LOVE BYTES - 12 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-12

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-12

લવ બાઇટ્સ
પ્રકરણ-12
સ્તવન જોબ પરથી આવ્યો આજે ખૂબજ ખુશ હતો એનાં કામથી એનાં બોસ ખુબ ખુશ હતાં. સ્તવને આજે એક ઇન્વેનશન કરેલું અને એણે એક સોફટવેર વિકસાવ્યું હતું એણે મોબાઈલ માટે એક સોફ્ટવેર બનાવતાં બનાવતાં અચાનક આકસમીક બીજુ એનાં હાથમાં આવી ગયું એને સ્માર્ટફોનનું સોફ્ટવેર વિકસાવેલું એમાં એને એક એવી સફળતા સાંપડી કે ફોન રેકોર્ડીગમાં જે સામાન્ય જીવનનાં અવાજ સાથે સાથે જે બીજા સોફ્ટવેરમાં ના પકડાય એવાં અગમ્ય સૂક્ષ્મ અવાજ પણ પકડી શકે રેકર્ડ થઇ શકે એવું શક્તિશાળી સોફ્ટવેર વિકસી ગયું એનાં બોસને જ્યારે એણે વિગતવાર સમજાવ્યુ અને એનો ડેમો ટ્રાયલ કરી બાતાવ્યો પહેલાં તો સામાન્ય રેકોર્ડીંગ કર્યુ પછી એકદમ પીન ડ્રોપ સાયલન્સ નોઇસ પ્રુફ રૂમમાં એણે અવનવા અવાજ જે અગમ્ય અને સૂક્ષ્મ હતાં એ રેકર્ડ કરી બતાવ્યાં.
સ્તવનનાં બોસતો આર્શ્ચચક્તિ થઇ ગયાં. ક્યાંય સુધી એમને વિશ્વાસ ના પડ્યો એમણે વારે વારે રેકર્ડ ચેક કર્યુ અને રીઝલ્ટથી ખૂબજ ખુશ થઇ ગયાં. રીઝલ્ટની બારીકાઇ અને ગુણવત્તા જોઇને એમણે સ્તવનને હગ કરી શાબાશી આપતાં કહ્યું તેં આજે કંપનીને ધરતી પરથી સીધી આકાશે પહોચાડી તને ખબર છે તેં શું ઇન્વેન્ટ કર્યુ છે ? આનો ઉપયોગ ક્યાં કેવી રીતે થશે તને એની કલ્પના નથી... વાહ વાહ માત્ર બે મહિનાની નોકરી અને તારો અનુભવ.... તું પણ આભ આંબીશ એટલી પ્રગતિ કરીશ આજથીજ તને પરમેનેન્ટ કરવા સાથે રીસર્ચ એક્ઝ્યુકીટીવનું પ્રમોશન આપુ છું અને તને ખાસ વ્યવસ્થા બેઠક અને બીજી સવલતો ઓફર કરું છું હવે તારી પ્રગતિ તું પોતે નહીં રોકી શકે એવું તે કામ કર્યુ છે આઇ એમ પ્રાઉડ ઓફ યુ તારી સેલેરી હું ચેરમેન સાથે નક્કી કરીને તને કહીશ પરંતુ તને પ્રમોટ કરતાં કોઇ નહીં રોકી શકે કોન્ગ્રેચ્યુલેશન યંગ બોય.
મી. ઓબેરોય બોલતાં જતાં હતાં અને સ્તવન ખુશી સમેટતો સાંભળી રહેલો. એ મનોમન માંબાબાને પ્રાર્થના કરી રહ્યો આભાર માની રહ્યો હતો.
એ ઓબેરોય સરનો આભાર માની કહ્યું "સર મારે ખૂબ કામ કરવું છે આ ક્ષેત્રમાં મારે ઘણી શોધ કરવી છે અને માનવને ઉપયોગ આવે એવાં સોફ્ટવેર બનાવવા છે હું.... મારી મહત્વકાંક્ષાઓ ખૂબ ઊચી છે.
સ્તવન ખુબ ખુશ થઇ એની મહત્વકાંક્ષા જણાવી રહેલો. કંપની ડાયરેક્ટર ઓબેરોય ખુશ હતાં. તેઓ કંપની આ સોફ્ટવેર ક્યાં કેવી રીતે પ્રમોટ કરશે એ બધું વિચારી રહ્યાં હતાં તેઓને મનમાં પાક્કો ખ્યાલ હતો કે આ સોફ્ટવેરથી કંપનીને જબરસ્ત ફાયદો થવાનો છે કંપનીનાં શેર હરણફાળ ભરવાનાં છે. સ્તવનની કાર્યક્ષમતા પર ખૂબ ભરોસો મૂકી દીધો.
સ્તવનને કહ્યું તું ખૂબ ધ્યાન દઇને તારાં કામમાં આગળ વધજે કંપની પણ તને વળતર આપવામાં પાછી પાની નહીં કરે. ગો અહેડ માય બોય... આવતી કાલે ચેરમેન સર સાથે મીટીંગ કરીશું અને આ સોફ્ટવેરની ડીટેઇલ્સ એનો પ્રોજેક્ટ બનાવીને પછી એને પ્રમોટ કરીશું બાકીનું કામ પણ હાથ ધરી દઇશું. બોસ અને સ્તવન બંન્ને ખુબ ખુશ હતાં. સ્તવનને પોતાને ખૂબ આશ્ચર્ય હતું કે અચાનક અકસ્માતે મળેલી સફળતાએ રાતોરાત એનું જાણે નસીબ બદલી નાંખ્યુ હતું...
સ્તવન ઘરે આવ્યો ત્યારે પોતાની સફળતા કહેવા માટે આતુર હતો. એણે તુરંત જ રાજમલકાકાને ફોન કર્યો કે કાકા હું ઘરે આવી ગયો છું તમે તરત જ ઘરે આવો મારે એક ખુશખબરી આપવી છે. રાજમલ કાકાએ પૂછ્યું "આવું છું દીકરા પણ થયું શું એ તો કહે... સ્તવન કહે કાકા રૂબરૂજ કહીશ આવો રાજમલસિંહ ઘરે આવવા નીકળી ગયાં.
લલિતાદેવીએ કહ્યું "તું તારાં કાકાને બધાને ફોન કરે છે તો મને તો કહે એવી શી વધામણી છે ? મારે કેવી રીતે કાબૂ કરવો મારી ધીરજ નથી રહેતી જણાવને.
સ્તવને કહ્યું કાકી તમારાં અને માં બાબાનાં આશીર્વાદ કાકા આવે પછી કહ્યું છું એમ કહી એનાં પાપાને ફોન લગાવ્યો. "હાં પાપા ખુશખબરી છે પાપા મેં આજે એક એવું સોફ્ટવેર બનાવ્યું છે જે મારી કંપનીને ફાયદો કરાવશે અને મને કાયમી કરી દીધો છે અને પગાર વધશે બીજી સવલતો મળશે તમારાં આશીર્વાદથીજ થયું છે. સામે પાપાની આંખમાં હર્ષાશ્રુ આવી ગયાં એમણે કહ્યું દીકરા આપણી કુળદેવી કુળદેવતાનાં આશીર્વાદ તારી પુણ્યઇની કમાઇ છે ખૂબ સુખી થા અમારાં કાયમ આશીર્વાદ છે. સ્તવને કહ્યુ પાપા હું પછી ફરીથી શાંતિથી વાત કરું.
મારાં ઉપર બીજા ફોન આવી રહ્યાં છે. પાપાએ કહ્યુ ભલે દીકરા હું આ ખુશખબરી તારી માં અને બહેનને આપું અને મહાદેવજીનાં મંદિરે સવારે વહેલો જઇને ભેટ ધરાવી આવીશ... સુખી થાઓ.
સ્તવન પર કંપનીનાં ક્લીગ્સનાં ફોન આવતાં હતાં બધાં એને અભિનંદન આપી રહ્યાં હતાં. સ્તવન ફોનમાં વાતો કરતો હતો અને ત્યાં એનં પર કોઇ અજાણ્યા નંબરથી પ્રાઇવેટ નંબર "એવું લખેલો કોલ આવ્યો એમાં કોઇ કંઇ બોલી રહ્યું નહોતું એ હલ્લો હલ્લો કરી રહેલો પણ સામે કોઇ રીસ્પોન્સ નહોતો મળી રહેલો સ્ક્રીન પર Private Number એવું આવે થોડીવાર બધુ જ શાંત થઇ રહ્યું અને એને કોઇ અગમ્ય અવાજ ફોનમાં સંભાળવા લાગ્યાં એને સમજ ના પડી એનાં શરીરનાં રૂંવાડા ઉભા થઇ ગયાં એનાં ડોળા ચકળવકળ થવા લાગ્યાં સામે ફોનમાં કોઇ વિચિત્ર અવાજો આવી રહેલાં એણે ફોન કાપવા પ્રયત્ન કર્યો પણ ફોન કટજ ના થાય.... એની ગભરામણ વધતી જતી હતી પણ સામેથી અવાજ આવતાં બંધ થઇ ગયાં સાથે સાથે ફોન કટ થઇ ગયો. આખાં શરીરે એને પરસેવો વળી ગયો એને થયું આ શું થયું હતું મને ? અને મને જે અવાજ સંભળાઇ રહેલા એ જાણે પહેલાં મેં સાંભળેલા છે ક્યાંક...
એણે ફોન સ્વીચ ઓફ કર્યો અને ત્યાંજ રાજમલસિંહ દુકાને થી આવી ગયાં એ શુભ સમાચાર સાંભળવા જાણે અધીરા હતાં. એમને જોઇને સ્તવન સ્વસ્થ થઇ ગયો.
આવી ગયાં કાકા ? સ્તવને પૂછ્યુ "પછી ઓફીસથી બધીજ ઇતિથી અંતસુધી બધી વાત કરીને કહ્યું કાકા બસ આજ સમાચાર કહેવા વહેલાં ઘરે બોલાવેલાં. રાજમલ કાકાએ મીઠાઇનું બોક્ષ ખોલીને સ્તવનનાં મોઢામાં તાજી તાજી ઘેવર મૂકતાં કહ્યું વાહ દીકરા તેં તારાં પિતા અને મારુ નામ મોટું કરી દીધું. તારાં પિતાનું તો થાયજ કે તારાં પિતા છે પણ મારું પણ કહું છું કારણ કે તું મારી પાસે રહ્યો અને મને પણ ઇજ્જત અપાવી એટલે હું પણ ખૂબ રાજી છું. મારી તને બીજી ખુશખબરી કે તારાં પિતાએ મને મજુંરી આપી છે કે તને મારાં સાઢુભાઇની દીકરી આશા સાથે મુલાકાત કરાવવાની છે તને ગમે પછી આગળ વધીશું. સ્તવન ઘેવર ખાતાં ખાતાં અટકી ગયો અરે કાકા એ બધી ક્યાં ઉતાવળ છે ? હજી હું... રાજમલકાકા કહે હજી હું સેટ એવું ના બોલીશ આટલી સફળતા અને કાયમી થયાં પછી હવે તારે કોઇ ચિંતા નથી તું કહીશ ત્યારે આપણે એમના ઘરે જઇશું અને એ પહેલાં તારી બહેન માં બાપૂને તેડાવી લઇશું બસ આજે તો રાજમલનાં ઘરે મંગળ મંગળ થઇ ગયું.
લલિતાકાકી એ કહ્યું "સ્તવન આજે તું એટલાં સારાં સમાચાર લઇને આવ્યો છે કે જાણે ગોળમાં ઘી ઉમેરાયું હું ખૂબ ખુશ છુ મને તારાં કામની સમજણ નથી પણ તે કહ્યું કંપનીમાં તું કાયમી થઇ ગયો તારો પગાર વધશે એટલે તારી પ્રગતિ ખૂબ થશે પ્રભુ તારી રહ્યા કરે ખૂબ સુખી થાવ એમ કરીને સ્તવનની નજર ઉતારી દીધી.
************
માણેકસિંહજીએ ભંવરીદેવી અને મિહીકાને સ્તવનની બઢતીમાં સમાચાર આપ્યાં બધાં ખૂબ જ ખુશ થઇ ગયાં. માં એ કહ્યું "મંદિરનં પૂજારીજી કહેતા હતાં હવે તમારાં સ્તવનની ખૂબ પ્રગતિ થશે એમનાં મોઢામાં ઘી સાંકર કાલે મહાદેવને ભેટ ચઢાવી આવીશું.
મિહીકાએ કહ્યું "ભાઇ કાંઇ નવું જ સોફ્ટવેર બનાવ્યું ચે ને વાહ મારાં ભાઇ કેટલાં હુશિયાર છે પાપા મને ફોન આપો મારે એમની સાથે બધી વાત કરીને સમજવું છે તો હું મારાં ગ્રુપનાં કોલેજમાં બધાને વટથી કહી શકું કે મારાં ભાઇએ કેવું કામ કર્યુ છે. પાપા પાસેથી ફોન લઇને સ્તવનને લગાવે અને બંન્ને ભાઇ બહેન વાત કરી રહ્યાં. સ્તવને એને બધુ જ સમજાવ્યુ કે એક સોફટવેર પર કામ કરતો હતો અને અચાનક અક્સમાત કેવી સફળતા મળી ગઇ અને રીઝલ્ટ તપાસતાં ખબર પડી કે આતો કોઇ મોટું કામ થઇ ગયું છે હવે એની હું મિહીકા પેટન્ટ બનાવીશ પછી શાંતિથી તને સમજાવીશ આમપણ તમે લોકો જયપુર આવવાનાં છો એવું મને રાજમલકાકાએ કહ્યું છે તમે આવો એટલે બહુ વાતો કરીશું તમારાં આવવાની રાહ જોઊં છું ત્યાં અચાનક ફોન કટ થઇ ગયો અને એ જ અગમ્ય અવાજ..... સ્તવન...
વધુ આવતા અંકે --- પ્રકરણ- 13