The Corporate Evil - 52 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-52

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-52

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-52
નીલાંગ ઓફીસથી કેશ લઇને પરાંજપે પાસે પહોચી ગયો એને પરાંજપેએ કહ્યું ચલો ચા પીએ પછી તમને ખાસ માહિતી આપવી છે. પૈસા પછી લઊં છું એમ કહીને બંન્ને જણાં ચાની કીટલીએ ચા પીવા બેઠાં પરાંજ્પેએ નીલાંગની આંખોમાં આંખ પરોવી પછી આંખો ઝીણી કરીને નીલાંગને કહ્યું હું તમને જે માહિતી આપવા જઇ રહ્યો છું તમારાં પગ નીચેથી ધરતી સરકી જશે જે એકદમ કોન્ફીડેન્શીયલ છે અને કમીશ્નર અને બીજો બે જણ સિવાય કોઇને ખબર નહોતી અને કમીશ્નરે આ વાત બીલકુલ લીક ના થાય એટલે પોતેજ બધાં ખેલ પાડી દીધેલો અને એ બે જણાં જે કમીશ્નર પોતાનાં ખાસ વિશ્વાસુ ગણે છે એમાંનો એક મારો ખાસ મિત્ર અને સાથેજ પોલીસમાં જોડાયેલ અને એ રાષ્ટ્રીયવાદી અને સાચો દેશભક્ત છે અને મેં વિશ્વાસમાં લીધો પછી મને આ માહિતી મળી છે.
પરાંજ્પેએ આગળ વાત કરતાં જણાવ્યું કે તમારાં જેવાં બાહોશ, દેશભક્ત અને મહેનતી પ્રમાણિક પત્રકારને જણાવતાં મને આનંદ અને સંતોષ થાય છે પણ તમને પણ આ સાંભળી ખૂબજ નવાઇ લાગશે કે સમાચાર શું પ્રસરેલા અને સાચે જ શું હતું ?
નીલાંગ જેમ સાંભળતો ગયો એમ એમ ખૂબજ આશ્ચર્ય સાંભળી રહેલો બધી જ વાત જાણ્યા પછી બે મીનીટ ચૂપજ થઇ ગયો. એણે પરાંજ્પેને પૂછ્યુ શું આ વાત સાચી છે ? આવું છે ? ઓહ માય ગોડ.... આતો જાણે અણુબોંબ ફૂટ્યો છે પરાંજ્પે એ કહ્યું તમે સાંભળ્યુ છે એજ સત્ય છે પણ તમને ખાસ કહુ કે આ રીપોર્ટમાં કોઇજ ઉતાવળ નાં કરતાં બધાંજ પુરાવા હોય..ને આવી જાય એ પછીજ એક સાથે ઘડાકો કરજો આ ખાસ વિનંતી છે અને માહિતી પુરી પાડનારની કોઇ ગંધ ના આવે અને એકસાથે બધેજ વીજળી ત્રાટકે એવું કરજો જેથી કોઇ બચવા માટે ક્યાંય દોડાદોડી ના કરી શકે અને કોઇ નિર્દોષ ભોગ ના બને. એટલે ખાસ કાળજી લેજો.
નીલાંગે ખૂબજ આનંદ સાથે કહું ભાઉ તમે ચિંતા ના કરો હું તમારી બધીજ વાત સમજી ગયો છું હું ક્યાંય ઉતાવળ નહીં કરું કાચું નહીં કાપુ બધીજ બાજુની તૈયારી થઇ જાય બધુજ હાથમાં આવી જાય પુરેપુરુ એકદમ પાકુ આયોજન થઇ જાય પછીજ એનો અમલ થશે અને બધીજ જગ્યાએ એક સાથેજ વીજળી ત્રાટકશે ક્યાંય કોઇ બચી નહીં શકે અને આ વ્યભીચાર ભ્રષ્ટાચાર અને નાગઇનાં નાગની નાગચૂડ હાથમાં આવી જશે. હું તરતજ તૈયારી કરી તમને દેશપાંડે સરને વિગતવારમાં સોપીનેજ કરીશ અને મારાં બોસ સાથે ચર્ચા કરી કેન્દ્રની એમની જે પ્રમાણિકતાથી કામ કરે છે એને સાથે રાખીશ અને બીજુ આપનાં કેન્દ્રીય ગ્રહમંત્રી અને પ્રધાનમંત્રી ખૂબજ પ્રભાવીત છે એ લોકોને પણ પ્રથમ માહીતી કહીશ પછી એ લોકો એવી ગોળીઓ ન્યુઝની છૂટશે જે કોઇ બચી નહીં શકે.
પરાંજપે એ કહ્યું ભાઇ નિલાંગ તું વિચારે છે એ સાચુ છે પરંતુ આ લોકોનાં હાથ ખૂબ લાંબા છે એટલે ખૂબજ વિશ્વાસુ અને વફાદાર હોય એમનેજ વાત શેર કરજો આયોજન એટલું ફુલપ્રુફ હોવું જોઇએ કે છેક છેલ્લી ઘડી સુધી કોઇને ગંધ સુધ્ધા ના આવે એની ખાસ કાળજી લેજે.
નીલાંગે કહ્યું કોઇ ભૂલ નહીં થાય આઇ પ્રોમીસ યુ અને પછી 50K કાઢીને પરાંજપેને આપી દીધાં અને પુછ્યુ ભાઉ તમારાં પર ખૂબજ વિશ્વાસ છે અને આજે તમે જે મને માહિતી આપી છે એમાંય આટલાં પૈસા ઓછા પડે પછી હસતાં હસતાં કહ્યું બસ મને સીસીટીવી ફુટેજ અને ફોટા પહોચાડો એટલે ગંગા ન્હાયા પછી આગળનું આયોજન કરું અને હાં ભાઉ ચા ખૂબજ મસ્ત હતી કડક મીઠી...
પરાંજપે કહ્યું આ તારાં દોસ્તનાં કાકાનીજ કીટલી છે નીલાંગે કહ્યું કોણ ? રઘુ ભોંસલે ? અરે પણ તમને કેવી રીતે ખબર પડી કે એ મારાં ખાસ મિત્ર છે ?
પરાંજપેએ કહ્યું હસ્તાં હસતાં ભાઇ હું પોલીસમાં છું અને એ પણ જે સીબીઆઇ માટે કામ કરે છે મને તારી આખી કુંડળી ખબર છે પછી તારા પર વિશ્વાસ મૂક્યો છે તારી ફ્રેન્ડને હમણાંથી મળ્યો નથી તું છેલ્લે મળ્યો ત્યારે છોડ તારી અંગતવાત છે... પણ છોકરી સંસ્કારી છે એટલી ખબર છે.
નીલાંગતો સાંભળીને હક્કો બક્કો રહી ગયો એનાં મોઢામાં વાત જતી રહી હસતો હસતો બોલ્યો ભાઉ તમે તો સાચેજ મારી કુંડળી કાઢી લીધી છે.પણ સારુ છે તમે જાણો છો હું નિશ્ચિંત થઇ ગયો પણ કહેવું પડે તમારી આ ચેનલ જે બધાની માહિતી કઢાવી લે.. ચલો ભાઉ રજા લઉ હજી બીજા કામ પણ થવાનાં છે.
પરાંજ્યે એ હાથ મિલાવી વંદેમાતરમ કહીને છૂટયા પડ્યાં. નીલાંગ વિચારમાં પડી ગયો કે આ પરાંજ્પે તો ખૂબ ખાંટુ છે મારી પણ બધીજ માહિતી છે નીલાંગી વિશે પણ જાણે છે નીલાંગીનો અભિપ્રાય સંસ્કારી છોકરી તરીકે આપ્યો? એણે નીલાંગી ને યાદ કરી અને ઘડીયાળમાં જોયું સાંજ થવા આવી હતી એણે સીધો ફોન કર્યો પહેલાં નીલાંગીએ કટ કરી દીધો હતો.
નીલાંગીએ ફોન ઉપાડ્યો અને કહ્યું હું રેલ્વેસ્ટેશન પહોચી છું હવે આવે એ ટ્રેઇનમાં બેસી જઉ નીલાંગે કહ્યું ઓકે હું દાદર સ્ટેશન પહોચુ છું તું ત્યાં ઉતરી જજે પછી ઘરે સાથે જઇશું મારે વાત કરવી છે. તારો મેસેજ વાંચ્યો છે ચલ આવ એટલે રૂબરૂ વાત કરીએ.
નીલાંગ બાઇક લઇને સીધો દાદર સ્ટેશને પહોચ્યો એનાં મનમાં અનેક વિચારો આવી રહેલાં સવારથી સાંજ સુધી દોડાદોડ કરતો અનેક વ્યક્તિઓને મળતો બધાંને એ આંખ અને વિચારોથી સ્કેન કરતો પછી અંદાજ અને અભિપ્રાય બાંધતો 90% ઉપર એનું અનુમાન જે તે વ્યક્તિ માટે સાચું નીકળતું એટલે એને આવી ટેવજ પડી ગઇ હતી એ સારી હતી કે ખોટી એને ખબર નહોતી પડતી.
વળી પાછો નીલાંગીનાં વિચારોમાં ઉતરી ગયો એને થયું નીલાંગી સારી છે પણ એ મારી જોડે જુઠૂ શા માટે બોલે છે મે વોચ રખાવી એમાં બધેજ પકડાઇ ગઇ છે બધેજ જુઠી સાબિત થઇ છે એની સામે સત્ય રાખીશ તો એ શું બોલશે ? શું જવાબ આપશે ? એ શા માટે આવું કરી રહી છે ? એવું ક્યુ કામ ક્યાં કરે છે કે એ મારી સાથે શેર નથી કરતી. ઓફીસમાં પાર્ટી હતી અને એણે એકજ સીપ મારી કહ્યું આટલું હળાહળ જૂઠ શા માટે બોલી ?
"સ્ત્રી" પોતાનાં સ્ત્રીચરીત્ર ઉપર ક્યારે ઉતરી આવે છે ? કે જ્યારે પોતાનું રક્ષણ કરવાનું હોય કે કોઇ હળાહળ જૂઠ છૂપાવવાનું હોય છે પોતાનું ધાર્યુ કરાવવાનું હોય અથવા ચાલાકીથી પોતાનું કામ કરાવી લેવું હોય એણે છેલ્લે નકારત્મક કોઇને ફસાવવાનો હોય આમાં નીલાંગી શું કરી રહી છે ? કોઇ હળાહળ જૂઠથી પોતાની જાતને મારાથી છુપાવી રહી છે.
સ્ત્રીને જ્યારે પૂરતો પ્રેમ, સંરક્ષણ, હૂંફ, ઘર લાગણી મળી રહેતી હોય તો એ ક્યારેય એનાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નથી કરતી એ પોતાની મળતી હૂફ માહોલ કુટુંબ કે પ્રેમ માટેની વ્યક્તિને વળગી રહે છે એ એને છોડવા નથી માંગતી પરંતુ જ્યારે એને બધીજ રીતે અસંતોષ રહે એ પછી હૂંફ-પ્રેમ-લાગણી પૈસો વાસનાં કે સ્ટેટસ ના મળે તો એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. ક્યાં તો એ બીજાનો સાથ-હાથ પકડે છે કે પોતે કંઇ સ્ટ્રગલ કરી પગભર થવા અને લક્ષ્ય સાંધવા પ્રયત્ન કરે છે. પોતાને ન મળતી વસ્તુ પામવા માટે પ્રયત્નશીલ બની જાય છે.
આમાં નીલાંગીને તો બધુજ ખૂટતું હતું ધન-પૈસો સ્ટેટસ-મોજ મજા કંઇ નહોતું પણ મારો પ્રેમ સાચો પ્રેમ હૂંફ હતી હું ખૂબ પ્રેમ કરુ છું બધીજ રીતે સંતોષુ છું તો એને એવી શી જરૂર પડી કે એ આટલું બધુ જુઠુ બોલી ?
નીલાંગ આવા બધાં અનેક વિચારોમાં હતો અને પ્લેટફોમ પર ટ્રેઇન આવી ગઇ અચાનક વધેલા અવાજે એ ધ્યાનભંગ થયો અને એણે પ્લેટફોર્મ તરફ જોયું અને થોડીવારમાંજ નીલાંગીને આવતી જોઇ.
નીલાંગનાં ચહેરાં પર હાવભાવ બદલાઇ ગયાં એનો ચહેરો આનંદીત અને ખુશ થઇ ગયો એણે નીલાંગીને હાથ કરીને પોતાની હાજરી દર્શાવી.
નીલાંગી છેક પાસે આવી અને એણે બાઇકને કીક મારી અને નીલાંગી બાઇક પર બેસી ગઇ. નીલાંગે કહ્યું બસ તારાંજ વિચારોમાં હતો. નીલાંગીએ કહ્યું, હાં સ્વાભાવિક છે મને પ્રશ્નો પૂછવાનાં છે તારે એ માટે જવાબ આપવાનાં છે. નીલાંગે કહ્યું "ક્યાં જોબ કરીને આવી ? ...... અને નીલાંગી.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-53