવી હાથ માં આવે ને હું એને એમ ઈગનોર કરું જેમ શ્રદ્ધા કપૂર મને કરે છે !
તાજો બનેલ મિત્ર ગોદડું મને વારંવાર એની સાથે બેલાતુંુ
હોય એમ લાગે છે. અહીંયા થી કંઇ આગળ જઈએ તો પછી આવે ઘરના મોટા વડીલો ! હાલો એલાર્મ ને મૂંગા કરી શકાય પણ આને કેમ કરવા ? ઘરનો જે સભ્ય બધાય ની પેલા ઉઠે એને જાણે બીજા બધાય સૂતેલા માટે અદેખાઈ થતી હોય એમ ઉઠાડવા લાગે છે . યુદ્ધ ની તમામ રણનીતિ અહીંયા ઝાંખી પડી જાય છે જે મને ઉઠાડવા મટે સવારમાં કરવા માં આવે છે .એક તરફ મમ્મી ટીવી માં જાણી જોઈ ને ઉંચા અવાજ માં જીગ્નેશ દાદા ની કથા ચાલુ કરે છે ખુદ ને સાંભળવા માટે નહી મને ઉઠાડવા માટે .ચાલો એ પણ સહન થાય જાઈ પણ પાડોશી નું શું ? એના ઘરે તો જોર શોર થી પ્રભાતિયા ચાલુ થાય જાઈ છે પણ નરસિંહ મેહતા ના નહી હો ,આપણી ભાષા માં એને ઘર કંકાશ જેવું કેવાય એ .આ બધું ઓછું હોય એમ ઘર ની વાર ' ગાડી વાલા આયા ઘરસે કચરા નિકાલ ..' એવા કરુણ અવાજ સાથે સિટી સીધી કાન ની અંદર ના ભાગ માં ઉત્રે છે .એને કોણ સમજાવે કે ભાઈ કચરો અત્યાર માં ન થયો હોય હજી હું તો સૂતો છું કોણ કરે કચરો ! આ બધું એક સાથે સાંભળી ને ગોદડા ને વચન આપીને કે સાંજે વેલા મળીશું હું ઉથી તો જાવ છું.પણ આગળ બાથરૂમ માં થોડી નીંદર આંખો માં કચરાની જેમ કનશી રહી છે ત્યારે બને એવું પણ ફેસ્વોસ ની ટ્યૂબ થી બ્રશ કરવા લાગ્યો એતો જીભ ને ખબર પડે કે સ્વાદ માં કઈ લોચા છે બાકી તો સીતારામ !
ઠંડુ પાણી ને ગરમ પાણી એ રીતે મિશ્રણ કરું જેમ કોરોના ની રસી બનાવતી વખતે વેજ્ઞાનિક રસાયણ જોતા હોય .જેમ તેમ કરી ને તૈયાર થય ને હું ઘરના ઉમરા પર પ્રથમ પગ એમ માંડું જેમ નવી વર્વધું કળશ ને પેલી વાર ઓળંગતી હોય .બહાર નીકળી ને મન માં વિચારો આવે છે આતો કેવી જિંદગી છે એક ચક્ર ની માફક ચાલ્યા કરે છે .ઘર થી કામ ને કામ થી ઘર કઈક નવું નથી હરવા ફરવા ની ઉંમર માં આટલી જવાબદારી ! હે પ્રભુ મારી શું ભૂલ ?
આમ બડબડાટ કરતો હું આગળ વધતો ગયો ત્યાં મારી નજર ૭૮ વર્ષીય એક દાદા પર પડી જેના હાથ માં લાકડી તો હતી પણ છતાં એ સહારા વગર ના લાગતા હતા .ચહેરા પર કરચલઓ છતાં નીડરતા પૂર્વક સોસાયટી ના ગેટ પર ઊબ હતા એક છાલ ઓઢીને .મે જોયુ ને પાસે જઈ કહ્યું દાદા આટલી ઉંમરે તમને આવી ઠંડી માં આખી રાત રેવનો કંટાળો ના આવે ? દાદા એ કહ્યું હું અહીંયા પગી તરીકે કામ કરું છું બેટા .આખી રાત ચોકીદારી કરું છું .મે કીધુ પણ તમારે શું જરૂર આ બધું કરવાની આટલી ઉંમરે ?
એમણે સમજાવ્યો મને કે મારા ઘરે બધા સભ્યો છે દીકરા છે ઘરવાળી પણ છે .પણ હું જીવીશ ત્યાં સુધી કામ કરતો રહીશ.આજ મારી ઈચ્છા છે જિંદગી એવી જીવવી બેટા કે કોઈના પર નિર્ભર ના રેહવું પડે .દરેક મુશિબત કે પરેશાની ની ડરવાનું નહી એને જીવન નો એક ભાગ જ સમજી ને પૂરી જવાબદાીપૂર્વક હસતા મોઢે વિતાવી દેવાની .આમજ તમારા દરેક સપના પૂરા થશે .
દાદા ની આ વાત સાંભળી ને હું થોડી વાર ઊંડા વિચાર ચડી ગયો ને અંતે મારી અંતર આત્મા થી પડઘો પડ્યો કે જો આ વ્યક્તિ આટલી ઉમેરે હિંમત નથી હાર્યા નથી તો હું શુકામ હારી ગયો છું .મારું મન કહેવા લાગ્યું કે જા જીતી લે દુનિયા સમય છે હજી તારી પાસે લડી લે એકલો કોઈ ના સાથ વગર જ ..
હું આત્મવિશ્વાસ સાથે આગળ વધ્યો ને એને અંદર થી આભાર કહ્યું ...