CHECK MATE. - 14 in Gujarati Fiction Stories by Urmi Bhatt books and stories PDF | ચેકમેટ - 14

Featured Books
Categories
Share

ચેકમેટ - 14

મિત્રો ચેકમેટના આગળના પ્રકરણમાં આપે જોયું કે મોક્ષા અને મિ. રાજપૂત ડીનર પર મનનો ભાર હળવો કરતા હોય છે અને આ બાજુ મનોજભાઈ રિધમ મહેતાના ફોન આવવાથી રસ્તામાં જ ઉતરી જાય છે.મિ.રાજપૂત બીજા દિવસે કોચને મળવા જવાના હોય છે હવે આગળ....

ડિનર પતાવીને સમયસર કોટેજમાં પાછા આવી જાય છે મોક્ષા અને રાજપૂત સાહેબ કાર પાર્ક કરીને અંદર આવે છે.
કોટેજમાં જઈને જોવે છે તો મનોજભાઈ પોતાના બેડરૂમમાં સુઈ ગયા હોય છે.

"એમને સુવા દેજો, મોક્ષા.સવારે વાત કરીશું અંકલ સાથે અને તમે પણ સુઈ જાવ. ગુડ નાઈટ." મિ. રાજપૂત મનોજભાઈના રૂમમાંથી બહાર નીકળે છે.
"ગુડ નાઈટ મહેન્દ્રજી".

પહેલી વાર મોક્ષા ના મોઢે પોતાનું નામ સાંભળીને રાજપૂત આભારની લાગણી સાથે હસી પડે છે.અને બે જુવાન હૈયા અનેક આશાઓ સાથે પોતપોતાના રૂમમાં જાય છે.
સવારે રૂટિન મુજબ મનોજભાઈ મોક્ષાને ઉઠાડે છે.
"બેટા આજે જલ્દી ઉઠો.તૈયાર થઈને અગત્યના કામ પર જવાનું છે."
"કેમ શું કામ છે પપ્પા"?
"રિધમ મહેતા આલય અંગે ખૂબ જ જાણે છે.મેં કાલે ઘણી વાતો કઢાવવાનો પ્રયત્ન કર્યો છે.રાજપૂત સાહેબને પણ ઉઠાડી આવું છું".
"અંકલ, હું અહી જ છું પાછળ....સાંભળું જ છું શાંતિથી."
"અરે સાહેબ ,ગુડ મોર્નિંગ..આજે થોડી વાતો થઈ જાય મહત્વની??"

મિ. રાજપૂત અને મોક્ષા ફ્રેશ થઈને મનોજભાઈની આજુબાજુ ગોઠવાઈ ગયા.ગઈકાલે રાત્રે શું બન્યું એ જાણવા ઉત્સુક હતા તેઓ.

"સાહેબ, આપનાથી છુટા પડ્યા બાદ હું ઘરે આવ્યો અને પછી સીધો જ રિધમભાઈને મળવા ગયો.ત્યાં ગયો તો સાહેબ ફૂલ અદાકારીમાં બેઠા હતા.મૃણાલિનીબહેન પણ એમની બાજુમાં જ હતા.વિનુકાકા ચૂપચાપ ડાઇનિંગ ટેબલ સાફ કરતા હતા.
મને જોતા જ એ બોલી ઉઠ્યા," ઓ અમદાવાદી અહીં આવો. એકલા એકલા જ નીકળી પડ્યા સિમલા જોવા.અરે જ્યાં સુધી રિધમ મહેતાની પરમિશન ના મળે ત્યાં સુધી સીમલામાં ચકલું પણ ના ઉડી શકે સાહેબ."

હું ખૂબ જ ડઘાઈ ગયો પરંતુ ઉપસ્થિત પરિસ્થિતિનો તાગ મેળવીને મૃણાલિનીબહેન મારી સામું જોઈને ઈશારો કર્યો જેથી હું સમજી ગયો કે સાહેબ આજે ડ્રિન્ક કરીને આવ્યા છે.મારા ગયા પછી બેન અંદર જતા રહ્યા અને વિનુકાકા રસોડામાં ગયા ત્યારે હું અને રિધમભાઈ એકલા હતા.મેં ધીમેથી વાત મૂકી,"રિધમભાઈ તમે થોડી હેલ્પ કરોને પર્સનલી મારા આલય માટે."

"અરે બોલોને શું મદદ જોઈએ છે તમારે મારા તરફથી ? લડખડાતી જીભથી રિધમ મહેતા બોલ્યા.આલય મારો પણ દીકરા જેવો જ છે ને.ઈનફેક્ટ એને તો મારી સાથે બહુ ફાવ્યું હતું.પણ એણે કાંઈક કામ ખોટું કર્યું હશે.. સૃષ્ટિ સાથે....તો જ એની સાથે કાંઈક ખોટું થાય મનોજભાઈ....પણ ચિંતા ના કરતા એ ...સાલા.( કાન પાકી જાય એવી ગાળ સાથે) ને શોધીને પાર...કહીને મોઢામાંથી સિગાર ફેંકીને પોતાના રૂમમાં જતા રહ્યા.

હું એમની વાતોથી હતપ્રભ થઈ ગયો ઘણા સમય સુધી ત્યાં બેસીને ધ્રુસકે અને ધ્રુસકે રડી પડ્યો.મૃણાલિનીબેન મારી બાજુમાં આવીને બેસી ગયા...અને સાંત્વના આપતા બે હાથ જોડીને બોલ્યા, " ભાઈ કાલે આપ અને મોક્ષા તથા સાહેબ મારી સાથે આવશો.. કાંઈક બતાવવું છે તમને? પણ અત્યારે જાવ અહીંથી...રિધમ કાલે આઉટ ઓફ સીટી છે..તો સવારે મળીએ... જયશ્રી કૃષ્ણ." કહીને એ પણ બેડરૂમ તરફ નીકળી ગયા. અને હું પણ કોટેજ તરફ પાછો આવીને સુઈ ગયો.
અત્યાર સુધી રોકી રાખેલા આંસુઓને લાગણીઓનો ઢાળ મળ્યો.

અને ત્યાંથી આવીને આંખો મળી ગઈ એની ખબર જ ન પડી.
"પપ્પા તમે ચિંતા ના કરો પણ એક વાત તો છે આલયના ગુમ થવા પાછળ હરામી રિધમનો જ હાથ છે હું જાઉ છું એની પાસે ખુલાસો માંગવા કે શું ખોટુ કર્યું હતું મારા ભાઈએ."મોક્ષાનો ક્રોધનો અગ્નિ જ્વાળામુખીની જેમ ફાટ્યો હતો.

"મોક્ષા કુલ ડાઉન... શાંત થઈ જાવ....એવી રીતે તો વાત બગડી જશે.તમે આજે તૈયાર થઈને આંટી પાસે જાવ હું પણ આવું છું થોડી વારમાં....કારણ કે મારે એ જાણવું છે કે આલય તો ગેસ્ટ હાઉસથી ટ્રેકિંગ સિવાય ક્યાંય ગયો હોય એવું લાગતું નહોતું...
હા ત્રીજા દિવસથી એ સીસીટીવી ફૂટેજ માં દેખાયો નથી અને હા, એ પછી ચેકઆઉટ વખતે પણ નહોતો....એટલે વાત તો જાણવી જ રહી આંટી પાસેથી...એ પછી જ હું કોચને મળવા જઈશ."

ઓકે કહીને મોક્ષા તૈયાર થવા પોતાના રૂમમાં જાય છે.મોબાઈલ પર રિંગ વાગે છે....આરતીનો ફોન હોય છે.
કોલ યુ લેટર કહીને મેસેજ મોકલી દે છે..તૈયાર થઈને ત્રણેય જણા કોટેજની બહાર નીકળે છે ત્યાં જ મનોજભાઈના મોબાઈલ પર રિંગ વાગે છે..

"હેલો"

"મનોજભાઈ સીધા કોટેજની બહાર આવો. હું બહાર જ છું.તમારી ગાડી લઈને ના આવતા.આપણી ગાડી બહાર જ છે.હું બહાર જ છું."કહીને મૃણાલિની બહેને ફોન મૂકીને ડ્રાઇવિંગ સીટ સંભાળી લીધી.

થોડીક જ ક્ષણોમાં ત્રણેય જણા બહાર આવી ગયા અને ખૂબ જ અચરજ સાથે ગાડીમાં ગોઠવાઈ ગયા..મોક્ષા આગળની સીટમાં બેસીને "આંટી ક્યાં જવાનું છે આટલી સવારમાં".એવું પૂછી જ બેઠી.મૃણાલિની બહેન સહેજ હસી પડ્યા..
"બસ તું સમજી લે કે મારા દરેક પગલાં તારા ભાઈની નજીક લઇ જવા માટેના છે પણ હા ડોન્ટ બી પેનિક,પ્લીઝ.રાજપૂત સાહેબ મારી સાથે આવી લો.કોચ પાસે જવાની જરૂર નહીં પડે પણ પ્લીઝ આ વાત આપના સુધી જ રહેશે.સિમલા પોલીસને જાણ નહીં કરતા હમણાં".

હવે શાંત બેસીને પરિણામની શક્યતા સુધી રાહ જોવા સિવાય બીજો કશો જ રસ્તો નથી એવું ત્રણેયને લાગ્યું તેથી ચુપચાપ બેસી રહ્યા.

લગભગ પંદર મિનિટ પછી કાર શહેરથી હાઈ વે પર ચાલી રહી હતી.કિલોમીટરના આંકડા વધતા હતા.કાર સો કિલોમીટરની સ્પીડથી રસ્તો કાપતી હતી.લગભગ દોઢ કલાક પછી દેહરાદૂનની એક મોટી હોસ્પિટલની બહાર ઉભી રહી.
હૃદય એક ધબકારો ચુકી ગયું.દેહરાદૂન હોસ્પિટલ કેમ આવ્યા છીએ એ જાણવાની તાલાવેલી સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા ત્રણેય જણા... અને મૃણાલિની બહેન જાણે આજે કોઈ સંબંધોની શતરંજની રમતમાં ચેક કહેવાની તૈયારીમાં હતા.

"ડોક્ટર રજત હું આવી ગઈ છું, પ્લીઝ..વ્યવસ્થા કરી આપો."
થોડીક જ વારમાં એ આલીશાન હોસ્પિટલના વીઆઈપી ICCU વોર્ડમાં દાખલ થાય છે બધા...

સામે મોટા બેડ ઉપર ઓકસિજન માસ્ક સાથે મોટી પાટાપિંડી સાથે નિરવ શાંતિમાં ગાઢ ઊંઘમાં સૂતી હોય છે સૃષ્ટિ....જે કદાચ ક્યારે ઉઠશે તે માત્ર ઈશ્વર જ જાણતો હતો....

મોક્ષા સૃષ્ટિની હાલત જોઈને રડી પડી.
"આંટી.... સૃષ્ટિ ક્યારેય ભાનમાં નહીં આવે?"
"નો...ઇમપ્રુવમેન્ટ છે....બહુ જલ્દી પોઝિટિવ ન્યૂઝ મળશે" ડોક્ટર રજત બોલ્યા.
"ડોક્ટર રજત, સાહેબ મળે છે તમને? કોઈને ખબર તો નથી પડીને દીકરીની ...??".સૃષ્ટિના માથે હાથ ફેરવતા ફેરવતા ખૂબ જ ભાવાવેશમાં પૂછે છે મિસિસ મહેતા.

મિત્રો, મિસિસ મહેતા મોક્ષા, મનોજભાઈ અને મિ. રાજપૂતને અહીં હોસ્પિટલ લઈને કેમ આવ્યા છે.આટલા દૂર સુધી સૃષ્ટિને કેમ દાખલ કરી છે અને સૃષ્ટિનું ભાનમાં આવવું અને આલયની તપાસને શું લાગે વળગે છે.શું આલય પણ ઘાયલ છે કે ગુમ છે?
આ માટે જાણતા રહો ચેકમેટનો આગળનો પાર્ટ..