જય હિન્દ...
જય હિન્દ...... જય હિન્દ
જય હિન્દ...... જય હિન્દ
ઘાયલ... પ્રેમી
છુ હુ અલબેલો મોજીલો
નથી થતો ઘાયલ કોઈ થી
તારા પ્રેમ માં પડી
ઘાયલ થયો હું દિલ થી
તારા નૈન ના બાણ થી
વિંધાયું મારૂ હૃદય
તારા હોઠો ની લાલી માં
લપસી પડ્યો હુ પળભર માં
તારી થનગનતી ચાલ જોઇ
બેકાબૂ બન્યો હુ
તારી એક એક અદાઓ
ઊપર ફિદા થયો હું
તારા વિરહ માં
તારી યાદ આવતા
શૂન્યમનસ્ક થયો હુ
તારા પ્રેમ માં પડી
ભાન ભૂલી
ઘાયલ પ્રેમી થયો હું
કાવ્ય 04
અમર પ્રેમ..
પ્રેમ ભ્રમ છે એમ માનતો હું
શું છે પ્રેમ ન્હોતો અહેસાસ
થયો પ્રેમ તારી સાથે
શકુન મળ્યું પ્રેમ પામી
ચાતક ઝંખે વરસાદ ને
એમ હુ ઝંખુ તારા પ્રેમને
અધૂરો હતો તારા પ્રેમ વગર
પ્રેમ તારો પામી હું પુર્ણ થયો
હવે જીવી ના શકુ એક પળ પણ
અંધારું છવાઈ છે તારા વગર
જેમ શોભે રામ સિતા ની જોડી
એવી શોભે તારી ને મારી જોડી
રાધા ક્રિષ્ના ની જોડી અમર
એવો તારો મારો પ્રેમ રહે અમર
કાવ્ય 05
શેર બજાર...
નથી ભરાતું બજાર કે
નથી જોવા મળતા શેર
બળદ અને રીંછ ની છે સીધી લડાઇ
છતા નામ છે એનુ શેરબજાર
શેરબજાર તો છે આંકડાની માયાજાલ
આંકડા રહે નહી ઘડીએ સ્થીર
ઉપર નીચે અને નીચે ઉપર થાય આંકડા નો ગ્રાફ
સમજમાં આવે નહી કઈ તો પણ
જોડે ઊંચા નીચા થાય હાર્ટ ના ગ્રાફ
છીંક આવતાં સમીકરણો બદલાય
પળભર માં ગંગુતૈલી બને રાજા ભોજ
તો રાજાભોજ ને ગંગુતૈલી બનતા વાર નહિ
કહેવાય છે મહુડી ની સુખડી અને
શેરબજાર ની કમાણી આવે નહી ઘેર
તો પણ શેરબજાર માં ઘેલા ઘણાં થાય
કાવ્ય 06
રમુજી કાવ્ય રચના
ચાર દોસ્ત... મજાનાં
ચાર દોસ્ત મજાનાં મળે રોજ ચોકમાં
જીવે આઝાદ જીંદગી મોજમાં
મોજીલા દોસ્તોની હતી મોજીલી જીંદગી
મોજ માં રહે ને એતો મોજ કરાવે
મળી ગળે એકબીજા ને આપતા વાયદા
મળીશું આવી રીતે દરરોજ ચોકમાં
થયા લગન વારાફરતી ચારેય દોસ્તોના
ગુચવાયા બરાબર ના લગ્નજીવન માં
ભૂલ્યા એકબીજા ને આપેલા વાયદા
જીવન ના સુખદુઃખ ની વાતો કરવા
મળે બિચારા ચાર દોસ્ત ચોકમાં છાનામાના
ગપાટા મારતા દરરોજ થાય મોડું ચોકમાં
ઘરના ને દરરોજ બતાવે જુદાજુદા બહાના
ખોવાયા ચાર દોસ્ત મજા ના
અટવાયા એતો લગ્નજીવનમાં બરાબર ના
કાવ્ય 07
તારો સાથ
ભવરણ માં ભટકતો હતો એકલો
તારો સાથ પામ્યો જાણે રણ માં પાણી
મધદરિયે તોફાને અટવાયેલા વહાણને
તારો સાથ મળતાં કીનારો પામ્યો
જીવનપથ માં મુશ્કેલીઓ હતી ઘણી
હસતાં હસતાં તારી સાથે પાર પાડી
અંધારું છવાયું હતું ચારેબાજુ
છતા તારા સાથે માર્ગ કંડાર્યો
માર્ગ માં આવ્યા ફુલો જોડે કાંટા ઘણા
ગુલાબ ની ચાદર બિછાવી બાગ સવાર્યો
તારો સાથ મળતા જીવન મારું
બાગબાન ની જેમ ખીલી ઉઠ્યું
કાવ્ય 08
સીધા માણસ..
પથ માં આવે ખાડા ઘણા
પર્વતો માં પત્થરો ઘણાં
શેરડી માં આવે ગાંઠો ઘણી
તો ફુલો જોડે કાંટા ઘણા
દરિયા માં આવે મોજા ઘણા
વાદળ ના આકાર આડા અવળા
માણસ ની જીભ સીધી
તો વાતો માં વળાંકો ઘણા
વર્તુળ માં કોઈ છેડો નહિ
એમ વાતો નો કોઈ અંત નહી
નથી જોવા મળતા
રસ્તા ના વળાંકો સીધા
તો ક્યાંથી જોવા મળે
આ જમાના માં માણસો સીધા
કરું હુ તમને એક વાત સીધી
જો જોવા મળે સીધાં માણસો
તો માનજો ભગવાન નો પાડ
ના ઉતારી પાડશો એમણે વાતોમાં
ઉતારજો સીધાં તમારા દિલ માં