કોઈને હદથી વધુ ચાહવું અને એને જ પામવું એ જ પ્રેમ નથી, એકમેક ની ખુશી કાજ સ્વીકારવું અને ત્યાગવું પણ જરૂરી છે.
એ દિવસથી 15 માં દિવસે એટલે 14 ફેબ્રુઆરી ના દિવસે પ્રંજલના લગ્ન હતાં , ખુશ છું કે એને એક સારી અને ખૂબ પ્રેમાળ વ્યક્તિ મળી છે અને વધારામાં એના સાસરિયાં માં જાહોજલાલી છે . અમે બંને એ ઘણા પ્રયત્નો કર્યા કે ઘરના વડીલો ની મરજીથી એમનાં આશિષ થી પ્રભુતામાં પગ મૂકીએ પણ એમ થઈ શક્યું નહિ .
એ દિવસથી (31 જાન્યુઆરી) લગભગ એક વર્ષ પહેલાં પ્રાંજલના લગ્ન વૈભવ સાથે નક્કી થયા હતા. આ સમયગાળા દરમિયાન બે વાર લગ્નની તારીખ નક્કી થઈ પણ કોઈને કોઈ કારણોસર કેન્સલ કરવા પડ્યા. હવે ફાઈનલી એ ઘડી આવી ગઈ હતી કે એના લગ્ન થઈ જશે.
પ્રાંજલ અને મે નક્કી કર્યું હતું કે આપણે બધાની મરજી થી જ લગ્ન કરીશું બાકી બધી લાગણીઓ ને સમેટી ને બધી યાદોને ભુલાવી એકબીજાને ભૂલી જવા પ્રયત્ન કરશું. અને લગભગ એક વર્ષ થી અમે એકબીજાનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો નથી, શરૂઆતમાં પ્રાંજલ વિના એક એક ક્ષણ બહુ જ પીડાદાયી લાગતી હતી, અને આવું જ પ્રાંજલ ને મારા વિના લાગતું હશે. પણ ધીરે ધીરે અમે પોત પોતાના કામમાં રુચિ રાખવા લાગ્યા હતા. ધીરે ધીરે પ્રાંજલ અને હું એકબીજા ને બહુ જ ઓછું યાદ કરતા અને હવે યાદો નહિવત જ યાદ આવતી હતી. ખરેખર પ્રેમમાં યાદો થી પણ વધુ કંઈ દુઃખદાયી હોય તો તે છે સ્વેચ્છા એ એકબીજા ને ત્યાગવા.
એ દિવસે એટલે 31 જાન્યુઆરી થી પ્રાંજલે તેના લગ્નની કંકોત્રીઓ સગાસંબંધીઓ ને આપવાનું શરુ કર્યું છે. આ વાત એની એક મિત્ર દ્વારા મને જાણવા મળી હતી . પણ શું પ્રાંજલ મને એના લગ્નની કંકોત્રી લખશે .? , મને પૂછો તો હું કહું કે પ્રાંજલ મને કંકોત્રી લખી એના લગ્નમાં ના આમંત્રિત કરે તો સારું, કેમ કે એક વર્ષથી ગોંધી રાખેલ લાગણીઓ અને આંસુઓ સરી પડ્યા તો.? પણ જે હોય તે ભગવાન પ્રાંજલ ને દુનિયા ની બધી ખુશીઓ આપે.
થોડા દિવસો બાદ હું ઑફિસેથી ઘરે આવ્યો તો જોયું કે મારા મેઝ પર કોઈની કંકોત્રી પડી હતી. મે હશે કોઈની એમ સમજી એને જોઈ નહિ. હું ફ્રેશ થઈ અને જમીને આ સ્ટોરી (કંકોત્રી) લખવા બેઠો તો મારા મેઝ પર પડેલ એ કંકોત્રી જોઈ, તેના પર લખેલ હતું કે કુ. પ્રાંજલ સંગ ચિ. વૈભવ . મને મનમાં થયું કે શું એ હજી સુધી મને ભૂલી નથી.? એને મને કંકોત્રી કેમ મોકલી હશે.? અને પછી મે કંકોત્રી ખોલી ને જોયું કે કંકોત્રીમાં લાલ પેનથી લખેલ મારું એ નામ પાણી નું ટપકું પડી ધૂંધળું થઈ ગયું હતું. પણ મારા ખ્યાલથી તે પાણી નું ટીંપુ નહિ પણ એના આંસુની બુંદ હતી, હ્રદયના દર્દ ની સ્યાહી હતી.
થોડા દિવસ બાદ 14 ફેબ્રુઆરી આવી ચઢી પણ હું પ્રાંજલ ના લગ્નમાં ગયો નહિ કેમ કે એ જ દિવસે મારા પણ લગ્ન હતાં. મે પણ પ્રાંજલ ને મારા ( ચિ. પ્રીયમ સંગ કુ. સાલિની) લગ્નની કંકોત્રી મોકલી હતી અને તે પણ આવી નહિ મારા લગ્નમાં. મારું અને પ્રાંજલનું સ્વપ્ન હતું કે આપણે 14મી ફેબ્રુઆરી ના દિવસે લગ્ન ગ્રંથિ એ બંધાશું અને થયું પણ બિલકુલ એવું, પણ બંને એકબીજા સાથે નહિ કોઈ અન્ય સાથે પરણ્યા .આજે લાગે છે કે જે નસીબમાં ના હોય તે કોઈ દિવસ મળતું નથી, કેટકેટલા પ્રયત્નો કર્યા છતાં અમે એકબીજા સાથે લગ્ન ના કરી શક્યા .
આજે 10 વર્ષ બાદ પ્રાંજલ એના પરિવાર સાથે અમેરિકા માં સેટલ થઈ ગઈ છે , અને હું અહીં અમદાવાદમાં એક સરકારી કર્મચારી તરીકે મારા પરિવાર સાથે જીવી રહ્યો છું હળવે હળવે સપનાઓ પુરા કરી રહ્યો છું. આજે પણ હું પ્રાંજલ ને મારા લગ્નની એનીવર્સરી પર યાદ કરું છું અને તે પણ મને ક્યાંક યાદ કરતી હશે.આમ જોવો તો અમે અલગ અલગ પણ એકબીજાના લગ્નની એનીવર્સરી ઉજવીએ છીએ.ખરેખર સમય તમને કોઈના સાથે અને કોઈના વિના જીવતાં સિખવી જ દે છે.
મેં આજે પણ એની એ અસૃ ભીની કંકોત્રી સાચવી રાખી છે અને આ વાત ની જાણ સાલિની ને છે અલબત એને બધી વાત મેં લગ્ન પહેલા કરી દીધી હતી. મેં સાલિની ને કોઈ દિવસ અપૂરતા પ્રેમનો અહેસાસ થવા દીધો નથી કેમ કે આમ બધી વાતો જાણવા છતાં સાલિની મને ખૂબ પ્રેમ કરે છે. મારી નજરે સાલિની એક શ્રેષ્ઠ પત્ની છે તેથી હું પણ શ્રેષ્ઠ પતિ બનવાનો પ્રયાસ આજે પણ કરું છું.
વર્ષો વિતી ગયા મને અને પ્રાંજલ ને મળે અને હવે મળવાની કોઈ તમન્ના રહી પણ નથી, એકબીજાના નિર્ણયથી અમે અને અમારા પરિવાર ખુશ છે. અમે એક સંબંધ બાંધવા અનેક સંબંધો ને તોડવા એ હિતાવહ સમજ્યું નહિ.
=^=^=^=^=^=^=^=^=^=^=^=^=^=^=^=^=^=^=^=^=
તમારો કિંમતી સમય આ સ્ટોરી વાંચવામાં આપવા બદલ આભાર 🙏