Tu, Tari yado ane aa dayri - 1 in Gujarati Poems by Nikhil Chauhan books and stories PDF | તું, તારી યાદો અને આ ડાયરી ( ભાગ - ૧ )

Featured Books
Categories
Share

તું, તારી યાદો અને આ ડાયરી ( ભાગ - ૧ )

કવિતા - ૧ ( તારો ચેહરો )

મારી હસીનુ કારણ તારો ચેહરો
મારા જીવનનુ કારણ તારો ચેહરો

બધા ગમ ભૂલવાનું કારણ તારો ચેહરો
ઝખ્મો પર મલ્હમ્ નું કામ તારો ચેહરો

મારી હર એક શાયરી ના અલ્ફાઝ નું કારણ તારો ચેહરો
મારી શાયરી ના એક એક શબ્દ ની કેફિયત નું કારણ તારો ચેહરો

મારું મનગમતું ગીત તારો ચેહરો
મારા હૃદય ની વેદનાનું મારણ તારો ચેહરો

મારા નિરાશ જીવનને રશભર્યુ બનાવે તારો ચેહરો
પાનખર માં વસંત ની બહાર તારો ચેહરો

પ્રેમનું પ્રતિબિંબ અને મર્યાદા નો પર્યાય તારો ચેહરો
મારી નિરાશ વાતોમાં વિશ્વાસ જન્માવે તારો ચેહરો

દિલના દરિયા ની લેહરોનો ટકરાવ તારો ચેહરો
મન મંદિરમાં ઘંટનો રણકાર તારો ચેહરો

સુગંધી વાયરા નો પ્રવાહ તારો ચેહરો
મારા બધા વિકારોનો કાળ તારો ચેહરો

રબની ની પ્રતીતિ કરાવે તારો ચેહરો
ગુજરનાર સુખમય દિવસનું કારણ તારો ચેહરો

મરતાં પહેલાં બસ એક જ ઈચ્છા છે કે,
આંખો બંધ થતાં પહેલાં અંતિમ વાર જોઉ તારો ચેહરો,
કેમ કે સુકુંન ની મૌત તારો ચેહરો...

કવિતા - ૨ ( મને યાદ રાખજે )

દિલ માં થોડી જગાં રાખજે,
બસ તું મને યાદ રાખજે,

જીવનનાં અંત સુધી એક વાત યાદ રાખજે,
બસ તું મને યાદ રાખજે,

આપણી જૂની યાદો ને સાચવીને રાખજે,
બસ તું મને યાદ રાખજે,

મુલાકાત ના સ્થળો ને મારી યાદ આપજે,
બસ તું એમને યાદ રાખજે,

જેને મડાવ્યા આ એ પરિબળો નો આભાર માનજે,
બસ તું મને યાદ રાખજે,

મારા સવાલો નો જવાબ આવતા જન્મે આપજે,
બસ તું મને યાદ રાખજે,

મારા એકતરફી પ્રેમ ને આખરે કંઇક નામ આપજે,
બસ તું મને યાદ રાખજે,

મારા આપેલા પ્રેમપત્રો ને મારી જોડે બાળજે,
બસ તું મને યાદ રાખજે,

આવતાં જન્મે મળવાની એક આસ આપજે,
અંતે એટલું જ કહીશ હું ના હોવ આ દુનિયામાં,
તો પણ બસ તું મને યાદ રાખજે..

કવિતા - ૩ ( અંતિમવાર )

મન ભરીને જોવી છે તને અંતિમ વાર,
તારા ગાલો ને નિહાળવા છે અંતિમ વાર,

મનમાં ઊઠેલાં પ્રશ્નોને મારે પૂછવા છે અંતિમ વાર,
તું બસ બોલ્યા કરે અને હું તને સાંભળ્યાં જ
કરું અંતિમ વાર,

તારા હાથો મારા ચેહરા પર મૂકી તારો એહસાસ
દિલમાં ઉતરી લઉ અંતિમ વાર,
"સાંભળ્યું " આ શબ્દ તારા મુખે થી
સાંભળવો છે અંતિમ વાર,

તારા ખોળામાં માથું મૂકીને રોઈ લેવું છે અંતિમ વાર,
તારા માંથા ને ચૂમી તને કાયમ માટે અલવિદા
કેહવુ છે " અંતિમ વાર".

કવિતા - ૪ ( વાંક કોનો ? )

આખી રાત વાત કરવાવાળું વ્યક્તિ ખામોશ
થઈ જાય તો વાંક કોનો ?

જીવનભર સાથે રહેવાનો વાયદો કરી
કોઈ જતું રહે તો વાંક કોનો ?

સાથે મળી લખી હતી પ્રેમ ની કહાની,
અંત અધૂરો રહી જાય તો વાંક કોનો ?

કોઈની રાહ જોતા આં આંખો રાતે
તકિયો ભીંજાવી જાય તો વાંક કોનો ?

લાગણીઓ ને શબ્દોમાં ઢાળી તો દઈએ પણ,
એમને એ શબ્દો નો મોલ ના સમજાય તો વાંક કોનો ?

પ્રેમ મારો દર્દ મારો જુદાઈ ની વ્યથા મારી,
જો ખુદ પર જ બેવફાઈ નું લાંછન લાગે તો વાંક કોનો ?

ખુશ છે એ અન્ય જોડે એમની જિંદગી આલિશાન છે,
એમને ખુશ જોઈ મારાથી મુસ્કાઇ જવાય તો વાંક કોનો ?

જેમના માટે મે બધું જ ભૂલાવ્યુ જે એજ,
મને ભૂલી જાય તો વાંક કોનો ?

કિસ્સો અધૂરો, રાત અધૂરી, મળવાની ચાહ પણ અધૂરી,
એવામાં કોઈનો જીવ જતો રહે તો એમાં વાંક કોનો ?

લાગણીઓ તો વેચાઈ ચાલી કોળીઓ ના ભાવમાં માં,
એવામાં સાચો પ્રેમ ભર બજારે નીલમ થાય તો વાંક કોનો ?

શરાબ થી હતી નફરત આજે એના ઉપર જ નિર્ભર થયો છું,
પછી જો એમની યાદ માં થોડું વધારે પીવાય જાય તો વાંક કોનો ?

કવિતા - ૫ ( પાછા વળી જઈએ )

ઝળવાનું નથી કઈ આં એકતરફી સફર માં,
સફર ને અહી જ થંભાવી દઈએ,
ચાલો પાછા વળી જઈએ..

થઈ રહ્યું છે અપમાન પ્રેમ નું ભરી મેહફીલ માં,
આત્મસન્માન થોડું સાંભળી લઈએ,
ચાલો પાછા વળી જઈએ...

અલગ તળી રહ્યો છું હું લોકો ની ભીડ માં,
ખુદની ઓળખાણ છિપાવી લઈએ,
ચાલો પાછા વળી જઈએ...

વિરહ ની વેદના ને ઉતારી રહ્યો છું કાગળ માં,
તારી બેરૂખી ને બે શબ્દો માં વર્ણવી લઇએ,
ચાલો પાછા વળી જઈએ...

મુંતઝર સદા રહેશે તારું આં જીવનમાં,
પણ એકતરફી પ્રેમ ની લાજ રાખી લઈએ,
નથી જવું આં સફર માં હવે આગળ,
ચાલો પાછા પાછા વળી જઈએ...