Sakaratmak vichardhara - 19 in Gujarati Motivational Stories by Mahek Parwani books and stories PDF | સકારાત્મક વિચારધારા - 19

Featured Books
Categories
Share

સકારાત્મક વિચારધારા - 19

સકારાત્મક વિચારધારા 19

ત્મ્્મ્્

નયન અને રતન નો મિત્રતા નો સફર ખૂબ જૂનો હતો.કૉલેજ ના પ્રથમ વર્ષમાં તેમની પ્રથમ મુલાકાત થઈ હતી. વીસી ની મિત્રતા હવે એંસી એ પહોંચવા આવી હતી. સુવર્ણજયંતી વટાવી ચૂકેલી આ મિત્રતા એ જીવન ની ઘણી ચડતી -પડતી નો સામનો કર્યો હતો.નયન અને રતન ના અનુભવ એકબીજા ના સારા નરસા અનુભવના સાક્ષી હતા.
રતનભાઈએ બ્યાસી વર્ષની ઉંમરે
આ દુનિયામાંથી વિદાય લીધી પણ નયનભાઈના જીવનમાં આજે પણ તેઓ જીવિત છે. તેમની મૈત્રી આજે પણ એવી જ અંકબંધ છે.આજે પણ એ બગીચામાં નયનભાઈ તેમના સ્થાને જઈને તેમના સંસ્મરણો ને વગોળે છે.જ્યારે પણ નયનભાઈ નું મન તૂટે ત્યારે રતનભાઈ નો ખભો અને તેમના આંસુ પણ. આજે નયનભાઈ ના નયનો માં તેમના માટે આંસુ હતા.

રતનભાઇ તેમની દરેક મુસીબતમાં એક ઢાલ બનીને ઊભા રહેતા.એક દિવસ નયનભાઈએ તેમને પૂછ્યું કે કે,આટલો ધીરજ લાવે છે ક્યાંથી? ત્યારે તેમણે જવાબ આપ્યો," જ્યારે ભવસાગરમાં મોતી મળવાના હોય તો પહેલાં કઠણ છીપ ને હાથ માં પકડવું પડે છે.

રતનજી એ કહ્યું," હું નાનો હતો.ત્યારે મારા પપ્પા મને એક ટાઈમ જમીને ભણાવતા હતા છતાં હું ઠાકોરજી નો આભારી હતો કે, મને આવા પપ્પા આપ્યા
પણ પંદર વરસનો હતો ત્યારે મને છોડીને ચાલ્યા ગયા.ખૂબ રડ્યો હદય પર પથ્થર મૂકી ઠાકોરજી ને કહ્યું, "આજથી તમે મારા પપ્પા પણ હવે તમે મને છોડીને ક્યાંય જતા નહી."મારા ઠાકોરજી એટલે ઘર ના ઓરડામાં પપ્પાએ સ્થાપિત કરેલા ચાર પગલાં.જેમને હું દરરોજ પ્રણામ કરીને ઘરે થી નીકળતો .તે જમાનામાં હું દસ ચોપડી ભણેલો
પણ પૈસા કમાવવા દરેક જમાના માં અઘરા છે .પૈસા વિના તો જાણે કોઈ પૂછતું નથી.આજુબાજુ માત્ર તિરસ્કાર છે જ્યારે મારું મન ભારે થતું ત્યારે હું ઠાકોરજી પાસે જતો દુનિયા ભલે તિરસ્કાર કરે પણ તમે મારો હાથ છોડીને ક્યાંય જતા નહી.રતનજી ના નિયમ પ્રમાણે તેઓ એક દિવસ પ્રણામ કરવા ગયા ત્યારે તેમને જોયું કે આજે માત્ર બે પગલાં છે.ત્યારે તેમને વિચાર્યું કે પપ્પા ગયા પછી એક એક કરીને બધા સગાએ ક્યાંક પૈસા માગશે વિચારીને દરેક જન છોડીને ચાલ્યા ગયા હવે તમે પણ!

રતનભઇએ તો જેવાએ બે પગલાં જોયા કે તેમનું માનસિક સંતુલન ખોરવાઇ ગયું.ખૂબ નિરાશ થઈ ગયા.ત્યારબાદ થોડા સમયમાં તેમને પોતાની નાની દુકાન શરૂ કરી પછી તેનું કદ વધતું ગયું તેઓ તેમના નિયમ પ્રમાણે દરોજ ઠાકોરજી ને વંદન કરતા સાથે એ બે પગલાં વિશે પ્રશ્ન કરતા? પણ, હવે સગાવ્હાલા પૈસા ની સાથે બધું પાછું આવવા લાગ્યું હતું અને અંતે એ ઠાકોરજી ના બે પગલાં પણ પાછા આવી ગયા હતા તેમનો પ્રશ્ન હજી પણ અંકબંધ હતો કે પગલાં મને છોડીને ગયા ક્યાં હતા.ત્યારે રાત્રે તેમને સપનાં માં ઠાકોરજી આવ્યા કહેવા લાગ્યા,મારા દીકરા, તું તારા પગે ઉભો રહેવા અસમર્થ હતો આથી, મે તને ખોળામાં લઈ લીધો હતો પણ નિરાશાની પટ્ટી આંખો પર હોવાથી તું મને જોઈ શકતો ન હતો.બસ,આ સપનું જોતા જ અડધી રાત્રે જ જઈને
ઠાકોરજી પાસે થી માફી માંગવા લાગ્યા.ત્યારથી,તેમને સમજાયું કે હંમેશા આપને વિચારીએ છીએ તેમ હોતું નથી.ઘણી વખત આપણે વિચારીએ છીએ પરિસ્થિતિ તેના કરતા વધુ સારી હોય છે પણ મોતી તો છીપ ખુલે ત્યારે જ દેખાય છે.આથી,છીપ ખુલે ત્યાં સુધી અમને ધીરજ ધરવી જોઈએ."બસ, રતનભાઈ ની આ વાત સાંભળ્યા બાદ નયનભાઈ ક્યારેય નિરાશામાં સપડાતાં નહિ.તેમની જીવનમાંથી મળેલી શિક્ષા નું નામ ધીરજ .તેઓ કહેતા કે,

"ધીરજ એ જ દરેક મુસીબત નો ઈલાજ છે."

મહેક પરવાની