CANIS the dog - 1 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 1

Featured Books
Categories
Share

CANIS the dog - 1

ડોરબેલ ની લાંબી ઘંટડી વાગતાની સાથે જ એક husky (રશિયન ડોગ) ના કાન સરવા થાય છે અને થોડી જ વારમાં તે husky તેના મોં માં ન્યૂઝપેપર ભરાવીને બેડરૂમ બાજુ ચાલી રહ્યો છે.
બેડરૂમના પલંગ ઉપર કૂદકો મારીને ચઢે છે અને એક સુતેલી વ્યક્તિના મોહ પર છાપુ મુકે છે. તે વ્યક્તિ સમજી જાય છે અનેે ચાદર ઓઢેલી હાલતમાં જ બોલેે છે , થેન્ક્સ બૉબી.
husky તોપણ ત્યાં જ બેઠો છે અને ચાદર ખેંચી રહ્યો છે.
સુતેલી વ્યક્તિ થોડીક વહાલ માંં ઉઠે છે અને બૉબી ને કહે છે તુંં મારી માં જેવું ના કર. પ્લીઝ, મનેે સુવા દે અને બોબી ને વહાાલ કરવા લાગે છે.
બોબીએ તોો પણ તેના પગ ઉપરથી ચાદર ખેંચી જ કાઢી અને પછી ભસવા લાગ્યો.
સૂતેલી વ્યક્તિ કહે છે બોબી ઠીક છે ઠીક છે , હવે બસ કર હું ઉઠી ગયો છું.

કેલિફોર્નિયા ના આકાશ પર સામાન્યથી થોડીક અધિક ઊંચાઈ પર એક ફાર્મર સ્પેશિયલ હેલિકોપ્ટર ઉડી રહ્યું છે .અને અચાનક જે પાયલોટની બાજુમાં બેઠેલી વ્યક્તિના કાને હજારો કુતરાઓના ભસવાનો સુદુરશ્રાવી અવાજ સંભળાય છે.એ વ્યક્તિએ થોડીક કુતુહલતા થી નીચે જોયુંં તો એક વિશાળ આકાર ની ત્રિજ્યાા નો તંબુ દેખાયો.
તેણે દુરબીન હાથમાં લીધું અને સહેજ ઝુમ કર્યું.
ઝૂમ કર્યા ની બીજી જ સેકન્ડેે તેણે પાછળથી તેનું લેપટોપ ઉઠાવ્યું.અને કશિક ગડમથલ કરવા લાગ્યો.
pilot એ પૂછ્યું કેમ શું છે આ બધું!
પેલી વ્યક્તિએ કહ્યું એ જ તો ચેક કરી રહ્યો છું.
થોડી જ વારમાં તેણે finally કી પ્રેસ કરી અને કહયું got.

pilot એ પૂછ્યું what.
પેલી વ્યક્તિએ કહ્યું ડોગ ફેર એન્ડ એક્ઝિબિશન.
પાઇલટે કહ્યું વેરી ગુડ.આશરે અડધી મિનિટ પછી પાયલોટે કહ્યું શું વિચારે છે?

પેલી વ્યક્તિએ કહ્યું ,લેટ્સ ગો. અને હેલિકોપ્ટર ઘઉંના એક લહેલહાતા ઉભા ખેતરમાં જ સ્ટેન્ડ થાય છે.
દૂરથી એક ફાર્મર આ ફાર્મર સ્પેશિયલ હેલિકોપ્ટર જોઈનેે સમજી જાય છે.અને તેણે પેલા બેે ફાર્મર્સ ને પૂછ્યું વેર આર યુ કમિંગ ફ્રોમ.
એટલે પાઈલોટે કહ્યું નથીગ સીરીયસ ,અમે કેઝયુઅલી અલાસ્કા જઈ રહ્યા હતા અને રસ્તામાં ડોગ ફેર દેખાઈ ગયો એટલે જોવા નીચે ઉતર્યા છીએ.
ફાર્મરે કહ્યુંં ઓહ , વેલકમ વેલકમ.
અને આગળ આગળ ચાલવાા લાગ્યો.
પેલા બંને એકબીજાની સામેેેે જોઈ ને હસવા લાગ્યા અને ફાર્મર ની પાછળ પાછળ ચાલવા લાગ્યા.
થોડા જ અંતરે હાઇવે ક્રોસ કરીને ટેન્ટ શરૂ થાય છેઅને કુતરાઓના ભસવાનો શોર શરાબો વધવા લાગે છે.
થોડી જ વારમા ત્રણે ફાર્મર્સ એક કેજ પાસે પહોંચે છે. જેમાંં સૌમ્ય સમાન એક ડોગ બેઠો હોય છે.
પેલા બીજા ફાર્મર ને એમ કે આ તો બહુ જ સોફ્ટ નેચર નો જ લાગે છે.અને તેણે કેજમાં સહેજ આંગળી કરીને તેને બોલાવવા લાગ્યો.
આવુ તેણે ત્રણ ચાર વાર કર્યું અને આગળના કેજ બાજુ ચાલવા ગયો.
તેને કોણ જાણે શું વિચાર આવ્યો કે તેણે પાછળ ફરીને ફરી એકવાર કેજ માં આંગળી નાખી અને પેલા સૌમ્ય સ્વાન ને બોલાવવા લાગ્યો.
ગણતરીની જ માઇક્રો સેકન્ડસ ની અંદર ડોગે પેલા ની આંગળી છીનવી લીધી અને સૌમ્ય માંથી ભયાનક બનીને તેને ચાવવા લાગ્યો. સેકન્ડ pilot કશુક વિચારવા જાય તે પહેલાં જ તેના હાથ ને જાણે કે લકવો મારી ગયો હોય ,અને તેના ગોગલ્સ કાઢીને ફેકયા અને હેલ્પ હેલ્પ ની બૂમો મારવા લાગ્યો.
આ બાજુ અમેરિકા ના કોંગ્રેસ હાઉસ (પાર્લામેન્ટ)ની અંદર એ ઉગ્ર ચર્ચા એ આકાર ધારણ કર્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે dog હાઈbreeds ઉપર સખ્ત પાબંધીઓઓ લાગવી જોઈએ. કેમકે ૧૨૫થી પણ વધારે ખતરનાક હાઇબ્રીડસ અત્યારે સોસાયટી ની અંદર ખુલ્લેઆમ ફરી રહી છે.અને આ બધી જ કહેવાતી હાઇબ્રીડ્સ માંથી ડર્ઝન ઉપરની તો કોઈ નોંધણી પણ નથી થઈ.અને મજેદાર વાત તો એ છે કે આમ ની મોટાભાગની નસલો ને લેટિન યુનિવર્સિટી ના લો ની હલાહલ અવગણના કરીને જ પેદા કરવામાં આવી છે.