Sapna Ni Udaan - 7 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 7

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 7

પ્રિયા અને રોહન આજે પાછા રોજ ની જેમ

એસ. જી.એમ.યુ માં જાય છે. થોડી વાર થાય છે ત્યાં એક વ્યક્તિ આવીને પ્રિયા ના હાથ માં એક ફૂલો નો ગુલદસ્તો આપી જાય છે. પ્રિયા તેને કહે છે," આ ફૂલો નો ગુલદસ્તો! કોણે મોકલાવ્યો છે? " તે વ્યક્તિ કહે છે કે ," મને એ કઈ ખબર નથી મને તો માત્ર આ તમને આપવાનું કહ્યું હતું." પછી તે ત્યાં થી ચાલ્યો જાય છે. પ્રિયા વિચાર માં પડી જાય છે કે આ કોણે આપ્યું હશે ત્યાં તે ફૂલ ના ગુલદસ્તા ની અંદર એક સોરી કાર્ડ હોય છે. તે એ ખોલી ને વાચવા લાગે છે. તેમાં લખ્યું હતું," ડિયર ડૉ. પ્રિયા , કાલે મે જે રીતે તમારી સાથે વ્યવહાર કર્યો એ બદલ હું તમારી માફી માગું છું. મારે આટલી નિર્દયતાથી તમને ખીજાવું ન જોઈએ પણ હું શું કરું જ્યારે પ્રશ્ન દર્દી ના જીવન નો હોય ત્યારે હું સહન કરી શકતો નથી. તેઓને આપડા ઉપર વિશ્વાસ હોય છે કે આ ડોક્ટર મને એકદમ સ્વસ્થ કરી દેશે અને જો આપડા કારણે તેમના જીવ ને કોઈ જોખમ ઊભો થાય તો એ તો યોગ્ય નથી ને. હા મારી ભૂલ હતી કે મે ખૂબ વધારે પડતો ગુસ્સો કર્યો , હું જાણું છું કે તમને ખુબ હર્ટ થયું હશે. એ બદલ I am really sorry. જો તમે મને માફ કરવા યોગ્ય સમજતા હોય તો મને માફ કરજો.
લિ. ડૉ અમિત...

પ્રિયા આ વાંચીને મુસ્કુરાઈ છે. અને પોતાના કામ પર લાગી જાય છે. આમ તો ડૉ. અમિત કોઈ પાસે માફી માગતા નહિ , પોતાની ભૂલ હોય કે ના હોય પણ અહી વાત પ્રિયા ની હતી એટલે આપડા ડોક્ટર સાહેબ ને પણ માફી માગવી જ પડી. હવે પ્રિયા કેન્ટીન માં નાસ્તો કરવા ગઈ હોય છે. રોહન બીજા કામ માં હતો તેથી તે તેની સાથે આવી શક્યો નહોતો. હવે ડૉ. અમિત પણ ત્યાં આવે છે. જોવે છે પ્રિયા એકલી હોય છે તો તે તેની સામે ની ખુરશી એ બેસી જાય છે. પ્રિયા તેની સામે જોવે છે તો તે કહે છે," હું અહી બેઠી શકું ને?" પ્રિયા હા માં માથું હલાવે છે. પછી ડૉ.અમિત તેને પૂછે છે," તો મને માફ કર્યો કે નહિ?" પ્રિયા બોલે છે," ડૉ . અમિત માફી તો મારે તમારી પાસે માંગવી જોઈએ આપ શા માટે માંગો છો. હવે હું પ્રોમિસ કરું છું આવી ભૂલ હવે નઈ કરું." ડૉ. અમિત કહે છે," કઈ વાંધો નહિ ડૉ. પ્રિયા ક્યારેક ભૂલ થઈ જાય , તેનાથી જ આપડે શીખીએ છીએ ને . તો ચાલો હવે આ વાત ભૂલી જાવ અને ચા પીવો" . પછી બંને થોડી વાતો કરી ને ચાલ્યા જાય છે.

રાત્રે ડૉ.અમિત ને કંઇ ચેન પડતો નથી . તે વારંવાર ફોન માં એક નંબર ડાયલ કરવાની કોશિશ કરે છે પણ પછી કરી શકતો નથી. તે નંબર પ્રિયા નો હોય છે. અંતે તે હિંમત કરીને પ્રિયા ને ફોન લગાડી દે છે. પ્રિયા ફોન ઉપાડે છે અને બોલે છે," હેલ્લો! કોણ". તરત અમિત બોલે છે," હું ડૉ. અમિત બોલું છું." પ્રિયા ને થોડુક આશ્ચર્ય થાય છે. અને તે કહે છે," ડૉ .અમિત તમે , મારો નંબર ..." ત્યાં ડૉ અમિત કહે છે," હા એ આજે આપણે કેન્ટીન માં બેઠા હતા ત્યારે તમારું ફોર્મ ટેબલ પર પડ્યું હતું , તો એમાં તમારો નંબર હતો તો મે સેવ કરી લીધો હતો ક્યારેક જરૂર પડી હોય તો એ માટે."

પ્રિયા કહે છે," હા બોલો તો કંઈ કામ હતું?" ડૉ અમિત કહે છે," ના કંઈ કામ તો નહોતું , મને ઊંઘ આવતી નહોતી અને યાદ નહોતું આવતું કે કોને ફોન કરવો તો વિચાર્યું તમને જ કરી દવ." પ્રિયા કહે છે કે," ઠીક એમ તો ઊંઘ મને પણ નથી આવતી." તેમ બંને થોડી વાત કરે છે અને ફોન મૂકી દે છે.

હવે પ્રિયા અને ડૉ .અમિત પણ મિત્ર બની ગયા હતા . ક્યારેક એસ. જી.એમ.યુ માં જ વાત થતી તો ક્યારેક મેસેજ માં તો ક્યારેક ફોન માં. હવે મહેશ ભાઈ ની પુત્રી પરી ની સગાઈ થઈ ગઈ હતી અને હવે થોડા સમય માં તેના લગ્ન થવાના હતાં . પ્રિયા અને પરી એકદમ ખાસ મિત્ર બની ગયા હતા.

તેઓ એકબીજાને બધી જ વાત જણાવતા. પ્રિયા તો તેના લગ્ન ની તૈયારી માં લાગી ગઈ હતી. તે પ્રિયા ની સગાઈ વખતે તો હતી નહિ એટલે તે બધી મજા તેના લગ્ન માં કરવા માગતી હતી. ધીમે ધીમે દિવસો જતા હતા અને લગ્ન ની તારીખ નજીક આવતી હતી. પ્રિયા તો ખૂબ સરસ ડાંસ શીખતી હતી જેથી તે સંગીત ના દિવસે વર પક્ષ થી વધુ સારો ડાંસ કરી શકે.

પરી ફોન માં વાત કરી રહી હતી કે," વિશાલ ! હવે તો હદ થાય છે. આ લોકો આપણને મળવા પણ દેતા નથી હવે આ દુરી ક્યાં સુધી" પ્રિયા આ સાંભળતી હોય છે અને તે આવીને પરી ને ચીડવતા કહે છે કે," ઓ હો..! તો જીજાજી જોડે વાત થાય છે. હવે તેની દૂરી સહન નથી થતી હાઉ રોમેન્ટિક." પરી ફોન કાપી નાખે છે અને કહે છે," ચૂપ કર તું , પ્રિયા! તું કંઇક કર ને યાર કઈ પણ કરી ને એકવાર એમને મળવાનું કંઇક ગોઠવ ને છેલ્લી વાર આ મદદ કરી દે ને તું તો મારી પ્રિય સખી છો , મારા માટે એટલું તો કરી જ શકેને". પ્રિયા કહે છે," એય! ખોટા માખણ ના લગાડ ચાલ કંઇક કરું છું હું." પછી પ્રિયા એક જગ્યા એ તેમના બંને ને મળવા માટે યોજના બનાવે છે. તે એક ગાર્ડન હોટેલ માં તેમનાં બંને માટે કેન્ડલ લાઇટ ડિનર ગોઠવે છે અને તે જગ્યા ને ખૂબ શણગારે છે. તે ઘરે બધાને કહે છે કે તે અને પ્રિયા તેની બહેનપણી ની બર્થડે પાર્ટી માં જાય છે. આ બાજુ વિશાલ પણ ખોટું બોલી ને આવે છે . પ્રિયા તે બંને ને એક ટેક્સી માં બેસાડી ત્યાં લઈ જાય છે. તે બંને તે જગ્યા જોઈ ખુશ થઈ જાય છે અને પ્રિયા નો ખૂબ આભાર માને છે. હવે લગ્ન ની રસમો શરૂ થઈ જાય છે.

પ્રિયા ને આ લગ્ન સમયે એક શોકિંગ વાત જાણવા મળશે . તો એ વાત કઈ છે અને પ્રિયા પરી ના લગ્ન માં કેવી ધમાલ મચાવે છે એ જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન ' .