Lockdown ની love story.
ભાગ:- ૪
_મુકેશ રાઠોડ
આપણે આગળ જોયું કે અભિષેક સવારમાં તૈયાર થઈ ને પલ્લવીને મળવા વડોદરા પોતાની કાર લઈને જાય છે. મનોમંથન કરતા કરતા વડોદરા ક્યારે આવી ગયું એની ખબર પણ ના પડી. . હવે આગળ....
વડોદરામાં એન્ટર થતાંજ તેને પલ્લવીનેેે ફોન કર્યો. આર યુ રેડી ?
હાં, હુંં તૈયાર છું. તમે ક્યાં પહોંચ્યા. " પલ્લવી બોલી.
" બસ આ જોવો હું વડોદરામાં એન્ટર થયો ' બાયદવે હું ક્યાં આવું ? " અભિષેક બોલ્યો.
" તમે કારેેેેલીબાગ જોયો ? ત્યાં મળીયેે . " પલ્લવી બોલી.
" ઓકે હું થોડીવાર માંજ પહોચી જઈશ." તમે ત્યાં હાજર રહેજો " અભિષેક બોલો.
થોડીવારમાં અભિષેક કારેલીબાગ પહોંચી ગયો. કાર પાર્કિંગમાં પાર્ક કરીને પાછો પલ્લવીને ફોન કર્યો.
" હું પહોંચી ગયો છું,તમે ક્યાં છો ?"
" આ રહી , તમારી સામે જ આવું છું. ગેટ ની સામે જોવો " પલ્લવી બોલી.
પલ્લવીને જોતાજ અભિષેકનું દિલ જાણે જોર જોર થી ધડકવાની સાથે જ બે ધબકારા ચૂકી ગયું. પલ્લવીએ, વ્હાઈટ કલરમાં ગુલાબની પાંખડીઓ વાળી ભાતનું ચૂડીદાર પહેર્યું હતું, એક હાથમાં નાનું પર્સ અને નેપકીન હતું,બીજા હથનમાં બ્લેક બેલ્ટની બ્રાન્ડેડ ઘડીયળ શોભતી હતી.
કપાળમાં ચાંદલો કે નાકમાં દાણો નહોતો પહેર્યો.તો પણ ગાલમાં પડતા ખંજનથી એનું મુખ બહુંજ સુંદર લાગતું હતું . ચહેરા પણ એક પાતળી લટ જાણે મંદ સ્મિત કરતી હોય એમ થોડી આમતેમ ઉડતી હતી.કોઈપણ જાતના સાજ -શણગાર વગર પણ એ ખુબજ સુંદર લાગતી હતી.જેમ કુદરતે રચેલા સૌંદર્યને કોઈ સજાવટની જરૂર નથી હોતી એમ પલ્લવી પણ સિમ્પલ, સાદી છતાં નમણી લાગતી હતી.કોઈ પણ છોકરાના દિલમાં પહેલીજ નજરમાં વસી જાય એવું અનુપમ દેહ હતું.
બન્ને એ હાઈ, હેલો કર્યા. બંનેને એકબીજા નો પરિચય તો હતો જ .બગીચામાં નજર નાખી નજીકમાં ક્યાઇ બાકડો ખાલી દેખાયો નહીં.એટલે થોડું અંદર ચાલ્યા. આમતો કારેલીબાગમાં સામાન્ય દિવસોમાં પણ માણસો બહુ હોય છે. નાના બાળકો થી માંડીને વૃદ્ધ બધાજ ત્યાં આવતા.કોઈ બેસવા ,તો કોઈ વોકિંગ કરવા.તો કોઈ વાંચવા માટે પણ આવતા .ખાસ તો કોલેજીયનો ની ત્યાં વધારે અવર જવર રહેતી. કારણ કે સર સયાજીરાવ યુનિવર્સિટી તેની બાજુમાં જ છે એટલે મોસ્ટ ઓફ બધા કોલેજીયનો લંચ કરવા કે નાસ્તો કરવા પણ ત્યાં આવતાં. અને પ્રેમી યુગલો પણ ખરા.પ્રેમી યુગલો માટે સુંદર અને સેફ જગ્યા કહી શકાય કારણ કે ગાર્ડન લગભગ ભરેલો જ હોય.આજુ બાજુમાં કોઈને કોઈ તો હોય જ એટલે સાવ એકાંત ના હોય.
એમાંય આજે Sunday એટલે આખું ગાર્ડન ભરાયેલું હતું.
ગાર્ડનમાં આગળ ચાલતા આસોપાલવ ના ઝાડ નીચે એક બાંકડો ખાલી હતો ,ત્યાં બેઠા . બાજૂના બકડામાં એક દંપતી મીઠી નોક જોક કરતા હતા, એનો ધીમો આવાજ આવી રહ્યો હતો. એક બાજુ નાના બાળકો રવિવારની રજા હોવાથી ગાર્ડનમાં બોલથી કેચ -કેચ રમી રહ્યા હતા. બીજીબાજુ બે વયસ્ક દોસ્ત છાપું વાંચવાની સાથે ચાની ચુસ્કીઓ લઈ રહ્યા હતા.અભિષેક પલ્લવીની સામે જોતા બોલો.
"આજે તમે બહુ સુંદર લાગો છો. અને એમાંય તમારા ગાલોના ખંજન તમારી સુંદરતામાં વધારો કરે છે."
' પલ્લવી શરમાઈ ને નીચું જોઈ ગઈ ' પછી વળતો ઉત્તર આપ્યો. " તમે પણ કાઈ ઓછા હેન્ડસમ નથી"
" હે, સાચે ? એમ કહેતા અભિષેક અને પલ્લવી બંને ખડખડાટ હસી પડ્યાં.
પછી તો બંનેએ ખુબ વાતો કરી.ઘર ની,પરિવારની,જોબની વગેરે.વાતું વાતુમાં દોઢ વાગી ગયો ખબરજ ના પડી. અરે
" ઘડિયાળ સામુ તો જોવો ,મને તો બહુ ભૂખ લાગી છે હો !.ચાલો આપણે જમવા જઈશું?" અભિષેક બોલો.
" ઓહ! પણ મારે ઘરે મમ્મીને કહેવું પડશે કે હું લંચ કરીને આવીશ એમ " પલ્લવી બોલી.
" ઓકે ,તો ફોન કરીને કહિદો.એમાં શું યાર."
પલ્લવીએ ઘરે ફોન લગાવીને કહ્યું " મમ્મી હું લંચ બહાર કરીને જ આવીશ તમે જમી લેજો."
ઓકે બેટા. તારું ધ્યાન રાખજે.અને વહેલા ઘરે આવી જજે."
પલ્લવીના મમ્મીને પલ્લવી પર પૂરો વિશ્વાસ હતો.પલ્લવી કોઈ પણ વાત તેની મમ્મીથી છુપાવતી નહિ.આજે પણ સવારે ઘરેથી નીકળી ત્યારે કહીને જ નીકળી હતી કે ફ્રેન્ડને મળવા જાય છે એમ.પલ્લવીને પણ એની મમ્મી પર પૂરો ભરોસો કે તેની મમ્મી તેને ના નહિ કહે.બંને ને માં - દીકરી નહિ બહેનપણી જેવું બનતું.
છોકરા ,છોકરીયું જવાન થાય ત્યારે બધા માં- બાપે તેમના દોસ્ત જેમ વરતવું જોઈએ.કારણ કે આજ ઉંમર છે છોકરાઓ ને સાચો મારગ દેખાડવાની.સાચી સલાહ ની.સાચી સમજણ ની. ટીન એજ માંજ બાળકોને સાચા અર્થમાં સજવાની અને સાચી સલાહ ની જરૂર હોય છે.કારણ કે આ ઉંમરમાં જ બાળકો ખોટું પગલું ભરી લેતા હોય છે.
એ માત્ર વિજાતીય આકર્ષણ ને જ પ્રેમ સમજી બેસે છે. અને ઘરમાં એમને પોરતો પ્રેમ ન આપી શકવાથી એ પ્રેમ માટે ફ્રેન્ડ સર્કલામાં તલાસ કરેછે. ક્યારેક કોઈ ખોટા માણસ સાથે મિત્રતા થાય છે ને , ન કરવાનું કરી બેસતા હોય છે.
અહી બંને પરિપક્વ છે અને સારા - નરસા અને સાચા - ખોટા ની બંને ને પરખ છે. એટલે બીજો કોઈ પ્રશ્ન જ આવતો નથી.
સલાહ ઘણી થઈ ગઈ 😂હવે વાર્તાને આગળ વધારું😂
તો અભિષેક કાર પાર્કિંગ માંથી કાઢીને પલ્લવીને બેસાડી હોટેલમાં જમવા લઈ જાય છે...
ક્રમશ........
અભિષેક જમવા ક્યાં લઈ જશે ?
હોટેલમાં શું થશે?
પ્રપોઝ કરશે કે નહિ?
પલ્લવી નો શું રીએકશન હશે?
વગેરે જાણવા જોડાયેલા રહો મારા આગળના ભાગ સુધી.
મિત્રો કેવો લાગ્યો તમને મારો આ ભાગ. આપના અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં.તમારું સૂચન આવકાર્ય છે.અને હા તમે મને authormukesh081.bolgspot.com ઉપર પણ મળી શકો છો. આ મારું બ્લોગ છે ત્યાં હું કંઇક ને કંઇક લખતો રહ્યુ છું.આશા રાખું આપ સૌ ને પસંદ આવશે.🙏💐