The Corporate Evil - 51 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-51

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-51

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-51
નીલાંગને 50k ની બાંહેધરી મળી ગઇ, સાંજ સુધીમાં પૈસા પણ મળી જશે. એણે દેશપાંડે અને પરાંજયે બન્નને રૂબરૂ મળવાનું નક્કી કર્યું એને વિચાર આવ્યો હું 50k વેરીશ પણ મને જે જોઇએ છે એવીજ માહિતી હશે ? એમાં કંઇક તારણ મળી જશે ? કાંબલે અને રાનડે સર મારાં ઉપર આટલો વિશ્વાસ મૂકીને પૈસા વેરી રહ્યાં છે હું સફળ તો થઇશ ને ?
એણે નેગેટીવ વિચારો ખંખેરતાં વિચાર્યું મને સફળતા મળી છે અને મળશે. દેશપાંડે અને પરાંજયે બંન્ને જણાં ખૂબજ પ્રમાણિક છે. પોલીસ બેડામાં આવાં માણસો શોધ્યા નહીં જડે દેશાપાંડે પોલીસ કમિશ્નર ઓફીસમાં અને પરાંજયે LIB એમની સીક્યુરીટી ટીમમાં છતાં બન્ને જણાં કેટલા પ્રમાણિક છે.
એને નીલાંગીનાં વિચાર આવ્યાં અને તરતજ એવો સત્યાને ફોન લગાવ્યો. હાં સત્યા ક્યાં છું તું ?
સત્યાએ કહ્યું સર તમે તો મને ડયુટી આપી છે ત્યાંજ છું તમે ભૂલી ગયા ? છેલ્લાં 3 દિવસથી કાકા સાહેબનાં બંગલે પછી અહી શ્રોફની ઓફીસે બંન્ને જગ્યાએ વોચ રાખું છું પણ ખાસ વાત જણાવું ? તમારી ઓળખીતી મેડમ બે ત્રણ દિવસથી અહીં ઓફીસેજ નથી આવી ? મને આશ્ચર્ય થયું છે એને આપણી વોચ જોઇને નોકરી છોડી દીધી છે કે શું ? અને હસવા લાગ્યો.
નીલાંગે આષ્ચર્ય સાથે પૂછ્યું "શું ફરી બોલ તો ? તું બોલવામાં ભૂલ કરે છે ? પેલી મેડમ નીલાંગી બે ત્રણ દિવસ ઓફીસેજ નથી આવી ? બરાબર વોચ રાખી છે કે તારું બીજે ધ્યાન છે ?
સત્યાએ કહ્યું "નો નો સર બરાબર વોચ રાખી છે સર ભૂલ નથીજ મારી હું ચા પણ મારી પાસે મંગાવી લઊં છું પણ મારી જગ્યાએથી હલ્યો નથી અને સાંજ પછી કાકા સાહેબનાં બંગલે જઉ છું પણ ત્યાં પણ કોઇ હલચલ નથી.
સત્યાએ આગળ કહ્યું અને સર માની લો એક દિવસ ભૂલ થઇ પણ ત્રણ દિવસથી એ આવતાં નથી અને એમની સાથે જે પુરુષ જતા આવતાં એ પણ અહીં ઓફીસ નથી આવતાં એ પાકુંજ છે.
નીલાંગ વિચારમાં પડી જઇને કહ્યું "ઓકે ચલ ફોન મુકુ છું પછીથી તને ફોન કરીશ.
સત્યાનો ફોન મૂકીને નીલાંગ વિચારમાં પડી ગયો કે નીલાંગી 3 દિવસથી નોકરી પર નથી આવી ? તો જાય છે ક્યાં ? એને કોઇ વિચાર આવ્યો અને એ પ્રમાણે કરવુ એવો નિર્ણય લીધો નીલાંગીએ કાલેજ તો મને કહ્યું કે ઓફીસમાં પાર્ટી હતી મેં લીધેલું એવો એનો મેસેજ છે અને સત્યા તો કહે 3 દિવસથી આવી જ નથી અહીં..... સત્યાને ખોટું બોલવા કારણ નથી નીલાંગી હજી મારી સાથે રમત રમી રહી મને સાચું નથી કહી રહી એ કરે છે શું ? એણે મોબાઇલમાં નીલાંગીનો મેસેજ ઓપન કર્યો અને વાંચ્યો. નીલાંગ સોરી ઓફીસમાં પાર્ટી હતી નવા પ્રોજેક્ટની મેં એકજ સીપ લીધી હતી મને માફ કરી દે. પણ મારે તને હર્ટ નહોતો કરવો મને માફ કરીદે હું ઓફીસથી નીકળી ગઇ હતી મારાં બોસને પણ ખરાબ નહોતું લગાડવું આઇ એમ સોરી.....
નીલાંગ ફરી ફરી મેસેજ વાંચી રહ્યો. એ ઓફીસમાં હતી પાર્ટી હતી એક સીપ લીધી પછી નીકળી ગઇ હતી. સત્યો ના પાડે છે કે એ આવ્યાંજ નથી. તો એ ક્યાં ગઇ હતી? કઇ ઓફીસમાં પાર્ટી હતી ? હજી કેટલું જૂઠુ બોલી રહી છે આગળની લીટી વાંચી વધારે ધુંઆપુંઆ થઇ ગયો કે મારાં બોસને પણ મારે ખરાબ નહોતું લગાડવું આઇ એમ સોરી....
એનાં માટે એનો બોસ વધારે અગત્યતો છે હું કે મારો પ્રેમ લાગણી નહીં છતાં એણે દારૂ પીધો એ આટલું તો જૂઠુ બોલી રહી છે તો બીજી શું જૂઠુ નહી બોલતી હોય ? એનાં પર હવે વિશ્વાસ રખાય એમજ નથી એ વેચાઇ ગયેલી છે હવે એનો સોદો એણે જાતેજ કરી લીધો છે નીલાંગને ગુસ્સો શાંત થતો નહોતો એણે પ્રેસ પર હમણાં આવું છું કહીને નીકળ્યો બાઇક સીધીજ શ્રોફની ઓફીસ પર આવી ઉભી રાખી જ્યાં સત્યો હતો એણે કહું સત્યા શું હલચલ છે ? એમ કહી એનાં ફોનમાં નીલાંગીનો ફોટો જોઇને બતાવ્યો બોલ આજ મેડમ ? તું ઓળખે છે ને ? સાચે જ ત્રણ દિવસથી નથી આવતા ?
સત્યાએ કહ્યું હાં હાં સર હવે તો હું ઓળખું છું આ મેડમને એ ત્રણ દિવસથી નથીજ આવ્યાં એમની સાથે જે માણસ જતો એ પણ નથીજ આવ્યો.
સત્યાએ ખૂબજ આત્મવિશ્વાસથી કહ્યું કે સર આં બંન્ને જણાં નથી આવતા હું સાચું કહુ છું નીલાંગે સત્યાને કહ્યું તું રહીં જા કાકાશ્રીનાં બંગલે પછી તારો કોન્ટેક્ટ કરુ છું એમ કહીને સત્યાને ત્યાંથી વિદાય કર્યો અને એ સીધોજ શ્રોફની ઓફીસમાં પેસી ગયો.
***************
તુકારામ પરાંજ્યે એ દેશપાંડેને ફોન લગાવ્યો અને કહ્યું સર અહીંતો બધી માહિતી જુદીજ નીકળી આવી છે. મને નીલાંગ સરે કાકાશ્રીનાં બંગલે વેચવા 50K આપવા કહી દીધાં છે મને સાંજે મળી જશે. પણ મેં ઓફીસમાંથી જે વાતો સંભળાઇ છે એ તમને જણાવું છું હું નીલાંગભાઇને પણ જણાવી દઇશ પણ માહિતી એવી મળી છે કે હું તો સાવ આશ્ચર્યમાં પડી ગયો છું બહાર વાતો શું ચાલે છે અને અંદરની નગ્ન હકીક્ત કંઇક જુદીજ છે. ઓહ માય ગોડ... કેવું કેવું ચાલે છે.
દેશપાંડે સાંભળીને એકદમ ચકિત થઇ ગયો. ઓહો યે બાત હૈ અરે યે બડે લોગોં કી બડી બાતે હૈં અપુનકો નીલાંગ સે સબ સચ્ચી બાત બતાની હૈ... ઠીક હૈ તુમ ઉસકે પૈસે કા વ્યવહાર ઠીક સે કર લેનાં. ઔર જો ભી એવીડન્સ મિલે ઉસકી નકલ કરવા લેના એક તેરે પાસ રખના એક નીલાંગ કો દેના. લડકા બહાદુર હૈ પરવા નહીં કરતા કીસીકી ન આવક કી જાવક કી... ઐસે બંદે કો મદદ કરની હી ચાહીએ.
પરાંજ્યેએ કહ્યું હાં ઓકે સર શામ કો બાત કરતા હું ઔર નીલાંગભાઇ કે સામને હી આપકો ફોન કરુંગા ઓકે રખતા હું જયહિંદ.... સામેથી જયહિંદ કહીને ફોન મૂકાયો.
***********
નીલાંગ કંપનીની ઓફીસમાં ધૂસ્યો અને રિસેપ્સ્નિસ્ટ પાસે જઇને શીષ્ટાચારથી પૂછ્યું "મેમ નીલાંગી આપ્ટેકા કામ હૈ બુલાઓના... પેલી રીસેપ્નીસ્ટ જવાબ આપે એ પહેલાં ઇન્ટરકોમથી ફોન આવ્યો પેલીએ ફોન ઉપાડ્યો અને હાં હાં કરી ફોન મૂક્યો.
નીલાંગે ફરી પૂછ્યું નીલાંગી આપ્ટે રીસેપ્નીસ્ટે કહ્યું વો તો નહીં હૈ ઔર અબ યે યહાઁ કામ નહીં કરતી.
આપ..... આપ તો ઉસકે મંગેતર હૈ નાં ? પહેલે ભી આયેથે આપકો નહીં માલુમ ?
નીલાંગે કહ્યું નહીં પતા અબ વો કહાં કામ કરતી હૈ ? રીસેપ્નીસ્ટે હસતાં હસતાં કહ્યું "જો યહાઁ સે છોડકર જાતે હૈ ઉસકા માલુમાત હમ નહીં રખતે.... ઔર એક બાત ઔર કહું ઉસને છોડી નહીં હૈ નીકાલા ગયા હૈ .... પછી એ એનાં કામમાં લાગી ગઇ.
નીલાંગ વિચારમાં પડી ગયો એણે છોડી નથી નીકાળી મૂકી છે ? એ ક્યાં જાય છે તો જોબ માટે ? એ આટલું બધું મારાથી છુંપાવે છે ? એનાં પર્સમાં એ દિવસે આટલાં બધાં પૈસા ક્યાંથી હતાં ?
એનાંથી આ સસ્પેન્સ ના જીરવાયું એણે નીલાંગીને ફોન કર્યો રીંગ વાગી પણ એણે કાપી નાંખ્યો નીલાંગને ખૂબજ ગુસ્સો આવ્યો પણ એણે ફરીથી ફોન ના કર્યો.
***************
સાંજે ઓફીસમાંથી 50k લઇને એણે જેકેટની અંદરનાં ખીસામા મૂકી બાઇક લઇને પરાંજયે પાસે જવા નીકળી ગયો. લગભગ કલાકનાં ડ્રાઇવીંગ પછી પરાંજપે પાસે પહોચી ગયો. દાદર સ્ટેશનની પાછળ ચા ની કીટલી વાળો છે ત્યાં પરાંજપે રાહ જોઇ રહેલો.
નીલાંગે એને જોયો અને ત્યાં કીટલી પાસે સાઇડમાં બાઇક પાર્ક કરી અને પરાંજ્પે એને જોઇ એની પાસે આવ્યો અને ચા વાળાને બે ચાનો ઓર્ડર કર્યો.
નીલાંગે પરાંજપેની સામે જોતાં કહ્યું "હું પેમેન્ટ લઇને આવ્યો છું તું કહે ત્યાં તને પૈસા આપુ. અને બીજી ખાસ માહિતી શું છે ?
પરાંજ્પેએ કહ્યું અરે લઊં છું પૈસા હમણાં પહેલાં ગરમા ગમર ચા પીઓ... વાત એવી છે કે તમારાં હોંશ ઉડી જશે નીલાંગે કહ્યું "ઓહો એવી શું સીક્રેટ વાત છે ? એટલામાં પોયરાએ ચા પકડાવી.
પરાંજ્પેએ ચાની ચુસ્કી લેતાં લેતાં કહ્યું.. નીલાંગ વાત એવી છે કે... જેમ જેમ સાંભળતો ગયો એમ એમ નીલાંગનો શ્વાસ જાણે અધ્ધર ચઢતો ગયો........
વધુ આવતા અંકે ---- પ્રકરણ-52