કુહુએ આઈસ્ક્રીમ લીધો... અને બંને ચાલવા માંડ્યા...
" બાય ધ વે... આઈ એમ નીરવ..." કહીને હાથ લાંબો કરે છે...
કુહુ હસી પડી...
" સહેજપણ સુટ નથી થતું તને... કોણે પાડી દીધું... !!? "
પણ નીરવ શાંત થઈ ગયો... એકપણ શબ્દ બોલ્યો નહીં.. એટલે કુહુને સમજાય કંઈક ખોટું બોલાઈ ગયું છે.. એટલે એને પણ સામે હાથ લાંબો કર્યો.. .
" એન્ડ આઈ એમ કુહુ..."
" ગુડ... " નીરવ
થોડું આગળ ચાલતા...
" હું પેલી રાઈડમાં બેસવા જાઉં છું... તારે આવું છે... !!? "
" ઓકે... હવે એસ્સલ વર્લ્ડ તારા સાથે જ એન્જોય કરવું પડશે... એવું લાગે છે..."
" આર યુ સ્યોર.. . પાણી ઉડશે એમાં... " નીરવ
" આઈ લાઈક ઈટ... "
બંને જણા રાઈડમાં બેસવા માટે જાય છે... રાઈડ ચાલુ થાય છે... અને એમાં લાગતા ધક્કાઓને કારણે કુહુ નીરવનો હાથ ફીટ પકડી લે છે...
રાઈડ પુરી થઈ જાય છે એટલે ભાન થતાં હાથ છોડી દે છે.. બંને ઓલમોસ્ટ ભીના થઇ ગયા હતા...
એટલે નીરવ તેનું જેકેટ કાઢીને કુહુને ઓઢાડે છે...
" તું અને તારી વસ્તુઓ હંમેશા મને જ કેમ ભીટકાય છે...!!?"
" ખબર નહીં... " એમ કહીને કુહુએ નીરવ સામે જોયું.. અને બંનેના મોઢા પર સ્માઇલ આવી ગઈ...
બંને આગળ વધ્યા...
" તું પૂછતી હતીને મારું નામ કોણે પાડ્યું... એ મારી મમ્મીએ પાડ્યું હતું...જે ચાર વર્ષ પહેલાં બિમારીને કારણે રહી નહીં... મારા માટે મારી મમ્મી જ બધું હતી... એનાં ગયા પછી.. મારા સ્વભાવ પૂરો બદલાઈ ગયો... હું દિવસે દિવસે ચિડીયો બનતો ગયો... વાત વાતમાં ગુસ્સો આવી જતો.. અને કોઈ પણને ઉતારી પાડતો... "
" અને પપ્પા...!!?"
" એમણે હંમેશા બિઝનેસમાં અને રૂપિયામાં જ રસ છે.. અમારા માટે ક્યારેય સમય જ રહ્યો નહીં... મારા મમ્મીના ગયા પછી એમણે થોડાં જ મહિનામાં બીજા લગ્ન કરી લીધા... "
" ઓહ... અને તું ... "
" હું અલગ રહું છું... હવે લેપટોપ, મોબાઇલ , અને હેડફોન એજ મારા ફ્રેન્ડસ બની ગયા છે... હું આવી રીતે કોઈ દિવસ ટુર પર પણ નથી આવતો.. પણ ઉમેશઅંકલ સાથે અમારા રીલેશન સારા છે... એમણે મેનેજમેન્ટમાં હેલ્પ માટે રીકવેસ્ટ કરી એટલે આવવું પડ્યું... હું ફ્રેન્ડસમાં અને કોઈને મારી અંગત વાત કહેતો નથી... પણ તને કહેવાઈ ગઈ... આજ તારી સાથે બધી વાત કરી થોડું હળવું લાગ્યું... " કહીને નીરવે કુહુની આંખોમાં જોયું અને બંનેની નજર એક થઇ... અને બંને વચ્ચે લાગણીનુ એક નવું અંકુર ફુટ્યું...
કુહુએ ધીમે રહીને એનો હાથ પકડ્યો... અને નીરવની આંખોમાં નમી જોવા મળી...
સાંજે નક્કી કરેલા સમય પર બધાં ભેગાં થઈ ગયાં...
આરુષિ કુહુને શોધતી એની પાસે આવી...
" તું ઠીક છે... !!?"
" હા, નીરવ હતો.. મારી સાથે... " કુહુ
" અચ્છા, ઈન્ટ્રોડક્શન પણ થઈ ગયું એમ... " આરુષિ હસી...
કુહુ સ્માઈલ આપીને ચાલવા માંડી...
હવે રીટર્ન અમદાવાદ ટ્રેનમાં જવાનું હોવાથી બધાં બસમાં રેલવે સ્ટેશન પહોંચ્યા... અને એ્સી કોચમાં ટિકિટ પહેલાંથી જ બુક હતી.. એટલે બધાં પોતપોતાની ટિકિટ લઈને ગોઠવાઈ ગયા...
આરુષિનું ફૅમિલી અને કુહુ બધાં પણ તેમની જગ્યાએ ગોઠવાઈ ગયા... અને ટ્રેન અમદાવાદ તરફ રવાના થઈ...
બધાં ઊંઘી ગયા... પણ કુહુ અને આરુષિ ગુમસુમ બારીમાં નજર રાખીને બેઠાં હતા....
" શું થયું કેમ... ચૂપ છે... નીરવ વિશે વિચારે છે..!!? "
" હમમ...આઈ એમ કન્ફ્યુઝ્ડ..."
નીરવ અને તેની વચ્ચે જે વાતો થઈ... એ આરુષિને કહે છે...
" કંઈ સમજાતું નથી... આગળ વધવું કે નહીં... તારી કહાની સાંભળીને મને હવે બીક લાગે છે.. કે મારે પણ ભવિષ્યમાં પ્રેમમાં દુઃખી ના થવું પડે... "
" હમમ.. જો જેવું મારી સાથે થયું જરૂરી નથી કે તારી સાથે પણ એવું જ થાય.. બધાંની લાઈફ ડિફરન્ટ છે... અને વાહન કોઈ પણ ચલાવો એમાં પડવાની શક્યતાઓ તો હોય જ છે... એનાથી ડરીશું..તો પછી આગળ વધી જ ના શકીએ... બી પોઝીટીવ.... જો તારી દિલથી ઈચ્છા હોય... તો બીજું બધું સમય પર છોડી દે... "
" હમમ... થૅન્ક મને સમજવા માટે... એને આ જેકેટ આપી આવું... નહીં...!!?" કુહુ ખુશીથી ઊભી થઈ ગઈ...
" હા, અને દિલની વાત કહી પણ દેજે... તક જતી રહે પહેલાં...."
" હા..." કુહુ નીરવ પાસે બીજા ડબ્બામાં જતી રહી...
અને આરુષિ અયાનની યાદમાં પોતાના બ્રેસલેટને નિહાળતી રહી...
સવારે બધા ટ્રેનમાંથી ઉતરીને પોતપોતાના રસ્તે ચાલવા માંડ્યા... કુહુ અને નીરવને સાથે જોઈને આરષિને પણ ખુશી થઈ... અનુજ બધાને લેવા માટે સ્ટેશન પર આવ્યો હતો... આહાન એના પપ્પાને જોઈ ખુશ થઈ દોડ્યો...
આરુષિ હાથમાં પકડેલું બ્રેસલેટ મન મજબૂત કરીને ત્યાં જ છોડી દે છે... " પ્રેમ તો મારો અકબંધ જ રહેશે અયાન.... પણ મારે અનુજને ન્યાય આપવા તારી યાદોને દફનાવી જ પડશે...
"
કુહુ અને નીરવના જીવનની એક નવી શરૂઆત થઈ રહી હતી... જ્યારે આરુષિ અને અયાનની કહાની અહીં જ અટકી જાય છે....
અનુજ બધાને મળીને એના હાથમાં જ પકડેલ બેગ લઈ લે છે... આહાન અને બંને જણા ખુશીથી ચાલવા માંડ્યા... એટલે આરુષિ પણ
એની પાછળ ચાલી... એટલામાં જ સામે એક કપલ આવતું દેખાયું... એ હતા અયાન અને અવની...
અવની તો પોતાની ધૂનમાં આગળ જતી રહી... પણ અયાનની નજર આરુષિ પર પડી... એક મિનિટ માટે તો બંને ઊભાં રહી ગયા... એટલામાં અનુજનો અવાજ આવ્યો...
" ચાલ... આરુષિ કેમ ઊભી રહી ગઈ... કંઈ કામ છે...!!?"
આરુષિ " ના " કહીને આગળ વધી... અને બંને નમી આંખોએ એકબીજાને દૂર જતાં જોઈ રહ્યા...
અને ચાની દુકાન પર એક સોંગ એજ સમયે વાગી રહ્યું હતું...
હમ બેવફા હરગીઝ ના થે.... પર હમ વફા કર ના સકે........
હમકો મિલી ઉસકી સજા....હમ જો ખતા કર ના શકે........
સંપૂર્ણ....
મારા વ્હાલા વાચક મિત્રોનો દિલથી આભાર... જેમણે વાર્તાના અંત સુધી સહકાર અને સાથ આપ્યો...
અને કિંમતી પ્રતિભાવ આપતા રહ્યા... એ માટે ખૂબ ખૂબ આભાર....