પાર્ટ 5
નિતાના ચહેરાના હાવભાવ જોઈને જ અભયસિંહ કળી જાય છે કે નીતા પાસેથી ચોક્ક્સ આ વણ ઉકેલાતી કડી માટેની એકાદ કડી ઉકેલવા મદદરૂપ જરૂર થશે. અભયસિંહ નીતાને શાંત રહેવાનું કહે છે. અને કહે છે જો નીતા હવે હું તને જે સવાલો પૂછું એનો સાચે સાચો જવાબ આપજે. શું તને ખબર હતી રોશની ઘરે થી જૂઠું બોલી ને અહીંયા આબુમાં આવાની હતી?
નીતા:-( એકદમ ગભરાઈને કહે છે) ન.. ન..ના.. સાહેબ મ.. મ..મને આ વિશે કાઈ જ ખબર નથી..એટલું કહેતાં નીતાના ગળે ડૂમો ભરાઇ આવે છે ને ફરી એ હીબકે હીબકે રડી પડે છે..
અભયસિંહ એકદમ કડક અવાજે નીતાને કહે છે કે તું અને રોશની તો નાનપણના જીગરજાન મિત્રો હતા ને!. એકબીજા ને બધી જ વાતો શેર કરતા હતા તો પછી તને આ વાત ની ખબર ના હોય એ માનવામાં નથી આવતું મેડમ...
નીતા:- હ..હા સર અમે બંને નાનપણ ના મિત્રો હતા પણ હું સાચું કહું છું. રોશની એ મને પણ પોતે આબુ જવાની છે એમજ કહ્યું હતું. મને પણ એમ જ કીધું હતું કે એ કોઈ ટ્રેકિંગ કેમ્પમાં જવાની છે. ને તેના મમ્મી પપ્પા તેને એકલા નહિ જવાદે એટલે એણે મારું નામ લીધું હતું કે હું પણ એ ટ્રેકિંગ કેમ્પમાં એની સાથે જવાની છું..
નીતાનાં જવાબ અને તેના હાવભાવ સાથે મેળ નહતા ખાતા એટલે અભયસિંહ ને ખ્યાલ તો આવીજ ગયો હતો કે નીતા ચોક્ક્સ કંઇક છૂપાવી રહી છે...
અભયસિંહ:- તો નીતા રોશનીનો કોઈ પ્રેમ સંબંધ હોય એવી કોઈ જાણ તો હશે જ ને તને?
નીતા રોશનીના માતા પિતા થી નજર છૂપાવી ને ફક્ત ના માં જવાબ આપે છે..
અભયસિંહ ને તેના જવાબથી સંતોષ ના થયો એટલે એ ફરી નીતાને સાચું કહેવા માટે કહે છે. પરંતુ નીતા રોશનીને કોઈ સાથે પ્રેમ સંબંધ હતો જ નહીં એમ કહે છે. ફરી અભયસિંહ પોતાના કડક અંદાજમાં નીતાને પૂછે છે કે તમે બંને કોલેજમાં પણ સાથે જ હતા ને ! તું તો એના બધા મિત્રો ને પણ ઓળખતી જ હતી તો પછી કોલેજમાં કોઈ સાથે અણબનાવ થયો હોય એવું કંઈ થયું હતું રોશની સાથે? તેનો કોઈ દુશ્મન ખરો?
નીતા:- ના સર એવું તો કાંઈજ નહોતું થયું. રોશની ખુબજ મળતાવડી છોકરી હતી. બધા સાથે ખૂબ સારા સંબંધ હતા. અભ્યાસમાં પણ તે ખૂબ હોશિયાર હતી ને ક્લાસમાં ઘણાને પ્રોજેક્ટ તૈયાર કરવામાં મદદ પણ કરતી..
અભયસિંહ:- હમમ તો પછી પ્રવીણ વિશે શું જાણે છે તું ?
નીતા પ્રવીણ નું નામ સાંભળતા જ ફરી ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી અને કહેવા લાગી કે મને આ વિશે કંઈ જ ખબર નથી પરંતુ તેનુ રુદન કંઈક અલગ જ કંપારી પેદા કરતું હતું. પોતે કઈ જાણતી હોવા છતાં પણ અજાણતા નો ડોળ કરતી હોય એમ રોશની ના માતા પિતા વિરુદ્ધ પોતાની નજર છુપાવા લાગી.
અભયસિંહ:- જો બેટા તું સાચું બોલીશ તો તું તારી દોસ્ત રોશનીના હત્યારાને પકડાવવામાં અમારી મદદ કરી શકીશ. તું નથી ચાહતી કે તારી દોસ્તનો હત્યારો પકડાઈ જાય?
નીતા:- પણ સર હું સાચું કહું છું કે હું પ્રવીણ વિશે કાંઈ નથી જાણતી.
અભયસિંહ:- ( થોડા કડક અવાજે) જો બેટા છેલ્લા 15 વર્ષથી અનેક અપરાધીઓ સામે બાથ ભીડી ચૂક્યો છું. આ માથાના વાળ એમનેમ સફેદ નથી થયા. તું સાચું બોલીશ તો એ તારા માટે જ સારું રહેશે નહીં તો અમને બીજા તરીકા પણ આવડે છે સાચું જાણવા માટેના..
નીતા અભયસિંહ ના આક્રોષથી એકદમ જ ડાઘાઈ જાય છે. તેના શરીરમાં ડર નું મોજુ ફરી વળ્યુ. તેના ચહેરાનો રંગ ઊડી જાય છે. અભયસિંહ નીતાનો ફિકો ચહેરો જોઈ ને અનુમાન લગાવી દે છે કે કદાચ નીતા રોશનીના માતા પિતાની હાજરીમાં સત્ય કહેવા નહીં માંગતી હોય. એટલે અભયસિંહ રોશનીના માતા પિતા ને કેબીનની બહાર જવા માટેનો આદેશ આપે છે. જેથી નીતા રોશની અને પ્રવીણ વિશે સત્ય કહી શકે. રોશની ના માતા પિતા કેબિનમાંથી બહાર જતાં જતાં નીતાને સત્ય કહેવાની ભલામણ કરતા જાય છે જેથી પોતાની દીકરીને યોગ્ય ન્યાય મળી શકે. જેવા રોશની ના માતા પિતા કેબિનમાંથી બહાર જાય છે કે તરત જ અભયસિંહ નીતાને ફરી રિમાન્ડ પર લે છે અને સત્ય કહેવાનો આદેશ આપતા કહે છે કે જો નીતા અમને ખબર છે કે તું જૂઠું બોલી રહી છે કઈક તો તું છુપાવવાની કોશિશ કરે જ છે અને એના બે જ કારણ હોય શકે કે તું નથી ચાહતી કે રોશનીનો હત્યારો પકડાઈ જાય કે પછી તું પોતે જ રોશનીના હત્યાકાંડ માં સામેલ છે...
નીતા:- ના સર એવું નથી. હું રોશનીનું ખૂન કરવામાં સામેલ શું કામ થાવ. રોશની મારી નાનપણની ખાસ દોસ્ત હતી. એને મને મારા દરેક સુખ દુઃખ મા સાથ આપ્યો છે. એના માટે હું મારી જાન દેવા તૈયાર છું પણ એની જાન લેવાનું તો હું ક્યારેય વિચારી પણ ના શકું..
અભયસિંહ:-( ટેબલ ઉપર હાથ પછાડતા એકદમ કડક અવાજે બોલ્યા) તો પછી સત્ય શું છે એ તું અત્યારે જ સીધી રીતે પ્રેમ થી કહીશ કે પછી આમારે બીજો રસ્તો અપનાવવો પડશે..
અભયસિંહ નો આક્રોશ જોઈને નીતા એકદમ સ્તબ્ધ થઈ જાય છે અને કંઈક વિચાર્યા પછી કહે છે કે સર રોશની અને પ્રવીણ વચ્ચે પ્રેમસંબંધ હતો...
અભયસિંહ:- શું ? તને બધી ખબર હતી તો અત્યાર સુધી કેમ તે ના કહ્યું?..
નીતા:- સર રોશનીના પપ્પા હાર્ટ પેશન્ટ છે જો એમને ખબર પડે તેમના દીકરી ની સચ્ચાઈ તો તે પોતાની જાતને સંભાળી નહિ શકે. એટલે મેં ત્યારે એમની સામે જૂઠું કહ્યું. પ્લીઝ સર સોરી મને નહોતી ખબર કે રોશની સાથે આવું બની જશે નહિ તો હું ક્યારેય રોશનીને આબુમાં આવવા જ ના દેત...
અભયસિંહ:- પણ આ પ્રવીણ ના તો પહેલે થી લગ્ન થઈ ગયા હતા ને? અને એને એક દીકરો પણ છે..
નીતા:- હા સર! મે રોશનીને પણ ઘણી સમજાવી હતી કે પ્રવીણ મેરીડ છે તું એને છોડી દે પરંતુ સર રોશની મારું માની જ નહિ. રોશની પ્રવીણ ને ખૂબ પ્રેમ કરતી હતી. એને વિશ્વાસ હતો કે પ્રવીણ પણ એને ખૂબ પ્રેમ કરે છે. ને એક દિવસ એ બન્ને એક જરૂર થશે. પરંતુ રોશનીના પ્રેમનો આવો અંજામ આવશે એ તો અમે સપનામાં પણ નહોતું વિચાર્યું..
અભયસિંહ:- પરંતુ શું રોશનીને પહેલેથી જ નહોતી ખબર કે પ્રવીણ મેરીડ છે. એનો એક દીકરો પણ છે. રોશની એક મેરીડ માણસના પ્રેમમાં કેવી રીતે પડી?..
નીતા:- હા સર રોશનીને ખબર જ હતી કે પ્રવીણ મેરીડ છે. પણ સર કહેવાય છે ને કે પ્રેમ આંધળો છે. એ બંને મિત્રતા માં બંધાયા હતા. અને તેમની મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ એ રોશનીને પણ ખબર ન પડી. અને પ્રેમ પણ કેવો કે રોશનીને પ્રવીણ સિવાય કોઈ બીજું દેખાતું જ નહિ...
અભયસિંહ:- હમમ તમે અત્યારની પેઢીઓ પ્રેમને સમજી જ નથી શકતા. પ્રેમ આંધળો નથી હોતો પરંતુ પ્રેમ તો આંખો ખોલી નાખે છે. તમારામાં જવાબદારીનું ભાન કરાવે છે. તમે જેને પ્રેમ કહો છો એ તો ફક્ત આકર્ષણ છે મોહ છે ખાલી બસ. એટલામાં અભયસિંહ ના મોબાઈલની રીંગ વાગે છે અભયસિંહ જોવે છે તો સંધ્યા નો ફોન હોય છે તે તરત જ આતુરતાથી સંધ્યા નો ફોન ઉઠાવે છે. " હેલો હા સંધ્યા કહે શું ખબર છે ઉદયપુરના? પ્રવીણ ની કોઈ ખબર?
સંધ્યા:- જી હા સર! ખબર મળી છે કે પ્રવિણનું ગામ જયપુર જિલ્લામાં આવેલું ભોજપુર ગામ છે. અને પ્રવીણ નો પરિવાર અમદાવાદ થી પ્રસંગ પૂરો કરી ને સીધા ત્યાં જ જવાના છે. અહીંયાના એક પડોશીને પ્રવિણની પત્નીનો ફોન હતો. અને તેમણે જ આ બાબતે જાણ કરી છે..
અભયસિંહ:- ઓહ! સંધ્યા નીલેશ પણ ભોજપુર ગામ થી જ બિલોંગ કરે છે. નક્કી એ બંને ભોજપુર માજ ક્યાંય છૂપાઈને બેઠા લાગે છે. સંધ્યા તું એક કામ કર પ્રવીણ ના ઘરનું તાળુ તોડી નાખો અને આખા ઘરમાં તપાસ કરો..
સંધ્યા:- જી સર!
ક્રમશ...
કંઈ રીતે રોશની અને પ્રવીણ નું મિલન થયું? બંનેની મિત્રતા પ્રેમ માં કેવી રીતે ફેરવાઈ? શું કારણ હશે રોશનીના ખૂન પાછળનું? આપણે જોઇશું આવતા અંકમાં..