Love marriage in lockdown in Gujarati Love Stories by Jay Pandya books and stories PDF | લોકડાઉનમાં લવ મેરેજ

Featured Books
Categories
Share

લોકડાઉનમાં લવ મેરેજ

લોકડાઉનમાં લવ મેરેજ

માતંગ અને માયા બંને ગાર્ડનમાં બેંચ પર બેઠા હતા. અને વાતચીત કરતા હતા.બંને ખુબ સારા મિત્ર છે. અને સગાઇ માટે વિચાર કરે છે. બંને એક જ ક્લાસમાં ભણતા હતા. અને બંને એકબીજાને વર્ષોથી જાણે છે. બંનેની ફેમિલી વચ્ચે પણ ખુબ જ સારા રિલેશન છે. હવે આજે બંને મેરેજ માટે વાતચીત કરે છે.

માતંગ - માયા તે શુ વિચાર કર્યો છે ?

માયા - આઈ થિન્ક માતંગ મેં હજી સુધી મમ્મી પપ્પા સાથે આ વિશે કઈ જ ડિસ્ક્સ કર્યું નથી. તો હું વિચારું છું કે હમણાં થોડો ટાઈમ આ વિશે વિચારવું જોઈએ. ત્યાર પછી જ કંઈક ડિસાઇટ કરવું જોઈએ.

માતંગ - હવે મને નથી લાગતું કે આ બાબતમાં વિચાર કરવા જેવું છે. કારણ કે તું અને હું આપણે બંને એકબીજાને ખુબ જ સારી રીતે જાણીએ છીએ અને પસંદ કરીએ છીએ. તો પછી હજી તારે શા માટે ટાઈમ જોઈએ છે. તારા મનમાં મારાં વિશે કે મારી ફેમિલી વિશે કઈ ડાઉટ છે. તો મને કહી દે કાં તો તું નિરાંતે વિચાર કરીને મને ફોનમાં કહી દેંજે. મારે કઈ જ ઉતાવળ નથી.

માયા - નો નો એવું કઈ જ નથી. પણ.

માતંગ - તો શુ તે માયાનો હાથ પકડે છે. અને બંને એકબીજાને પ્રેમાળ નજરે જુએ છે.

માયા - માયા એક હળવું એવુ સ્મિત માતંગ સામે આપે છે. જાણે તેનું સ્મિત માતંગને કંઈક કહેવા માંગે છે.

માતંગ - માયાના હાથ પાસે પોતાના હાથને હળવેથી લઈ જાય છે અને તેના હાથમા પોતાનો હાથ પરોવે છે. બંને એકબીજા સામે જુએ છે. અને માયા શરમાય જાય છે. અને એકબીજાને પોતાના મનની વાત વગર કહ્યે જ સમજાય ગઈ હોય. અને જાણે પ્રકૃતિ પણ તેમની બધી જ વાત સમજાય ગઈ છે. તેમ પ્રકૃતિ એક હળવું આહલાદક સ્મિત રેળતી હોય તેમ દેખાય છે.

માયા - માતંગ તારા મનમાં કઈ વાત કઈ ડાઉટ હોય તો તું પણ મને કહી શકે છે. અને જો તારે પણ ટાઈમ જોતો હોય તો મારે કઈ જ ઉતાવળ નથી.

માતંગ - જો માયા સાંભળ ડીઅર મારે તને એક વાત કહેવી છે. અને તેના વિશે મારાં મનમાં કાંઈ જ શંકા નથી. અને હું બીજી કઈ શંકા રાખવા માંગતો નથી.

માયા - બોલને ડીઅર તારે શુ કહેવું છે?

માતંગ - માયા હું મારી એક ગર્લફ્રેન્ડ છે તેને પ્રેમ કરું છું.

માયા - શુ? શુ બોલે છે? તે એકદમ શોક થઈ જાય છે.અને તે વિચારોમાં ગુમસુમ થઈ જાય છે.

માતંગ- ચપટી વગાડે છે અને કહે છે કે ક્યાં ખોવાઈ ગઈ? તને શુ આ બધું જ સાચું લાગ્યું હતું કે શુ?

માયા - રડવા લાગે છે. અને કહે છે કે શુ સાચે જ તું બીજા કોઈને પ્રેમ કરે છે. અને તું બીજા કોઈને પ્રેમ કરે છે. જો કરતો હોય તો આઈ હેવ અ નો પ્રોબ્લેમ. મને ખુબ જ ખુશી થશે. જો તું તારા જીવનમાં સેટ થઈશ તો મને ખુશી થશે કે મારો ફ્રેન્ડ લાઈફમાં એક સારા સ્ટેજ પર જશે. એટલું બોલતા તો તેની આંખમાંથી ડળક ડળક આંસુ વહેવા લાગે છે. અને તે કઈ જ બોલી શકતી નથી.

માતંગ- જોરથી હસવા લાગે છે. અને કહે છે કે તું શુ આ બધું જ સાચું માનતી હતી અરે યાર એવુ કઈ જ હોય તો શુ અરે મારા જીવનમાં એક જ છોકરી છે. અને ગર્લફ્રેન્ડ પણ એક જ છે. અને તે છે માયા અને તે માયા છે તું બીજું કોઈ જ નથી. જેણે તારા જેવા લાઈફ પાર્ટનરને મેળવ્યો હોય તેને બીજા કોઈને જોવાની જરૂર જ ક્યાં છે. અરે મેં જ્યારથી તને જોઈ છે ત્યારથી મેં કોઈ બીજી છોકરી સામે જોયું પણ નથી. અને બીજા કોઈ વિશે વિચાર પણ કર્યો નથી. આપણે સ્કૂલમાંથી જ્યારથી ભણવા માટે અલગ અલગ થયાં પછી તો મને કેટલો ડર લાગતો હશે કે તું હવે પછી મને મળીશ ખરી કે નહિ. હું રોજ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરતો હતો કે ભગવાન તને હંમેશા ખુશ રાખે. અને આપણા બંનેનો પ્રેમ સાચો છે. એટલે તો આજે એટલા વર્ષે પણ આપણે બંને ફરિ વખત મળ્યા. અને આજે આપણે બંને મેરેજ કરવાનાં છીએ. એ ઈશ્વરની મોટી મહેરબાની છે કે આપણે ફરી વખત મળ્યા. તને યાદ છે કે આપણો સ્કૂલ ટાઈમ આપણે કઈ રીતે સ્પેન્ડ કર્યો છે.

માયા - હા આપણો એ ટાઈમ ભૂલી શકાય તેમ જ નથી. અને બંને એકબીજાના જુના પસાર કરેલા સ્મરણો યાદ કરવામાં ખોવાઈ જાય છે. થોડી વાર પછી બંને એકબીજાને જુએ છે.

માતંગ - પોતે ચેર પરથી ઉભો થાય છે. અને માયાની ચેર પાસે આવે છે. અને માયાનો હાથ પકડે છે. અને માયા ચેર પરથી ઉભી થાય છે. અને માતંગ માયાને ગાર્ડનની વચ્ચે લઈ જાય છે. બંને એકબીજાને જોયા કરે છે. માતંગ માયા સામે બેસી જાય છે. અને તેનો હાથ પકડીને તેને કહે છે થૅન્ક યુ વેરી મચ ફોર કમિંગ ઈન માય લાઈફ. માયા તને એક વાત કહું તું જયારે મારી સાથે ન હતી. ત્યારે હું તને ખુબ જ યાદ કરતો હતો. અને હું તને ખુબ જ પસંદ કરું છું તે વાત મેં મારાં મમ્મી સાથે શેર કરેલી છે. અને જયારે મેં તારી વાત મમ્મીને કરી હતી. અને તારા નેચર વિશે કહ્યું હતું. ત્યારે મમ્મીએ તરત જ કહ્યું હતું કે છોકરી વિશે તે વાત કરી તેના પરથી લાગ્યું કે તે ખુબ સારી અને સંસ્કારી હોય તો મને કઈ જ પ્રોબ્લેમ નથી. અને આજે પણ મને યાદ છે કે જયારે તું દુર હતી. ત્યારે હું તને યાદ કરીને અને મમ્મી સાથે તારી વાત કરીને હું ખુબ જ રડતો હતો. રાત્રે સૂતી વખતે પણ હું રજાઈ માથા સુધી ઓઢીને ખુબ જ રડતો હતો. અને ત્યારે મમ્મી મને સમજાવતી કે બેટા તેને યાદ કરવી હોય તો હસીને યાદ કર તે તારા જીવનથી થોડી દુર ગઈ છે. કાયમી માટે નહિ. અને મને પછી થોડી હિંમત અને શાંત્વના મળતી હતી. મમ્મીના કહ્યા પછી હું પોતે પણ વિચાર કરતો કે મમ્મીની વાત સાચી જ છે કે માયાને હું અમે બંને એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ. અને મેં સદા તારા માટે સુખ ઇચ્છયું છે. અને મારો તારો આપણા બંનેનો પ્રેમ સાચો હતો એટલે ઈશ્વરે ફરી મને તારી સાથે મળાવી દીધો. અને મેં એક જગ્યા પર વાચ્યું હતું કે જયારે તમે કોઈને ચાહો છો ત્યારે તેવું ના વિચારો કે તે વ્યક્તિ તમારા નસીબમાં છે કે નહિ પણ તે વ્યક્તિને એટલી હદે ચાહો કે ઈશ્વર પોતે તે વ્યક્તિને તમારું નસીબ બનાવી દે અને તે વ્યક્તિ તમારા લાઈફ પાર્ટનર બને. થૅન્ક યુ વેરી મચ કે તું મારાં જીવનમાં આવી મારું જીવન રંગીન બન્વ્યું નહીંતર તો મારું જીવન વેરાન સુકાયેલા જંગલ જેવું હતું. તે મારાં જીવનમાં આવી મને ઉજ્વળ બનાવ્યો છે. જીવનમાં એક એવી વ્યક્તિ કે જે તમને અને તમારી પરિસ્થિતિને સમજી અને તેની સાથે અગ્રિ થવું અને એડજેસ્ટ થવું એ બધું જ તે સારી રીતે કર્યું છે. અને તારા આવ્યા પછી મારાં જીવનમાં જે કઈ સક્સેસ મળી છે તે માટે તે બધી સક્સેસ હું તને ડેડિકેટ કરું છું. અને તું મારાં જીવનમાં એક મજબૂત અંગ છે. તારા વગર મારી લાઈફ સાવ ખાલી થઈ ગઈ હતી. અને તારા આવ્યા પછી હું અને મારું જીવન બદલાઈ જ ગયું છે. મને વિશ્વાસ નથી આવતો કે કુદરત એટલો મહેરબાન હોય શકે ખરા. પણ તું મળી તને મારાં જીવનમાં મોકલીને ઈશ્વર વિશે મારાં મનમાં શ્રદ્ધા અતિશય વધી ગઈ છે.

અને આખરે તો માતંગ ઉભો થઈને માયાના ગળે વળગી પડે છે. અને બંને ખુબ જ રડવા લાગે છે. અને ધીમે ધીમે સાંજ ઢળવા લાગે છે. અને આ પ્રેમકથાનો એક અધ્યાય ભીના અને સુખદ અશ્રુ સાથે પૂરો થાય છે. તેઓ બંને પોતના ઘરે જાય છે. અને પોત પોતાના મમ્મી પપ્પા સાથે અને ફેમિલી સાથે આ બાબત વિશે વાતચીત કરે છે. અને બંનેની ફેમિલી બધી બાબત જાણીને મેરેજ માટે હા પાડે છે. પરંતુ અચાનક લોકડાઉંન થાય છે. સૌ નિરાશ થાય છે. પરંતુ માયા અને માતંગ રસ્તો શોધી આપે છે કે આપણે માર્યાદિત માણસો સાથે ટૂંકમાં લગ્ન વિધિ કરીએ. અને સૌ કોઈ ખુશ થાય છે. માર્યાદિત માણસો વચ્ચે માતંગ અને માયાના લગ્ન શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂર્ણ થાય છે. અને લોકડાઉનમાં આ બંને કપલની લવસ્ટોરી લાઈફ પાર્ટનરમાં ફેરવાય છે.


લેખન - જય પંડ્યા