Patriot ... in Gujarati Short Stories by SHILPA PARMAR...SHILU books and stories PDF | દેશપ્રેમી...

Featured Books
Categories
Share

દેશપ્રેમી...

"આપણે એક દિવસ પૂરતા જ દેશ પ્રેમી છીએ...!!"

હમણાં હમણાં જ આપણે સૌએ લોકશાહી પર્વની ધામધૂમથી ઉજવણી કરી છે.મને એક વિચાર એવો થાય છે કે, "આ દિવસે અચાનકથી જ લોકોમાં દેશ પ્રત્યે આટલો બધો પ્રેમ ક્યાંથી આવી જતો હશે...!!" ખૂબ વિચાર કર્યા બાદ મને તો એવું લાગે છે કે, "26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ આ તારીખમાં જ એક પ્રકારનું બળ રહેલું હશે.એવું બળ જે લોકોને દેશ પ્રેમી બનવા માટે મજબૂર કરતું હશે." ખેર,એક દિવસ પુરતું તો એક દિવસ પુરતું જ પણ લોકો દેશ પ્રેમ બતાવે તો છે ,મને એ વાતથી થોડીક ખુશી થાય છે.સાથે સાથે એક વાતનું દુઃખ પણ થાય છે કે, "જ્યારે આ એક દિવસ પૂરો થઈ જાય છે ત્યારે અમુક લોકોને બાદ કરતાં આપણા આ જ દેશ પ્રેમીઓ સામન્ય પ્રેમી બની જાય છે." કડવું છે પણ પૂરેપૂરું સત્ય છે.
ભારત જેવો દેશ ,જેને આઝાદ કરાવવા માટે કેટલાય મહાપુરુષોએ પોતાનો જીવ આપ્યો છે.એ લોકોને પણ પોતાનો પરિવાર હતો છતાં દેશ માટે લડ્યા છે.એમનું આ બલિદાન આપણા જેવા એક દિવસના દેશ પ્રેમીઓને ક્યાંથી સમજાય...!!આપણે એવા દેશ પ્રેમીઓ છીએ જે લોકશાહી પર્વ અને આઝાદી પર્વ બંને વચ્ચેનો ફરક પણ જાણતા નથી.હા,ખરેખર નથી જાણતા. પ્રજાસતાક દિવસ અને સ્વાતંત્ર્યદિવસ વચ્ચેનો તફાવત 70%થી વધારે લોકો જાણતા જ નથી.1757 થી 1947 સુધી બ્રિટિશ શાસન હતું.15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળી.15મી ઓગસ્ટ 1947માં જ એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયું હતું પરંતુ આ સ્વતંત્રતાની સાચી ભાવનાને પ્રગટ કરી અને 26મી જાન્યુઆરી 1950ને ઈર્વિન સ્ટેડિયમ જઈને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને ગણતંત્રના રૂપમાં સમ્માન આપીને ભારતીય સંવિધાન લાગુ થયું.15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિને તિરંગાને નીચેથી દોરડા દ્વારા ખેંચીને ઉપર લઇ જવામાં આવે છે, પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે જેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. તે 15 ઓગસ્ટ 1947ની ઐતિહાસિક ઘટનાને સન્માન આપવાના હેતુથી કરવામાં આવે છે. બંધારણમાં તેને Flag Hoisting (ધ્વજારોહણ) કેહવાય છે.જ્યારે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને તિરંગો ઉપર જ બાંધેલો હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે. બંધારણમાં તેને Flag Unfurling (ધ્વજ ફરકાવવો) કહેવાય છે.આ બાબતોની જાણકારી આપણે રાખતા નથી કારણ કે,આપણને સોશિયલ મીડિયામાં હીનાની વાયરલ કોલ રેકોડીંગ સાંભળવામાં વધારે રસ છે.

દેશ પ્રેમ પણ આજકાલ ઑનલાઇન થઈ ગયો છે.એક વ્યક્તિનું સ્ટેટ્સ જોઈને આપણે પણ એવું જ સ્ટેટ્સ મૂકીએ છીએ પણ મને એમ વિચાર આવે કે, "એ મુકવાનો અર્થ શું...!! આપણે દેશ પ્રેમી છીએ એ વાત લોકોને બતાવવાથી આપણો દેશ પ્રેમ વધી જવાનો છે...??"સાચુ કહું તો આપણે બીજા કોઈને નહીં પણ આપણને પોતાને જ બતાવવાની કે જણાવવાની જરૂર છે કે , "હા હું મારા દેશને ખૂબ પ્રેમ કરું છું.એ પણ માત્ર એક દિવસ પૂરતો નહીં.રોજે રોજ હું મારી માતૃભૂમિને પ્રેમ કરું છું.જે ધરતી પર રહું છું એની મને પુરા દિલથી કદર છે."

આપણે વધારે કંઈ કરવાનું નથી માત્ર દેશ પ્રત્યે થોડું વફાદર બનવાનું છે.રસ્તે ચલતા હોઈએ અને આપણો રાષ્ટ્ધ્વજ રસ્તા વચ્ચે પડેલો દેખાય તો એને એની ઊંચાઈ સુધી પોહચાડવાનો છે.દેશને સ્વચ્છ બનાવવામાં ફાળો ના આપીએ તો કંઈ નહીં,પણ કચરો જ્યાં ત્યાં ફેકવાની કોઈ જરૂર નથી.વૃક્ષ વાવી ના શકીએ પણ જેટલા છે એને કાપવાની પણ જરૂર નથી.બસ આટલું કરીએ એટલે આપણે સાચા દેશ પ્રેમી છીએ.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

ઓ ,મેરી ઝમીન મહેબૂબ મેરી
મેરી નસ નસ મેં તેરા ઇસ્ક બહે
ફિકા ના પડે કભી રંગ તેરા
જીસ્મો સે નિકલ કે ખૂન કહે

-SHILPA PARMAR "SHILU"