Anger Bhava in Gujarati Motivational Stories by મનોજ નાવડીયા books and stories PDF | ક્રોધ નો ભાવ

Featured Books
Categories
Share

ક્રોધ નો ભાવ

"ક્રોધ નો ભાવ"


'હું જેટલો દુર તેટલો સારો'


હુ ક્રોધ છું, મારી જવાળાઓ બધાને બાળે છે. પરતું તેનું પરિણામ મારે ભોગવવું પડે છે.


આપણે બધાં ક્રોધ ને સારી રીતે ઓળખીએ છીએ. ક્રોધ એક એવો હાની ભાવ છે કે જ્યારે તે ઉતપન્ન થાય છે ત્યારે તે બીજા વ્યક્તિમાં સારી રીતે દેખાઈ આવે છે પણ જયારે પોતાનામાં ઉતપન્ન થાય છે ત્યારે આપણે તેને નથી જોઈ શકતાં કે નથી ઓળખી શકતાં. કારણ કે જયારે ક્રોધ આવે છે ત્યારે તે બધી ઈન્દ્રીઓ પર કાબૂ મેળવી લે છે (All indriy was become a blind).


જેમ સમય વહી જાય અને ધનુષ પરથી તીર છુટી જાય પછી તેને પાછું નથી લાવી શકાતું. તે જે રીતે ક્રોધમાં બોલાયેલા કટુર શબ્દોને પાછા ખેચી નથી શકાતાં. આથી ઘણાનાં સબંધો તુટે છે અને ખુદ પોતાને હાની પહોંચે છે. મોટા મોટા ૠષિ મુનિઓ પણ તેનાથી દુર નથી રહી શક્યાં, તો આ મનુષ્ય કઈ રીતે દુર રહી શકે.


મનુષ્યમાં ક્રોધ આવે ત્યારે એકજ રક્ષા કવચ કામ આપે છે તે છે મૌન.


"મૌનમાં અદભૂત શકિત રહેલ છે"


આ દુનિયામાં એવો કોઈ મનુષ્ય નહીં હોય કે જેને ક્રોધ નો ભાવ ના આવતો હોય. ક્રોધ આવવો એ સ્વાભાવિક વાત છે. ક્રોધથી મનુષ્યનું પતન થતા વાર નથી લાગતી. જે લોકો પોતાના મનને નિયત્રણ અને સંયમમાં નથી રાખી શક્તાં તે લોકોને વધારે ક્રોધ આવે છે. મતલબ કે મનુષ્યની સામે અમુક ખરાબ પરીસ્થિતિ આવે છે ત્યારે તેને સમજી નથી શક્તાં ત્યારે તેના મનમાં ક્રોધ ઉત્પન્ન થાય છે. જો તેને સંતુલિત કરી લે તો ક્રોધ નો ઉદ્દભવ જ ના થાય.


આ સમસ્યા ફક્ત એક મનુષ્યની જ નહી પણ વિશ્વમાં બધા કુટુંબમાં જોવા મળે છે. તો વાત કરુ એવાજ એક કુટુંબના સભ્યની.


એક નાના કુટુંબમાં એક પપ્પા જેનુ નામ પ્રભુભાઈ હતું. તેની સાથે તેની પત્ની અને એક છોકરી રહેતી હતી. પપ્પા નૌકરી કરતાં એટલે આખો દિવસ નોકરી પર જાય. સાજે ઘરે આવે એટલે થાકેલા હોય. જ્યારે નૌકરી પર હોય ત્યારે વધારે કામ હોય છે અને જો કોઈ કામમાં સમસ્યા આવી જાય અને કામ ખરાબ થાય તો માલિક ખરાબ અપશબ્દ કહી દેતા. તેથી પ્રભુભાઈને મનમાં ઘણુ ખરાબ લાગી આવતું. પરંતુ માલિક ની સામે તો ક્રોધ ના કરી શકે અને તેથી શું કરે ? તેથી આ ક્રોધ તો મનમાં હરતો ફરતો રહેતો.


હવે પ્રભુભાઈ પાછા ઘરે પહોંચે છે. પરંતુ મનમાં ક્રોધ ફરતો હોવાથી તેને શાંતિ જોઈએ પણ તેને બદલે ઘરમાં પત્ની અને છોકરીના અવાજ અને ઘૌઘાટને લીધે તે વધારે અશાંત થઈ જતાં. મગજ થાકેલું હોવાથી મનુષ્ય મન ભારે રહે છે. જો પત્ની કે છોકરી કોઇ નાની બાબતે બોલે તો તેને સ્વીકારી નથી શકતાં અને તરતજ મનમાં ફરતો ક્રોધ બહાર આવી જાય છે. તેનાથી પત્ની કે છોકરી પર ક્રોધ કરે છે અને ના કેહવાનુ પણ કેહવાય જતું. આનાથી પત્ની કે છોકરી પણ રીસાય જાય છે. પ્રભુભાઈ પોતે લાગણીશીલ વ્યક્તિ હતાં, તેથી ઘણુ દુ:ખ લાગતું.


પંરતુ જે મનુષ્ય સમય સાથે વહેતાં રહે છે તે એક દિવસ જરૂર સફળ થાય છે.


એક વાર પ્રભુભાઈએ પોતાના મનની અંદર એક સવાલ કર્યો કે આં ક્રોધ કેમ આવે છે અને આવુ કેમ બને છે. ઘણા પ઼યતન અને મહેનત ના અનુભવથી તેને ક્રોધ પર કાબુમાં રાખવાનું શીખી ગયા. તે હંમેશા વધારે મૌન જ રહેતા. કામ વગર તો બોલવાનું જ નહીં. તે પોતે મૌન, વાણી પર સંયમ અને ગાઢ સંક્ષીતના કડવાં અનુભવથી તેમનામાં ઘણો ફેરફાર આવી ગયો. આજ લગભગ ૧૦ વર્ષ પછી તે આરામદાયક નોકરી કરે છે અને સુખી કુટુંબ સાથે રહે છે.


જો આજે તેણે આવુ સફળ કાર્ય ના કર્યુ હોત અને પોતાનામાં બદલાવ ના લાવ્યા હોત તો આજે કઈક પરીસ્થિતિ અલગ જ હોત.


જયારે મનુષ્ય ભોજન કરે છે ત્યારે તેની અશક્તિ દુર થાય છે કારણકે ભોજનમાં પોષાક તત્વો રહેલાં છે, તેજ રીતે ક્રોધ ને પણ થોડા પોષક તત્વો આપવામાં આવે તો ક્રોધને કાબુમાં કરી શકાય છે. આ પોષક તત્વો એટલે જ મૌન, વાણી પર સંયમ અને ગાઢ સંક્ષીતના કડવા અનુભવ.


"ક્રોધ આવે તે જગ્યાને તરત જ છોડીને જતા રહેવું જોઈએ"


જો ઘરમાં અચાનક લાઈટ જતી રહે તયારે મનુષ્ય સૌ પ્રથમ અંધારામાં નથી જોઈ શકતો પરંતુ થોડા સમયની રાહ જોવે તો તે થોડા અંશે જોઈ શકે છે અને પોતાનું કામ પુરું કરી શકે છે. આમ ક્રોધ આવે તો થોડા ક્ષણની રાહ જોવાથી સાચુ શું અને ખોટું શું તેનો ફર્ક જાણી શકાય છે.


"જે મનુષ્ય ક્રોધની ગતિને સંયમમાં રાખે છે તેજ સુખને પ્રાપ્ત થાય છે"


મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj62167@gmail.com