Albeli - 4 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | અલબેલી - ૪

Featured Books
Categories
Share

અલબેલી - ૪

પ્રકરણ-૪
આ બાજુ જય કે જે અલબેલી નો પિતા હતો એ પોતાની દીકરીને તરછોડી દીધાનો અફસોસ જતાવી રહયો હતો અને બીજી બાજુ આ અલબેલી કે, જે આ વાતથી બિલકુલ અજાણ હતી.
ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. જય પોતાની પુત્રીની ખોજમાં બધા જ અનાથાશ્રમમાં તપાસ કરી રહ્યો હતો અને એમાં એને એની મિત્ર કીર્તિ પણ પૂરી રીતે મદદરુપ થઈ રહી હતી.
અલબેલી હવે દસ વર્ષની થઈ ગઈ હતી. અને એ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી. એના કલાસમાં હંમેશા એ પહેલો નંબર લાવતી હતી અને હોશિયાર હોવાને કારણે એ હંમેશા અનેક મિત્રોથી ઘેરાયેલી જ રહેતી હતી.
"અલબેલી, જો નિરાલી તારી જોડે રમવા આવી છે. અહીં આવજે તો." જ્યોતિબહેને અલબેલીને બોલાવતા કહ્યું.
"હા, મમ્મી આવું છું" એટલું કહી અલબેલી ત્યાં આવી. એણે નિરાલીને જોઈ અને કહ્યું, "ચાલ ને અલબેલી! આપણે મારા રૂમમાં જ રમીએ."
"હા, ચાલ." એમ કહી નિરાલી અને અલબેલી બંને પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યા.
બંને અલબેલીના રૂમમાં આવ્યા. અલબેલી આજે થોડા વિચિત્ર મૂડમાં હતી એ નિરાલીની પારખી નજરને સમજતા બિલકુલ વાર ન લાગી. એણે તરત અલબેલી ને પૂછ્યું, "શું વાત છે અલબેલી? તું આજે કેમ થોડી ઉદાસ છે?"
નિરાલીનો પ્રશ્ન પૂછવાથી અલબેલી એ એને સામો પ્રશ્ન પૂછ્યો, "શું તે તારા પપ્પાને જોયા છે?"
"હા, ફોટામાં જોયા છે. હું બહુ નાની હતી ત્યારે જ એ ભગવાન પાસે જતા રહ્યાં એવું મને મારી મમ્મીએ કીધું છે. બાકી મેં એમને જોયા નથી. પપ્પા કેવા હોય એ મને ખબર નથી. પણ સ્કૂલમાં બધા કહે છે કે, પપ્પા આપણા માટે બધી વસ્તુઓ લઈ આવે. આપણા માટે ચોકલેટ પણ એ જ લાવે. પણ તું આજે આવું કેમ પૂછે છે?"
"મારા પપ્પા ક્યાં હશે? તને ખબર છે? એ પણ ભગવાન પાસે ચાલ્યા ગયા હશે? કે પછી હશે? અને હશે તો મને અહીં કેમ મૂકી ગયા હશે? શું મારી મમ્મી પણ હશે?" અલબેલી આજે આવા વિચિત્ર પ્રશ્નો પૂછી રહી હતી.
"મને તો ખબર નથી. તું જ્યોતિઆંટીને કેમ નથી પૂછતી? એમને ખબર હશે. એમને જ પૂછી જો." નિરાલી એક મોટા માણસની જેમ અલબેલી ને સલાહ આપી રહી હતી.
અને અલબેલી અને નિરાલીની આ બધી જ વાત જ્યોતિબહેન સાંભળી રહ્યા હતા. એ મનોમન વિચારી રહ્યા હતા કે, કોઈ દિવસ નહીં ને આજે અલબેલી આ શું બોલી રહી હતી? એને એમ પણ વિચાર આવ્યો કે, આ બંને નાનકડી લાગતી છોકરીઓ આજે કેટલી મોટી વાત કરી રહી હતી!!. એમને લાગ્યું, હવે અલબેલીથી સત્ય વધુ છૂપું નહીં રહે. એના મનમાં વધુ પ્રશ્નો ઉઠે એ પહેલાં મારે અલબેલીને સત્ય જણાવવું પડશે.
પણ સત્ય મારે એને એ રીતે જણાવવું પડશે કે, એને આઘાત ન લાગે. અને જે પાગલ માણસ અલબેલીને દસ વર્ષ પહેલાં અહીં મૂકી ગયો હતો એ કોણ હતો? શું મારે એ માણસને શોધવો જોઈએ? શું એ ઓળખતો હશે અલબેલીના માતાપિતાને? શું એની તપાસ કરવી જોઈએ? પણ એ માણસ તો પાગલ હતો. શું એ સાજો થયો હશે? જીવતો હશે કે મરી ગયો હશે? હું એને શોધું તો પણ કેવી રીતે શોધું? હું તો એના વિષે કંઈ જ જાણતી નથી.
આવા અનેક વિચારો એમને આવી રહ્યા હતા અને વિચાર કરતા કરતા એમને એક ઉપાય સૂઝી આવ્યો અને એમણે પોતાના એ વિચાર પાર અમલ કરવાનો વિચાર કર્યો.
એ પોતાની ઓફિસમાં આવ્યા. અને સામે પડેલા ફોનનું રિસીવર ઉપાડ્યું અને એમણે એક નંબર જોડ્યો. સામે છેડેથી જવાબ આવ્યો.
"હેલ્લો."
"હેલ્લો, સુકેતુ. શું તું મને આવતી કાલે મળવા આવી શકીશ? બહુ અગત્યની વાત કરવી છે." જ્યોતિબહેન બોલ્યા.
"હા, ચોક્કસ. આવતીકાલે અગિયાર વાગ્યે મળવા આવીશ તમને." સુકેતુનો સામા છેડેથી જવાબ આવ્યો.
"હા, તો આવતીકાલે અગિયાર વાગ્યે મળીએ." આટલું કહીને જ્યોતિબહેને ફોન મુક્યો.
પિતા નીકળ્યો છે પુત્રીની તલાશમાં
ને પુત્રી નીકળી છે પિતાની શોધમાં.
ચાલી નીકળ્યા છે બંને એક આશમાં.
શું વહેશે સરવાણી પ્રેમની આ ધોધમાં?