શરીરનો સ્વભાવ છે કે સાજું આપમેળે થોડા સમય પછી થાય છે. એટલે કે શરીર અસ્વસ્થ હોય તો પોતાની મેળે થોડા દિવસોમાં સાજું થાય છે. ડોકટર પણ હોસ્પિટલમાં 3 કે 4 દિવસ માં કહી દે છે કે બોડી રિસ્પોનસ નથી આપતી કે આપી રહી છે….
એવું જ મનનું છે. અશાંત મન પણ થોડા દિવસમાં પોતાની મેળે જ શાંત થાય છે. બ્લડપ્રેશર પણ એમ જ થોડી વારે આરામ મળતા જ શાંત થાય છે. દરેક શારીરિક દર્દ કે માનસિક અશાંતિ હોય તેને સમય આપો ધીમે ધીમે આપમેળે જ શાંત થાય છે.
પહેલા ક્યાં આવી બધી ગોળીઓ કે ડોકટરો હતા ….આવી સારવાર પદ્ધતિ નહોતી . છતાં માણસ માંદો પડે ને સાજો પણ થતો જ હતો ને …
મૃત્યુ પછીની અવસ્થામાં પણ કંઈક આવું જ હોય છે. શરૂઆતમાં આત્મા પૂર્વ ના શરીરને સબધો માં ખેચાય છે
અસ્વસ્થ પણ રહે છે . પછી ધીમે ધીમે શાંત ને સ્થિર થતો જાય છે. અને આંનદ પણ કરે છે. મસ્તીમાં પણ રહેતા થઈ જાય છે.
કદાચ કુદરતે કરેલી આ વ્યવસ્થા જ છે એમ કહીએ તો ખોટું નથી .
તો પછી આ જ નિયમ દેશ ને દુનિયા અને વ્યક્તિના જીવનને પણ લાગુ પાડી શકાય .
પ્રતીક પ્રવચન સ્વામીજીનું ટીવી પર સાંભળતો હતો .પંડ્યા સાહેબ કોઈ અગત્ય ના વિવિઆઇપી ના ફોનમાં બીઝી હતા. રોશની આવી અને ચા ને નાસ્તો, પાણી પ્રતીક માટે ટીપોઈ પર મૂકી ને ચાલી ગઈ. કેમ છો મજામાં એમ બે ચાર શબ્દોની આપ લે થઇ..રોશની પંડ્યા સાહેબની દીકરી હતી.
શનિવારે સાંજે ટાઈમ લઈને પ્રતીક ગાંધીનગરના સેકટર 19 ના પંડ્યા સાહેબના બગલે પહોંચી ગયો . બે ત્રણ વાર તેમનો ફોન આવેલ પણ સાહેબ કામની વ્યસ્તતા વચ્ચે પ્રતીકની સાથે વાત વધારે નહોતા કરી શકતા. એટલે આખરે ઘરે બોલાવ્યો. તો ઘરે પણ અવરજવર ચાલુ ફોનની અને માણસોની...ફાઈલો તો ખરી જ
….સરકારના સૌથી બીઝી કહી શકાય એવા થીડા અધિકારીઓમાંના એક હતા પંડ્યા સાહેબ.વળી મોટા સાહેબ અને મત્રીઓ પણ નજદીક … અને વિશ્વાસુ તેમજ અનુભવી ...કામગરા તો ખરાજ…
પંડ્યા સાહેબના પત્ની પણ સિવિલમાં નોકરી કરતા હતા .બને પતિ પત્ની કલાસ 1 અધિકારીની પોસ્ટમાં સરકાર માં હતા . બને ખૂબ વ્યસ્ત અને સારા કહેવાય તેવા અધિકારી હતા.
મોટા સાહેબને સ્પષ્ટ કહેવાની હિંમત ભાગ્યે જ કોઈ અધિકારીમાં હતી. બધા તેમની હા માં હા ભણતા રહેતા હતા. પણ પડયા સાહેબ બહુ સારી રીતે સાહેબને ના પણ કહી દેતા અચકાતા નહોતા. ….આમ ન કરી શકાય . આ આપના હિતમાં નથી….વગેરે…
પ્રતિકમાં પંડ્યા સાહેબ વધુ રસ લેતા હતા એનું કારણ એક એમની દીકરી રોશની પણ હતી. પંડ્યl સાહેબ અને પ્રતિકના પરિવાર વચ્ચેના સંબધો વરસો જુના હતા. બને એકજ જ્ઞાતિના પણ હતા. આ તરફ રોશની એમબીએ ના લાસ્ટ યર માં હતી. પ્રતીકને ઓળખતી પણ ઉંમરમાં નાની એટલે વાતમાં ફરક રહેતો.
પંડ્યા સાહેબને પ્રતીક ગમતો એમને રોશની માટે પણ પસંદ હતો . એમને એમ કે જો સરકારી નોકરી માં પડે તો માંગુ વ્યવસ્થિત જ નાખી દેવું . પછી બને ભલે જે નક્કી કરે તે. રોશની ને પણ પ્રતીક સારો છોકરો લાગતો. અને આ બધાનો અંદાઝ પ્રતીકને પણ ખરો એને પણ રોશની આમ તો સારી જ લાગી પણ જેમ લગ્ન વિશે ખાસ ગંભીર તે હજુ નહોતો થયો.
પ્રતીક ના મિત્રો ઘણા હતા અને સ્ત્રી મિત્રો પણ .આમ પણ તે સાલસ સ્વભાવનો અને સોને મદદરૂપ થાય તેવો મિલનસાર હતો. એટલે જ પાર્ટીની બેનો હોય કે મહિલા પત્રકારો હોય પ્રતીકને લગભગ મિત્રની જેમ જ માનતી. કઈ પણ કામ હોય કે જાણવું હોય તેમને પહેલો સોર્સ પ્રતીક જ લાગતો .
પંડ્યા સાહેબ આ બધું જાણતા હતા. વળી એમને પણ પ્રતીક પાસેથી ઘણું જાણવું હતું તો એને કહેવું અને જણાવવું પણ હતું. માહિતીની આપ લે કરવી હતી .એટલે તો આરામથી વાત કરવા ખાસ ઘરે બોલાવ્યો હતો.
પ્રતીક પાસેથી સત્તાધારી પાર્ટીના ને બીજl ઘણા બિઝનેસ વર્લ્ડ ના સમાચાર મળતા હતા. તો સરકારના ને અધિકારીઓના, મંત્રીઓ વગેરેના સમl ચાર એને આપવાના હતા. કેટલીક ખાનગી વાતો પણ થોડી પાસ ઓન કરવાની હતી.
એવું બધું દરેક સરકારોમાં ચાલ્યા કરે જ છે. થોડી ખાનગી વાતો ખાસ માણસો દ્વારા જ લીક થતી હોય છે. જે વિશ્વાસુ અને અંગત કહેવાય તેવા નજદીકના પણ હોય છે. આમ તો સાહેબની સાથેના પર્સનલ સેક્રેટરી ઓ અને ડ્રા ઈવરો જ વધારે માહિતી ઓ લીક કરતા હોય છે. પણ ઘણી વાર જવાબદાર લોકો પણ આ કામ હોંશથી અને ખૂબ જહેમત પૂર્વક કરે છે.
કહેવાય છે કે તમને સૌથી વધુ નુકશાન તમારા ખાસ ને નજદીકના માણસો જ કરતા હોય છે. આ વાત સરકારમાં કે રાજકારણમાં જ માત્ર નહીં જિંદગીમાં બધે જ સાચી હોય છે.
પ્રતિકનો સ્વાતી સાથેની સંબંધ ઘણો જાણીતો હતો . પાર્ટીમાં અને સમાજમાં ઘણાને ખબર હતી. કોલેજ સમયથી બંનેની ગાઢ મિત્રતા અને સાથે જ ફરતા હતા. પંડ્યા સાહેબે તો વળી ખુદ પ્રતીકના મોઢેજ આ પ્રેમકહાણી બંનેની સાંભળી હતી. સ્વlતીને લઈને તે પડ્યા સાહેબના ઘરે પણ જઈ આવ્યો હતો.કોઈ ખાસ કામ લઈને જ વળી. .તેની ઓળખાણ સાહેબ સાથે કરlવી હતી. પોતાના ઘરના સો કોઈ સમત છે તેમ કહી ,બસ સ્વlતીના પિતાની મહોર ની જ રાહ જોઈએ છે તેમ પણ કહી નાખ્યું હતું.
પડ્યા સાહેબે તો એક વાર વાત વાત માં પ્રતિકને
કહી જ દીધું કે તમે બને પુખ્ત છો તો રlહ કોની જુઓ છો ,કોર્ટ મેરેજ કરી નાખો. પ્રતિક ના ઘરમાં તો કોઈને વાંધો જ ક્યાં હતો.
પણ સ્વlતીના પિતા પોતાની દીકરીને લગ્ન જ્ઞાતિ નાજ કોઈ મોટા ઘરમાં કરવા માંગતા હતા. પ્રતિકની જ્ઞાતિ સાથે જ તેમનો મૂળમાં વાંધો હતો. એમનું નામ અને શાખને કારણે પ્રતિકની મદદ આ સંબંધ લગ્નમાં પરિણમે એમl કોઈએ કરી નહોતી.
મૂળ તો જાતિના બન્ધનોને કારણે સો કોઈ અલગ રહ્યા અને માન્યું કે બને પુખ્ત છે તો ક્યાં સુધી વિરોધ કરી શકાય…..વળી પ્રતિક જેવો હિમતવાળો યુવાન અને સ્વાતી પણ મજબૂત હતી એટલે બધા ને એમ કે વાંધો નહિ આવે.
પણ વસ્તુ સ્થિતિ આખી જ જુદી દિશામાં ફંટાઈ ગઈ...યુવાનોનું અને રાજકારણનું કઈ કહેવાય નહીં ક્યારે ક્યાં વળાંક આવી જlય….
પંડ્યા સાહેબ ને સારી ઓળખાણ સ્સ્વાતિના પિતા સાથે હતી. રશ્મિનભાઈ. બિઝનેસમેન હતા ,અમીર હતા. પણ બિઝનેસવાળાઓએ સરકારી અધિકારીઓ પાસે તો સંબધો જlળવવાજ જોઈએ. ખાસ ખુરશીઓ સાચવવી જ રહી. રશ્મિનભાઈ પણ સોહનભાઈ પંડ્યા સાહેબ ને સોહન એમ કહી ઘણીવાર બોલાવતા . બિઝનેસના કામે અવારનવાર મળવાનું તો થતું જ હતું. રશ્મિનભાઈનું જ્ઞાતિનું અભિમાન તોડવાનું એમને ઘણીવાર મન થતું પણ પ્રેક્ટિકલ હતા. એટલે આંખ અlડા કાન કરવા વિશેષ પસંદ કરતાં.
આજકાલના છોકરાં ઓ નું ભલું પૂછવું. કાતો પુખ્ત હોય તો જાતે પરણી જવું પડે . અથવા પછી બહુ અભિમાન હોય તો સંબધ બાંધતા પહેલા વિચાર કરવો . એમનો સ્પષ્ટ મત હતો. પાછળથી જુદા રીત રિવાજો સંસ્કાર, ઉંછેરના કારણે પ્રશ્નો પણ ઉભા થતા હોય છે એ પણ જાણીતી બાબત છે.
આપણા દેશ માં અને સમાજમાં જlતી અને ધર્મના કારણે આવા તો ઘણા લગ્ન ના કે અન્ય સંબધો તૂટે છે કે બંધાતા જ નથી .દહેજ પ્રથા પણ એમાં બહુ મોટો ભાગ ભજવે છે.
જોકે હવે તો સમય ઘણો બદલાયો છે અને નવી પેઢી પણ …..
સંબધ ન થાય તો આજના યુવાનો ને યુવતી ઓ move ઓન કરી લે છે બહુ વાર નથી લાગતી….
પ્રતિક અને સ્વાતી પણ પોતપોતાની કેરિયરમાં આગળ વધી રહ્યા હતા.