Premkahaani sun 2100 ni - 1 in Gujarati Love Stories by Jainish Dudhat JD books and stories PDF | પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 1

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 1

પ્રેમકહાની સને 2100 ની:- ચાહતથી જુનુન સુધી (ભાગ-1)

"સમય" કુદરતનુ એક એવું પરિબળ છે જે સૃષ્ટિના સર્જનથી શરૂ થઈ તેના અંત સુઘી સતત અને અવિરત વહેતો રહેશે. આ સમય ઘણા જીવોથી લઈને વિવિધ સંસ્કૃતિઓ અને જીવસૃષ્ટિને જડમૂળથી બદલી નાખનારા મહાવિનાશોનો સાક્ષી રહ્યો છે, છતાં એ પોતાની ક્યારેય ન બદલાનારી અને અચળ ઝડપે વહ્યા જ કરે છે. છતાં કોઈ નથી જાણતું કે આ સમયનો પ્રવાહ ક્યાં જઈને અટકશે. માનવ જાતની શરૂવાત તો 10 લાખ વર્ષો પહેલાં થઈ હતી, પણ તેનો અંત ?

શું માનવીઓનો અંત અન્ય જીવો અને સંસ્કૃતિઓની જેમ સમય આવ્યે થશે કે પછી આ કાળા માથાનો માનવી કુદરત અને સમયના ચક્રની વિરૂધ્ધ કોઈ ઉપાય શોધી લેશે પોતાના અસ્તિત્વને અનંત કાળ સુધી ટકાવી રાખવા ?

ખેર એનો જવાબ પણ આમ જોવા જઈએ તો સમય પાસે જ છે, હું તો માત્ર મારા મનના પ્રશ્નો મનને જ પૂછીને તેનો ઉત્તર શોધવા માટે પ્રયત્ન કરુ છું અને જે કાંઈ ઉત્તર પ્રાપ્ત થાય છે તે તારી સાથે શેર કરું છું. તો આજના દિવસ માટે આટલા જ વિચાર, ફરી પાછો તને કાલે મળીશ. See you my everything, શિવિકા.

≤=====================================≥

એક બીપના અવાજ સાથે જ રેકોર્ડિંગ સ્ટોપ થયું અને અમુક સેકન્ડના અંતરાલ બાદ એક ફિમેલ કમ્પ્યુટર વોઈસ તેના યુઝર સાથે વાત કરે છે. "હેલ્લો Mr. વૈભવ, આજનો સંદેશો તેની તારીખ સાથે રેકોર્ડ થઈ ગયો છે, અને જૂના રેકોર્ડિંગ જ્યાં સ્ટોર છે ત્યાં મોકલી આપ્યો છે."

"ગુડ" વૈભવે જવાબમાં બસ આટલું જ કહ્યું અને પોતાના બેડ તરફ આગળ વધ્યો. "Mr. વૈભવ, રોજ કરતા વધારે જ ઈજાઓ થઈ છે આજે તમને. એટલે હુ તમારા બેડને isolation ચેમ્બરમાં કન્વર્ટ કરું છું. Please wait for the 60 seconds." વૈભવ બેડ પર સુવાની તૈયારી કરતો હતો તે પેહલા જ ફરી એકવાર તેજ કમ્પ્યુટર વોઈસ સંભળાયો.

"એની જરૂર નથી, સવાર થતા પેહલા હુ પાછો સ્વસ્થ થઈ જઈશ. Let it be as it is. No need of isolation chamber" વૈભવે તેને પાછો જવાબ આપ્યો.

"Mr. વૈભવ, પોતાની everything, પોતાની શિવિકાની વાત નહી સાંભળો ?" ફરી એજ અવાજ આવ્યો અને આ વખતે વૈભવના પગ આગળ વધતા અટકી ગયા અને તેના ચેહરા પર એક મુસ્કાન આવી ગઈ. "શિવિકા, તું પણ મનુષ્યની જેમ જીદ્દ કરતા શીખી જ ગયી એમને. Not fair. કોઈ પોતાના જ creater ને emotionally blackmail કઈ રીતે કરી શકે ?" થોડો નારાજ હોવાના દેખાવ અને સ્મિત સાથે વૈભવ બોલ્યો.

"આપ સાચું જ કહી રહ્યાં છો Mr. વૈભવ. હું તમને emotionally blackmail ના જ કરી શકું. મારૂ પ્રાથમિક લક્ષ્ય તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે છે, એને પૂરું કરવાં માટે કઈ પણ કરી શકુ તેવો ઓર્ડર તમે જ મને આપ્યો છે." વૈભવના પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શિવિકાએ સમજાવ્યું. "શિવિકા, એક દમ મારી possessive girlfriend ની જેમ જ વર્તન કરે છે હો તું આજ કાલ." વૈભવ એક દમ મસ્તીના મૂડમાં આવી ગયો હતો.

"Yes Mr. વૈભવ. તમારી girlfriend જ છું, એટલે મારો એટલો હક તો છે જ કે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખું અને જરૂર પડે ત્યારે હેરાન પણ કરૂ." જાણે વૈભવનો મજાક પણ સમજી ગયી હોય તેમ શિવિકા પણ તેની જ સ્ટાઈલમાં જવાબ આપી રહી હતી. જ્યાં સુધી વૈભવ અને શિવિકા વચ્ચે આ સંવાદ ચાલ્યો ત્યાં સુઘી isolation ચેમ્બર તૈયાર થઈ ગયો. વૈભવ ચેમ્બર તરફ આગળ વધ્યો અને શિવિકા સાથે ફરી વાત ચાલુ કરી.

"શિવિકા, ચલ તો તારી બધી આંખો બંધ કર. મારે ચેમ્બરમાં જતા પેહલા બધા કપડા ઉતારવા પડશે. મારી બિલકુલ ઈચ્છા નથી કે તું મને કપડા વગર જોવે." હજી પણ વૈભવ મસ્તીના મૂડમાં જ હતો અને સાથે સાથે શિવિકાથી કઈક છુપાવવા પણ માંગતો હતો. "Not fair Mr. વૈભવ. પણ વાંધો નહી, તમારી ઈચ્છાને માન્ય રાખું છું. શિવિકા closing her eyes on three, two, one and start." હસવાની સાથે સાથે શિવિકાએ રૂમના બધા જ કેમેરા અને સેન્સરને થોડા સમય માટે shut down કરી દીધા.

વૈભવ ફટાફટ પોતાના કપડા કાઢીને isolation ચેમ્બરમાં દાખલ થયો અને recovery mode ઓન કરી ચેમ્બરનું ઢાંકણું બંધ કરી દીધું. ચેમ્બર બંધ થતાની સાથે જ વૈભવની સારવાર ચાલુ થઈ ગઈ અને શિવિકાએ તમામ કેમેરાઓ અને સેન્સરને ફરીથી એક્ટિવ કરી દીધા અને ચેમ્બરમાં થતી બધી ગતિવિધિઓને પોતાના priority લીસ્ટમાં ઉપર રાખીને મોનીટર કરવા લાગી.

≤=====================================≥

વૈભવ:-

22 મી સદીનો એક યુવાન, અત્યંત બુધ્ધિશાળી, દિલથી એકદમ નાના બાળક જેવો, પરંતુ અંતર્મુખી સ્વભાવ, બહારની દુનિયા સાથે જલદી ભળી શકતો નહી. 22 મી સદીના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિઓ Dr. Richard અને Dr. Damini નો એકનો એક દિકરો એટલે વૈભવ. તેની દુનિયા તેના દ્વારા બનાવેલ એક અતિઆધુનિક બિલ્ડિંગ સુઘી અને પોતાની મનગમતી રમત "Robo-war" સુધી સીમિત હતી.

પોતાની કુશાગ્ર બુદ્ધિથી જાતે જ ડિઝાઈન કરેલા ઘરમા રેહવુ અને અઠવાડિયામાં એક દિવસ "Robo-war" રમવા જવું આ તેનો ફિક્સ રૂટિન હતો. માતા પિતા તરફથી વારસામાં મળેલ અત્યંત તેજસ્વી બુદ્ધિ ચાતુર્યનો માલિક નાની ઉંમરથી જ દુનિયાને પોતાની બુધ્ધિનો પરિચય આપી ચુક્યો હતો.

પરંતુ જેમ જેમ વૈભવ પોતાની જુવાની તરફ આગળ વધ્યો તેમ તેમ દુનિયાથી અલગ પડતો ગયો અને છેવટે તે અંતર્મુખી બની ગયો. બહારની દુનિયા સાથે જાણે એને સંપર્કમા રેહવાની ઈચ્છા જ નહોતી રહી. એવામાં "Robo-war" નામના કાર્યક્રમે તેને ફરી પાછો દુનિયા સમક્ષ lime light માં મૂકી દીધો. આ કાર્યક્રમ પણ તેની તેજસ્વી બુદ્ધિનું જ પરિણામ હતું.

આ કાર્યક્રમ તો વૈભવે પોતાના મનોરંજન માટે જ બનાવ્યો હતો, પણ અચાનક જ તેના brilliant મગજમાં એક વિચાર આવ્યો અને તેને આ કાર્યક્રમને એક ખેલનું રૂપ આપી દીધું. 1st ગેમના વિડિયોને ઓન એર કરીને વૈભવે આખા વિશ્વમાં તહેલકો મચાવી દીધો. જે intelligent વૈભવને દુનિયા ઓળખતી હતી તેમણે વૈભવનું એક અનોખું અને ક્યારેય ન જોયેલું અને જાણેલું રૂપ જોયું.

એક જ રાતમાં વૈભવ સ્ટાર બની ગયો અને તેના આ કાર્યક્રમ કે ખેલ "Robo-war" ને ઓલ ટાઈમ હાઈ રેટિંગ પર પહોંચાડી દીધો. દુનિયાની ટોપની કંપનીઓએ "Robo-war" માં ભાગીદારી નોંધાવવા તથા ખરીદવા માટે તૈયારી બતાવી, જેમાં વૈભવના માતા પિતાની કંપની પણ સામેલ હતી. પરંતુ વૈભવ માટે "Robo-war" તેનું જીવન હતું ના કે કોઈ બિઝનેસ. અને આ બધામાં તેનો સાથ નિભાવતી હતી તેની everything એટલે કે "શિવિકા".

શિવિકા:-

નામ સંભાળીને એમ જ લાગે કે વૈભવની કોઈ સ્ત્રી મિત્ર અથવા એનાથી વિશેષ હશે કોઈ, પરંતુ એવું છે નહી. શિવિકા એટલે વૈભવ દ્વારા પોતાના માટે જ બનાવેલ Artificial Intelligence એટલે કે "કુત્રિમ બુદ્ધિમત્તા". ચોંકી ગયા ને ? 😜😂

જી હા, શિવિકા એક કુત્રિમ બુદ્ધિમત્તા છે, જેને મનુષ્યની જેમ પોતાનું મગજ છે, જે મનુષ્યની જેમ વિચારી શકવા સક્ષમ છે, સાથે સાથે તે મનુષ્યોની જેમ લાગણીઓ પણ અનુભવી શકે છે. વૈભવે પોતાની સ્કુલનું graduation પૂરું કર્યું ત્યાં સુધીમાં તેણે આ Artificial Intelligence પ્રોગ્રામનું કામ પણ પૂર્ણ કરી નાખ્યું હતું. જયારે સ્કુલની graduation સેરેમનીમાં વૈભવ પોતાનાં આવિષ્કાર "શિવિકા" સાથે દાખલ થયો ત્યારે જે થયું તેના પડઘા આખા વિશ્વમાં પડ્યા હતા.

આટલી નાની ઉંમરમાં પણ Artificial Intelligence ના ક્ષેત્રમાં આટલી પ્રગતિ તેને દુનિયામાં નામના અપાવવા માટે કાફી હતી. ખુદ વૈભવના માતા પિતા તેની આ ઉપલબ્ધિથી હેરાન હતા. ત્યાર પછીના સમયમાં વૈભવ માટે તેનું બધુ જ શિવિકા હતી. સમયની સાથે સાથે શિવિકા ઘણું શીખતી ગઈ અને પોતાને વધુ કાબિલ અને યોગ્ય બનાવતી ગયી. વૈભવે પણ તેની ડિઝાઈનમાં ઘણા ફેરફાર કર્યા અને તેનુ પરિણામ હતું, 22 મી સદીનું સૌથી brilliant Artificial Intelligence device "શિવિકા" વૈભવ પાસે હતું.

≤=====================================≥

વધુ આવતા ભાગમાં,