Forms of society in Gujarati Motivational Stories by Tanu Kadri books and stories PDF | સમાજનાં રૂપો

Featured Books
  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

Categories
Share

સમાજનાં રૂપો

ભાગ-૧ ..... મોહમાયી મુંબઈ નગરી મધ્યરાત્રીનો સમય છે. ખુબ જ પ્રખ્યાત પ્રોડ્યુસર અને એક જાણીમાની એક્ટર્સ હોટલ ઓબેરોયનાં આલીશાન રૂમમાં એમના ભવિષ્યના સપના એક બીજા સાથે સેયર કરે છે. ત્યાના શાંત વાતાવરણમાં તેઓનીજ નવી મુવીના ગીત સાભળતા બંને ખુશીથી જુમી ઉઠે છે. અને પોતાના આવનાર બાળકનાં સમાચારની ઉજવણી કરે છે. જે અભિનેત્રી છે એને ખબર છે કે પ્રોડ્યુસરનાં લગ્ન થઇ ગયા છે અને એને એક પુત્ર અને પુત્રી પણ છે. અભિનેત્રી પણ ફિલ્મી ફેમીલી માંથી જ આવી છે એને કોઈ પ્રોડ્યુસર સાથે બળજબરીનાં સંબધો રાખવાની જરૂર નથી. છતાં એ એક પરણિત પુરુષ સાથે પ્રેમમાં છે. અખબારોમાં અવારનવાર એમના સંબધો વિશે છપાયા કરે છે.

એ જ ફિલ્મ લાઈનમાં એક ખુબ જ પ્રસિદ્ધ પતિ – પત્ની લગ્નનાં ૧૫ વર્ષ પછી જાહેરાત કરે છે કે અમે લોકોએ ખુબ જ આરી રીતે વિચારીને એ નિર્ણય લીધું કે હવે અમે એકબીજા સાથે રહી શકીશું નહિ. અમે જે સમય વિતાવ્યું એ ખુબ જ સારું હતું અને હવે અમે અમારી સંમતિથી અમારા લગ્ન નું અંત લાવી એક બીજા નાં સારા દોસ્તો બનીને રહીશું. આ સમાચાર પણ ખુબ જ પ્રચલિત થયા. સોસિયલ મીડિયા ઉપર કેટલાક લોકો એ આવકાર્યો અને ફિલ્મ લાઈન સાથે જોડાયેલા લોકોએ તો અભિનંદન આપ્યા બંને ને. પણ બોલીવુડ તરીકે જાણીતા આ સમાજમાં આવા સંબધોને કોઈ અવગણના કરી શકતું નથી કેમ કે સભ્ય અને મોર્ડન તરીકે ઓળખાતા આ સમાજમાં લગભગ બધાને આવા સંબધો હોય છે અને ત્યાં બધાને લોકોની કે સમાજની કે પેપરમાં છપાતા સમાચારો ની કોઈ પરવાહ નથી.

ભાગ -૨ ...... એક નાનકડા ટાઉનની શાકમંડી સાંજના ૬ વાગે શાક-ભાજી ખરીદનારાઓથી ભરેલી છે, શાક વેચનાર દરેક વ્યાપારી કાનોમાં બહેરાશ આવી જાય એ રીતે બુમાબુમ કરીને અવાજનાં પ્રદુષણમાં વધારો કરે છે. દરેકને જલ્દી છે. ખરીદનાર ને લેવા માટે તો વેચનારને પોતાની શાક સબ્જી વેચાઈ જાય એની ઉતાવળમાં છે. એટલી જ વારમાં એક છેડે શાક વેચનાર દંપતી લડવાનો અવાજ કાને અથડાય છે. કદાચ એમની સાથે જે બે ત્રણ બાળકો છે એમના વિશે વાત થઇ હોય એવું લાગે છે. મોટા ભાગનાં લોકો પોતાનું સમય બચાવવા એના તરફ ધ્યાન નથી દેતા. વાત થોડીક વધારે બગડતા સ્ત્રી ગુસ્સામાં જ કહે છે કે તારે એની ચિંતા કરવાની જરુરુ નથી આમ પણ એ બાળક તારો નથી. કેટલાક લોકો આ સાંભળીને ના સાભળ્યું કરે છે, કેટલાક કહે છે આ લોકો આવા જ હોય એમને ક્યા ઈજ્જત આબરૂ હોય આપને આપનું કામ પૂરું કરી અહિયાથી જતા રહેવાનું.

ભાગ-3 ........ મધ્યમ વર્ગીય એક પરિવારમાં રાત નાં સમયે પતિ-પત્ની અને દીકરો બેઠાં છે. ત્રણેય જણ રડવાની કોશીસ કરે છે પણ રડી શકતા નથી. એમના હાથમાં એમની દીકરીનો પત્ર છે જેની લગ્ન ની વાત ગઈકાલે જ નક્કી થઇ છે. પણ એમની દીકરી બીજા કોઈને પસંદ કરતી હોઈ એ આજે ઘર છોડીને જતી રહી છે. એના પપ્પા કહે છે : આપણે સમાજમાં કોઈને મોઢું બતાવવા જેવા ન રહ્યા. એની મમ્મી કહે છે : તમે જ એને ખોટી માથા ઉપર ચઢાવી હતી. બહુ લાડ કરતા હતા જુઓ એને શું કર્યું. એનાં ભાઈએ કહ્યું: મેં તમારો ધ્યાન દોર્યું હતું પણ તમને તો દીકરી ઉપર જ વિશ્વાસ હતો મારી ઉપર જરાય નહિ. જુઓ ભાગી ગઈને . રાત્રે એના પપ્પા વિચારે છે કે આ છોકરીએ અમને કઈનાં ન રાખ્યા. એક તો મધ્યમ વર્ગનાં છીએ ખબર નહિ લોકો શું વાતો કરશે. છોકરાનાં લગ્ન કરવાના બાકી છે, કોઈ સારા લોકો આવા ઘરમાં પોતાની છોકરી કઈ રીતે આપશે. આથી જીંદગી જે મોભો સાચવી રાખ્યો એ એક જ દિવસમાં તૂટી ગયો. કાલે સમાજમાં ખબર પડશે. પછી તો લોકોનાં મોઢા કેવી રીતે બંધ થશે.

*** ત્રણ પરિસ્થિતિ, ત્રણેય લગભગ એક જેવી જ પણ સમાજને જવાબ આપવાની ચિંતા માત્ર મધ્યમ વર્ગને જ હોય છે.