The Game of Luck - 1 in Gujarati Love Stories by Pooja books and stories PDF | નશીબ ના ખેલ - 1

The Author
Featured Books
Categories
Share

નશીબ ના ખેલ - 1

રાજેશભાઈ તૈયાર થઈ ને નીચે આવે છે થોડી વાર રાહ જોયા પછી અલ્પાબેન ને અવાજ કરે છે કે ચાલો હવે કેટલી વાર છે તૈયાર થવામાં, આપણે ત્યાં વહેલું પોચવાનું છે યાદ છેને ભરતભાઇ અને મીનાબેન રાહ જોઈ રહ્યા હશે અને પ્રિયા તૈયાર થઈ કે નહીં?

રાજેશભાઈ , અલ્પાબેન અને પ્રિયા તેની એકની એક લાડકી દિકરી જે ભરતભાઇ અને મીનાબેન ના ઘરે તેના દીકરા પાર્થ ના લગ્ન માં જવા માટે નીકળી રહ્યા છે. ત્યારે અચાનક જ રમેશભાઈ ના ફોન ની રિંગ વાગે છે અને જેવો એ ફોન ઉપાડે છે ત્યાં જ એ સ્તબ્ધ થય જાય છે અલ્પાબેન એની (રાજેશભાઈ) ની સામે જોઈ ને પૂછે છે , કોનો ફોન હતો અને શું વાત થય ગય કે તમે આમ એકા એક ચિંતા માં મુકાઇ ગયા પણ રાજેશભાઈ એ તો જાણે અલ્પાબેન નો અવાજ સમભાડયો જ ના હોય તેમ ઊભા હતા , અલ્પાબેન ના ૨-૩ વખત પૂછવા પછી પણ રાજેશભાઈ તરફ થી કઈ જવાબ ના મળતા અલ્પાબેન પણ ચિંતા માં મુકાઇ ગયા! રાજેશભાઈ નો હાથ પકડી ને અલ્પાબેન એ પૂછ્યું કે શું થયું એવી તે શું વાત થય કે તમે આમ એકા એક ચિંતા માં આવી ગયા પછી તો રાજેશભાઈ ને ભાન થયું કે અલ્પાબેન તેમણે કઈક પૂછી રહ્યા છે. ત્યારે રાજેશભાઈ કહે છે કે પાર્થ નો ફોન હતો ભરતભાઇ ને અચાનક છાતી માં દુખાવો ઊપડતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને આપને પણ ત્યાં બોલાવ્યા છે એને રાજકોટ ની સિટી હોસ્પિટલ લઈ ગયા છે ચાલો જલ્દી કરો આપને ત્યાં ઉતાવડે પોચીએ જ્યારે રાજેશભાઈ અને અલ્પાબેન આ વાત કરતાં હોય છે ત્યારે પ્રિયા સીડી પર ઊભી હોય છે અને બધી વાત સાંભડી લે છે કે તરત પપ્પા (રાજેશભાઈ) ને કહે છે કે ચાલો હું પણ સાથે આવું છુ તો રાજેશભાઈ તેને (પ્રિયા) ને કહે છે કે ના બેટા તારે સાથે નથી આવવું તું અહી ઘરે રહે અમે હમણાં પાછા આવી જ્સુ તું ચિંતા ના કર ભરત અંકલ ને કઈ નહીં થાય અને પછી પ્રિયા ઘરે જ રહે છે અને રાજેશભાઈ એમની પત્ની અલ્પાબેન સાથે હોસ્પિટલ જવા નિકડે છે.

પ્રિયા, ને બધી વાત યાદ આવે છે કે એ નાનપણ થી જ ભરતભાઇ ની કેટલી લડકી હતી પ્રિયા રાજેશભાઈ જેટલો જ પ્રેમ અને મન ભરતભાઇ ને આપતી હતી , ભરતભાઇ અને રાજેશભાઈ બાળપણ ના મિત્રો હતા પણ સગા ભાઈ કરતાં પણ વધુ સબંધ હતા બંને વચ્ચે અને બને હમેશા એવું જ વિચારતા હતા કે એની દોસ્તી એક દિવસ રીસ્તેદારી માં બદલી જસે કેમે ભરતભાઇ ની ઈચ્છા હતી કે પ્રિયા પાર્થ સાથે લગ્ન કરી ને એના ઘરે વહુ થાય ને આવે અને રાજેશભાઈ ની પણ એવી જ ઈચ્છા હતી કે પ્રિયા ના લગ્ન પાર્થ સાથે થાય. પ્રિયા દેખાવે કોઈ પરિ થી કામ ન હતી , એક દમ કાળા લાંબા વાળ , હારની જેવી આંખો, ગોળ ચહેરો અને ગોરી એટલી કે ગાલ પર હાથ મૂકો તો હાથ ની આંગડી ઑ ની છાપ પડી જાય, ઉચાય ૫ ફૂટ ૫ ઇંચ ,પ્રેમાળ સ્વભાવ અને વાણી એટલી મીઠી કે કોઈ એક વખત એને બોલતા સાંભડી લે તો બસ એની વાતો માં ખોવાય જાય એક વાર મળ્યા પછી ક્યારેય ભૂલી ના સકે એવું એનું વ્યક્તિત્વ અને સામે પાર્થ પણ એટલો જ પ્રેમાળ દિલ નો ઉચાય માં પૂરો ૬ ફૂટ , રંગે ગોરો અને એક દમ હીરો જેવી એની પર્સનાલિટી એની કોલેજ ની છોકરી ઑ તો એના પર ફીદા હતી. પાર્થ , પ્રિયા , પ્રીતિ અને મયંક એક જ કોલેજ માં સાથે ભણતા હતા પાર્થ , પ્રિયા અને મયંક તો બચપણ થી જ સાથે હતા અને સ્કૂલ માં પણ સાથે જ ભણતા જેથી એમની વચ્ચે ગાઢ મિત્રતા હતી એમની વચ્ચે કોઈ વાત છુપાયેલી ના રહેતી કોલેજ માં આવતા ની સાથે જ તેમની પ્રીતિ ની કંપની મળી અને ચારે સારા મિત્રો બની ગયા બધા એક જ ક્લાસ માં ભણતા , સાથે જ બધા અસાયનમેંટ પૂરા કરતાં, કેન્ટીન માં પણ બધા સાથે જ હોઇ , પ્રિયા અને પાર્થ બંને ભણવા માં બોવ હોસિયર હતા હમેશા ૧-૨ નંબરે આવતા, પ્રિયા ને પાર્થ પસંદ હતો મનો મન એ પાર્થ ને પ્રેમ કરતી હતી પણ એ વાત પાર્થ ને કહી નોતી સકતી એ દર થી કે પાર્થ ના કહી દેસે તો! અને આ વાત ના લીધે એની દોસ્તી તૂટી જસે તો! પાર્થ ને પોતાના થી દૂર થવાનો વિચાર જ પ્રિયા ને અંદર સુધી તોડી નાખતો જેથી એ એની લાગણી અંદર દબાવી રાખતી અને પાર્થ સાથે મિત્રતા નો સબંધ નિભાવ તી હતી. પણ આ બધી વાત મયંક બોવ સારી રીતે જાણતો હતો કે પ્રિયા પાર્થ ને પ્રેમ કરે છે અને એ પણ જાણતો હતો કે પાર્થ ના મનમાં પ્રિયા એક મિત્ર જ છે.

એક દિવસ બધા (પ્રિયા, પાર્થ, મયંક અને પ્રીતિ) કોલેજ ના ગાર્ડન માં બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા કે............

પ્રિયા : પાર્થ આપણે બધા ઘણા સમય થી સાથે ક્યાય ગયા નથી તો એક દિવસ ની પિકનિક નો પ્લાન કરીયે તો કેવું રહે?

પાર્થ : હા, પ્રીતિ વિચાર તો સારો છે હું પણ ઘણા સમય થી વિચારતો હતો કે ક્યાક બાર જઈએ કેમ તું (પાર્થ પ્રીતિ સામે જોઈ ને પ્રીતિ ને કહે) તારું શું કહેવું છે તું પણ અવિસ ને અમારી સાથે?

પ્રીતિ : મારે ઘરે મમ્મી પાપા ને પૂછવું પડે જો એ હા કહેશે તો જરૂર અવિશ.

(પ્રીતિ એક મીડિયમ પરિવાર ની છોકરી છે તેના પાપા દિલીપભાઇ એક કંપની માં સુપરવયજર તરીકે કામ કરે છે અને તેના મમ્મી જયાબેન હાઉસવાઈફ છે)

પાર્થ : અરે! એમાં શું પ્રીતિ એક દિવસ ની જ તો વાત છે પ્લીસ....

(પાર્થ ને બોલતો અટકાવી ને પ્રિયા મયંક ને કહે છે)

પ્રિયા : ભાઈ! (મયંક) તૂ તો અવિસ ને?

મયંક : હા બહેન! (પ્રિયા ને) તું બોલાવે અને હું ના આવું એવું તે કોઈ દિવસ હોતું હસે હું જરૂર આવીશ.

પ્રિયા એક જ બેન છે જેથી એ મયંક ને જ ભાઈ મને છે અને રક્ષાબંધન પર હમેશ મયંક ને રાખડી બાંધે છે.

આમ બધા વાતો કરતાં કરતાં કેન્ટીન તરફ જાય છે અને કેન્ટીન માં જય ને નાસ્તો કરી બધા છૂટા પડે છે. પછી બીજા દિવસે ફરી પછ કોલેજ માં ભેગા થાય છે અને બ્રેક માં ગાર્ડન માં બેસી ને વાતો કરતાં હોય છે ત્યાં પાર્થ કહે છે શું નક્કી થયું તો આપદે ક્યારે અને ક્યાં જવાનું છે પિકનિક માં...

પ્રિયા : તે (પાર્થ) કઈ વિચાર્યું છે, ક્યાં જવું જોઈએ.

પાર્થ : નઈ મે તો કઈ વિચાર્યું નથી, અને હા પ્રીતિ તારે શું થાય વાત થાય ઘર પર શું કહ્યું? પરમીસન મળી? તું આવે છે ને સાથે? આમ એક શ્વાસે (પ્રીતિ ને )સવાલો પૂછવા લાગ્યો ત્યારે પ્રીતિ.....

પ્રીતિ : અરે પાર્થ પેલા શ્વાસ તો લઈ લે , હા મે વાત કરી લીધી છે અને મને પરમીસન મળી ગય છે હું પણ સાથે આવીશ.

(પાર્થ ખૂસ થઈ જાઈ છે અને મન માં વિચારે છે કે ચલો પિકનિક માં પ્રીતિ સાથે થોડો સમય મળસે વાત કરવા માટે)

એક બાજુ પ્રિયા વિચારે છે કે પિકનિક માં પાર્થ ને મારા દિલ ની વાત કરું કે નહીં , તો બીજી જ ક્ષણે પાર્થ ને પ્રીતિ જોડે આમ વાત કરતો જોઈ ને વિચારે છે કે પાર્થ ના મન માં પ્રીતિ માટે લાગણી હસે તો ! મયંક એક બાજુ આ બધુ જોઈ રહ્યો હોય છે એ એની જગ્યા પર થી ઊભો થાય ને પ્રિયા પાસે જય ને બેસે છે એક બાજુ પાર્થ અને પ્રીતિ વાતો કરી રહ્યા હોય છે અને ધ્યાન પણ નથી હોતું કે મયંક ને પ્રિયા પણ સાથે બેઠા છે. મયંક આ બધુ સમજી જાય છે એટલે પ્રિયા ને કહે છે કે હું જાણું છુ તું પાર્થ ને પસંદ કરે છે , તરત પ્રિયા તેની સામે જોવે છે તો મયંક કહે છે કે મને ખબર છે તું ધોરણ ૧૦ થી એના પર ફીદા છે અને તારો પ્રેમ એ મૂરખા સિવાય બધા ને દેખાઈ છે પણ મને એ નથી સમજાતું કે તું એને કેટી કેમ નથી કે તું એને પ્રેમ કરે છે. તો પ્રિયા કહે છે કે મને ડર લાગે છે કે એ ના ન કહી દે. તો મયંક એને સમજાવે છે કે જો પ્રીતિ આપડું કોલેજ નું આ છેલું વર્ષ છે અને કોલેજ પૂરી થયા પછી બધા પોતાના કરિયર માટે નીકળી જસે તો પછી કેટલા સમય એ આમ મળી સકસુ કઈ ખબર નથી તું એક કામ કર આ પિકનિક માં તને સારો સમય મળસે તું ત્યાં તારા દિલ ની વાત પાર્થ ને કરી દેજે અમનેમ મન માં રાખીસ તો એને કેમ ખબર પડસે.પ્રિયા મયંક ને કહે છે કે તમે સાચું કહો છે ભાઈ મારે આ વાત પાર્થ ને કરી દેવી જોઈ એ હવે વધુ સમય મન માં રાખવું ના જોઈએ.

મયંક : હા તો પાર્થભાઈ તમારી વાતો પૂરી થઈ ગય હોય તો અમે પણ અહી છીએ અને ભૂખ પણ લાગી છે કેન્ટીન માં જશું?? (મયંક પાર્થ ને મજાક કરતાં કહે છે)

પાર્થ : ચાલો જાઈએ ભૂખ તો મને પણ લાગી છે અને પ્રિયા તને નય લાગી કે શું ? આજ તું કેમ કઈ બોલતી નથી નય તો નાસ્તા માટે બધા ની પેલા હોય...

(પાર્થે આમ મસ્તી ના અંદાજ માં પ્રિયા ને પૂછ્યું ત્યાં તો પ્રિયા નો ચહેરો જાણે ખીલી ગયો અને બોલી ચાલો અમને તો ભૂખ લાગી જ છે બસ તમારી વાતો પૂરી થવાની જ વાટ હતી ચાલો હવે પછી બધા નાસ્તો કરવા માટે કેન્ટીન માં જાઈ છે)

પ્રિયા : પ્રીતિ! શું વિચારે છે? (પ્રીતિ ને વિચાર કરતી જોઈ ને પ્રિયા પૂછે છે)

પ્રીતિ : કઈ નહીં....પ્રિયા

પ્રિયા : કઈક તો વાત છે શું વિચારે છે બોલ મને કહેવા માં આટલો સંકોચ?

પ્રીતિ : મારી પાસે પિકનિક માં પહેરવા માટે સારા કપડાં નથી તો એ જ વિચારું છુ કે, શું પહેરઈશ?

પ્રિયા : બસ આટલી વાત, અને આટલી બધી ચિંતા કરે છે તું ચલ મારી જોડે મારા ઘરે અને જે કપડાં તને ગમે એ લઈ જજે, હવે તો ચિંતા છોડ ને સ્માઇલ આપ.

પ્રીતિ : થેન્ક યુ , યાર

પ્રિયા : મિત્ર પણ કહે અને થેન્ક યુ પણ .....(બંને હસે છે)

કોલેજ પૂરી કરી ને બધા પોત પોતાના ઘરે જવા નીકળે છે ત્યારે પ્રિયા પાર્થ ને કહે છે કે આજે અમને બંને ને મારી ઘરે જ ડ્રોપ કરજે પ્રીતિ મારી જોડે આવવાની છે મારે ત્યાં એને થોડું કામ છે તો....

પાર્થ અને મયંક પાર્થ ની કાર માં અને પ્રિયા અને પ્રીતિ પ્રિયા ની કાર માં જ કોલેજ આવતા હતા પણ આજે પ્રીતિ ની ગાડી ખરાબ હતી જેથી બધા પાર્થ ની ગાડી માં સાથે આવેલા હતા (પ્રિયા અને પાર્થ ના પાપા મોટા બિજનસમેન હતા જેથી પાર્થ અને પ્રિયા પાસે પર્સનલ ગાડી ઑ હતી) પાર્થ પ્રિયા અને પ્રીતિ ને ઘરે પ્રિયા ના ઘરે ઉતારે છે, પ્રીતિ નમસ્તે આન્ટી (અલ્પાબેન ને) પ્રિયા મમ્મી (અલ્પાબેન) ને કહે છે મમ્મી ભૂખ લાગી છે પ્લીઝ આન્ટી સાથે (ઘર માં કામ કરતાં સવિતાબેન) કઈ નાસ્તો મોકલાવો ને ઉપર મારી રૂમ માં હું ને પ્રીતિ ત્યાં જ છીએ આટલું કહી ને પ્રિયા અને પ્રીતિ પ્રિયા ના રૂમ માં જતાં રહે છે (પ્રીતિ અવાર નવાર પ્રિયા ની ઘરે આવતી હોય છે જેથી બધા તેને સારી રીતે ઓડખતા હોય છે)

વધુ આવતા પ્રકરણ માં ....