આગળના ભાગમાં સોહમ ગૌરીને યાદ કરતા ભૂતકાળમાં સરી પડે છે, તેઓ બંને બાળપણમાં મિત્રો હતા.. અને શિવભક્ત હતા, સોહમ તેને બેસ્ટ ફ્રેન્ડ માનતો હતો, જ્યારે ગૌરી તેને એક તરફી પ્રેમ કરતી હતી, આ વાતથી તે અજાણ હતો, કોલેજમાં ઝંખનાને જોતા જ તેને આકર્ષણ થયું, પછી દોસ્તી અને પ્રેમ થયો, ત્રણ વર્ષ પછી બંને લગ્ન કરવાનું વિચારે છે, સોહમ ઝંખનાને શિવ મંદિરે બોલાવે છે , ત્યાં ગૌરીને ઝંખના સાથે મુલાકાત કરાવે છે. તે દિવસે પહેલીવાર તે ઝંખના સાથે શિવજીને અભિષેક કરે છે, ત્યાંથી તે તેને પોતાના ઘરે લઈ જાય છે, મમ્મી પપ્પાની મંજૂરી મળી ગઈ, પણ તેના પરિવારની મંજૂરી બાકી હતી. આ વાતથી ગૌરી અજાણ હતી, માટે બીજે દિવસે શિવ મંદિરે મળી તેને કહી દઈશ, હવે આગળ...
********
જે હોય કિંમતી ઘણું, તે જ ખોવાઈ જાય છે,
આ જીવનને સમજવું પણ ક્યાં આસાન હોય છે.!?
કહેવું હોય ઘણું પણ મનનું મનમાં રહી જાય છે,
આ મનને સમજવું પણ કયાં આસાન હોય છે.!?
પોતાની બાળપણની મિત્રને ઉતાવળમાં તે ભૂલી જાય છે, માટે તેને બીજે દિવસે ઝંખના વિશે બધું જ કહી દેશે, એમ વિચારી તે સૂઈ જાય છે.
નિત્યક્રમ મુજબ હું શિવજીના મંદિરે જઇ ગૌરીની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, "તે હમણાં આવશે..!" હમણાં આવશે.! (એમ કરતાં બે ત્રણ કલાક સુધી એક જ જગ્યાએ ઊભો રહ્યો..) છતાં તે આવી નહિ, મારું મન શિવ પૂજામાં બીલકુલ લાગ્યું નહિ. તે દિવસે પહેલી વાર મંદિરે તેના વગર અભિષેક કર્યો. જાણે હાથમાંથી કંઇક છૂટી ગયું છે, (એવું લાગી રહ્યું હતુ.)
એક દિવસ થયો, બીજો દિવસ થયો, એમ કરતા એક અઠવાડિયું થયું, હું રાહ જોતો જ રહ્યો, તે આવી નહિ..
"તેને શું થયું હશે..?" "તે બીમાર હશે..?" "તે મંદિરે કેમ આવતી નથી..?" "શું મારાથી કંઈ ભૂલ થઈ હશે..?" એવા અનેક પ્રશ્નો મારા મનને ઘેરી રહ્યા હતા.. આ વાત ઝંખનાને પણ કહી શકતો નથી. પણ, "મારા વર્તન પરથી તે મારા મનની વાત જાણી જાય છે.."
છેલ્લા એક અઠવાડિયાથી હું તને ઉદાસ જોઉં છું.. શું વાત છે..? તું મારાથી કઈ છુપાવતો નથી ને..? હું તને ઉદાસ નહીં જોઈ શકું.! તું તારા મનની વાત મને કહે, તો કદાચ હું મદદ કરી શકું.! એમ કહી ઝંખુએ મારા હાથ પર હાથ મૂકી દીધો હતો..
મેં પણ તેનો હાથ મારા હાથમાં લઇને કહ્યું: "તને કઈ રીતે ખબર પડી મારા મનમાં કંઇક ચાલી રહ્યું છે. મારા મનની વાત આટલી આસાનીથી કેવી રીતે જાણી લીધી..!"
ચાલ, હવે કહી દે.. પ્રેમ કરું છું.. તેથી તારા રગે રગથી વાકેફ છું.. જે કહેવું હોય, તે સંકોચ વગર કહી દે. તું જે કહીશ.. તેના પર મને વિશ્વાસ છે..
ગૌરી વિશે મેં બધું જ તેને જણાવી દીધું.!
બસ આટલી જ વાત છે, (બુધ્ધુ) તું તેના ઘરે જઈને મળી લે.!
વાત ખુબ જ સરળ છે, મને જોઈ તે આપણા જીવનમાં માથી જતી રહી હોય.. એવું પણ તો બની શકે.!?
"મતલબ..!"
એ જ કે.. (તે તને પ્રેમ કરતી હોય.!) પણ, "તું મને પ્રેમ કરે છે.." કેટલીક વાતો સમજી શકાતી નથી.. માટે ચોખવટ કરી લેવી જોઈએ.
સોહમે કહ્યું: "હું તેને મારી બેસ્ટ ફ્રેન્ડ માનું છું, તેની મિત્રતા વગર મારું જીવન અધૂરું છે.!" પણ.. (તેણે તેના મનની વાત મને ક્યારેય કહી નથી.!) અને મને ક્યારે પણ એવો વિચાર નથી આવ્યો.!
(એટલે તો કહું છું..) તે તને એના મનની વાત હવે ક્યારે પણ કહેશે નહીં, "જો તું ગૌરીને ફ્રેન્ડ માનતો હોય.. તો તેના ઘરે જઈને તેને મનાવી લે.."
"શું તને અમારી મિત્રતાથી કોઈ પ્રોબ્લેમ નથી.!?"
ના, મને શું પ્રોબ્લેમ હોય..! તમારી મિત્રતા તો મારા તમારા જીવનમાં આવ્યા પહેલાની છે.. (બાળપણથી તમે મિત્રો છો.) તો મને શું પ્રોબ્લેમ હોય.! સાચી મિત્રતા મળવી ખૂબ જ મુશ્કેલ છે.. તું એને મનાવી લે જે.. તેને હસતા હસતા કહયું..
હું ખૂબ જ લકી છું.. કે મને તારા જેવી સમજદાર જીવન સાથી મળશે.! એમ કહીને સોહમે તેણે હગ કરી કપાળે ચૂમી લીધું..
"શું તુ મને તારી સાથે ગૌરીને મળવા લઈ જશે.!?"
હા, લઈ જઈશ ..પણ પહેલા હું મળી આવ..
સારું,.. તો તેને મારી યાદ આપજે...
ત્યાંથી તે સીધો ગૌરીના ઘરે જાય છે.. તેના ઘરે તાળું જોઈ તે નવાઈ પામે છે..તેથી બાજુમાં પૂછે..
માસી, બાજુના ઘરે કોઈ નથી.!?
ના, "તમે કોણ .?!" તમને ખબર નથી, તેઓનું આખું ફેમિલી હોસ્પીટલમાં દાખલ છે.?!
કેમ..? શું થયું..?
તેઓ કારમાં બરોડા જઈ રહ્યા હતા.. રસ્તામાં અક્સ્માત થયો.. તેના મમ્મી પપ્પા ત્યાં જ મૃત્યુ પામ્યા, ગૌરી વેન્ટિલેટર પર છે.
શું.!? કંઈ હોસ્પિટલમાં છે.
મહાવીર હોસ્પિટલમાં...
આથી હું સીધો હોસ્પિટલ ગયો, પણ તેની તબિયત વધારે બગડવાથી તેના મામા બરોડા લઈ ગયા છે, એવું જાણવા મળ્યું.. માટે નિરાશ થઈ હું ઘરે જવા નિકળ્યો.. તે દિવસે મેં તેને ઇગ્નોર કરી, તે વિચારી હું ટેન્શનમાં આવી ગયો હતો. ઘરમાં દાખલ થતાની સાથે જ મમ્મીએ મને કહે છે કે ઝંખનાનો ફોન આવ્યો હતો.. તું ફોન કરી લે જે..
મેં તેને ફોન કર્યો..... શું કામ છે.?
ઝંખુ: "તું અત્યારે ઘરે આવી શકે છે..?"
સોહમ: અર્જન્ટ છે.! મને હાલ સારું લાગતું નથી.! ગૌરી અને તેના પરિવારનું બરોડા જતા એકસીડન્ટ થયું. તેમાં તેના મમ્મી પપ્પાનુ મૃત્યુ થયું છે. ગૌરીની તબિયત બગડતાં બરોડા લઇ જવામાં આવી છે..
ઝંખુ : અર્જન્ટ છે, "તું આવી જા.."
હું તેના ઘરે જાવ છું. "શું થયું.?" આમ, "અચાનક.." મને કેમ બોલાવ્યો.?
રિલેક્સ.. રિલેક્સ..શાંતિ રાખ... કંઈ જ થયું નથી. હું તો તને સરપ્રાઈઝ આપવા માગતી હતી..
સરપ્રાઈઝ, મને..!
ગૌરી અહીં આવી છે.. તેણે મને તારા વિશે ઘણું જણાવ્યું.. અને તે તને મળવા માગતી હતી.
મેં તેને આશ્ચર્યથી કહ્યું, ગૌરી અહીં..! ઈમ્પોસિબલ... "શું તું મજાકના મૂડમાં છે.?" કે પછી, "મારી લાગણીની તું મજાક બનાવે છે.?" આ તારો મજાક હું સહન નહીં કરીશ..
આ મજાક નથી... આ સાચું છે. અને તું જ વિચાર આવો મજાક હું શું કામ કરું.!?
તો, "ક્યાં છે તે.!?"
તારી સામે તો બેઠી છે..!
"ફરીથી મજાક..!"
તું મારી વાતને મજાક સમજે છે. તારી બિલકુલ સામે તે બેઠી છે.! તારા મનને શાંત કર. ચિત્ત એકાગ્ર કરી, તું એનું નામ લે. તને જરૂર દેખાશે.! ઝંખુ બોલી..
"શું બકાવાસ કરે છે.!?" ("તું પાગલ છે કે શું.!?") ગૌરીને તો તેના મામા સારવાર માટે બરોડા લઈ ગયા છે. અને તું કહે છે તે અહીં છે..! "કેવી રીતે.?!" મજાકની પણ હદ વટાવી દીધી. આવો મજાક કરતાં તને શરમ નથી આવતી..! આમ, હું ગુસ્સાથી બોલ્યો.!
ત્યાં તો ગૌરીએ તેના ખભા પર હાથ મૂકી બોલી.. સોહમ તું ખોટો ગુસ્સે થઈ રહ્યો છે, ઝંખનાનો કોઈ વાંક નથી.. આજે હું તને મળી શકી તો માત્ર ને માત્ર તેના લીધે.. મારી જીદને લીધે જ તેણે તને ફોન કરી અહીં બોલાવ્યો છે..
તું શું કહેવા માંગે છે.!? મને કંઈ સમજાતું નથી.. આ રીતની ગોળ ગોળ વાતો મારી સમજની બહાર છે..
(ક્રમશ:)
*******
ઝંખનાએ સોહમની અને ગૌરીની મિત્રતાને સહજતાથી કેમ સ્વીકારી.?!
ઝંખાનાએ સોહમને અચાનક ઘરે કેમ બોલાવ્યો.?
ત્યાં ગૌરી શું કરી રહી હતી.?!
વાંચતા રહો દર મંગળવારે માતૃભારતી પર An untoward incident (અનન્યા)
🙏જય શ્રી કૃષ્ણ 🙏
🌺🌺રાધે રાધે 🌺🌺