Sapna Ni Udaan - 8 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 8

Featured Books
Categories
Share

સપના ની ઉડાન - 8

આજે પરી ની હલ્દી ની રસમ હોય છે. પરી એ આજે પીળા રંગ ની ચોલી પહેરી હોય છે. તેને ફૂલો માંથી બનાવેલ આભૂષણો પહેર્યા હતા. તે ખૂબ સુંદર લાગી રહી હતી. જ્યારે પ્રિયા એ પીળા રંગ નો પટિયાલા ડ્રેસ પહેર્યો હતો . તેને માત્ર ડોક માં પેંડલ પહેર્યું હતું . આંખ માં કાજલ અને ચહેરા પર હલકો મેકઅપ કર્યો હતો. છતાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. હવે એક એક કરી ને બધા પરી ને હલ્દી લગાડે છે. પછી તેઓ બધા મળીને નાચ ગાન કરે છે.આજે બધાને તો રાત ના સંગીત ની જ રાહ હતી. વધુ પક્ષ ના બધા ને વર પક્ષ કેવો ડાંસ કરશે અને તેનાથી ઉલટું વર પક્ષ ને વધુ પક્ષ ના કેવો ડાંસ કરશે તેની રાહ હતી.

હવે સંગીત શરૂ જ થવાનું હતું. બધા પોતાની તૈયારી માં લાગ્યા હતા. વર પક્ષ ના મહેમાન બધા આવી ગયા હતા. પરી અને પ્રિયા પણ પાર્લર માંથી તૈયાર થઈ આવી ગયા હતા. પરી એ ઘાટા ગુલાબી રંગ ની ચોલી પહેરી હતી. તેતો આજે જ એકદમ દુલ્હન લાગતી હતી. આ બાજુ પ્રિયા એ આછા ગુલાબી રંગ ની ચોલી પહેરી હતી. તેને તેના વાળ ને હવામાં ખૂલ્લા જ રાખ્યા હતા. તે આજે એટલી સુંદર લાગતી હતી કે તેને જોઈ કોઈ પણ છોકરો ભાન ભૂલી જાય. થોડી વાર થાય છે ત્યાં પ્રિયા ના ફોન માં રોહન નો કોલ આવે છે. તરત પ્રિયા ફોન ઉપાડી કહે છે કે," અરે યાર રોહન તું હજી સંગીત માં કેમ પહોંચ્યો નથી હું ક્યારની તારી રાહ જોવ છું." તરત રોહન કહે છે," સોરી યાર પ્રિયા હું પરી ના સંગીત માં આવી નહિ શકું, ઘરે થી ફોન આવ્યો હતો કે મમ્મી ની તબિયત ખરાબ થઈ ગઈ છે તો મને બોલાવ્યો છે. તો મારે ત્યાં જવું પડશે. તું પ્લીઝ પરી ને સમજાવી દેજે , હું પછી આવીને તેને અને જીજાજી ને મળી જઈશ." પ્રિયા કહે છે," અરે! આંટી ની તબિયત ખરાબ છે , તોતો તારે ત્યાં જવું જ પડે , તેમને કહેજે ધ્યાન રાખે અને મારી જરૂર હોય તો મને બોલાવી લેજે હું આવી જઈશ." રોહન કહે છે," તું ચિંતા ના કર તું પરી ના મેરેજ ને એન્જોય કર હું ત્યાં સ સંભાળી લઈશ". પછી પ્રિયા સંગીત માં જાય છે. તે પરી ની બાજુમાં જઈ બેસી જાય છે.

હવે ડાંસ પરફોર્મન્સ શરૂ થાય છે. પહેલાં વર પક્ષ નો વારો હોય છે. એક પછી એક બધા પોતાના ડાંસ રજૂ કરે છે. ત્યાં એંકર બોલે છે કે," હવે આજ નો ધમાકેદાર પરફોર્મન્સ આપવા આવશે આપડા વરરાજા ના ડેશિંગ, રોકિંગ અને હેન્ડસમ ભાઈ. તો let's watch".


અને બત્તમિઝ દિલ નામનું સોંગ શરૂ થાય છે. અને વિશાલ ના ભાઈ ની ધમાકેદાર એન્ટ્રી થાય છે. તેને જોતા જ પ્રિયા ચોંકી જાય છે. તેનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી જાય છે. આંખો પહોળી થઈ જાય છે. તેતો એકદમ તલ્લીન થઈ ને એ ડાંસ જોવે છે. ડાંસ પૂરો થઈ જાય છે પણ પ્રિયા હજુ ત્યાં જ એકધારી જોયા કરે છે. પરી ચપટી વગાડી પ્રિયા ને કહે છે," ઓય !ક્યાં ખોવાઈ ગઈ , પસંદ ના આવ્યો મારા દેવર નો ડાંસ," તરત પ્રિયા હોંશ માં આવે છે . પણ પ્રિયા તેને જોઈ આટલી ચોંકી કેમ જાય છે. અરે ચોંકી જ જાય ને કેમ કે વરરાજા ના ભાઈ બીજું કોઈ નહિ ડૉ. અમિત જ હતા. પ્રિયા એ પહેલી વાર તેમને આ લુક માં જોયા.પ્રિયા તરત પરી ને કહે છે," આ તો ડૉ. અમિત છે, શું તે વિશાલ જીજુ ના ભાઈ છે?" . પરી કહે છે , "હા પણ તને કેમ આટલું આશ્ચર્ય થાય છે?" તો પ્રિયા કહે છે ," તો તે મને ક્યારેય કીધું કેમ નહિ?" તો પરી કહે છે," મને એમ કે તને ખબર હશે, હા યાર સોરી તું સગાઈ માં તો નહોતી , તને ક્યાંથી ખબર પડે હું તો એ ભૂલી જ ગઈ હતી ,. કઈ વાંધો નહિ હવે તો તને ખબર પડી ગઈ ને."


આ બાજુ ડૉ.અમિત નું ધ્યાન પણ પ્રિયા પર જાય છે તે પણ વિચારે છે કે ડૉ.પ્રિયા અહીંયા કેમ? તે તરત વિશાલ ને કહે છે," ભાઈ આ પરી ભાભી ની બાજુમાં છે એ કોણ છે?" . વિશાલ કહે છે," તે પરી ની સહેલી છે પણ હા તે સહેલી કરતાં બહેનો વધુ છે, તે પરી ના ઘરે જ પીજી ની જેમ રહે છે , પણ હવે તે એમના પરિવાર નો જ હિસ્સો બની ગઈ છે , અને હા હું તને કહેતો હતો ને કેન્ડલ લાઇટ ડિનર નું તે એમને જ અમારા માટે પ્લાન કર્યું હતું."

ડૉ.અમિત તો ખૂબ જ ખુશ થઈ ગયો. તેને તો હવે પ્રિયા ના જ ડાંસ ની રાહ હતી. અંતે એ પળ આવી જ ગઈ . પ્રિયા એ 'રાધા તેરી ચુંદરી' પર ધમાકેદાર ડાંસ કર્યો. બધા એ તાળીઓ ના ગડગડાટ થી તેને વધાવી. ડૉ .અમિત થી તો સિટી જ મરાઈ ગઈ. બધા તેની સામે જોવા લાગ્યા. તેથી અમિત શરમાઈ ગયો અને પોતાની જગ્યા એ બેસી ગયો. હવે ડાંસ બધાના પૂરા થઈ ગયા હતા. બધા હવે રાત નું ડિનર કરતાં હોય છે.


અમિત મોકો ગોતી ને પ્રિયા આગળ જઈ કહે છે કે," હેલ્લો! ડૉ પ્રિયા" પ્રિયા તેની સામે જોઈ hii એમ કહે છે. તરત અમિત કહે છે કે ," મે ખરેખર એવું ધાર્યું નહોતું કે તમારા દર્શન મને મારા ભાઈ ના સંગીત માં થશે" પ્રિયા કહે છે," હા મે પણ" તરત અમિત પ્રિયાને કહે છે કે," તમે ડાંસ ખૂબ સરસ કર્યો હો , I like it" . પ્રિયા કહે છે," ધન્યવાદ ! તમે પણ સારો કર્યો" આ સાંભળી અમિત તો અંદર થી એકદમ ખુશ થઈ ગયો. તે થોડીક મસ્તી કરતા પ્રિયા ને કહે છે," મને ખબર નહોતી કે તમે પણ આટલા રોમેન્ટિક છો" પ્રિયા તો આશ્ચર્ય થી તેની સામે જોતી જ રહે છે અને કહે છે," એટલે તમે કહેવા શું માંગો છો?". તરત અમિત કહે છે ," મને જાણવા મળ્યું કે તમે ભાઈ અને ભાભી માટે કેન્ડલ લાઇટ ડિનર નું આયોજન કર્યું હતું." પ્રિયા કહે છે," હા એ તો પરી બોવ કહેતી હતી એટલે" અમિત કહે છે," ઓકે ઓકે . પ્રિયા હું તમને એક પ્રશ્ન પૂછું?" પ્રિયા માથું હલાવી હા પાડે છે. અમિત કહે છે," હું તમારી સાથે જ્યારે વાત કરું ત્યારે તમે આટલા ગભરાઈ કેમ જાવ છો? એ દિવસે મે જે ગુસ્સામાં કીધું હતું એટલે તમે ડરો છો મારાથી?" પ્રિયા ગભરાતા અને અચકાતા કહે છે," એવું કંઈ પણ નથી.." એમ કહી ત્યાંથી મને પરી બોલાવે એમ કહી ચાલી જાય છે.

પ્રિયા અને ડૉ.અમિત આ લગ્ન માં કેટલી મજા કરે છે અને પ્રિયા ની તકદીર માં આગળ શું લખ્યું છે? અને બીજા કેટલા પરિવર્તન આવે છે પ્રિયા, અમિત અને રોહન ના જીવન માં જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '.

To Be Continue...