Dil A story of friendship - 14 in Gujarati Fiction Stories by Dr Jay Raval books and stories PDF | દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-14: પુનઃમિલન

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-14: પુનઃમિલન

ભાગ-14: પુનઃમિલન

"જે થઈ ગયું એને ભૂલી જા અને હવે જે કરી શકે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર. હવે એનો હાથ પકડી લે અને આ અંધકારમાંથી ખેંચીને એને અજવાળા તરફ લઈ આવે. એને એના બેસ્ટફ્રેન્ડની જરૂર છે અને એ તારા વગર કોઈ કરી શકે એમ નથી. હું તારી સાથે છું."કાવ્યાએ દેવના માથામાં હાથ ફેરવતા કહ્યું.

તેણે આગળ કહ્યું,"હમણાં આ સમય પસ્તાવો કરીને રડવા બેસવાનો નથી. એને એક ખરાબ સ્વપ્ન સમજીને ભૂલી જા. ના એમનો કોઈનો દોષ હતો કે ના તારો. એ વખતે પરિસ્થિતિ જ કંઈક એવી હતી કે કોઈના કંટ્રોલમાં નહોતી. પણ અત્યારે પરિસ્થિતિ તારા હાથમાં છે. એટલે આ બધું છોડ અને હવે પહેલાની જેમ પાછા ભેગા થઈ જાવ અને ફરીથી જુના દિવસોની જેમ જીવવા માંડો."

એટલામાં લવ ત્યાં ઉતાવળો ઉતાવળો આયો. "ચલો, ઇશીતા ભાનમાં આવી ગઈ છે." કહીને તેમને લઈને રૂમ તરફ વધી ગયો.
દેવ આ સાંભળીને ખુશખુશાલ થઈ ગયો. તેને ઇશીતાને મળવાની ઉતાવળ આવી ગઈ.

"તમે હમણાં બહાર ઉભા રહો. હું કહું ત્યારે અંદર આવજો." લવે કહ્યું.

લવ અંદર પ્રવેશ્યો અને ઇશીતાએ તેને જોઈને પૂછ્યું,"ક્યાં જતો રહ્યો હતો મને આમ એકલી મૂકીને?"

"તારા માટે કંઈક લેવા ગયો હતો. બોલ તારે શુ જોઈએ છે?" લવે ઉત્સાહભર્યા અવાજે કહ્યું.

"મારે જે જોઈએ છે એ તને ખબર જ છે, જે ક્યારેય પૂરું નથી થવાનું." કહીને ઇશીતાએ નિરાશ થઈને માથું નીચે નમાવી દીધું.

"આવી જાઓ."લવે રૂમની બહાર ડોકિયું કરીને કહ્યું.

દેવ રૂમની અંદર પ્રવેશ્યો. ઇશીતાએ લવનો અવાજ સાંભળીને ઉપર જોયું. દેવને જોઈને ઇશીતા ચોંકી ગઈ. તેને માન્યામાં જ નહતું આવતું કે આ બધું સાચું છે. તેણે લવ સામે ભીની આંખે જોયું. એ આંખો જાણે પૂછી રહી હતી કે આ ખરેખર દેવ જ છે ને? લવે હકારમાં માથું ધુણાવ્યું. દેવ પણ ઇશીતાને જોઈ રહ્યો. બંનેની આંખો મળી અને સમય જાણે થંભી ગયો. અશ્રુધારા વહી રહી હતી. હદયના ધબકારા વધી ગયા હતા. બંને બાજુથી જાણે આંખોથી સંવાદ ચાલી રહ્યો હતો. ઇશીતાની ભીની આંખો જાણે દેવને પૂછી રહી હતી," ક્યાં જતો રહ્યો હતો તારી આ ફ્રેન્ડને મૂકીને? તને કેટલું મીસ કર્યું છે." અને બીજી બાજુ દેવની આંખો જાણે ઇશીતાને પૂછી રહી હતી,"આ બધું શું ગાંડપણ માંડ્યું છે." આ ક્ષણિક નિરવતા પછી દેવના કદમો ઇશીતા તરફ ધીમે ધીમે વળ્યાં. ઇશીતાના હાથમાં દવાની બોટલ લાગેલી હતી, નહીં તો એ હાલ સફાળી ઉભી થઇ દોડતા દોડતા જઈને દેવને વળગી પડે. દેવ ઇશીતાની પાસે જઈને બેસી ગયો અને અશ્રુભીની આંખોએ બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા. પાંચ વર્ષનો બધો અણગમો અને ગુસ્સો આજે અશ્રુથકી વહી ગયો. ક્યાંય સુધી બંને ભેટીને બેસી રહ્યા. લવ પણ પાસે આયો અને તેમને ભેટી પડ્યો. આજે વર્ષો પછી ફરીથી એ 'દિલ' જે તૂટી ગયું હતું, તે ફરી જોડાઈ ગયું હતું.

ત્રણેય છુટા પડ્યા. ઇશીતા દેવને જોઈ રહી અને પછી મસ્તીમાં તેને બોલતા બોલતા મારવા લાગી,"ક્યાં જતો રહ્યો હતો, નાલાયક? કંઈ ભાનબાન પડે છે? આવુ પોતાના બેસ્ટફ્રેન્ડને એકલું મૂકીને કોણ જતું રહે યાર? આઈ મિસ યુ એ લોટ." કહીને ફરી તેને ભેટી પડી.

આ નિખાલસ અને નિર્દોષ મિત્રતા જોઈને કાવ્યાની આંખમાં પણ આંસુ આવી ગયા. આ બધું તે રૂમમાં એકબાજુ સાઈડમાં ઉભા ઉભા નિહાળી રહી હતી. એણે મનમાં વિચાર્યું કે એમની દોસ્તી ક્યારેય તૂટે એવી જ નથી, એમનો સંબંધ જ એવો છે. ભગવાન આવા દોસ્ત સહુને આપે.

એટલામાં ઇશીતાનું ધ્યાન કાવ્યા ઉપર પડ્યું.
"આ કોણ છે?" ઇશીતાએ કાવ્યાને જોઈને દેવને પ્રશ્ન કર્યો.

"આ કાવ્યા છે. તું એને નથી ઓળખતી, પણ એ તને સારી રીતે ઓળખે છે, જેટલું હું તને ઓળખું છું." દેવે સ્માઈલ કરતા કરતા કાવ્યા સામે જોઇને ઇશીતાને કહ્યું.

"ગર્લફ્રેન્ડ?"

"વાઈફ." કહીને દેવ જીભડો કાઢીને ઉભો રહી ગયો. તેને ખબર પડી ગઈ કે હવે એનો ઉધડો લેવાવાનો છે.

"હરામી, લગ્ન કરી લીધા કોઈને પણ કીધા વગર. પાછો આપણને શુ કહેતો હતો કે મને પૂછ્યા વગર તમે કેવી રીતે આટલો મોટો નિર્ણય લઈ શકો." ઇશીતાએ લવને જોઈને કીધું અને પછી ફરીથી દેવને મારવા માંડી.

"બસ બસ પણ હવે, સોરી. પાર્ટી આપી દઈશ તને...." કહીને દેવ અટક્યો અને પછી એને વાક્ય પૂરું કર્યું, "વિસ રૂપિયાની દાબેલીની " કહીને ઇશીતાને હેરાન કરવા લાગ્યો.

"જાને યાર, હેરાન નહીં કર." ઇશીતાએ અકળાઈને કહ્યું.

"સાચે? જતો રહું પાછો, બોલ?" દેવે ફરી હેરાન કર્યું

"હવે તો તને જવા જ ના દઉં." કહીને ઇશીતાએ દેવનો હાથ પકડીને મરડ્યો અને આમ એ વર્ષો જૂની મસ્તી ફરી જીવંત થઈ ગઈ.

હોસ્પિટલમાં આટલો બધો શોરબકોર થવાથી બહારથી નર્સ આવી અને તેણે દરવાજો ખોલીને કહ્યું,"અવાજ ઓછો કરો. આ હોસ્પિટલ છે. તમારી કોલેજ નથી અને એક પેશન્ટ સાથે આટલા બધા લોકોને રહેવાની મંજૂરી નથી, કોઈ એક જ માણસ રહેશે. પાંચ મિનિટમાં બીજા બધા નીકળી જજો." કહીને દરવાજો બંધ કરીને જતી રહી.

ચારેયજણા નર્સના ગયા પછી એકબીજા સામે જોઇને હસવા લાગ્યા.

"હાય કાવ્યા, આપણે તો ફર્સ્ટ ટાઈમ મળીએ છે. બટ, યુ નો તું લકી છે કે દેવ જેવો પાર્ટનર તને મળ્યો છે." કહીને ઇશીતાએ હાથ લંબાવ્યો. કાવ્યાએ હકારમાં માથું ધુણાવી હાથ મિલાવ્યો.

"બાય ધ વે, થેન્ક્સ ટુ કાવ્યા. એના લીધે જ આપણે ત્રણેય આજે ભેગા છીએ." દેવે કહ્યું.

"એ કેવી રીતે?" કાવ્યાને કંઈ સમજાયું નહીં.

"મેં તો નક્કી કરી લીધું હતું કે હું સુરતમાં પગ નહીં મુકું, પણ કાવ્યાની બદોલત હું ફરી અહીં આવ્યો છું અને હવે તો અહીં જ શિફ્ટ થઈ ગયો છું." દેવે ઇશીતાને ખુશખબર આપી.

"ચલ, તું અહીંથી ઉભો થા હવે અને કાવ્યાને બેસવા દે. મારે એનું કામ છે." કહીને તેણે ધક્કો મારીને દેવને ઉભો કર્યો.

"ભાભી આવી ગઈ એટલે મને ભૂલી જવાનો એમ?" કહીને મોઢું બગાડતો દેવ સાઈડમાં જઈને ઉભો રહી ગયો.

કાવ્યા ઇશીતાની બાજુમાં આવીને બેસી ગઈ. ઇશીતાએ એનો હાથ પકડ્યો અને કહ્યું,"થેન્ક્સ એ લોટ, કાવ્યા. તે જે કર્યું છે એનું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું." કહીને તેણે કાવ્યને ગળે લગાડી.

"મેં કંઈજ નથી કર્યું. મને તો આ વાતની ખબર પણ નહતી. હું તો માત્ર નિમિત્ત છું, તમારા લોકોનું મળવાનું ભાગ્યમાં લખેલું જ હતું." કાવ્યાએ કહ્યું.

"તમે લોકો હજી સુધી ગયા નથી? ચલો નીકળો હવે. સવારે આવજો." નર્સ ફરીથી આવીને ધમકાવી ગઈ.

"તું અને કાવ્યા નીકળો,દેવ. હું અહી રોકાઉ છું. સવારે ફરીથી મળીએ." લવે દેવને કહ્યું.

"સ્યોર? નહીં તો હું રોકાઉ." કાવ્યાએ કહ્યું.

"ના તમે નીકળો, સવારે આવી જજો." લવે કહ્યું.

બંનેને બાય કહીને દેવ અને કાવ્યા ત્યાંથી ઘરે જવા માટે કારમાં નીકળી ગયા.
"શું વિચારે છે?" દેવે કાર ચલાવતા ચલાવતા પૂછ્યું.

"તમારી ફ્રેન્ડશીપ જોઈને વિચારતી હતી કે કાશ મારા પણ આવા કોઈ ફ્રેન્ડ્સ હોય. તમારો સંબંધ જ કંઈક નિરાળો છે." કાવ્યાએ દેવને પોતાના મનની વાત કહી.

"કાશ શું કરવા, હવે આ બધા તારા પણ ફ્રેન્ડ્સ છે. તું પણ આ જ ગ્રુપની હવે સદસ્ય છે." કહીને દેવે કાવ્યાનો હાથ પકડી લીધો.

"આજે એને જોઈને જરાય લાગતું નથી કે દુઃખી હોય. નહીં?" દેવે પૂછ્યું.

"માણસ બહારથી ખુશ લાગતું હોય, પણ જરૂરી નથી કે અંદરથી પણ ખુશ જ હોય. હમણાં તું અહીં છે એમાં એનું દુઃખ એ ભૂલી ગઈ છે. પણ જો તું જરાય પણ દૂર જતો રહીશ તો એ ફરીથી એજ નિરાશામાં પાછી ધકેલાઈ જશે." કાવ્યાએ સમજાવતા કહ્યું.

"એ હું હવે ફરીથી નહીં થવા દઉં. હું હવે એને ફરીથી પહેલા જેવી ના કરી દઉં ત્યાં સુધી એનો સાથ નહીં છોડું. ભગવાને મને બીજો એક મોકો આપ્યો છે અમને બધાને. આ મોકો હું નહીં ગુમાવું." કહીને તે ફરી ગાડી ચલાવવા લાગ્યો.

******************************

"તને કીધું હતુંને કે જલ્દી કરજે. મોડું થઈ જશે. આઠ વાગી ગયા." કાવ્યાએ ઉતાવળમાં પોતાનું પર્સ લેતા કહ્યું.

"અરે નથી મોડું થયું, હજી આઠ જ વાગ્યા છે. પહોંચી જઈશું ફટાફટ." દેવે તૈયાર થતા કહ્યું.

"ચાલ હવે જલ્દી. તારું દર વખતનું છે, લેટ કરવાનું." કહીને કાવ્યાએ ઘર બંધ કરી દીધું.

બંનેજણા રસ્તામાંથી ઇશીતા માટે થોડા ફ્રૂટ્સ લઈને હોસ્પિટલ પહોંચ્યા. એટલામાં કાવ્યાનો ફોન રણક્યો.
"તું જા. હું પાંચ મિનિટમાં ફોન પર વાત કરીને આવી." કહીને કાવ્યા ઇશીતાના રૂમથી થોડે દુર વાત કરવા ઉભી રહી ગઈ.

"હા, સારું. પણ જલ્દી કરજે." કહીને દેવ આગળ વધી ગયો.

"એ બધી અરેન્જમેન્ટ્સ મેં જે પ્રમાણે મેઇલ તને કર્યો છે એમ જ બધુ કરવાનું છે. બજેટની ચિંતા આપણે નથી કરવાની. મારે આમાં કોઈ કમી નથી જોઈતી. હમણાં હું થોડી બીઝી છું, તને ફરી કોલબેક કરું, ત્યાં સુધી તું તારી રીતે પોતાના આઈડિયાઝ પણ વિચારી રાખ. બાય." કાવ્યાએ કટ કરીને ફોન પર્સમાં મુક્યો.

અચાનક તેની નજર ઇશીતાના રૂમ ઉપર પડી. રૂમમાંથી કેટલાક વ્યક્તિઓ નીકળ્યા અને એમને જોઈને કાવ્યા હેરાન રહી ગઈ. કાવ્યા વિચારોમાં ખોવાઈ ગઈ અને તેના મુખ ઉપર અસમંજસની રેખાઓ છવાઈ ગઈ. તેના મનમાં સવાલોનું વાવાઝોડું શરૂ થઈ ગયું.
તે વ્યક્તિઓ ત્યાંથી આગળ વધી ગયા અને અચાનક કાવ્યાએ એ દિશામાં દોટ મૂકી.

(ક્રમશઃ)