A glimpse of you - 5 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | તારી એક ઝલક - ૫

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

તારી એક ઝલક - ૫

તારી એક ઝલક

ઝલકને કોઈકનો કોલ આવ્યો. પછી તે ક્યાંક જતી રહી હતી. તેજસે અચાનક થોડાંક લોકોનો હોબાળો સાંભળ્યો. તે ઝલકને શોધવાં એ લોકો જે તરફ જતાં હતાં. એ તરફ ગયો.


ભાગ-૫


તેજસ એ લોકો પાછળ પાછળ બધી રાઈડ્સ હતી. એ તરફ આવ્યો. ત્યાં પહોંચીને તેણે જે જોયું. એ જોઈને તે દંગ રહી ગયો. ઝલક જીતું અને સતિષને મારી રહી હતી. ક્યારેક હાથની મુઠ્ઠીનો મુક્કો બનાવી, જીતુંના મોં ઉપર, તો ક્યારેક સીધી હથેળી કરીને, સતિષની ગરદન પર વાર કરી રહી હતી. ઝલકની મારવાની રીત જોઈને, તેણે ખાસ એ અંગે ટ્રેનિંગ લીધી હોય. એવું લાગી રહ્યું હતું.

થોડીવાર થતાં જ તેજસના મિત્રો, જીગ્નેશ, અર્પિતા, ગંગા ને તન્વી બધાં ત્યાં આવી પહોંચ્યા. ગંગા અને લખન તો ઝલકનુ એ રૂપ જોઈને અચંબિત તો હતા જ!! સાથે સાથે ખુશ પણ‌ દેખાતાં હતાં.

ઝલકના મુક્કા ખાધાં પછી જીતું અને સતિષ થાકીને ત્યાં જ ઢગલો થઈ ગયાં હતાં. ઝલકનુ જાણે આ રોજનું કામ હોય. એમ તે અદાથી તેજસની તરફ આગળ વધી રહી હતી.

"તેજાભાઈ, આ તો જે તમને ગુંડો કહે છે, એ પોતે જ એક ગુંડી છે." કાળું ઝલકની ટીખળ કરતાં બોલ્યો.

"ગુંડી નથી.. જાસૂસ છું." ઝલક થોડાં રૂઆબ સાથે પણ થોડી દુઃખી થઈને બોલી.

તેજસને ઝલકના એ શબ્દો સાંભળી વધું એક ઝટકો લાગ્યો. એ બધાંમાં માત્ર તેજસ નહીં, પણ અર્પિતા અને જીગ્નેશ પણ સામેલ હતાં. કેમ કે, ઝલકના લંડન ગયાં પછી એ ત્યાં શું કરતી?? કોની સાથે રહેતી?? એ વિશે તે લોકોને પણ ખબર નહોતી. ઝલકની જાસૂસવાળી વાત જીગ્નેશ અને અર્પિતા માટે પણ એક ઝટકો જ હતી.

ત્યાં મોજુદ બધાં લોકો ઝલકને અલગ જ નજરથી જોઈ રહ્યાં હતાં. એમાં જ્યારે તેજસ, જીગ્નેશ અને અર્પિતાની પણ એવી જ નજર ભળી.. ત્યારે ઝલક ત્યાંથી ચાલતી થઈ ગઈ. કોઈની કાંઈ સમજમાં નહોતું આવી રહ્યું.

મેળામાં ધીમે-ધીમે અંધકાર છવાઈ રહ્યો હતો. સુરજના ડૂબતાં જ લાઈટોએ તેનું અસ્તિત્વ લઈ લીધું હતું. માણસોની ભીડને ચીરીને, મનમાં અનેકો વિચારો સાથે, ધીમાં ડગલે, ઝલક બધાંની નજર સામેથી ઓઝલ થઈ ગઈ.

આકાશમાં સુરજ સંપૂર્ણપણે અસ્ત થઈ ગયો હતો. બીજનો ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. આગળ જતાં આરતીનો નાદ ઝલકના કાને પડ્યો. દિવાની ઝગમગ રોશની, રંગબેરંગી લાઈટોથી ઝળહળતું પરબધામનુ મંદિર‌ અને આરતીનાં મીઠાં મધુરાં સૂર, ઝલકને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યાં હતાં.

આજે વર્ષો જૂનો ભૂતકાળ ઝલકને ફરી અહીં સુધી ખેંચી લાવ્યો હતો. હજારો સવાલો વચ્ચે ઘેરાયેલી ઝલક આરતીમાં જોડાઈ ગઈ. ઝલકની સાથે-સાથે તેજસે પણ આરતીનો અવાજ સાંભળ્યો હતો. તે પણ બધાંની સાથે અહીં પહોંચી ગયો.

ઝલકે બધાંની તરફ એક નજર કરી. હજું પણ બધાંની આંખમાં એ જ સવાલો હતાં. ઝલક જાસૂસ કેવી રીતે બની?? તેણે એ વાત બધાંને પહેલાં શાં માટે નાં જણાવી??

આવાં અનેક સવાલો હતાં. જેનો જવાબ માત્ર ઝલક પાસે જ હતો. એ જવાબ ઝલકની મરજી વગર નહીં મળે. એ વાત બધાં જાણતાં હતાં. બધાંએ સવાલોનાં પોટલાં નીચે ઉતારી, આરતીમાં ધ્યાન પરોવ્યું. આરતી પૂરી થતાં બધાં વિખેરાવા લાગ્યાં. ઝલક પ્રસાદ લઈને, એ લોકોનાં જે જગ્યાએ વાહન પડ્યાં હતાં. એ તરફ જવા લાગી. બધાંની હકીકત જાણવાની તાલાવેલી વધતી જતી હતી. પણ કોઈ પાસે રાહ જોવા સિવાય બીજો રસ્તો નહોતો.

"આ વખતે તારી બાઈક હું ચલાવી શકું??" ઝલકે તેજસની પાસે જઈને પૂછ્યું.

આવા સમયે શું જવાબ આપવો?? એ અંગે તેજસ થોડો મુંજવણમાં હતો. પણ અત્યાર સુધી જે-જે બન્યું. એ જોયાં પછી ઝલક એક સમજદાર અને બહાદુર છોકરી હતી. એ તેજસ સારી રીતે સમજી ગયો હતો. તેજસે પોતાનાં ખિસ્સામાંથી બાઈકની ચાવી લઈને ઝલક તરફ ધરી.

"હાં, તું બાઈક ચલાવી શકે. પણ જો તું મને તારી પાછળ બેસવાની પરવાનગી આપે તો‌ જ!!" તેજસે કંઈક વિચારીને ઝલકને કહ્યું.

હવે તો તેજસ કોઈ ખરાબ વ્યક્તિ નથી. એ અંગે ઝલક પણ જાણી ચૂકી હતી. તેજસ અંગે બધું જાણ્યાં પછી તેને નાં પાડવાનો કોઈ સવાલ જ નહોતો. ઝલકે પોતાની આંખો ઝૂકાવીને તેજસને પરવાનગી આપી. તેજસના હાથમાંથી ચાવી લઈને, ઝલક બાઈક પર બેઠી. પાછળ ઝલક અને પોતાની વચ્ચે થોડી જગ્યા રાખીને, તેજસ પણ ગોઠવાઈ ગયો.

ઝલકના મનમાં જેટલો ઝડપથી તેનો ભૂતકાળ ચાલી રહ્યો હતો. એની બમણી ઝડપે ઝલકે બાઈકને ચલાવવાની શરૂઆત કરી હતી. તેજસ માત્ર પાછળ બેસીને ઝલકનુ મૌન તૂટવાની રાહ જોઈ રહ્યો હતો.

પરબથી બાઈક આગળ વધતી રહી. ઘર નજીક આવતું ગયું. પણ ઝલકનુ મૌન નાં તૂટ્યું. તેજસનુ ઘર આવતાં જ ઝલકે જોરદાર ઝટકા સાથે બાઈક રોકી. તેજસ નીચે ઉતરી ગયો. ઝલકે બાઈકની ચાવી તેજસના હાથમાં આપી.

"તું કોઈ ગુંડો નથી, એ હું જાણું છું. થેન્ક યુ ફોર લેટિંગ મી રાઈડ યોર બાઈક.."ઝલક માત્ર એટલું કહીને અર્પિતાના ઘર તરફ જવા લાગી.

તેજસ માત્ર તેને જતી જોઈ રહ્યો. તેજસને ઝલકના મોઢે જે સાંભળવું હતું. એ તો તેણે સાંભળી લીધું. છતાં પણ તેજસને કોઈ પ્રકારની ખુશી નાં થઈ. ઝલકના ગયાં પછી તેજસ બાઈકને તેની જગ્યાએ મૂકીને, ઘરની અંદર ગયો. ચાવી હોલમાં ટેબલ પર મૂકી, પોતાનાં રૂમમાં જવા સીડી ચડવા લાગ્યો.

ઝલક પણ અર્પિતાની ઘરે પહોંચી ગઈ. અર્પિતા અને જીગ્નેશ ઘરની બહાર જ ઉભાં હતાં. ઝલક જાણતી હતી કે, એ લોકો ઝલક અંગે જાણવાં માંગતાં હતાં. પણ ઝલકની ઈચ્છા નહોતી કે, એ તે લોકોને પોતાનાં જીવનમાં લાગેલાં ગ્રહણ વિશે જણાવે. અર્પિતા કે જીગ્નેશ કાંઈ પૂછે એ પહેલાં જ ઝલક ઘરનો દરવાજો ખોલીને, પોતાનાં રૂમમાં જતી રહી.

"આ છોકરી આખરે કરવાં શું માંગે છે??" અર્પિતા માથાં પર હાથ મૂકીને, તેની ઘર પાસે આવેલાં લીમડાનાં ઝાડ નીચે મૂકેલાં બાંકડા પર બેસીને બોલી.

"એ તો જ્યારે તે જાતે જણાવે, ત્યારે જ કાંઈ જાણી શકાશે." જીગ્નેશ એક ઉંડો નિઃસાસો નાંખીને બોલ્યો.

જીગ્નેશ અને અર્પિતાને સતત એક જ સવાલ સતાવી રહ્યો હતો. આખરે ઝલક જાસૂસ શાં માટે બની??

અર્પિતા ઝલકને પોતે લંડન તેનાં માસીની છોકરીનાં લગ્નમાં ગઈ. ત્યારે મળી હતી. ઝલક અર્પિતાના માસીની છોકરી સેજલની બેસ્ટ ફ્રેન્ડ હતી. લગ્ન દરમિયાન અર્પિતા અને ઝલક સાથે રહ્યાં પછી એ બંને પણ સારી મિત્ર બની ગઈ હતી. પરંતુ ઝલકના પરિવાર વિશે કે તેનાં ભૂતકાળ વિશે સેજલ કે અર્પિતા કોઈને ખબર નહોતી. ઝલકને કોઈ તેનાં ભૂતકાળ વિશે કે મમ્મી-પપ્પા વિશે પૂછે ત્યારે એ એક જ જવાબ આપતી કે, તે બધી વાતો પાછળ એક લાંબી કહાની છે. જે યોગ્ય સમયે તમને બધાંને જણાવીશ. પણ એ યોગ્ય સમય બે વર્ષમાં ક્યારેય આવ્યો નહીં. આજે અચાનક જ અર્પિતાને ઝલક પોતે એક જાસૂસ છે, એ હકીકતની ખબર પડી. પણ આ જાસૂસ બનવા પાછળ ન જાણે કેટલાંય રહસ્ય અકબંધ હતાં. એ વાતની કોઈને ખબર નહોતી.

"અર્પિતા, ચાલ સૂઈ જઈએ. હવે જે હશે તે આપણે જ કાલે ઝલકને પૂછીને જાણી લેશું." જીગ્નેશે બહું વિચાર્યા પછી કહ્યું.

અર્પિતાને પણ જીગ્નેશની વાત યોગ્ય લાગી. ઝલક તો અત્યારે તેનાં રૂમમાં દરવાજો બંધ કરીને બેસી ગઈ હતી. તો અત્યારે કાંઈ પણ જાણવું અશક્ય હતું.

અર્પિતા બાંકડા પરથી ઉભી થઈ. બંને ભાઈ બહેન એક આશા સાથે ઘરની અંદર ગયાં કે, સવારે ઝલક પાસેથી કંઈક જાણવાં મળશે.


(ક્રમશઃ)

ઝલક સાથે ભૂતકાળમાં શું બન્યું હશે?? શું ઝલક ખરેખર કોઈ જાસૂસ હશે?? અર્પિતા, જીગ્નેશ અને તેજસ ઝલકના ભૂતકાળ વિશે જાણી શકશે??