Blooming buds - 13 - the final part in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | ખીલતી કળીઓ - 13 - અંતિમ ભાગ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ખીલતી કળીઓ - 13 - અંતિમ ભાગ

ખીલતી કળીઓ - ૧૩ (અંતિમ ભાગ)


લગ્નની સવાર આવી જાય છે એટલે કે આજે અનય અને નમાયાનાં લગ્નનો દિવસ છે. નમાયા સાથે લગ્ન કરવાની ઉતાવળમાં અનય આજે વહેલો ઊઠી જાય છે. ઊઠીને નાહી-ધોઈને તૈયાર થઈ બ્રેકફાસ્ટ માટે ટેબલ પર ગોઠવાય જાય છે. અનયને આટલો વહેલો તૈયાર જોઈ અનિતાબેનને નવાઈ લાગે છે.

અનિતાબેન- તું તો બહુ વહેલો ઊઠી ગયોને..! હજી લગ્નની વાર છે થોડો આરામ કરી લેવો હતો ને..!

અનય- ના, મોમ...

અનિતાબેન- ઓહ... બહુ ઊતાવળ છે મારા દિકરાને....

અનય- મોમ... હા.. મને તો છે જ...

અનિતાબેન- હા.. બેસ તું હું નાસ્તો બનાવી દઉં..

અનય અને અનિતાબેન નાસ્તો કરીને સાંજની તૈયારીમાં લાગી જાય છે.

આ બાજુ નૈનેશભાઈ તેમની લાડકી દિકરીને ઊઠાડવા જાય છે.

નૈનેશભાઈ નમાયાના માથે હાથ ફેરવી તેને ઊઠાડે છે અને ફ્રેશ થવાં મોકલે છે. નમાયા બ્રશ કરી નાહીને તૈયાર થઈ નીચે જાય છે. નૈનેશભાઈએ આજે નમાયાનો ફેવરેટ નાસ્તો ઉપમા તૈયાર કરી રાખ્યો હોય છે.

નમાયા- વાહ... પપ્પા આજે બહુ દિવસ પછી ઉપમા બનાવ્યો ને...!

નૈનેશભાઈ- હા, તને બહુ ભાવે છેને..

નમાયા અને નૈનેશભાઈ નાસ્તો કરી લે છે. નમાયા ઉપર જઈ તેના બેગ પેક કરી દે છે.

બપોરે કેયા અને જીયા આવી નમાયાને પાર્લર લઈ જાય છે તૈયાર કરવા માટે... નૈનેશભાઈ એક માણસને બોલાવી નમાયાની બધી બેગ્સ ગાડીમાં મૂકાવી દે છે. નૈનેશભાઈ થોડી વાર એમ જ નમાયાનાં રૂમમાં બેસી નમાયાનાં બાળપણ યાદ કરી હસતાં હોય છે. ત્યારબાદ તેઓ લગ્નસ્થળ પર પહોંચી બધી તૈયારીઓ જોવા લાગે છે.

નમિત, કરન અને મનન અનયનાં રૂમમાં હોય છે તેઓ અનયની મદદ કરતાં હોય છે તૈયાર થવામાં..!

લગ્નનો સમય આવી જાય છે. અનય લાઈટ પિંક અને ઓફ વ્હાઈટ કલરની શેરવાનીમાં અત્યંત હેન્ડસમ અને રાજકુમાર લાગતો હોય છે. અનિષભાઈએ જાતે અનયને ફેટો બાંધી આપ્યો હોય છે.

અનિતાબેન અને અનિષભાઈ તેમનાં સગાઓને લઈને પાર્ટી-પ્લોટ નજીક પહોંચે છે, ત્યાંથી વરઘોડો નીકળીને લગ્નસ્થળ પર જવાનો હોય છે. બધા ખૂબ જ ડાન્સ કરે છે. અનયનાં દોસ્તો પણ ખૂબ જ ડાન્સ કરે છે. વેવાઈનું સ્વાગત કરવાં નૈનેશભાઈ જાતે જ ગેટ પાસે ઊભા રહ્યા હોય છે. નમાયાનાં દૂરનાં કાકી અનયને ચાંલ્લો કરી તેની નજર ઊતારે છે.

કેયા અને જીયા નમાયાને લઈને આવે છે અનયને હાર પહેરાવા માટે...! અનય તો નમાયાને જોતો જ રહી જાય છે. નમાયાએ લાઈટ પિંક અને ઓફ વ્હાઈટ કલરની દોરાથી વર્ક કરેલી ચણીયા ચોલી પહેરી હોય છે, લાઈટ જ્વેલરી, હેરસ્ટાઈલમાં મેચીંગ લાઈટ પિંક કલરનાં રોઝ નાંખ્યા હોય છે. માથે લાઈટ પિંક કલરની નેટ વાળી ઓઢણી ઓઢી હોય છે. નમાયા રાજકુમારી જેવી જ લાગતી હોય છે, અત્યંત સુંદર, નાજુક નમણી..!

નમાયા અનયની સામે આવી ઊભી રહી ઈશારો કરે છે, કેવી લાગુ છું?

અનય પણ ઈશારાથી જ જવાબ આપે છે, આજે તો હું ઘાયલ થઈ ગયો..!

નમાયા હસીને અનયને વરમાળા પહેરાવી પાછી જાય છે. અનયને લગ્નની ચોરીમાં લઈ જઈ બેસાડે છે. પંડિતજી વિધી શરૂ કરે છે. નૈનેશભાઈ જાતે જ લગ્ન કરાવા બેસે છે. હવે નમાયાએ ચોરીમાં આવવાનું હોય છે. અનિતાબેન અને અનિષભાઈ જાતે નમાયાને લેવા જાય છે. બંને નમાયાને લઈને લગ્નચોરી સુધી આવે છે.

અનય અને નમાયાના લગ્નની વિધી શરૂ થાય છે. પહેલા બંને એકબીજાને ફૂલનો હાર પહેરાવે છે, ત્યારબાદ હસ્તમેળાપની વિધી થાય છે. સાત ફેરાં ફરી બંને એકબીજાના વચનમાં બંધાય છે. અનય નમાયાનાં સેથામાં સિંદૂર પૂરે છે અને મંગલસૂત્ર પહેરાવી નમાયાને હંમેશા માટે પોતાની બનાવી લે છે. લગ્નવિધી પત્યા બાદ અનય અને નમાયા વડીલોનાં આર્શીવાદ લે છે. હવે વિદાયનો સમય આવી જાય છે. નૈનેશભાઈ નમાયાને ગળે લગાડી ખૂબ જ રડે છે. નમાયા પણ ખૂબ રડે છે. આ જોઈને અનયની આંખો પણ ભરાઈ આવે છે.

અનિષભાઈ નૈનેશભાઈને શાંત કરે છે અને કહે છે, તમે રોજ નમાયાને મળવા જજો તો તમને અને નમાયા બંનેને સારૂં લાગશે..!

નૈનેશભાઈ નમાયાનો હાથ પકડી તેને ગાડીમાં બેસાડે છે. અનય પણ નમાયા સાથે બેસે છે.

નૈનેશભાઈ અનયને કહે છે, મારી આ લાડકી દિકરી હવે તને સોંપુ છું... ધ્યાન રાખજે...!

અનય- પપ્પા... હું નમાયાનું ધ્યાન રાખીશ.. એને કંઈ જ નહીં થવા દઉં..!

નમાયાની વિદાય થાય છે. નૈનેશભાઈ બધુ કામ પતાવી ઘરે જાય છે.

આ બાજુ અનિતાબેન અનય અને નમાયાની આરતી ઉતારી બંનેને ચાંલ્લો કરે છે, ત્યારબાદ ચોખા ભરેલો કળશ બારણે મૂકી નમાયાને પ્રવેશવાનું કહે છે. અનય નમાયાનો એક હાથ પકડે છે અને નમાયા બીજા હાથથી ચણીયો થોડો ઊંચો કરી જમણાં પગથી કળશને અંદરની તરફ ઢાળે છે. અનિતાબેન કંકુ પલાળેલ મોટા થાળને નીચે મૂકે છે અને આગળ સફેદ કટકો પાથરી દે છે. નમાયા તેના બંને હાથથી ચણીયો ઊંચો કરી તેના બંને પગ થાળમાં મૂકી દે છે અને પહેલા જમણો પગ સફેદ કટકા પર મૂકી આગળ ચાલીને મંદિર તરફ જાય છે, અનય પણ સાથે મંદિર તરફ જાય છે. બંને ભગવાનનાં આર્શીવાદ લઈ આગળની વિધી પૂરી કરે છે. અનિતાબેન અનયને કહે છે, નમાયાને રૂમમાં લઈ જા... એ થાકી ગઈ છે એને આરામની જરૂર છે. બેગ્સ રૂમમાં મૂકાવી દીધી છે.

અનય નમાયાને ઊંચકીને તેના રૂમમાં લઈ જાય છે અને કહે છે, વેલકમ ટુ અવર રૂમ મિસીસ. મહેતા..! નમાયા અનયને સ્માઈલ આપી ગાલ પર કીસ કરે છે. અનય નમાયાને બેડ પર બેસાડે છે.

અનય- તું બેસ હું તારી બેગમાંથી નાઈટડ્રેસ કાઢી લઉં...

નમાયા- બ્લેક બેગમાં હશે...

અનય ચેન્જીંગ રૂમમાં જઈ પહેલા ચેન્જ કરી લે છે અને ફ્રેશ થઈ જાય છે. નમાયાનો નાઈટડ્રેસ કાઢી નમાયા પાસે જાય છે |અને તેની પાસે બેસે છે. અનય નમાયાના માથે ઓઢેલી ઓઢણી કાઢી સાઈડ પર મૂકે છે.

નમાયા- અનય હું કરી લઉં છું...

અનય- હવે તો મેરેજ થઈ ગયા છે નમાયા... પ્લીઝ એટલો હક છે મારો... મને ગમે છે તારી કેર કરવી..!

નમાયા- ઓકે બાબા... નહીં રોકું બસ...

અનય ધીમેથી ટીક્કો કાઢે છે, ત્યારબાદ બંને કાનમાંથી બુટ્ટી કાઢી સાઈડ ટેબલ પર મૂકે છે. હાથમાંથી બંગડીઓ કાઢે છે અને ગળામાં પહેરેલ સેટને કાઢી ટેબલ પર મૂકે છે. અનય જાતે નમાયાનાં કપડાં ચેન્જ કરે છે અને તેને સૂવડાવે છે.

નમાયા અનયને કહે છે, તને ખબર છે તું મારી માટે કોણ છે?

અનય- કોણ છું?

નમાયા- તું મારી માટે એક એન્જલ છે જે ભગવાને મોકલ્યો છે.. આઈ એમ ટ્રૂલી બ્લેસ્ડ ધેટ આઈ હેવ અ હસબન્ડ લાઈક યુ..!અનય નમાયાનાં કપાળ પર કિસ કરે અને સૂવાનું કહે છે.

બસ આવી જ રીતે અનય ત્રણ મહિના નમાયાની દેખરેખ રાખે છે. હોસ્પિટલ ચેકઅપ કરવા લઈ જાય, સમયસર દવા નમાયાને દવા આપવી, ગાર્ડનમાં સાંજે બેસવા લઈ જતો, પોતાના હાથથી જમાડતો... આમને આમ સમય નીકળી જાય છે.



પાંચ વર્ષ બાદ.....

અનયની ફ્લાઈટ વડોદરા એરપોર્ટ પર લેન્ડ થાય છે. અનય પહેલા કરતાં પણ હેન્ડસમ, હાઈટ- બોડી બનાવી હોય છે અને ઘણો સમજદાર પણ થઈ ગયો હોય છે. અનય ઓનલાઈન ટેક્સી બૂક કરાવી પહેલા નમાયાનાં ઘરે જાય છે. ઘરનો ડોરબેલ વાગતા નૈનેશભાઈ દરવાજો ખોલે છે અને જોઈ છે તો અનય ઊભો હોય છે.

નૈનેશભાઈ અનયને જોઈને ખુશ થઈ જાય છે અને તરત કહે છે, માય સન અનય.... આટલું કહી અનયને ગળે લગાવી લે છે.

બંને સાથે ઘરમાં પ્રવેશે છે.

નૈનેશભાઈ- આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ અનય.... જો નમાયા હોત તો આજે આ પોઝીશન પર તને જોઈને ઘણી ખુશ થતી હોત...!

અનય- હા, પપ્પા... એના માટે જ મેં અમેરિકા જઈને એસ્ટ્રોનોટનું ભણવાનું નક્કી કર્યુ હતું... અને એના જ કારણે હું નાસામાં જોબ કરું છું...!

નૈનેશભાઈ- હા.... અનય સ્ટીલ યુ લવ નમાયા..?

અનય- હા, પપ્પા... નમાયાની જગ્યા કોઈ નહીં લઈ શકે...! કોઈ નહીં...!

નૈનેશભાઈ- ઓકે તો જમીશને તું?

અનય- ના.. પપ્પા.. ફરી ક્યારેક આવીશ જમવા માટે... પંદર દિવસની રજા છે તો કાલે જરૂર આવીશ.. હજી હું ઘરે પણ નથી ગયો પહેલા અહીં જ આવ્યો છું... હું જરાં નમાયાનાં રૂમમાં જઈને આવું...

અનય ઉપર નમાયાનાં રૂમમાં જાય છે. કલાક ત્યાં બેસી પછી તેના ઘરે જાય છે. અનય તેની મમ્મીને મળે છે ઘણી વાતો કરે છે.. જમીને તેના પપ્પાને મળવાં હોસ્પિટલ જાય છે. ત્યારબાદ તેના દોસ્તોને મળી સાંજે શહેરની બહાર સનસીટી રિસોર્ટમાં જાય છે. હા, આ તે જ રિસોર્ટ છે જ્યાં અનય અને નમાયા પહેલી વખત ડેટ પર આવ્યા હતા... અને લાસ્ટ મેરેજ પછી બંને આવ્યા હતા. રિસોર્ટમાં જઈ બહાર ગાર્ડનમાં બોનફાયર ગોઠવ્યા હોય છે ત્યાં જ બેસે છે અને નમાયા સાથે વિતાવેલ સમયમાં ખોવાય જાય છે.

લગ્ન બાદ નમાયા પાસે ત્રણ મહિના જ હોય છે પરંતુ નમાયા ત્રણ મહિના ઉપર અઢી મહિના વધુ જીવે છે એ પણ કદાચ અનય માટે... અનયનો નિ:સ્વાર્થ પ્રેમ જોઈ ભગવાને નમાયાને વધુ સમય આપ્યો અનય સાથે રહેવાનો...! નમાયાને એસ્ટ્રોનોટ બનવું હોય છે પણ નથી બની શકતી.. તેથી નમાયાનું સપનું પૂરું કરવા અનય ફોરેન્સિક સાયન્સ ભણવાનું છોડી અમેરિકા ભણવા જાય છે અને કેમ્પસમાંથી જ તેને નાસામાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે જોબ મળી જાય છે.

અનય નમાયાની કહેલી વાતો યાદ કરતો હોય છે.

‘પ્રેમ હવામાં લહેરાતા મંદ પવન જેવો છે,

તમે તેને જોઈ નથી શકતા પણ મહેસૂસ જરૂર કરી શકો છો.’

અનય તેને પોતાને જ કહે છે, નમાયા તારો આ પ્રેમ પણ આ ઠંડી હવા જેવો જ છે... જેને હું અત્યારે જોઈ નથી શકતો પણ મહેસૂસ બહુ જ કરું છું..! આઈ મીસ યુ નમાયા... મીસ યુ એન્ડ ઓલવેઝ લવ યુ..!


આ નિ:સ્વાર્થ, ધીરજવાળો, જેમાં શારીરિક આકર્ષણ બિલકુલ નથી ફક્ત પ્યોર પ્રેમ પ્રેમ અને અનય-નમાયાનો આ પ્રેમ છે.

આ પ્રેમકથા અહીં પૂર્ણ થાય છે.

ખીલતી કળીઓ માં એક ટીનએજ લવસ્ટોરી દર્શાવવામાં આવી છે. ખીલતી કળીઓને ટીનએજ સ્ટેજ સાથે સરખાવામાં આવ્યો છે.. ટીનએજ સ્ટેજમાં સૌને કોઈ પ્રત્યે પ્રેમ કે આકર્ષણ થતું હોય છે પરંતુ એ સમજવું જરૂરી છે કે તે ખરેખર પ્રેમ છે કે પછી આકર્ષણ..!


તમારા સૌનો ખૂબ ખૂબ આભાર.. ‘ખીલતી કળીઓ’ નવલકથાને આવકારવા બદલ..!

પરાગિની-૨.૦ જલ્દીથી પ્રસ્તુત કરીશ..!

બસ આમ જ વાંચતા રહેજો અને ખુશ રહેજો.

જય શ્રી કૃષ્ણ🙏🏻