રચના પોતાની વેદના પણ દિક્ષા પાસે ઠાલવે છે. એ જે દુનિયામાં હતી ત્યાં પણ દોજખ જ હતું. એક શરીરમાં એણે કેટલા આંતરિક અને બાહ્ય ઘાવ સહન કર્યા. એક જીંદગી બચાવવા એ કેટલી લડી..હવે આગળ...
રચનાની વાત સાંભળી દિક્ષા વિસ્મય પામે છે. બાલાસુર રચનાના શરીર પર કબ્જો જમાવી પોતાના શબને પામવા કેવી મથામણ કરે છે. રચના પછી પોતે જ કહે છે.." કે એ દુધના ઉકળાટમાં ચામડી શું બચી હોય મારી? હું ત્યાં મારી જાતને જોવા માત્રથી કંઈક અજુગતું અનુભવતી હતી. પણ, મારે તો એક શિશુના જીવ બચાવવા પાછળ મારો જીવ આપવાનો જ હતો ને... મેં એ પણ કબુલ કરી લીધું..."
" મેં..... ....મેં.....છે ને દિક્ષા મારી ભાભીને ખુશીના આંસુ સારતી જોઈ...કારણ એના હાથમાં મારો ભત્રીજો હતો..."પણ, વિનયને જોઈ દુઃખ પણ થતું હતું...મને પણ ત્યાં અચંબો અનુભવાતો હતો કે હું જ મારા ભાઈની એ અમુલ્ય ખુશીમાં સામેલ નથી.
" હું હ.......જી મારા ભત્રીજાને મળી નથી કારણ મને એમ જ લાગ્યા કરે છે બાલાસુર પાછો મને શિશુના જીવ સાટે લઈ જશે.....ડર લાગે છે અને કોઈ સાથે જીવવાની કે વાત કરવાની એક પ્રકારની મુંઝવણ અનુભવાય છે..."
એ બાલાસુરને એનું શબ મળ્યું હોતને તો હું !!! ત્યાં જ હોત..એ નરોતમે ત્યાં બદામડીમાં ખાડો કરી મીઠાંના ઢગલા કરી દીધા અને સાથોસાથ હનુમાનજીના જાપનું અભિમંત્રિત પાણી છાંટ્યું...સાથોસાથ દુધને કેસરવાળુ કરી જમીનમાં આજુબાજુ રેડ્યું ત્યારે મારા શરીરને ટાઢક વળી..
અહીંના આ ગંભીર વાતાવરણની અસર હું ભારોભાર ત્યાં પણ અનુભવતી હતી..પણ હું લાચાર હતી... એ તો સત્ય જ છે કે દુઆ અસર કરે જ છે...ખરેખર હું એ દરમિયાન જેને જેને પણ મારા પરિવારને આશ્વાસન અને સાથે રહી સહકાર આપ્યો એ વ્યક્તિઓને ભગવાન સદા સુખી રાખે...
આમ કહી રચના ઊંડો શ્વાસ લે છે ત્યાં જ એના સાસુ પણ આવે છે અને કહે છે , "રચના આ તારૂં નવું જીવન છે. તું શાંતિથી જીવ ..બાકી બધું ભુલી જા...."
દિક્ષા પણ કહે છે "રચના તું નસીબદાર છે કે તું સલામત છે... બીજું શું જોઈએ???......આ તો તે સાવ સંબંધો પર પૂર્ણવિરામ મુકયો એટલે મારે પુછવું પડ્યું...બાકી હું તારી દુઃખતી નસ પર વાત જ ન કરૂં..."
રચના પણ કહે છે "અહીંનું જે થયું એના પ્રેક્ષક મારા ઘરના જ હતા.. મેં જે ભોગવ્યું એની સાક્ષી માત્ર હું એક...તે વિશ્વાસ કર્યો એ જ મારા માટે ઘણું...બાકી બધા મને પાગલ જ ગણતા હતા...અને હા, એ દરમિયાન મારી યાદદાસ્ત હતી જ નહીં એટલે કેલેન્ડરના પાંચ દિવસના જે તારીખયા હોય એ મેં હજી સાચવ્યા છે..પણ એ યાદ નથી કે હું અહીં હતી કે પછી બીજે........."
દિક્ષા પણ વિચારે છે કે બા અને રચનાની બેયની વાતમાં સમાનતા હતી જ.. પણ, શું કામ આવી આત્માઓ કોઇને વિના કારણ પરેશાન કરતી હશે. આ જમાનામાં પણ આવું થાય એ કોણ સ્વિકારે ?? પરિવાર સ્વિકારે પણ સમાજ ન સ્વિકારે ત્યારે માણસની મનોદશા કેવી થતી હશે ! એ લોકો માટે સહન કરવું કેટલું અઘરું હોય એ પણ સમજવું જરૂરી છે.
આજ રચના ખુશ થઈ કારણ કોઈએ એની વાત પર વિશ્વાસ કર્યો અને દિલથી અપનાવી એટલે...આ બધી વાત અચંબા સમાન જ છે..કારણ બાએ જોયેલી ઘટના અને રચનાએ અનુભવેલી વેદના એક સો ટચના અચંબા જેવી જ... સાબિતી આપવી તો પણ કેમ આપવી...અને કોઈ ન માને એના માટે અને એ લોકોના મતે તો નક્કર અચંબો... અંધવિશ્વાસનો..
અહીં આ વાર્તા સંપૂર્ણ થાય છે....અને જાણ ખાતર જ આ વાત સત્ય ઘટના છે...