Baani-Ek Shooter - 53 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 53

Featured Books
Categories
Share

“બાની”- એક શૂટર - 53

બાની- એક શૂટર

ભાગ : ૫૩



"બાની..... શું કર્યું છે મેં....!! પ્રતિશોધની આગમાં તું પાગલ થઈ ગઈ છે!!" એહાનનો સ્વર ઊંચો થતો ગયો.

"હા પ્રતિશોધની આગમાં પાગલ બની ગઈ છું." બાની પાગલની જેમ ચીખી.

થોડી મિનીટ ગજબની શાંતિથી પસાર થઈ. આ જ પસાર થતી દરેક પળમાં ટિપેન્દ્ર, કેદાર અને ઈવાનનાં ધબકારા ઊંચા નીચા થઈ રહ્યાં હતાં કે ગુસ્સામાં જ બાની એહાન પર ગોળી છોડી ન દે.....!!

"બાની.....!! બાની....પ્લીઝ....!! મને બાનમાં પકડીને તારો પ્રતિશોધ પૂરો થઈ જવાનો છે!?" એહાનને પોતાને પણ સમજ પડતી ન હતી કે બાની એવું કરી કેમ રહી છે. એને આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછ્યો.

"ઓહહ પ્લીઝ...!! મીઠો બન નહીં...!! તું એટલું જ બક કે આગળનું કાવતરું શું છે તમારું?? માસ્ટરમાઈન્ડ સાથે મળીને કામ કરી રહ્યો છે ને!! તારા સ્ટુડિયો સુધી એ શૂટર મોનુંને તે જ પહોંચાડ્યો છે ને...!! અભિનેત્રી પાહી જ બાની છે એ કે.કે રાઠોડ સુધી અહીંની સિક્રેટ વાત પણ તે જ ઉજાગર કરી છે ને...!!" બાનીએ એક પછી એક ખુલાસો કર્યો.

"બાની...અવિશ્વાસની પણ હદ હોય....!!" એહાન કહીને હસી પડ્યો. તે સાથે જ બાનીએ એહાનને લાફો જડી દીધો.

"વિશ્વાસઘાત તો તે કર્યો છે...!! એહાન....!!" બાની બરાડી." તને મજાક લાગી રહ્યું છે...!! આઠ આઠ વર્ષની મારી પ્રતિશોધની આગની તપસ્યા....!! થતા આઠ વર્ષથી મારી સાથે જ જોડાયેલ સ્વાર્થ વગરના મારા મિત્રો અને ઈમાનદાર સાગીરતો તને મજાક લાગી રહ્યાં છે....!!"

"ટિપેન્દ્ર....!! બોલ શું કરું...?? આ વિશ્વાસઘાત આદમીનો ચહેરો પણ નથી જોવો મારે...!! કેટલા વર્ષો બાદ મારી પાસે પોતાનો પ્યારનો ઇઝહાર કરતો આવ્યો...!! લોકોનું ધ્યાન મારા પર ગયું નહીં કે પાહી જ બાની છે...!! પણ આ એહાન મને પિછાણી ગયો. એના ઈશ્કમાં એટલી તાકત હતી એ જોઈને મેં એહાન પર ભરોસો કર્યો. મારો પાહીવાળો મુખવટો ફક્ત એહાન સામે દૂર કર્યો. એહાને મને વિશ્વાસમાં લીધી, એના બદલામાં એ અહીંની એકેએક માહિતી મારા દુશ્મનો સામે પૂરી પાડતો ગયો. કેમ કે જૂનો પ્યાર જો હતો....!! એક ને એક દિવસ તો એ પ્રેમ લાગણી ઉભરી જ જવાની હતી....!! પણ પ્રેમ તો તું મને પણ કરતો હતો એહાન...!! પછી કેમ દગો કર્યો...!!" કહીને ગુસ્સામાં જ એહાનની સામે પિસ્તોલ તાકતા બાનીની આંખમાં અશ્રુની ધારા વહેવા લાગી, " ટિપેન્દ્ર...!! હું દુઃખી કેમ થઈ રહી છું. મને આ કપટી આદમીનો ચહેરો જ જોવો નથી." બાની વિલાપ કરતી નબળી પડી. આખા અડ્ડામાં શાંતિ છવાઈ ગઈ.

"બાની સાચે જ મને સમજ નથી પડતી. બાની મેં તને પહેલા જ કીધું છે હું તારા માટે મારી જાન પણ આપવા તૈયાર છું. પણ હું તારા દિલમાં કપટી, વિશ્વાસઘાતની છબી સાથે મરવા તૈયાર નથી. હું તારું દિલ દુઃખવીને મરવા નથી માગતો. તારા હાથેથી મરવા અત્યારે જ તૈયાર છું. પણ મારા માટેની તારી આ નફરત દૂર કરીને મરીશ બાની...!!"એહાને કહ્યું.

"બાની....!!"ટિપેન્દ્રએ પાછળથી બાનીના ખબા પર હાથ મૂકતા સ્વસ્થ કરતા કહ્યું. " એહાનને પોતાનો ખુલાસો કરવાનો મોકો આપવો જોઈએ."

"અરે પણ હું ખુલાસો પણ શું કરું?? જ્યાં મને વાત જ સમજ નથી પડતી. મોનું કે પછી કે.કે રાઠોડને તો હું જાણતો પણ નથી...!! અને હું બાની તારી સાથે વિશ્વાસઘાત કેમ કરી શકું?? તારા પ્રતિશોધની તપસ્યા શું હું સમજતો નથી?? તને હું શું કામ દંભ કરી શકું બાની....!! તારા છાતીમાં છુરો ભોખવો એટલે એનો બધો જ ઘાત તો મને જ થશે ને બાની...!! એનું બધું જ દર્દ તો મને જ સહેવું પડશે ને બાની...!!" એહાન દુઃખી થઈ ગયો.

"ઓહહહ.....!! પ્લીઝ....!! આ તારા મીઠા શબ્દો...!!" બાનીએ અચાનક કાન બંધ કરી દીધા. ટિપેન્દ્રને આ પસંદ આવ્યું નહીં. કેમ કે એ પણ તો બાનીને મનોમન ચાહતો જ હતો. બાની એટલી દુઃખી થાય એ એને કદી પસંદ ન હતું.

"બાની.....!! આવી રીતે વિચલીત થઈ જવું તને શોભા નથી આપતું...!! એહાન સાથેનો તારો પ્રેમનો સંબંધ છે તો પણ હું ચાહું છું કે એહાનને હેન્ડલ હું કરીશ." ટિપેન્દ્રએ કહ્યું.

બાની વિલાપ કરતી જતી હતી.

"એહાન અમે તને એ નથી પૂછી રહ્યાં કે અહીંની સિક્રેટ વાત દુશ્મન સામે કેટલી અને કંઈ કંઈ ઉજાગર કરી. ફક્ત સીધી રીતે એટલું જ કહી દે હવે કે એ માસ્ટરમાઈન્ડનો આગળનો પ્લાન શું છે??" ટિપેન્દ્રએ એહાનના નજદીક જઈને નમ્રતાથી પૂછ્યું.

"ના ટિપેન્દ્ર...!! તારે એહાનને હેન્ડલ કરવાની જરૂરત નથી. હું ઠીક છું." બાની પોતાના આંસુઓને બાયથી સાફ કરી સ્વસ્થ થતા કહેવા લાગી.

"માસ્ટરમાઈન્ડનું આગળનું પગલું એ છે કે એહાનને પોતાના રસ્તેથી હટાવી દેવો...!!" બાની કહીને હસી.

બધા જ ચૂપચાપ સાંભળી રહ્યાં.

" બધા જ મુદ્દાઓ ભેગા કરીને ધ્યાનથી જોઈએ અને વિચારીએ તો....!! માસ્ટરમાઈન્ડે પોલિટીક્સનાં લોકો સાથે પણ સારો ઘરભો કરીને રાખ્યો છે. કે.કે રાઠોડ જેવા તો કેટલા એની પાસે હશે. એ માસ્ટરમાઈન્ડનાં હાથ કેટલા આગળ સુધી પહોંચેલા હશે...!! એક રાઝ છુપાવા માટે એ માસ્ટરમાઈન્ડે કેટલા બધાનો ભોગ લીધો..!! અને હજુ લેશે!! મીરા પછી મારી જાસ્મિન, યાદ છે ઈન્સ્પેકટર ગૌતમ જૈસ્વાલ...!! એના હાથમાં જાસ્મિન લિખિત ડાયરી મારા દ્વારા સોંપવામાં આવી હતી. જે મુખ્ય સબૂત હતું...!! ઈન્સ્પેકટર ગૌતમ જૈસ્વાલ સાથેનો હવાલદાર દ્વારા એ માસ્ટરમાઈન્ડ સુધી વાત પહોંચી. અને તે સાથે જ ઈન્સ્પેકટર ગૌતમ જૈસ્વાલનું એક્સીડેન્ટ કરવામાં આવ્યું. જુઓને માહિતી અનુસાર કે.કે રાઠોડ સાથે તો એક જમાનામાં એ માસ્ટરમાઈન્ડનું પ્રેમનું પ્રકરણ પણ ચાલતું હતું...!! તો એહાન તારું કાટલું કાઢતાં કેટલો સમય લાગવાનો એ માસ્ટરમાઈન્ડને.....!! તું ખોટા માર્ગે ધોરવાયો છે એહાન...!! શું થયું એ તારી મોમ છે તો...!! પણ તું આખરે ચાલ્યો તો ખોટા માર્ગે જ ને.....!!" બાનીએ આખી વાત પૂર્ણ કરીને ખુલાસો કરતાં ધારધાર નજરોથી એહાન સામે જોયું.

વાત સાંભળતા જ એહાનને સમજાયું નહીં કે બાની એને સંબોધીને કહી રહી છે...!! એના કાન જડ થઈ ગયા...!! આ સચ્ચાઈ હતી...!! એહાનની જીભ લથળી, " બ...બાની.....!!"જેમતેમ એહાન ચિખ્યો, " બાની....!! શું બોલી રહી છે!!??"

"આ જ સચ્ચાઈ છે એહાન...!! અને તું એટલો કેમ ચીખી રહ્યો છે?? જાણે તું તો કશું જાણતો જ ના હોય એમ...!! અમને મૂર્ખ બનાવાની કોશિશ ના કર એહાન...!! તને જીવંત એટલે જ રાખ્યો છે કે હવે એ માસ્ટર માઈન્ટ સુધી તું મને પહોંચાડશે....!!" બાનીએ કહ્યું.

"ટિપેન્દ્ર....!! મને કોઈ સમજાવશો....!! બાની શું કહી રહી છે?? મારી મોમનો ઉલ્લેખ અહીં શું કામ કરવામાં આવી રહ્યો છે?? મારી મોમ એ માસ્ટરમાઈન્ડ....!!" એહાને ટિપેન્દ્ર, ઈવાન અને કેદાર પર એક પછી એક નજર નાંખતા દુઃખી થતા કહ્યું.

"હા... તારી મોમ જ મીરા જાસ્મિનનાં ખૂન કાંડના ચક્રવ્યુની રચેતા છે. પણ એ માસ્ટરમાઈન્ડનું મૌત નક્કી છે એહાન...!!" બાનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"બાની...!! તું મારી મોમ પર ખોટા આરોપો મૂકી રહી છે. નક્કી તું કોઈ ભ્રમમાં આવી એવું બોલી રહી છે. મારી મોમ એક પ્રવિત્ર અને ભોળી નારી છે. તું.....!!" એહાન આગળ બોલવા જ જતો હતો ત્યાં જ બાનીએ હસી કાઢ્યું, " પ્રવિત્ર અને ભોળી નારી....!!"

"બાની....!!" બંધાયેલો એહાન ખુરશીથી છૂટવા મંથી રહ્યો હતો કે પછી બાનીની કહેલી વાતથી જે દિલોદિમાગને બેચેન કરી રહી હતી. એહાનની સ્થિતી અજબ બનતી જતી હતી.

"મિસ્ટર એહાન તમારી મોમની તરફદારીમાં સમય નષ્ટ નહીં કરો....!! તેમ જ તું ઢોંગ કરવાના બદલે એ જલ્દીથી સ્વીકારી લે કે અમે સૌઉં સચ્ચાઈ તો આખરે જાણી જ ગયા છે. હવે તું પણ જલ્દીથી બકી કાઢ..!! તમારું આગળનું કાવતરું...!!" બાનીએ ઘાઈ બતાવતાં કહ્યું.

"બાની...!! તું અંધ થઈને બધા પર વિશ્વાસ નહીં કર....!! તને ભ્રમિત કરી રહ્યું છે.... તને દિશાહીન કરી રહ્યું છે!!" ટિપેન્દ્ર, ઈવાન અને કેદાર પર એક પછી એક શંકાશીલ નજર ઠેરવતા એહાન કહેવા લાગ્યો.

"ના.... એહાન....ના....!! કોઈ પણ દિશાહીન નથી કરી રહ્યું મને....!! આઠ વર્ષ બાદ તો અસલી પત્તો લાગ્યો છે કે તારી મોમ જ આખા ષડયંત્રની માસ્ટર માઈન્ડ છે." બાનીએ એક એક શબ્દો પર ભાર આપતાં કહ્યું.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)